મનાલીનો ઉલ્લેખ થતા જ તમારા મનમા જે છબી બને છે તે એ રોમાંચ છે જે રિસોર્ટ ટાઉન ઓફર કરે છે. શુ આપણે બધા એ શહેરને સરખી રીતે કોઈ દિવસ નિહાળ્યુ છે? આપણે મનાલીની એક બાજુ જોવામા અસફળ નીવડીયે છીએ જેમા દુર સુધી ફેલાયેલા પૈનોરમા, આકાશની ઊંચાઈએ પહોંચતા દેવદારના જંગલ, ઝળહળતા સરોવરો અને અનંત મેદાનો છે. હિમાચલનુ આ પહાડી શહેર નિસંદેહ સૌથી વધુ મુલાકાત લેવાયેલા પર્યટક સ્થળોમાનુ એક છે, પણ ચાલો આજે તેની સાચી રીતે મુલાકાત લઈયે.
તો ચાલો મનાલીમા ફરવા માટેના થોડા જબરદસ્ત પર્યટક આકર્ષણો અને સ્થળોની મુલાકાત લેવા:
હિડિમ્બા મંદિર
ઘુંગરી મંદિરના નામથી પણ ઓળખાતુ હિડિમ્બા મંદિર, મહાકાવ્ય મહાભારતને જીવંત કરે છે. પાંડવ રાજકુમાર ભીમની પત્નિઓમાની એક હિડિમ્બા દેવીને સમર્પિત આ મંદિર ઊંચા દેવદારના વૃક્ષોની વચ્ચે સ્થિત છે.
મંદિર શિવાલય શૈલીમા બનાવવામા આવ્યુ છે અને તેનુ ગર્ભગૃહ એક ગુફા મંદિર છે જેને દેવતાના વાસ્તવિક પદચિહ્ન માનવામા આવે છે. નિસંદેહ આ મંદિર મનાલીમા બરફથી ઢંકાયેલા હિમાલયાની પૃષ્ઠભુમિમા ફરવા માટે સૌથી સુંદર જગ્યા છે.
આ પણ વાંચો: મનાલીમા ફરવાનો પ્લાન બનાવો છો તો પહેલા આ જરુરી વાતો પણ જાણી લો.
ઘાસના મેદાનોની એક ખુલ્લી વેલી, કોબાલ્ટ જેવુ આસમાની આકાશ અને શાનદાર દ્રશ્યો સાથે આ વેલી મનાલીમા સૌથી લોકપ્રિય પર્યટક સ્થળ છે. સોલાંગ વેલી, હિમાલયની સ્વર્ગીય શ્રુંખલાથી ઘેરાયેલ પ્રકૃતિનુ એક મહાન સંકલન છે.
વેલી બારેમાસ પર્યટકોથી ભરાયેલી રહે છે. ઊનાળા દરમિયાન પર્યટકો પેરાગ્લાઈડીંગ, જોરબીંગ, કેમ્પિંગ, રોક ક્લાઈમ્બિંગ અને ગોંડોલા રાઈડ જેવી સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણે છે. જ્યારે શિયાળામા વેલી, સ્કીઈંગ અને સ્નોબોર્ડિંગ જેવા રોમાંચક સ્નો સ્પોર્ટ્સ સાથે બર્ફિલા ક્ષેત્રમા ફેરવાઈ જાય છે.
વેલીમા દર વર્ષે સ્ટેટ અને નેશનલ લેવલની સ્કી ચેમ્પિયનશીપનુ પણ આયોજન થાય છે.
પીર પંજલ રેંજ પર સ્થિત વળાંકોવાળા પહાડી રસ્તા સાથે રોહતાંગ પાસ એક પ્રસિદ્ધ આકર્ષણ સ્થળ છે. દરેક પ્રકૃતિ પ્રેમીઓ, કલાકારો અને ફોટોગ્રાફર્સનો પર્સનલી ફેવરીટ પાસ ઊનાળામા લાહૌલ અને સ્પિતિ વેલી સુધી જવાનો માર્ગ પ્રદાન કરે છે.
વધુ પડતી બરફવર્ષાને કારણે નવેમ્બર મહિનાના એંડથી લઈ પુરા શિયાળા દરમિયાન રોહતાંગ પાસ બંધ રહે છે. પર્યટકો અહિ સ્કીંગ, પેરાગ્લાઈડીંગ અને ટ્રેકીંગ જેવા એડવેંચરની મજા પણ માણે છે.
અલ્પાઈન પારિસ્થિતિકી તંત્ર અને નાની વેલીઓની નાજુક સુંદરતાની રક્ષા માટે સરકારે પર્યટકો માટે નિયમનકારી પ્રવેશ લાગુ કરી ગંતવ્ય સ્થાનની ભીડ પર પ્રતિબંધ મુક્યો છે. હવે મનાલીમા રહીને તો આ સ્થળની મુલાકાત ન લેવી યોગ્ય તો નથી જ ને!
ઓલ્ડ મનાલી
ઓલ્ડ મનાલી વિતેલા કાલની ભુમી છે કે જ્યારે પ્રવાસીઓના આવ્યા પહેલા મનાલી એક શાંત તીર્થ શહેર હતુ. આ શહેર શાંત સ્થાનીય વસ્તી પ્રદાન કરે છે જેમા જુના પહાડી ઘર છે કે જે સફરજનના બગીચાઓથી ઘેરાયેલા છે, જેની પૃષ્ઠભુમીમા બરફથીએ ઢંકાયેલા પહાડો છે અને જે ઊનાળાની રજાઓ માટે એક આદર્શ સ્થળ છે.
મનાલીનો આનંદ માણવા માટે તમે લોકલ ટેમ્પલ્સ, નદી કિનારા પર કાફે અને નાની નાની ટ્રેકીંગ ટ્રેલ્સનો આનંદ પણ લઈ શકો છો. લોકલ બજાર હેંડમેડ પ્રોડક્ટ્સને સ્મૃતિ ચિહ્ન તરિકે વેંચે છે અને પહાડી શહેરના આ હિસ્સામા જીવન ધીમુ થઈ જાય છે જેથી તમે પ્રકૃતિના સાનિધ્યમા આનંદ લઈ શકો એટલે કે ઓલ્ડ મનાલીમા.
આ પણ વાંચો: મનાલી ટ્રાવેલ ગાઈડ – 2 દિવસની યાત્રાનો પરફેક્ટ પ્લાન
મનાલી ગોમ્પા
જો તમે સ્પિરિચ્યુલ આનંદથી ભરપુર થવા માગો છો તો મનાલી ગોમ્પા પરફેક્ટ સ્થળ છે તમારી માટે. ગઢન થેકચોકલિંગ ગોમ્પા તરિકે પણ જાણીતુ આ બૌદ્ધ મઠ 1960મા તિબેટીયન શરણાર્થીઓ દ્વારા બનાવવામા આવ્યુ હતુ.
શિવાલય શૈલીની પીળી છત સાથે ઉત્કૃષ્ઠ વાસ્તુકલા અને બૌદ્ધ ધર્મની નૈતિકતા દર્શાવતા શાનદાર ભિત ચિત્રો આ બૌદ્ધ મંદિરને મનાલીનુ એક ઊચ્ચ આકર્ષણ સ્થળ બનાવે છે.
મુસાફરો ગોમ્પા જાય છે અને જીવનને એક સ્થિર સ્થિતિમા રાખી પરિસર દ્વારા આપવામા આવતી દરેક સુંદરતા અને આધ્યાત્મિકતાનો આનંદ લે છે. પરિસરમા સ્ટૉલ, અદ્વિતિય તિબેટીયન હસ્તકલા અને રજાઈઓ સ્મુતિ ચિહ્ન તરિકે વેંચે છે.
હમ્તા પાસ
હમ્તા પાસ મનાલીના સૌથી લોકપ્રિય આકર્ષણોમાનુ એક છે. એડવેંચરના શોખીન લોકો મનાલી આવે છે અને રસ્તામા આવતા દરેક ચેલેંજિસની મજા માણે છે. હમ્તા પાસ પીર પંજલ રેંજ પર સ્થિત છે અને લગભગ 14,000 ફુટ ઊંચાઈ પર છે. પાસ પર નદીઓથી લઈ દેવદારના જંગલો અને હર્યા ભર્યા ઘાસના મેદાનો પણ છે.
હમ્તા પાસ આશ્ચર્યજનક દ્રશ્યો પ્રસ્તુત કરે છે અને પ્રકૃતિ પ્રેમીઓ માટે અપરાજય ક્ષેત્ર છે.
આ પણ વાંચો: દિલ્હીથી નજીક અને મનાલીથી માત્ર 6 કિમી દુર આ હોસ્ટેલ મુસાફરો માટે પરફેક્ટ છે.
મણિકરણ
પાર્વતી વેલીમા સ્થિત મણિકરણ એક એવી જગ્યા છે જ્યા બે અલગ અલગ દેવતા એક સાથે રહે છે અને તેને હિમાચલનુ ટોચનુ પર્યટન સ્થળ બનાવે છે. હિંદુ અને સિખ એમ બન્ને ધર્મોનુ તિર્થસ્થળ એવુ મણિકરણ એ સ્થળ છે જ્યા ભારતની ધાર્મિક વિવિધતા જીવંત થાય છે.
મનાલીથી માત્ર 79.3 કિમી દુર સ્થિત ગુરુનાનક દેવનુ પવિત્ર ગુરુદ્વારા મણીકરણ સાહિબ આવેલ છે. લોકવાયકા અનુસાર હિમાલાય પર યાત્રા કરતી વખતે ગુરુ નાનક દેવના શિષ્ય ભુખ્યા હત અને ભોજનની વ્યવસ્થા ન હતી. ગુરુજી એ તેમના મિત્ર ભાઈ મર્દાનાને લંગર માટે ભોજન લેવા મોકલ્યા.
ઘણા લોકોએ જમવાનુ દાન કર્યુ પરંતુ હવે સમસ્યા એ હતી કે જમવાનુ બનાવવા માટે આગ નહોતી લાગી રહી. ત્યારે ગુરુજીએ એક મોટો પત્થર ઊઠાવ્યો અને ત્યાથી ગરમ પાણીનો કુંડ દેખાયો જેની પર જમવાનુ બનાવવામા આવ્યુ.
આજની તારીખે પણ આ ગરમ પાણીનુ ઝરણૂ ત્યા સ્થિત છે અને સિખ લોકો આ પવિત્ર જળનો ઊપયોગ કરી જમવાનુ બનાવે છે. તો શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવા મણિકરણ અવશ્ય મુલાકાત લો.
ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક
મનાલીમા ફરવા માટે શ્રેષ્ઠ જગ્યાઓમાથી એક, ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક પ્રકૃતિ પ્રતિ ઉત્સાહી લોકો માટે એક આદર્શ સ્થાન છે. ગાઢ દેવદારના જંગલો અને વિશાળ અલ્પાઈન ઘાસના મેદાનો હિમાલયના વન્ય જીવો માટેનુ ઘર છે.
પાર્કમા અમુક લુપ્તપ્રાય પ્રજાતિઓ છે જેમા 1000 છોડવા, 209 પક્ષીઓની પ્રજાતિ, અને સ્તનધારી પ્રાણીઓની 31 પ્રજાતિઓ છે. વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સ જંગલી ફુલોમા શર્મિલા અને ભયાનક જીવોને જોઈ આનંદ લેતા હોય છે.
સ્નો લેપર્ડ પાર્કનો ટોચનો શિકારી છે. તમે પાર્કના અનુમત ક્ષેત્રોમા લામ્બી વૉક અને શિબિરનો આનંદ લઈ શકો છો.
જોગિની વોટરફૉલ
આ ઝરણાના બેઝ પર કેટલાય નાના નાના પવિત્ર મંદિરો સાથે લોકલ લોકો દ્વારા જોગિનીને પવિત્ર માનવામા આવે છે. પત્થરો પર ઉપરથી પડતી સફેદ સુંદરતા પહેલી નજરમા તમારુ દિલ જીતી લેશે.
તમે લોકોથી દુર કોઈ શાંત સ્થળની શોધમા હો તો જોગિની વોટરફૉલ તમારા માટે સ્વર્ગ છે. મનાલી શહેરના સેંટરથી માત્ર 3 કિમી દુર, જંગલી બાગો, નાની વેલીઓ અને દેવદારના વૃક્ષો એક નાનો ટ્રેક સુંદર ટ્રેક પ્રદાન કરે છે જે તેને મનાલીના પ્રમુખ સ્થાનોમાનુ એક બનાવે છે.
ભૃગુ લેક
હિમાલયનો એક ઉપહાર, ભૃગુ લેક, ભૃગુ શિખરના બેઝ પર સ્થિત છે. ભૃગુ લેક મનાલીના સૌથી સારા ટ્રેકીંગ ટ્રેલ્સમાથી એક છે. લેક ચારેય બાજુથી બર્ફાચ્છાદિત શિખરોથી એવી રીતે ઘેરાયેલુ છે જાણે દુનિયાથી બચાવવાનુ હોય.
સ્થાનિક લોકકથાઓ અનુસાર, ભારતીય ઈતિહાસના મહાન સંતોમાના એક મહર્ષિ ભૃગુ અહિ ધ્યાન કરવા આવતા હતા. આ જ કારણથી આ પવિત્ર લેક તાપમાન શુન્યથી નીચે જાય ત્યારે પણ પુરે પુરુ બરફથી જામી શકતુ નથી.
લોકલ લોકોનુ માનવુ એમ પણ છે કે સ્વર્ગમાથી દેવી દેવતાઓ આ પવિત્ર લેકમા ડુબકી લગાવવા આવે છે. ટ્રેક માટે કે પ્રકૃતિની પ્રાચિન સુંદરતા માટે નહિ પણ તમારે આ રહસ્યમય અતિત માટે તો અહિ આવવુ જ જોઈયે.
મનુ મંદિર
એક મહાન ઈતિહાસ સાથે પ્રાચિન મનુ મંદિરની યાત્રા કરતા કરતા માનવજાતિના મુળ એક્સપ્લોર કરવાનો આ એક સુંદર મોકો છે. લોકવાયકા અનુસાર એક મહાપ્રલયના રુપમા સર્વનાશે પૃથ્વી પર હમલો કર્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ માનવજાતીને બચાવવા ઋષિ વૈવસ્વત મનુને ચેતવણી આપવા મત્સ્ય અવતાર લીધો.
ભગવાન વિષ્ણૂની સલાહ પર કામ કરતા ઋષિ મનુએ પોતાના પરિવાર તથા નવ પ્રકારના બીજ, જાનવરો અને પક્ષીઓને સર્વનાશ બાદ માનવજાતિને સ્થાપિત કરવા એક મોટુ જહાજ બનવરાવ્યુ. કહેવાય છે કે જલપ્રલય બાદ ઋષિ મનુએ આ જ સ્થળ પર તપસ્યા કરી હતી. આ મંદિર દુનિયાનુ એક માત્ર એવુ મંદિર છે કે જે મહાન ઋષિને સમર્પિત છે અને મનાલીના મુખ્ય આકર્ષણોમાનુ એક છે.
મનાલી દુનિયા માટે હિમાલયની એક ભેટ સ્વરુપ છે. તો મનાલીની ટ્રીપ કરો અને તેની ઈતિહાસ વિશે ઊંડાણથી જાણવા માટે આ દરેક સ્થળૉની મુલાકાત લેવાનુ ભુલશો નહિ.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.