ગોવા જવાનું સપનું તો દરેક યુવાન જોતો હોય છે, પરંતુ આ સપનું તેમાંથી માત્ર થોડા જ લોકો સાકાર કરી શકે છે. હવે તમે પૈસા કમાઈને કોઈ ને કોઇ રીતે ગોવા પહોંચી ગયા છો, પરંતુ જ્યારે ખર્ચની વાત આવે છે ત્યારે સમજાય છે કે મજા કરવા માટે સારી એવી રકમની જરૂર પડશે. જો તમે સસ્તામાં ગોવા ફરવા માંગો છો, તો અમે તમને મદદ કરવા તૈયાર છીએ. અમે ગોવાના સસ્તા ઢાબાઓની યાદી એકસાથે મૂકી છે જે તમારા બજેટને અનુરૂપ હશે જેથી તમે કોઈપણ ચિંતા વગર ગોવાની મજા માણી શકો.
અહીં ગોવાના સસ્તા ઢાબા અને રેસ્ટોરન્ટ્સ છે જ્યાં તમે રૂ. 200થી ઓછી કિંમતમાં દિલચસ્પ ભોજન લઈ શકો છો:
1. ગાર્ડન સિટી ફેમિલી રેસ્ટોરન્ટ, અરમ્બોલ
આ રેસ્ટોરન્ટ કેરળ શૈલીમાં શાકાહારી અને માંસાહારી ખોરાક પીરસે છે. તમારી પાસે ઉત્તર ભારતીય ભોજનની સાથે સાથે ગોવાના વિકલ્પો પણ છે. થાળીની કિંમત રૂ.120 થી શરૂ થાય છે.
2. કેફે મોર્જિમ, અરમ્બોલ
અરમ્બોલની આ શાકાહારી રેસ્ટોરન્ટ ઉત્તર ભારતીય અને તમિલ ભોજનના વિકલ્પો પ્રદાન કરે છે. ડોસા (ઢોસા)ની કિંમત રૂ.70 થી શરૂ થાય છે.
3. તિબેટ કિચન, અરમ્બોલ
ગોવામાં બહુ ઓછા તિબેટીયન ફૂડ સ્થાનોમાંથી એક, આ રેસ્ટોરન્ટ અધિકૃત તિબેટીયન શાકાહારી અને માંસાહારી ફૂડ સર્વ કરે છે. વેજીટેબલ થેન્થુકની કિંમત 170 રૂપિયા છે જ્યારે પોર્ક, મટન અને ચિકન થેન્થુકની કિંમત 200 રૂપિયાથી ઓછી છે.
4. ગણેશ રેસ્ટોરન્ટ, માંડ્રેમ
ગણેશ રેસ્ટોરન્ટ હોમમેઇડ શાકાહારી અને માંસાહારી કોંકણી થાળી પીરસે છે. ખોરાક ગૃહિણી દ્વારા રાંધવામાં આવે છે અને તમે જે જંકનો ઉપયોગ કરો છો તેમાંથી તે એક સારો ડિટોક્સ છે. શાકાહારી થાળીની કિંમત રૂ.120 છે.
5. શિવ કાફે બાર એન્ડ રેસ્ટોરન્ટ
અંજુનામાં સ્ટારકો જંક્શન ખાતે આવેલ શિવ કાફે ગોવાના વ્યંજન, ચાઈનીઝ અને થાળીઓ પીરસે છે. રૂ.110 થી શરૂ થતી થાળી સાથે અહીં કોંકણ ભોજનનો સ્વાદ માણો.
6. આઇ ફેમિલી રેસ્ટોરન્ટ, અંજુના
આઇ રેસ્ટોરન્ટ મરાઠી અને માલવાણી ભોજન પીરસે છે. તમે માત્ર રૂ. 140 થી શરૂ થતી સોલ કડી સાથે સ્વાદિષ્ટ ભોજન લઈ શકો છો.
7. બાબા કા ઢાબા, અંજુના
અંજુના બીચની નજીક, વડીલો દ્વારા ચલાવવામાં આવતી આ રેસ્ટોરન્ટ જ્યુસ સાથે કેરળની વાનગીઓ પીરસે છે. તમે 100 રૂપિયામાં સ્ટૂ, કઢી અને પરાઠા લઈ શકો છો.
8. બિયોન્ડ ડોસા
અંજુના બીચના માર્ગ પર, આ તમિલ રેસ્ટોરન્ટમાં રૂ. 200 કરતાં પણ ઓછા ભાવે વિવિધ પ્રકારના ડોસા, ઉત્તપમ અને રાઇસ બાઉલનો આનંદ લો.
9. રૂદ્ર પ્યોર વેજ રેસ્ટોરન્ટ
જેઓ શુદ્ધ શાકાહારી ભોજન લેતા હોય છે તેમને રુદ્ર પ્યોર વેજ રેસ્ટોરન્ટ કેટલાક આકર્ષક ઉત્તર ભારતીય, ગુજરાતી અને દક્ષિણ ભારતીય ભોજન પ્રદાન કરે છે. તમે અહીં 90 રૂપિયામાં પાલક ઢોસા ખાઈ શકો છો.
10. તિબેટીયન કિચન, કલંગૂટ
કલંગુટમાં બીચ નજીક આવેલ તિબેટીયન કિચન બેકપેકર્સને લક્ષ્યમાં રાખીને સસ્તું તિબેટીયન, કોન્ટિનેંટલ અને ચાઈનીઝ ભોજન પીરસે છે. તમે મંચુરિયન સાથે થેન્થુક અથવા નૂડલ્સ અહીં રૂ. 200માં ખાઈ શકો છો.
11. માના આંધ્ર રચુલ્લુ
માના પરંપરાગત તેલુગુ ફૂડ સર્વ કરે છે. તમે 150 રૂપિયામાં સાંભર રાઇસ અને 170 રૂપિયામાં રોટી સાથે ઇંડા કરી મેળવી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો