ભારતની ઉત્તરપૂર્વ સરહદ પર વસેલા નાગાલેન્ડનો એક સમૃદ્ધ સંસ્કૃતિ વારસો રહ્યો છે, જેને લઇને વર્ષોથી પર્યટકોમાં એક પ્રકારની ઉત્સુકતા જોવા મળે છે. અહીંની આદિવાસી સંસ્કૃતિ આખી દુનિયામાં મશહૂર છે. વર્ષોથી ઓછી જાણકારીના કારણે નાગાલેન્ડમાં પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત રહી છે પરંતુ તાજેતરના વર્ષોમાં તેમાં ઘણો ફેરફાર થયો છે.
જો તમે પણ નાગાલેન્ડ અંગે જાણવા ઉત્સુક છો તો અહીં તમને શ્રેષ્ઠ ચીજોનું લિસ્ટ આપવામાં આવી રહ્યું છે જે નોર્થઇસ્ટના આ ખાસ રાજ્યમાં જ કરવા મળે છે.
1. જોકુ વેલી અને જાફુ પીક પર ટ્રેકિંગ કરો
મણિપુર અને નાગાલેન્ડની બોર્ડર પર અડીને આવેલી જોકુ વેલી વર્ષોથી ટ્રેકર્સ અને એડવેન્ચર પસંદ કરતા લોકો માટે પસંદગીની જગ્યા રહી છે. ખીણમાં 3048 મીટરના અંતરે જાફુ આંખને ઠંડક મળે તેવા શાનદાર દ્રશ્યો સર્જે છે.
વિશ્વેમા ગામ ટ્રેક માટે બેઝ કેમ્પ છે. અહીં જવા માટે દીમાપુરથી શેરીંગ ટેક્સી પણ લઇ શકાય છે. નાગાલેન્ડમાં ટ્રેકિંગ માટે સારો સમય જૂન મહિનાથી સપ્ટેમ્બર સુધીનો હોય છે.
2. સતોઇ રેન્જમાં કેમ્પિંગ કરો
ભારતમાં કેટલાક જંગલો જે હજુ એક્સપ્લોર થવાના બાકી છે તેમાંનું એક સતોઇ રેન્જને નાગાલેન્ડમાં ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે બેસ્ટ માનવામાં આવે છે. જુનહેબોટો જિલ્લામાં સ્થિત પર્વત શ્રેણી બ્લાઇદ ટ્રેગોપેન જેવા દુર્લભ પક્ષીનું ઘર છે, જેને તમે તમારી યાત્રા પર અહીં જોઇ શકો છો. અહીંની દુર્લભ રોડોડેંડ્રોન આને એપ્રિલ અને મે મહિનામાં રાજ્યના સૌથી સારા સ્થળોમાંનુ એક બનાવે છે. અહીં તમે જુની ગુફાઓની અંદર અને ખડકોની વચ્ચે કેમ્પિંગ કરીને એક અનોખો અનુભવ તમારી ઝિંદગીમાં જોડી શકો છો.
3. ઇનટંકી સેંક્ચુરીમાં કુદરતનાં ખોળે રમો
નાગાલેન્ડના પેરેન જિલ્લામાં ઇનટંકી વન્યજીવ અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્ય દિમાપુરથી 37 કિ.મી. અને કોહિમાથી 111 કિ.મી.ના અંતરે આવેલું છે. અહીં હૂલૉક ગિબ્બન, ગોલ્ડન લંગૂર, હૉર્નબિલ, પામ સિવેટ્સ, બ્લેક સ્ટૉર્ક, વાઘ, વ્હાઇટ-બ્રેસ્ટેડ કિંગ્સએર, મૉનિટર ગરોળી, પાયથન અને સ્લૉથ બીયરની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધીનો સમય અહીં જવા માટે સૌથી સારો સમય ગણાય છે.
4. રંગીન હોર્નબીલ ફેસ્ટિવનો આનંદ લો
નાગાલેન્ડમાં દર વર્ષે ડિસેમ્બર મહિનામાં હૉર્નબીલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. 10 દિવસ સુધી ચાલતા આ ફેસ્ટિવલને ‘તહેવારોનો તહેવાર’કહેવાય છે. આ તહેવારના માધ્યમથી અહીં આવનારા પ્રવાસીઓને નાગા સંસ્કૃતિનો અનુભવ કરવાની નજીકથી તક મળે છે. આ તહેવારનું આયોજન નાગા હેરિટેજ ગામ કિસમામાં કરવામાં આવે છે. દર વર્ષે 1-10 ડિસેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે બધા આદિવાસી સંપ્રદાયોના નાગા લોકો આ ગામમાં ભેગા થાય છે.
5. બે દેશોમાં વહેંચાયેલા લોંગવા ગામની લો મુલાકાત
લોંગવા નાગાલેન્ડના મોન જિલ્લાનું સૌથી મોટુ શહેર છે. લોંગવા ગામ મુખ્ય મોન શહેરથી 42 કિ.મી.ના અંતરે અને રાજ્યના સૌથી ઉત્તર ભાગમાં આવેલું છે. લોંગવા ગામમાં ઇન્ટરનેશનલ બૉર્ડર ગામના સરપંચના ઘરે પાસેથી જ પસાર થાય છે. ગામના સરપંચના ઘરનો અડધો ભાગ ભારતમાં છે જ્યારે અડધો ભાગ બર્મામાં પડે છે. આ ગામ પણ બે દેશોમાં વહેંચાયેલુ છે.
6. આયોલિંગ ફેસ્ટિવલમાં ભાગ લો
અહીં દર વર્ષે એપ્રિલ મહિનામાં પહેલા સપ્તાહમાં કોનયક નાગાઓ દ્ધારા આયોલિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. 6 દિવસો સુધી ચાલનારા આ તહેવારના પહેલા દિવસને કોનયક નવવર્ષ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ ફેસ્ટિવલમાં 6 દિવસો સુધી જનજાતિ સભ્યો દ્ધારા ગામની આસપાસ પશુ બલિ, ડાન્સ, ફિસ્ટ ઉપરાંત સફાઇ અભિયાન પણ ચલાવવામાં આવે છે.
7. નાગા જીવનશૈલી જોવા પહોંચો તૌફેમા ગામ
નાગાલેન્ડનું તૌફેમા ગામ અંગામી સંસ્કૃતિ તેમજ જીવનશૈલીનો સુંદર અનુભવ આપે છે. આ ગામ કોહિમા શહેરીથી અંદાજે 41 કિ.મી.ના અંતરે છે. આ ગામમાં જઇને તમે ચોખાથી બનેલી બીયર અને વાંસ પર બનેલા સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ ઉઠાવી શકો છો. જો તમે આ ગામમાં ફરવાની ઇચ્છા રાખો છો તો તેના માટે સૌથી સારો સમય ઓક્ટોબરથી મે મહિનાનો છે. તો તમે આ ગામમાં ઉજવાતા પરંપરાગત તહેવાર અંગામી સેક્રેંનીમાં ભાગ લેવા માટે ફેબ્રુઆરીમાં જઇ શકો છો.
9. નાગાલેન્ડની નદીઓમાં માછલીઓ પકડો
નાગાલેન્ડ રાજ્યમાં અનેક નદીઓ વહે છે, જેવી કે ધનસિરી, દોયાંગ, દિક્ખૂ કે ઝાંખી, અહીં તમે માછલી પકડવાનો આનંદ લઇ શકો છો. અહીં નજીકની દુકાનોમાં ભાડેથી માછલી પકડવાનો સામાન પણ મળે છે.
10. કોહિમામાં રોમાંચક માઉન્ટેન બાઇકિંગ
નાગાલેન્ડમાં નેટિવ સ્ટેશન નામથી એક બાઇકિંગ ગ્રુપ માઉન્ટેન બાઇકિંગ કરાવે છે. આ ગ્રુપ પહેલા પણ પ્રોફેશનલ રાઇડર્સ માટે અનેક માઉન્ટેન બાઇકિંગ સ્પર્ધાઓ જેવી કે કોહિમા ડાઉનહિલ અને થુવુ-ની એંડુરોનું આયોજન કરી ચુકી છે.