ભારત ફરનારાઓ માટે કોઇ ખજાનાથી કમ નથી. જો તમે વેકેશન પર કોઇ શાંત અને ઑફબીટ જગ્યાઓ પર જવા માંગો છો તો આપણા દેશમાં ઘણી એવી સુંદર જગ્યાઓ છે. ભારતમાં કેટલીક જગ્યાઓ છે જે આ વર્ષે જાણીતી થઇ ગઇ છે. આ જગ્યાઓ પર તમને પ્રાકૃતિક સૌંદર્ય, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસત જોવા મળશે. તમારે જલદી આ જગ્યાઓને એક્સપ્લોર કરી લેવી જોઇએ.
રાજસ્થાન
1. ખિમસર ગામ
જો તમને રણ પસંદ છે તો રાજસ્થાનનું ખીમસર ગામ તમને જરૂર પસંદ આવશે. આ ગામમાં દૂર દૂર સુધી તમને રેતી જ દેખાશે. તમે અહીં થાર અને સેન્ડ ડ્યુનનો અનુભવ લઇ શકો છો. અહીં એક રિસોર્ટ છે જેને પરંપરાગત રાજસ્થાની ઘર જેવો બનાવવાની કોશીશ કરવામાં આવી છે. તમે અહીં ઉંટ, જીપ, ઘોડેસવારી કરી શકો છો.
કેવી રીતે પહોંચશો: સૌથી નજીકનું એરપોર્ટ જોધપુર અને રેલવે સ્ટેશન નાગોર છે. વાયા રોડ તમે કેબ કે બસમાં નાગોર સુધી જઇ શકો છો.
ક્યારે જશો: નવેમ્બરથી ફેબ્રુઆરી બેસ્ટ ટાઇમ છે. ત્યારે અહીં નાગોર ફેસ્ટિવલ યોજાય છે.
મધ્ય પ્રદેશ
2. માંડૂ
ઇતિહાસના શોખીનો માટે માંડૂ કે માંડવગઢ એક સારી જગ્યા છે. તે મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગમાં આવેલી છે. માંડૂમાં જોવાલાયક ઘણી જગ્યાઓ છે. અહીં તમે હિંડોળા મહેલ, જહનાજ મહેલ, ગુફાઓ, માંડૂનો કિલ્લો, બાજ બહાદૂર મહેલ અને રુપમતીનો મંડપ જોઇ શકો છો.
કેવી રીતે પહોંચશો: નજીકનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન ઇન્દોર છે. રોડ દ્વારા જવું હોય તો બસ કે કેબમાં જઇ શકો છો.
ક્યારે જશો: ચોમાસામાં તમને ચારેબાજુ હરિયાળી જોવા મળશે. શિયાળામાં ઠંડી હવાનો સાથ મળશે.
હિમાચલ પ્રદેશ
3. ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક
હિમાચલ પ્રદેશના કુલૂ જિલ્લામાં સ્થિત આ પાર્ક વન્યજીવ પ્રેમીઓ માટે સ્વર્ગ છે. ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક પક્ષીઓની 200 પ્રજાતિઓ અને સ્તનધારીઓની 30થી વધુ પ્રજાતિઓનું ઘર છે. આ પાર્કમાં દુર્લભ પશ્ચિમી ટ્રેગોપેન જોઇ શકો છો.
કેવી રીતે પહોંચશો: નજીકનું એરપોર્ટ ભુંતર અને રેલવે સ્ટેશન જોગિંદર નગરમાં છે. રોડ દ્વારા તમે સેજ ઘાટીમાં રોપાથી શાંગઢ અને તીર્થન ઘાટીમાં ગુશૈનીથી રોપા પહોંચી શકો છો.
ક્યારે જશો: માર્ચથી લઇને જૂન, ઓક્ટબર અને નવેમ્બર
મધ્ય પ્રદેશ
4. જબલપુર
શું તમે ઝરણાના પાણીનો અવાજ પસંદ છે? મધ્ય પ્રદેશના જબલપુરમાં આવા જ શાનદાર વૉટરફૉલ છે, ભેડાઘાટ અને ધુંધાર. ઝરણાનું વિહંગમ દ્રશ્ય જોવા માટે તમે કેબલ કારની સવારી કરી શકો છો. આ ઉપરાંત, કચનારમાં ભગવાન શિવની સૌથી ઉંચી મૂર્તિ છે. જબલપુર તેના શાનદાર જંગલો માટે પણ જાણીતું છે. તમે પેન્ચ, પન્ના, કાન્હા અને બાંધવગઢ ટાઇગર રિઝર્વની યાત્રા કરી શકો છો.
કેવી રીતે પહોંચશો: જબબલપુર એરપોર્ટ, રેલવે અને રોડ દ્વારા પહોંચી શકાય છે.
બેસ્ટ ટાઇમઃ ઉનાળા સિવાય ગમે ત્યારે જઇ શકાય
હિમાચલ પ્રદેશ
5. કિન્નોર
પરિયોની કહાનીના પ્રદેશ કે ભગવાનની ભૂમિના રૂપે ઓળખાય છે. સફરજનના બગીચા આ જગ્યાની ખાસિયત છે. આ જગ્યાનું મુખ્ય આકર્ષણ શિવ લિંગમ છે. કિન્નોરમાં ઘણાં જુના બૌદ્ધ મઠ અને મંદિર પણ છે. રોમાંચના શોખીન અહીં ટ્રેકિંગ અને કેમ્પિંગ કરી શકે છે. તમે અહીં સફરજનના બાગોમાં કે બસપા અને સતલજ નદી કિનારે ડેટાતંબુ નાંખી શકો છો.
કેવી રીતે પહોંચશો: નજીકનું રેલવે સ્ટેશન સિમલા, રોડથી જવું હોય તો કિન્નોર અને રામપુરથી બસ કે ટેક્સી મળશે.
બેસ્ટ ટાઇમઃ મેથી ઓક્ટોબર સુધી
સિક્કિમ
6. ખેચોપલરી સરોવર
સુંદર નજારાઓથી ભરેલી સિક્કીમની ખેચોપલરી લેક એક પવિત્ર જગ્યા છે. આ આંખોને ઠંડક આપે છે. આ જગ્યા બૌદ્ધ લોકો માટે પવિત્ર છે તો હિંદુઓ પણ આને પવિત્ર માને છે.
કેવી રીતે પહોંચશો: નજીકનું એરપોર્ટ બાગડોગરા અને રેલવે સ્ટેશન ન્યૂ જલપાઇગુડી. અહીં ટેક્સી બુક કરી શકાય કે પછી પેલિંગ, ગેંજિંગથી બસ મળી જશે.
ક્યારે જશો: ઓકટોબરથી ફેબ્રુઆરી સુધી.
નાગાલેન્ડ
7. લોંગવા
ભારત અને મ્યાંનમાર વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા પર દોયાંગ નદીના તટે લોંગવા આવેલું છે. અહીં પર અનિવાર્ય રીતે સ્થાનિક લોકોને બન્ને દેશોની બેવડી નાગરિકતાની ગેરંટી આપવામાં આવે છે. અહીંના સ્થાનિક લોકો 2 દેશોમાં જવા માટે વીઝાની જરૂર નથી પડતી. કેટલાક ઘર તો એવા છે જેમાં રસોડું એક દેશમાં તો બેડરૂમ બીજા દેશમાં હોય છે.
કેવી રીતે પહોંચશો: નજીકનું એરપોર્ટ જોરહાટ અને રેલવે સ્ટેશન ભોજુમાં છે. સોનારી અને સિમુલગુરીથી બસ લઇ શકો છો.
બેસ્ટ ટાઇમઃ ઓક્ટોબરથી માર્ચ.
લદ્દાખ
8. હેમિસ
જો તમે એકાંતમાં સમય વિતાવવા માંગો છો તો લદ્દાખનું હેમિસ ગામ એકદમ પરફેક્ટ છે. હેમિસ મઠ અને હેમિસ નેશનલ પાર્ક અહીંની સૌથી જાણીતી જગ્યાઓ છે. આ મોનેસ્ટ્રીની સ્થાપના 1672માં રાજા સેંગે નમ્પર ગ્યાલવાએ કરી હતી. હિમાલયી ક્ષેત્રના ગામોમાં તેની 200થી વધારે શાખાઓ છે જેમાં 1,000થી વધારે ભિક્ષુ રહે છે. હેમિસ નેશનલ પાર્ક દક્ષિણ એશિયાનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે.
કેવી રીતે પહોંચશો: નજીકનું લેહનું એરપોર્ટ છે. રેલવે સ્ટેશન જમ્મૂતાવી છે. શ્રીનગર કે મનાલીથી રોડ દ્વારા જઇ શકાય છે.
બેસ્ટ ટાઇમઃ મેથી ઓક્ટોબર.
અરુણાચલ પ્રદેશ
9. ડમરો
ડમરો અરુણાચલ પ્રદેશની એક શાનદાર જગ્યા છે. જે શહેરની નીરસતાથી ભરેલા જીવનથી દૂર છે. શાંતિ અને સુકૂનથી ભરેલી આ જગ્યા હેંગિંગ બ્રિજ માટે જાણીતી છે. લગભગ 1,000 ફૂટની લંબાઇમાં ફેલાયેલો આ પુલ પર્યટકોને લલચાવે છે.
કેવી રીતે પહોંચશો: નજીકનું એરપોર્ટ પાસીઘાટ અને રેલવે સ્ટેશન દિબ્રુગઢમાં છે. રોડ દ્વારા ગુવાહાટી અને દિબ્રુગઢથી જઇ શકાય.
ક્યારે જશોઃ ઓક્ટોબરથી એપ્રિલ સુધી.
કર્ણાટક
10. બાઇલાકુપ્પે
કર્ણાટકમાં બાઇલાકુપ્પે એક એવી જગ્યા છે જ્યાં તમે મેકલોડ ગંજ જેવી સુંદરતા અને લોભામણા દ્રશ્યનો આનંદ લઇ શકો છો. આની સ્થાપના લગ્સમ સમડુપ્લિંગ અને ડિકી લાર્સનના 20 ગામોને મેળવીને કરવામાં આવી હતી. આ જગ્યાનું મુખ્ય આકર્ષણ નામદ્રોલિંગ મઠ છે.
કેવી રીતે પહોંચશો: નજીકનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન મૈસૂર છે. કર્ણાટકના કોઇપણ શહેરથી રોડ દ્વારા જઇ શકાય છે.
બેસ્ટ ટાઇમઃ જૂનથી ઓક્ટોબર સુધી
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો