પહાડો પર જતાં પહેલાં આ 10 જરૂરી વાતો વાંચી લો, મુશ્કેલીની નહીં પડે

Tripoto
Photo of પહાડો પર જતાં પહેલાં આ 10 જરૂરી વાતો વાંચી લો, મુશ્કેલીની નહીં પડે by Paurav Joshi

તમે ભલે કેદારનાથ, મનાલી, લેહ કે દાર્જીલિંગ જાઓ, જ્યારે પણ તમે બરર્ફીલા વિસ્તારમાં જઇ રહ્યા હોવ તો તેનો અલગ જ ઉત્સાહ હોય છે. તમે વિચારતા હશો કે પહેલીવાર તમને બરફના પહાડો જોવા મળશે. તમે સપના જોયા હશે કે પહાડો પર જઇને બરફની પાસે પહોંચીને બરફના ગોળા બનાવીને એકબીજા પર ફેંકીશું, સુંદર ફોટા-સેલ્ફી લઇશું, ટેન્ટ લગાવીને રાતે આકાશમાં જોયા કરીશું, કેમ્પફાયરની સાથે-સાથે ગીત-સંગીત વગેરે કરીશું.

પરંતુ સત્ય તો એ છે કે જ્યારે તમે આવી જગ્યાએ જાઓ છો ત્યારે તૈયારીઓ વગર ટ્રિપ મુશ્કેલ બની જાય છે. કારણ કે તમને ખબર નથી હોતી કે કઇ કઇ તૈયારીઓ સાથે યાત્રા કરવી જોઇએ. જેના કારણે હવામાન બદલાતા તમે બીમાર પડી જાઓ છો કે પહાડો પર ચડતી વખતે શ્વાસ ફુલી જાય છે. પગમાં પીડા થાય છે. આવામાં જો વરસાદ આવી જાય તો તમારી યાત્રા બગડી જાય છે અને તમને ફરી એ જગ્યાએ જવાનું મન નથી થતું.

Photo of પહાડો પર જતાં પહેલાં આ 10 જરૂરી વાતો વાંચી લો, મુશ્કેલીની નહીં પડે by Paurav Joshi

તો ચાલો આવી યાત્રા પહેલાં અને દરમિયાન યાદ રાખવા જેવી કેટલીક બાબતો જોઇ લઇએ :

1. પહાડી વિસ્તારમાં તમે ક્યારે પણ જઇ રહ્યા હોવ તો એ સમજી જ લેવું જોઇએ કે તમારે થોડુઘણું તો પગે ચાલીને મુસાફરી કરવી જ પડશે. એટલે આ વાત માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર થઇ જાઓ.

2. પગપાળા ટ્રેક દરમિયાન તમારા પગમાં દુઃખાવો ન થાય અને સરળતાથી ટ્રેક કરી લો એટલા માટે યાત્રાના ઓછામાં ઓછા 20 દિવસ પહેલાં તમારે 5-7 કિ.મી. ચાલવાની આદત પાળવી પડશે. જેથી આપણું શરીર પહાડો પર ચાલવા માટે સરળતાથી તૈયાર થઇ શકે. જો તમે વધુ ખતરનાક ટ્રેક પર જઇ રહ્યા છો તો તમે ટ્રેકથી એક મહિના પહેલા જ લેગ્સ તેમજ બેકના કેટલાક હેવી વર્કઆઉટ ચાલુ કરી દો.

3.તમારે તમારી સાથે એક એકસ્ટ્રા નાની ખાલી બેગ હંમેશા રાખવી જોઇએ કારણ કે જ્યારે તમે કોઇ સ્થાન પર ફરશો તો મોટી બેગને તો તમે હોટલમાં રાખશો પરંતુ નાની બેગ (બેગપેક)માં એક જોડી એકસ્ટ્રા કપડાં, મેડિસિન, રેઇનકોટ નાંખી બેગને પોતાની સાથે આખો દિવસ રાખો. જેથી વરસાદમાં પલળવા કે બીમાર હોવાની સ્થિતિમાં આ સામાન ક્યારે પણ કામમાં આવી શકે છે.

Photo of પહાડો પર જતાં પહેલાં આ 10 જરૂરી વાતો વાંચી લો, મુશ્કેલીની નહીં પડે by Paurav Joshi

4. પહાડી યાત્રા પર હંમેશા પોતાની સાથે એકસ્ટ્રા મોજા, ગરમ કપડાં, મફલર, ફર્સ્ટ એડ કિટ, ટોર્ચ, સિટી, એકસ્ટ્રા શૂ લેસ, ડાયરી-પેન, કેશ રકમ, કેટલાક પાસપોર્ટ સાઇઝ ફોટો, આઇડી કાર્ડની કેટલીક ફોટો કૉપી, છત્રી, ગ્લૂકોસ પાઉડર, માર્કર, નાની કાતર, બિસ્કિટ, નમકીન, ચૉકલેટ્સ, રેઇનકોટ, સનગ્લાસ, કેમેરાની એકસ્ટ્રા બેટરી, એકસ્ટ્રા મેમરી કાર્ડ, હેન્ડ ગ્લોવ્ઝ, ગરમ પાણીની સારી બોટલ, રસ્સી, સોય-દોરો, સિક્કા, પ્રિન્ટેડ ટિકિટ્સ વગેરે ચીજો જરૂર પોતાની સાથે રાખો.

5. જો તમે ફ્લાઇટથી સીધા વધારે ઉંચાઇ પર જઇ રહ્યા છો (દિલ્હીથી લેહ) તો પોતાની સાથે ડાયમૉક્સ ટેબલેટ જરૂર રાખો. તેનો ઉપયોગ ડૉક્ટરના જણાવ્યા અનુસાર જ કરો.

6. કોઇ નવા જૂતા પહેરીને સીધા યાત્રા પર ના જતા રહો. તેને થોડા દિવસ પહેરો પછી જ યાત્રા પર જાઓ. જુતા પણ સારી કંપનીના મજબૂતીવાળા ખરીદો. જેથી ઘસાઇને ક્યાંક ફાટી ન જાય. કે ઠોકર વાગવાથી પગની આંગળીઓને ઇજા ન પહોંચે.

7. પોતાની સાથે ઉલટીની ગોળીઓ તેમજ કપૂરની ડબ્બી જરૂર સાથે રાખો. ઑક્સિજનની કમી અનુભવાય તો કપૂર સુંઘતા રહો.

8. ધ્યાન રાખો બેગપેક એક સારી કંપનીનો ટ્રેક બેગ હોવો જોઇએ નહીંતર તમે તેને વધારે સમય સુધી નહીં ઉઠાવી શકો. તમને પીઠનો દુઃખાવો થશે.

Photo of પહાડો પર જતાં પહેલાં આ 10 જરૂરી વાતો વાંચી લો, મુશ્કેલીની નહીં પડે by Paurav Joshi

9. યાત્રા પ્લાનિંગમાં હંમેશા એક દિવસ એકસ્ટ્રા બચાવીને રાખો જેથી કોઇ ચીજ કોઇ કારણોસર જોવાની રહી જાય તો બચેલા એક દિવસમાં તેને કવર કરી શકાય.

10. યાત્રાથી પાછા ફરતા બચેલી ચોકલેટ્સ, બિસ્ટિકિટ્સ, નમકિન સ્થાનિક ગ્રામીણ બાળકોને આપી શકો છો કે કપૂરની ગોળી, ડાયમૉક્સ, એકસ્ટ્રા મોજા કે દવાઓ તમે કોઇ જરૂરિયાતમંદ યાત્રી કે લોકલ્સને આપી શકો છો. જેનાથી યાત્રા સમાપ્તિ પર તમને અંદરથી એક અલગ સંતુષ્ટિ મળશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads