સાચુ કહું તો ક્યારેક-ક્યારેક મને આનંદ થાય કે હું દિલ્હીમાં રહું છું. અહીંની અંતહિન ભીડ કે દિવસમાં અંધારુ કરી દેનારા પ્રદુષણને કારણે નહીં પરંતુ એટલા માટે કે સપ્તાહના અંતમાં દિલ્હીની આસપાસ ફરવાની ઘણીબધી જગ્યાઓ ઘણી સારી છે.
હું આ બધી જગ્યાઓએ જઇ ચુકી છું એટલે કહી શકું કે આમાંથી કેટલીક જગ્યાઓ અને શહેર એવા છે જ્યાં કરેલી મસ્તી તમે જીવનભર નહીં ભૂલી શકો. અમે આજે લઇને આવ્યા છીએ આવી જ કેટલીક નાનકડી જગ્યાઓ જ્યાં વીકેન્ડમાં કે રજાઓમાં જઇને મસ્તી કરી શકો છો.
1. અલસીસર, રાજસ્થાન
અલસીસર રાજસ્થાનનો અસલીરંગ જોવા માટે આ જગ્યા ઘણી ઉત્તમ છે. છતાંપણ ઘણાં ઓછા લોકો અહીં જઇ શકે છે. અલસીસર ગામમાં રાજસ્થાની કળા અને સંસ્કૃતિના રંગમાં રંગાવાની દુર્લભ તક મળે છે. આ નાનકડુ વિચિત્ર ગામ પોતાની વિશાળ હવેલીઓ અને સુંદર ચિત્રો માટે આખા ભારતમાં જાણીતું છે.
ડિસેમ્બરમાં તો આ જગ્યા ઘણી પ્રચલિત છે કારણ કે અહીં મેગ્નેટિક ફિલ્ડ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.
ફરવાનો સૌથી સારો સમય: નવેમ્બર - માર્ચ
રસપ્રદ કાર્યક્રમ: સંગીત સમારોહ, મહેલ, સ્થાનિક સાંસ્કૃતિક દર્શન વગેરે
2. બીર, હિમાચલ પ્રદેશ
ધર્મશાલાથી લગભગ 70 કિલોમીટર દૂર આવેલું બીર પહાડોમાં છુપાયેલું એક નાનકડું શહેર છે જ્યાં તમે શાંત અને સૌમ્ય સમયનો આનંદ લઇ શકો છો. અહીં તિબેટિયન સંસ્કૃતિના મુળિયા ઘણાં ઉંડે સુધી ફેલાયેલા છે અને તમારા માટે આ જ યોગ્ય તક છે તિબેટિયન સંસ્કૃતિમાં ડુબવાની. જો તમે રોમાંચક પ્રવૃતિઓમાં રસ ધરાવો છો તો જાણતા હશો કે બીરમાં પેરાગ્લાઇડિંગની રમત ઘણી જાણીતી છે.
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી જૂન
રસપ્રદ કાર્યક્રમ: પેરાગ્લાઇડિંગ, મઠ ભ્રમણ, ઝરણાના દર્શન, ટ્રેકિંગ, પગપાળા યાત્રાઓ, કેમ્પિંગ
3. મથુરા, ઉત્તર પ્રદેશ
જે લોકો આધ્યાત્મિકતામાં રસ ધરાવે છે તેમના માટે મથુરા એક સારી જગ્યા હોઇ શકે છે કારણ કે મથુરા જઇને તમે ભગવાન કૃષ્ણના જન્મસ્થળ અંગે વધારે ઉંડાઇથી જાણી શકો છો.
યમુના ઘાટ પર બેસીને શાંત વહેતી યમુના નદીના કિનારે અહીંની પાવન ઉર્જાનો આનંદ તો લઇ જ શકો છો. જો તમે ઇચ્છો તો અડધા દિવસ માટે નજીકમાં જ આવેલા વૃંદાવન જઇ શકો છો. વૃંદાવનમાં તમે ઘણાબધા સુંદર મંદિર જોવા મળશે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે.
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી માર્ચ
રસપ્રદ કાર્યક્રમ: મંદિર, બોટિંગ, ફોટોગ્રાફી, ધ્યાન
4. તીર્થન વેલી, હિમાચલ પ્રદેશ
કદાચ તમે જાણતા જ હશો કે હિમાચલની મોટાભાગની જગ્યાઓ પર શહેરી કરણ અને વ્યાવસાયિક રીતે વિકાસ થવાથી ત્યાંની પ્રાકૃતિક સુંદરતા ખોવાઇ ગઇ છે. પરંતુ આવા તાબડતોડ શહેરી કરણમાં પણ જો કોઇ જગ્યા હજુ પણ પોતાના નૈસર્ગિક સૌંદર્ય અને શાંતિ માટે જાણીતી છે તો તે છે તીર્થન વેલી અને અહીંની આ જ ખુબી તમને વેકેસનમાં રજાઓ ગાળવા માટે ખેંચી લાવે છે.
ફરવાનો સૌથી સારો સમય: આખું વર્ષ
રસપ્રદ કાર્યક્રમ: ટ્રેકિંગ, માછલી પકડવી, ઝરણાની પાસે બેસવું, ખેતીનો અનુભવ લેવો
5. અલવર, રાજસ્થાન
આ રાજસ્થાનનું એક વધુ નાનકડુ ગામ છે અને અલવરનો કિલ્લો પોતાની અદ્ધિતીય વાસ્તુકળા માટે ઘણો જાણીતો છે. કિલ્લામાં બનેલા પ્રસિદ્ધ સંગ્રહાલયમાં કેટલીક દુર્લભ હસ્તલિપિઓ પણ જોઇ શકાય છે.
અલવરમાં ફરવાલાયક સૌથી સારી જગ્યાઓમાં સિલીસેટ સરોવર છે જ્યાં તમે સવારે પહોંચીને ઉગતા સૂરજના દર્શન કરી શકો છો અને સાંજે આથમતા સૂરજની લાલિમાને અલવિદા કહી શકો છો. ઇચ્છો તો સરોવરમાં બોટિંગની સવારીનો આનંદ પણ લઇ શકાય છે.
ફરવાનો સૌથી સારો સમય: નવેમ્બરથી ફેબ્રુઆરી
રસપ્રદ કાર્યક્રમ: સિલીસેટ સરોવરમાં બોટિંગ, કિલ્લા અને મહેલોની મુલાકાત
6. ભીમતાલ, ઉત્તરાખંડ
નૈનીતાલમાં સ્થિત ભીમતાલ પ્રાંત પોતાની જ મોટી બહેન નૈનીતાલનું નાનુ અને શાંત રૂપ છે. નૈનીતાલથી 22 કિ.મી.ના અંતરે આવેલા ભીમતાલની નૈસર્ગિક સુંદરતા અને શાંતિ તમને આ જગ્યાના દિવાના બનાવી દેશે. જો આની સાથે તમે કેટલુંક વધારે જોવા માંગો છો તો નજીકમાં નૈનીતાલ તો છે જ.
ભીમતાલમાં તમે બોટિંગ ચલાવવાનો મસ્તીભર્યો અનુભવ લઇ શકો છો કે પછી કેટલાક પગલાં ચાલવાનું મન છે તો સરોવરના કિનારે ચારેબાજુ ફરતા ફરતા અહીંના હરિયાળી અને કુદરતની સુંદરતાનો આનંદ ઉઠાવી શકો છો.
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબર - માર્ચ
રસપ્રદ કાર્યક્રમ: ભીમતાલમાં નૌકાવિહાર, જુના મંદિરોની મુલાકાત, પગપાળા ચાલીને જવું, ટ્રેકિંગ
7. ઉદેપુર, રાજસ્થાન
સરોવરના શહેરના નામથી લોકપ્રિય ઉદેપુરમાં ઘણાં તળાવો છે જ્યાં જઇને તમે કેટલોક સમય લેકની સુંદરતા નિહાળવામાં પસાર કરી શકો છો. પરંતુ અહીંના સૌથી સુંદર અને અલૌકિક સરોવરનું નામ છે બાદી સરોવર. જે શહેરના મુખ્ય કેન્દ્રથી 10 થી 15 કિ.મી.ના અંતરે આવેલું છે.
ઉદેપુરમાં ફરવું હોય તો તળાવોના કેસમાં તમારી પાસે ઘણાં વિકલ્પો છે. જેમ કે ફતેહસાગર લેક, પિચોલા લેક વગેરે. સાંજે આ સરોવરના કિનારે પગપાળા ચાલીને આંટાફેરા કરીને ઠંડી હવાનો આનંદ લઇ શકો છો. જો તમે જુની શિલ્પકારીમાં રસ ધરાવો છો તો અહીં ઘણાં ઐતિહાસિક મહેલ અને સ્મારકો પણ છે. ફોટોગ્રાફીમાં રસ ધરાવનારા માટે સાંજના સમયે ઉદેપુરની અમ્બ્રાઇ ખીણમાં જવું સારુ રહેશે.
ફરવાનો સૌથી સારો સમય: સપ્ટેમ્બરથી માર્ચ
રસપ્રદ કાર્યક્રમ: સરોવરમાં નૌકાવિહાર, કિલ્લા અને મહેલોની મુલાકાત, સરોવરોના કિનારે પગપાળા ચાલવું
8. દેવપ્રયાગ, ઉત્તરાખંડ
ઉત્તરાખંડનું આ નાનકડુ શહેર તેના પ્રાચીન મંદિરો માટે તો જાણીતું છે જ, સાથે જ અહીં અલકનંદા અને ભાગીરથી નદીઓના પ્રવાહનો સંગમ થતા પણ જોઇ શકાય છે. તમે અહીં લીલીછમ મેદાનોમાં બેસીને પહાડોથી નીકળતા ઝરણાંઓને જોતા પાવન ગંગાના ઇતિહાસ અને તેના ઉદ્ગમ સ્થળ અંગે વધારે જાણી શકો છો.
ફરવાનો સૌથી સારો સમય: આખું વર્ષ
રસપ્રદ કાર્યક્રમ: રિવર રાફ્ટિંગ, રૉક ક્લાઇબિંગ, ટ્રેકિંગ, કેમ્પિંગ, ક્લિફ જમ્પિંગ
9. રાજગુંધ, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશના લીલાછમ પટારામાં એક બહુમૂલ્ય રત્ન છે રાજગુંધ. જે બિલિંગ અને બરોટ વેલીની વચ્ચે ક્યાંક વસેલું છે. આ શાંત અને સહજ ગામ વેલીમાં એ રીતે છુપાઇને વસેલું છે કે ઘણાં મુસાફરોને તો આ અંગે ખબર સુદ્ધાં નથી. પરંતુ અમે જણાવી દઇએ કે આ સુંદર જગ્યા ધોલાધાર પર્વત શ્રેણીઓથી ઘેરાયેલી છે.
આ ગામ સુધી પહોંચવા માટે તમે બિલિંગથી શરૂઆત કરો છો તો તમને 14 કિ.મી.નું ચઢાણ કરવું પડશે. પરંતુ જો તમે બરોટ સુધીની બસ પકડશો તો ચઢાણનું અંતર ઘટીને 6-8 કિ.મી. રહી જાય છે.
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી માર્ચ
રસપ્રદ કાર્યક્રમ: ટ્રેકિંગ, કેમ્પિંગ, નદીના પ્રવાહમાં માછલીઓ પકડવી
10. કસોલી, હિમાચલ પ્રદેશ
અંતમાં આ લિસ્ટમાં અમે લાવ્યા છીએ હિમાચલ પ્રદેશનું એક કિંમતી નજરાણું. જેનું નામ છે કસોલી. આ વિસ્તારમાં જાઓ તો આજે પણ બ્રિટિશ રાજમાં બનેલા ઘર અને વિશ્રામગૃહ જોવા મળી જાય છે. અહીં ભવ્ય ચર્ચ, મોટા મોટા મંદિર અને ચારોબાજુ પહાડ જ પહાડ છે. ફરવાલાયક સ્થળોમાં એક મંકી ટેમ્પલ પણ છે જ્યાં ટોચ પર ઉભા રહીને તમે વાદળોને અડી શકો છો.
કસોલી એક નાનકડી પણ શાંત જગ્યા છે. જ્યાંની આબોહવા સ્વચ્છ અને શુદ્ધ છે. આ જગ્યાએ તમે ચાલતાં ચાલતાં ઘણાં દ્રશ્યોનો આનંદ ઉઠાવી શકો છો.
ફરવાનો સૌથી સારો સમય: આખું વર્ષ
રસપ્રદ કાર્યક્રમ: લાંબી પગપાળા યાત્રા, ટ્રેકિંગ, પ્રકૃતિનો આનંદ, મંદિર અને ચર્ચના દર્શન
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો