પહાડો પર જતા પહેલાં આ 10 જરૂરી વાતો વાંચી લો, તમારી યાત્રામાં સમસ્યાઓ ઘણી ઓછી આવશે

Tripoto
Photo of પહાડો પર જતા પહેલાં આ 10 જરૂરી વાતો વાંચી લો, તમારી યાત્રામાં સમસ્યાઓ ઘણી ઓછી આવશે by Paurav Joshi

તમે કેદારનાથ, મનાલી, લેહ કે દાર્જિલિંગ જાવ, જ્યારે પણ તમે પહેલીવાર બરફવાળા વિસ્તારોમાં જતા હોવ ત્યારે તેનો પોતાનો જોશ કંઇક અલગ જ હોય છે. તમને લાગે છે કે પહેલીવાર તમને બરફના પહાડો જોવા મળશે. તમે સપનું જોયું હશે કે પહાડો પર જઇને ત્યાં બરફની પાસે પહોંચીને બરફના ગોળા બનાવીને એકબીજા પર ફેંકીશુ, સુંદર ફોટો ક્લિક કરીશું, ટેન્ટ લગાવીને રાતે આકાશને નિહાળીશું, કેમ્પફાયરની સાથે ગીતા ગાઇશું અને ગરબા રમીશું.

પરંતુ સત્ય તો એ છે કે જ્યારે તમે આવી જગ્યાઓ પર પહેલીવાર જાઓ છો તો કેટલીક તૈયારીઓના અભાવે પ્રવાસ પીડાદાયક બની જાય છે કારણ કે ઘણી વખત તમને ખબર નથી હોતી કે યાત્રા પહેલા અને દરમિયાન શું તૈયારીઓ કરવી જોઈએ. આ પ્રકારની માહિતીના અભાવે બદલાતા હવામાનને કારણે ક્યાં તો તમે બીમાર પડો છો અથવા તો પર્વતો પર ચડતી વખતે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તમારા પગ દુખવા લાગે છે. પછી જો વરસાદ આવે તો તમારી યાત્રા એવી રીતે બગડી જાય છે કે તમે એ જગ્યાએ પાછા જવાના નામથી જ ખીજાઇ જાઓ છો.

Photo of પહાડો પર જતા પહેલાં આ 10 જરૂરી વાતો વાંચી લો, તમારી યાત્રામાં સમસ્યાઓ ઘણી ઓછી આવશે by Paurav Joshi

તો ચાલો કોઇપણ પ્રવાસ કરતાં પહેલા અને પ્રવાસ દરમિયાન કઇ વાતો યાદ રાખવી જોઇએ તે વિશે જાણી લઇએ :

1. જો તમે પહાડી વિસ્તારોમાં ક્યાંય પણ જઈ રહ્યા હોવ તો સમજી લેવું જોઈએ કે ક્યાંક થોડુ ચાલવું જ પડશે. એટલા માટે તમે માનસિક અને શારીરિક રીતે તૈયાર રહો.

2. જો તમને ટ્રેક દરમિયાન તમારા પગમાં દુખાવો ન થતો હોય અને તમે સરળતાથી ટ્રેક કરી શકતા હોવ તો પ્રવાસના ઓછામાં ઓછા 20 દિવસ પહેલા તમારે 5-7 કિમી ચાલવાની ટેવ પાડવી પડશે. જેથી આપણું શરીર ગમે ત્યારે પહાડો પર ચાલવા માટે સરળતાથી તૈયાર થઈ શકે. જો તમે વધુ ખતરનાક ટ્રેક પર જઈ રહ્યા હોવ, તો તમારે ટ્રેકના એક મહિના પહેલા પગ અને પીઠની થોડી ભારે વર્કઆઉટ્સ શરૂ કરી દેવી જોઈએ.

3. તમારે હંમેશા તમારી સાથે વધારાની નાની ખાલી બેગ રાખવી જોઈએ, કારણ કે જ્યારે તમે કોઈ જગ્યાએ જાઓ છો, ત્યારે તમે મોટી બેગ હોટેલમાં રાખશો, પછી નાની બેગ (બેગપેક) માં વધારાના કપડાં, દવા, રેઈનકોટની જોડી રાખો. આખો દિવસ બેગ તમારી સાથે રાખો. જેથી વરસાદમાં ભીંજાઈ જવાની કે બીમાર પડવાની સ્થિતિમાં આ વસ્તુઓ ગમે ત્યાં ઉપયોગી થશે.

Photo of પહાડો પર જતા પહેલાં આ 10 જરૂરી વાતો વાંચી લો, તમારી યાત્રામાં સમસ્યાઓ ઘણી ઓછી આવશે by Paurav Joshi

4. પહાડી યાત્રા પર હંમેશા વધારાના મોજાં, ગરમ કપડાં, મફલર, પ્રાથમિક સારવાર કીટ, ટોર્ચ, સિટી, વધારાના જૂતાની લેસ, ડાયરી-પેન, રોકડ રકમ, કેટલાક પાસપોર્ટ સાઇઝના ફોટો, ID કાર્ડની કેટલીક ફોટો કોપી, છત્રી સાથે રાખો. ગ્લુકોઝ પાવડર, માર્કર, નાની કાતર, બિસ્કીટ, નાસ્તો, ચોકલેટ, રેઈનકોટ, સનગ્લાસ, કેમેરાની વધારાની બેટરી, વધારાનું મેમરી કાર્ડ, હેન્ડ ગ્લોવ્સ, સારી ગરમ પાણીની બોટલ, દોરડું, સોય દોરો, સિક્કા, પ્રિન્ટેડ ટિકિટ વગેરે પોતાની સાથે રાખો.

5. જો તમે ફ્લાઇટથી સીધા જ ઊંચાઈ પર (દિલ્હીથી લેહ) જઈ રહ્યા હોવ તો ચોક્કસપણે તમારી સાથે ડાયમોક્સ ટેબ્લેટ રાખો. પરંતુ તેનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ જ કરો.

6. નવા જુતા પહેરીને સીધા પ્રવાસ પર ન જશો. તેને થોડા દિવસો પહેરો અને પછી મુસાફરીમાં તમારી સાથે લઈ જાઓ. સારી કંપનીમાંથી મજબૂત શૂઝ ખરીદો જેથી તે ઘસાઈ જવાને કારણે ફાટી ન જાય અથવા તમારા પગના અંગૂઠાને ઠોકર લાગવાથી ઈજા ન થાય.

7. ઉલ્ટીની ગોળીઓ અને કપૂરનું બોક્સ તમારી સાથે રાખવું જોઈએ.ઓક્સિજનની ઉણપ હોય ત્યારે કપૂરને સુંઘતા રહેવું જોઈએ.

8. ધ્યાનમાં રાખો કે બેગપેક સારી કંપનીની ટ્રેક બેગ હોવી જોઈએ, નહીં તો તમે તેને ટ્રેક દરમિયાન લાંબા સમય સુધી નહીં ઉઠાવી શકો અને તમને કમરમાં દુઃખાવો થવા લાગશે.

Photo of પહાડો પર જતા પહેલાં આ 10 જરૂરી વાતો વાંચી લો, તમારી યાત્રામાં સમસ્યાઓ ઘણી ઓછી આવશે by Paurav Joshi

9. ટ્રાવેલ પ્લાનિંગમાં હંમેશા એક વધારાનો દિવસ રાખો જેથી કરીને જો કોઈ કારણસર કંઈક ચૂકી જાય તો તેને બાકીના દિવસમાં કવર કરી શકાય.

10. પ્રવાસમાંથી પાછા ફરતી વખતે, તમે બાકીની ચોકલેટ, બિસ્કિટ, નાસ્તો ગામના બાળકોને આપી શકો છો અથવા તમે કોઈપણ જરૂરિયાતમંદ પ્રવાસી અથવા સ્થાનિકને કપૂરની ગોળીઓ, ડાયમોક્સ, વધારાના મોજાં અથવા દવાઓ આપી શકો છો. આ સાથે, મુસાફરીના અંતે, તમને અંદરથી એક અલગ જ સંતોષ મળશે.

પહાડી યાત્રાને લગતી આવી વધુ ઉપયોગી બાબતો તમે નીચેના કોમેન્ટ બોક્સમાં કહી શકો છો.

આભાર

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads