ભારતની કેટલીક જગ્યાઓ ટૂરિસ્ટમાં હોટ ફેવરિટ છે. ગોવા, કસોલ, કૂર્ગ સહિતની કેટલીક જગ્યાએ લોકો વારંવાર ફરવા જાય છે. પરંતુ તમારી આ ફેવરિટ જગ્યાઓમાં પણ કેટલીક ઓફબીટ જગ્યાઓ છે જેની તમે મુલાકાત લઇ શકો છો. ટ્રીપોટો કોમ્યુનિટીના અભિપ્રાયો પરથી અમે આવા જ કેટલાક સ્થળો શોધી કાઢ્યા છે.
આ રહી ભારતની 10 સૌથી વધુ જોવાયેલી જગ્યાઓ અને ત્યાંના ઓફબીટ ડેસ્ટિનેશન્સ.
#1 મનાલી સૌથી વધુ લોકો ફરવા જાય છે પરંતુ તમે આવતા વર્ષે નગ્ગર પણ જાઓ
નગ્ગર
બિયાસ નદીના કિનારે 2047 મીટરની ઉંચાઇએ આવેલું નગ્ગર જે હિમાચલ પ્રદેશના કુલુ શહેરનું પ્રાચીન શહેર છે. જેણે લગભગ 1400 વર્ષો સુધી તત્કાલીન કુલુ રાજાઓની રાજધાની તરીકે કાર્ય કર્યું. આ સુંદર ગામ શાનદાર પહાડો, ઝરણાં અને લીલીછમ જંગલોથી ઘેરાયેલું છે.
જોવાલાયક સ્થળો: નગ્ગર કેસલ પર જાઓ, રોએરિચ આર્ટ ગેલેરીમાં સમય પસાર કરો જે નિકોલસ રોએરિચ દ્વારા બનાવેલી રુસી લોકકળાનું ઘર છે. ડાગપો શેડુપ્લિંગ મઠની યાત્રા માટે સમય કાઢો અને ક્ષેત્રના લોભામણા દ્રશ્યોનો આનંદ લો.
ફરવા જવાનો બેસ્ટ ટાઇમ: ઓક્ટોબર અને નવેમ્બરમાં જવું ત્યારે હવામાન બહુ ઠંડુ નથી હોતું.
ક્યાં રોકાશો: ટ્રીટોપ્સ કોટેજ (₹2,400), લક્ઝરી કોટેજ (₹2,345). વધારે ઓપ્શન માટે અહીં જુઓ.
#2 જયપુર દર્શનીય છે. પરંતુ આવતા વર્ષે બુંદી જવાનો પ્લાન બનાવો.
બુંદી
બુંદી રાજસ્થાનના હડોતી ક્ષેત્રમાં આવેલું એક શહેર છે. તે પોતાના અદ્ભુત કિલ્લાઓ, મહેલો અને વાવ (સ્ટેપવેલ) જળાશયો માટે જાણીતું છે. જેને વાવડીઓ નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતમાં કેટલીક સૌથી વધુ ફરવાલાયક જગ્યાઓના પડછાયામાં છુપાયેલુ હોવાછતાં આ આકર્ષક શહેર વાદળી ઘરો, સરોવરો, પહાડો, બજારો અને મંદિરોથી ઘેરાયેલું છે. જ્યારે તમે આ જાદુઇ જગ્યાની યાત્રા કરો તો જુના યુગના આકર્ષણોમાં ખોવાઇ જશો.
જોવાલાયક સ્થળો:: જ્યારે તમે બુંદીની યાત્રા કરો તો તારાગઢ કિલ્લો, મોતી મહેલ, ગઢ પેલેસ, ચોર્યાસી થાંભલાની છતરી અને ઘણી રસપ્રદ મહેલો અને કિલ્લાઓને જુઓ.
ફરવા જવાનો બેસ્ટ ટાઇમ: ઓક્ટોબરથી એપ્રિલ ફરવા જવાનો સુંદર સમય છે. આ સમયે હવામાન ખુશનુમા હોય છે.
ક્યાં રોકાશો: બુંદી ઇન (₹999), હવેલી કટકોન (₹999). વધુ વિકલ્પો માટે અહીં જુઓ.
#3 ઋષિકેશ ખાસ છે પરંતુ મુનશિયારીમાં મનાવો નવુ વર્ષ
મુનશિયારી બરફનું સ્થળ કહેવાય છે. જે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલું છે. તે ગોરીગંગા નદીના કિનારે લગભગ 7,200 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. આ સ્થાન પર્વતારોહકો, ગ્લેશિયર ઉત્સાહીઓ, ઉચ્ચ ઊંચાઈવાળા ટ્રેકર્સ અને પ્રકૃતિ પ્રેમીઓમાં ખાસ્સુ લોકપ્રિય થઈ રહ્યું છે.
જોવાલાયક સ્થળો:: બરથી ફોલ્સની મુલાકાત લો. મહેશ્વરી કુંડ જોવા જાઓ. પંચચૌલી શિખરેથી મનોહર દ્રશ્યોનો આનંદ ઉઠાવો. થમરી કુંડમાં કસ્તુરી હરણને જુઓ.
ફરવા જવાનો બેસ્ટ ટાઇમ: માર્ચથી જૂન અને સપ્ટેમ્બરના મધ્યથી ઓક્ટોબર સુધીનો સમય ફરવા જઇ શકાય છે. આ સમયે હવામાન ટ્રેકિંગ કરવા માટે બેસ્ટ રહે છે.
ક્યાં રોકાશો: મિલમ ઇન (₹1,159), હોટલ બાલા પેરેડાઇઝ (₹ 1,850). વધારે વિકલ્પ માટે અહીં જુઓ.
#4 મુન્નાર મેજિકલ છે પરંતુ આવતા વર્ષે વાગામોનના ઘાસના મેદાનોમાં લટાર મારો
કેરળના કોટ્ટયમથી 65 કિમી દૂર વાગામોન એક શાંત શહેર છે. હજુ પણ પ્રમાણમાં ઓછું જોવાયેલું, વાગામોનનું પહાડી નગર ખીણો, લીલા ઘાસના મેદાનો, પાઈનના જંગલો, ચાના બગીચાઓ, ધોધ અને લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે. વાગામોન ફૂલો અને ઓર્કિડની સમૃદ્ધ વિવિધતાનું ઘર પણ છે. તમે અહીં ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, પર્વતારોહણ અને રોક ક્લાઈમ્બિંગ માટે પણ જઈ શકો છો.
જોવાલાયક સ્થળો: ઉલિપુની અભયારણ્યની બોટ દ્વારા મુલાકાત કરો. વાગામોનના ઘાસના મેદાનોમાં રિલેક્સ થાઓ. ખ્રિસ્તીઓના ધાર્મિક સ્થળ કુરીસુમાલાની મુલાકાત કરો. પાઈન હિલના જંગલોમાં ફરવા જાઓ.
ફરવા જવાનો બેસ્ટ ટાઇમ: આખા વર્ષમાં ગમે તે સમયે ફરવા જઇ શકો છો.
ક્યાં રોકાશો: ધ કિસિંગ માઉન્ટેન (₹2,475), ચિલેક્સ વાગામોન (₹2,241). વધારે વિકલ્પ માટે અહીં જુઓ.
#5 કસોલ ભારતમાં સૌથી વધુ જોવાલાયક જગ્યાઓમાંની એક છે. પરંતુ નજીકમાં બરોટ વેલીની સુંદરતાને પણ નિહાળો
બરોટ એ મંડી જિલ્લાના જોગીન્દર નગરથી 40 કિમી દૂર આવેલું એક નાનકડું ગામ છે. આ પ્રદેશમાં કેટલાય ફિશ ફાર્મ્સને કારણે તે એક માછલી પકડવાના સ્થાન તરીકે ઉભરી રહ્યું છે. બરોટમાંથી ઉહલ નદી વહે છે અને નારગુ વન્યજીવ અભયારણ્ય તેની નજીક આવેલું છે. આ અભયારણ્ય મોનાલ, કાળા રીંછ અને ઘોરલનું ઘર છે. લીલાછમ જંગલમાં હાઇકિંગ પર જાઓ અથવા ટ્રાઉટ ફિશિંગ માટે જાઓ, અહીં આઉટડોર પ્રવૃત્તિઓની કોઈ કમી નથી.
જોવાલાયક સ્થળો: જંગલમાં ડેટા-તંબૂ તાણવાનો આનંદ માણો. ઉહલ નદીમાં માછીમારી કરવાનો પ્રયાસ કરો; નજીકના જંગલમાં ટ્રેક કરો; નારગુ વન્યજીવ અભયારણ્યને એક્સપ્લોર કરો અને હિમાલયન કાળા રીંછને જોવાનો પ્રયાસ કરો.
ફરવા જવાનો બેસ્ટ ટાઇમ: નવેમ્બરથી ફેબ્રુઆરી એ બરોટ વેલી જવાનો સારો સમય છે આ સમયે તમે અહીં ફિશિંગ કરી શકો છો.
ક્યાં રોકાશો: ટ્રેક ટ્રાઇબ વિલેજ (₹1,613), ઇન્ડિયન સફારી (₹ 1,484). વધારે વિકલ્પ માટે અહીં જુઓ.
#6 હમ્પી એક ખંડેર કવિતા છે. પરંતુ બેલુરમાં મહાકાવ્ય હોયસલા કારીગરી તમારું પણ ધ્યાન ખેંચે છે
બેલૂર કર્ણાટકના હાસન જિલ્લામાં સ્થિત એક ઐતિહાસિક શહેર છે. આ ચેન્નાકેશવ મંદિર માટે પ્રસિદ્ધ છે, જે હોયસલા કારીગરીની એક અવિશ્વનીય ઉપલબ્ધિ છે. અહીં 12મી સદીનું એક બીજુ કેશવ મંદિર પણ છે. હેલબિડુમાં જૈન મંદિરની સાથે આ મંદિરોને યૂનેસ્કોની વિશ્વ વારસાઇ સ્થળોની યાદીમાં સ્થાન માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. બેલૂર આવો તો ઇતિહાસના શોખીનોનું મનોરંજન થશે.
જોવાલાયક સ્થળો: હોયસલેશ્વર મંદિર જાઓ, જે હલેબિદુમાં સૌથી મોટા સ્મારકોમાંથી એક છે. બસદી હલ્લીના જૈન મંદિર જાઓ. પુરાતત્વ સંગ્રહાલય જુઓ, જેમાં ઐતિિહાસિક મહત્વના 1,500થી વધુ કલાકૃતિઓ છે. યાગાચી બાંધમાં કેટલાક વોટર સ્પોર્ટ્સનો આનંદ લો.
ફરવા જવાનો બેસ્ટ ટાઇમ: ઓક્ટોબરથી એપ્રિલ બેલુર જવાની સૌથી સારી સીઝન છે.
ક્યાં રોકાશો: ટ્રાઇ વુડ્સ પ્લાન્ટેશન ફાર્મ સ્ટે (₹3,600), હોટલ મયુરા (₹1,170). વધારે વિકલ્પ માટે અહીં જુઓ.
#7 કૂર્ગ તેની કોફી માટે પ્રખ્યાત છે. પરંતુ શું તમને ખબર કે ભારતમાં સૌપ્રથમવાર કોફીની ખેતી ચિકમંગલૂરમાં થઇ હતી?
મુલ્લાયનગિરી રેન્ચની તળેટીમાં જે કર્ણાટકનું સૌથી ઉંચુ શિખર છે, ચિકમંગલૂરનું સ્લીપી હિલ સ્ટેશન છે. જે તેજીથી ભારતમાં સૌથી વધુ જોવાલાયક જગ્યાઓમાંનું એક બની રહ્યું છે. આ ઘણાં કોફી એસ્ટેટનો દાવો કરે છે જેમાંથી કેટલાકમાં તમે રહી પણ શકો છો. જ્યારે તમે ચિકમંગલૂરની યાત્રા કરશો તો લીલા ઘાસના મેદાનો, ઝરણાં અને મનમોહક ખીણોનો આનંદ લો.
જોવાલાયક સ્થળો: વાઘો, હાથીઓ, રીંછ, કાળા દિપડાઓ અને હરણને જોવા માટે ભદ્રા વન્યજીવ અભયારણ્યને એક્સપ્લોર કરો. હેબ્બે વોટર ફોલ જોવા જાઓ. મુલ્લાયનગિરીના દ્રશ્યોનો આનંદ લો. કોદંડારામ મંદિરના હિંદુ મંદિરોના દર્શન કરો.
ફરવા જવાનો બેસ્ટ ટાઇમ: સપ્ટેમ્બરથી માર્ચ વચ્ચેના સમયગાળામાં હવામાન સારુ હોય છે.
ક્યાં રોકાશો: બોગેન વિલા હોમસ્ટે (₹2,999), મંડિમાને રોકસાઇડ રિટ્રીટ (₹5,998). વધારે વિકલ્પ માટે અહીં જુઓ.
#8 ઉદેપુર અદ્ભુત છે પરંતુ 100 ટાપુનું શહેર ગણાતું બાંસવાડા પણ તમારા ફરવાના લિસ્ટમાં હોવું જોઇએ
રાજસ્થાનના દક્ષિણ ભાગમાં સ્થિત, બાંસવાડાનું નામ વાંસ અથવા બાંસ પરથી પડ્યું છે કારણ કે એક સમયે અહીં પુષ્કળ પ્રમાણમાં ઉગતું હતું. તેને સો ટાપુઓના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીં મહી નદી પર અસંખ્ય ટાપુઓ આવેલા છે. જ્યારે તમે બાંસવાડાની મુલાકાત લો ત્યારે સમૃદ્ધ લેન્ડસ્કેપનો આનંદ લો અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણો. આ ઉપરાંત, તમે ભારતમાં સૌથી વધુ જોવાતા બે શહેર ઉદયપુર અને જેસલમેરની મુલાકાત લેવા માટે પણ સમય કાઢી શકો છો.
જોવાલાયક સ્થળો: ગઢી પેલેસ, પરહેડા શિવ મંદિર, બાંસવાડા પેલેસ, શ્રી રાજ મંદિર અને અન્ય કેટલાક ભવ્ય મંદિર અને બાંસવાડાના મહેલોની મુલાકાત લો.
ફરવા જવાનો બેસ્ટ ટાઇમ: ઓક્ટોબરથી લઇને ફેબ્રુઆરી સુધીનો સમય સૌથી સારો છે કારણ કે તે સમયે અહીં આબોહવામાં ઠંડક હોય છે.
ક્યાં રોકાશો: હોટલ નક્ષત્ર (₹3,250), હોટલ રિલેક્સ ઇન (₹750). વધારે વિકલ્પ માટે અહીં જુઓ.
#9 ગંગટોક ગ્રેટ છે પરંતુ થોડાક અંદર જાઓ અને લાચુંગની સુંદરતાને નિહાળો
તિબેટની સરહદની નજીક, ઉત્તરપૂર્વ ભારતીય રાજ્ય સિક્કિમમાં લાચુંગ નામનું અનોખું પર્વત ગામ આવેલું છે. આ ગામ રાજધાની ગંગટોકથી લગભગ 100 કિમી દૂર છે. તે 19મી સદીના બૌદ્ધ લાચુંગ મઠનું ઘર છે. જ્યારે તમે આ સ્વર્ગની મુલાકાત લો ત્યારે શાંત ધોધ, પાઈન જંગલો અને ગરમ ઝરણાઓનો આનંદ લો.
જોવાલાયક સ્થળો: લાચુંગ મઠની મુલાકાત લો; શિંગબા રોડોડેન્ડ્રોન અભયારણ્યને એક્સપ્લોર કરો જેમાં રોડોડેન્ડ્રોન વૃક્ષોની 40 પ્રજાતિઓ છે; ભીમ નાળા ધોધનો આનંદ માણો; પાઈન જંગલોમાં હાઇકિંગ કરો.
ફરવા જવાનો બેસ્ટ ટાઇમ: ઓક્ટોબરથી જૂન, જ્યારે હવામાન 10°c થી 16°cની વચ્ચે હોય છે.
ક્યાં રોકાશો: દિલ્હી હોટલ્સ રોયલ (₹1,698), ઇથો મેથો હોટલ (₹5,310). વધારે વિકલ્પ માટે અહીં જુઓ.
#10 અને અંતે, આપણું પ્રેમાળ ગોવા અને તેનો કોઇ વિકલ્પ નથી.
આપણે બધા જાણીએ છીએ કે ગોવા જેવી કોઇ જગ્યા નથી. તાડના વૃક્ષોથી ઘેરાયેલા સમુદ્રી કિનારાની પૃષ્ઠભૂમિમાં અહીં જે રીતે આરામદાયક સંસ્કૃતિનો આનંદ લેવાનો મળે છે તેની તુલના બીજી કોઇ જગ્યા સાથે નથી કરી શકાતી. તમે દરેક નવી યાત્રાની સાથે જગ્યાને એક અલગ દ્રષ્ટિએ જોઇ શકો છો. ગોવા ક્યારે પણ મુ્ખ્યધારાનું શહેર કે રાજય નહીં બને અને મને વિશ્વાસ છે કે તમે ગોવાના દરેક યાત્રામાંથી કંઇક નવું શોધી શકશો.
જોવાલાયક સ્થળો: દક્ષિણ ગોવાના સુંદર ચર્ચની મુલાકાત લો; કલંગુટ બીચ પર વોટર સ્પોર્ટ્સનો આનંદ માણો; ઉત્તર ગોવાના શાંત દરિયાકિનારાને એક્સપ્લોર કરો; સિંકેરિમ બીચ પર ફોર્ટ અગુઆડામાં હરો ફરો અને મસ્તી કરો.
ફરવા જવાનો બેસ્ટ ટાઇમ: નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી. આ સમયે હવામાનુ ખુશનુમા, શાંત અને સુંદર હોય છે.
ક્યાં રોકાશો: હોસ્પેડારિયા એબ્રિગો દે બોટેલ્હો (₹2,478), OYO 854 હોટલ ટીનાસ ઇન (₹2,951). વધારે વિકલ્પ માટે અહીં જુઓ.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો