ટ્રિપોટો કોમ્યુનિટીના લાખો ટ્રાવેલર્સના અભિપ્રાય અને તેમના રિવ્યૂઝના આધારે અમે ભારતની 10 સૌથી સારી હોટલોની યાદી તૈયાર કરી છે. આ બધી હોટલ ભારતની મહેમાનનવાઝી, પોતાની લકઝરી અને સારી સર્વિસ માટે જાણીતી છે. જો તમે પણ શાંતિની પળોમાં થોડોક રાજસી આરામ શોધી રહ્યા છો તો તમારે આ હોટલોમાં જરુર રોકાવું જોઇએ.
વાઇલ્ડ ફ્લાવર- સ્વર્ગ જેવું ઘર
ભારતની સૌથી સુંદર લક્ઝરી હોટલોમાં જેનો સમાવેશ થાય છે એવી શિમલાની વાઇલ્ડ ફ્લાવર હોટલ પોતાના ખાસ બાંધકામ માટે જાણીતી છે. હોટલનું આર્કિટેક્ચર જુના સમયના કોલોનિયલ સમયની યાદ અપાવે છે અને આની ભવ્યતા જોઇને આની તરફ આકર્ષિત થવાનું લગભગ નક્કી છે.
ક્યાઃ વાઇલ્ડ ફ્લાવર, મશોબરા, શિમલા, હિમાચલ પ્રદેશ
ફોનઃ: +91 1772648585, +91 1776948585
બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો
ધ લીલા પેલેસ- આનીથી સુંદર બીજુ કંઇ નહીં
ઉદયપુરના શાહી માહોલમાં વસેલી આ હોટલ, લકઝરીની એક અલગ પરિભાષા બનાવે છે. ધ લીલા પેલેસ પિચોલા લેક પર સ્થિત છે. હોટલમાંથી અરવલ્લીના પહાડોની સુંદરતા દેખાય છે. જો તમે પણ મેવાડની સંસ્કૃતિ અને શાનને નજીકથી જોવા માંગો છો તો તમારે આ હોટલમાં જરુર આવવું જોઇએ.
ક્યાં: લેક પિછોલા, ઉદેપુર, રાજસ્થાન
બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો
વિવાંતા, તાજ- કુદરતી દ્રશ્યોવાળી જગ્યા
કુર્ગ દક્ષિણ ભારતમાં સ્થિત સુંદર જગ્યા છે. પરંતુ અહીં ફરવા માટે જગ્યાની કમી છે. લીલાછમ પહાડો અને કોફીના ખેતરો જોઇને કદાચ તમને કંટાળો આવી શકે છે. આવામાં આ હોટલ તમારી બધી મુશ્કેલી હલ કરી દેશે. આ હોટલ પોતાનામાં એક દુનિયા છે. તો જો તમે તમારી વ્યસ્ત ઝીંદગીમાંથી થોડોક સમય કાઢીને નવરાશની પળો વિતાવવા માંગો છો તો વધુ વિચાર્ય વગર આ હોટલમાં જતા રહો.
ક્યાં: 1 મૉન્નંગેરી, ગલીબીડૂ, કુર્ગ, કર્ણાટક
બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાઇડેન્ટ હોટલ- સ્ટાઇલ અને સાદગીનું અદ્ભુત પેકેજ
ગુડગાંવમાં આવેલી ટ્રાઇડેન્ટ હોટલને ભારતની ટોપ 10 લકઝરી હોટલમાં ગણવામાં આવે છે. આધુનિક સુવિધાઓ અને વિશ્વ સ્તરીય રુમો ધરાવતી આ હોટલ દિલ્હીની ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક છે. એટલા માટે અહીં સરળતાથી પહોંચી શકાય છે.
ક્યાં: 443 ઉદ્યોગ વિહાર, ફેઝ 5, ગુડગાંવ
બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો
આઇટીસી ગ્રાન્ડ ચોલા- રાજસી શાન અને આકર્ષક અનુભવ
ચેન્નઇમાં સ્થિત આ લકઝરી હોટલ દેશની સૌથી આલીશાન હોટલોમાં આવે છે. હોટલમાં આરામદાયક રુમની સાથે-સાથે તમારી દરેક પ્રકારની જરુરીયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. હોટલમાં સ્પા છે જ્યાં તમે રિલેક્સ કરી શકો છો. મુંબઇની બે મોટી હોટલ, રિનેસેન્સ મુંબઇ કન્વેંશન હોટલ અને ગ્રાન્ડ હયાત પછી આ ભારતની ત્રીજી સૌથી મોટી હોટલ છે.
ક્યાં: નંબર 63, માઉન્ટ રોડ, ચેન્નઇ
બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો
ધ ઑબેરૉય અમર્વિલાસ- તારાથી ભરેલા આકાશવાળા અનુભવ માટે
ધ ઓબેરૉય અમર્વિલાસની સુંદરતા વ્યક્ત કરવા માટે લકઝરી અને શાનદાર જેવા શબ્દો પણ ઓછા પડશે. આ હોટલ ભારતમાં બનેલી એક આલિશાન લકઝરી હોટલ છે. આ હોટલમાં કેટલીક એવી સુવિધાઓ છે જેના વિશે કદાચ તમે પણ નહીં વિચારી શકો.
ક્યાં: ધ ઓબેરૉય અમર્વિલાસ, તાજ ઇસ્ટ ગેટ રોડ, આગ્રા
બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો
ધ ખૈબર હિમાલયન રિઝોર્ટ એન્ડ સ્પા- પરફેક્ટ માહોલમાં વસેલુ એક અણમોલ ઘરેણું
જો તમે તમારા પરિવાર કે પાર્ટનરની સાથે રજાઓ વિતાવવા માંગો છો તો કાશ્મીરમાં આવેલી આ હોટલ તમારા માટે સુંદર ઓપ્શન છે. હોટલમાં મહેમાનોની બધી જરુરીયાતોનું ધ્યાન રાખવામાં આવે છે અને અહીં કામ કરનારા બધા કર્મચારી દરેક સમય તમારી મદદ માટે તૈયાર રહે છે. બરફની ચાદરમાં લપેટાયેલી આ હોટલ એટલી સુંદર લાગે છે કે તમને દૂરથી જ ખુશ કરી દેશે.
ક્યાં: ધ ખૈબર હિમાલયન રિઝોર્ટ એન્ડ સ્પા, ગુલમર્ગ 193403, કાશ્મીર
ફોન: 24 x 7 હેલ્પલાઇન +911 954254666, +91 9596767888
બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો
લલિત ટેમ્પલ વ્યૂ- શાંતિ અને હળવાશથી ભરેલી એક જગ્યા
ક્યાં: સર્કિટ હાઉસની સામે, ખજુરાહો
બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો
ધ લીલા- ગોવા- હિપ્પી કલ્ચર વચ્ચે લકઝરીની અનુભૂતિ
ભારતની સૌથી સુંદર 10 હોટલોની યાદીમાં સમાવિષ્ટ ગોવાની ધ લીલા હોટલમાં આરામ અને લકઝરીનો અનોખો તાલમેલ જોવા મળે છે. રિસોર્ટની અંદર ઘણાં તળાવો છે જેને હાથોથી બનાવેલા છે. આ ઉપરાંત, તમને રિસોર્ટમાં ચારેબાજુ હરિયાળી જોવા મળશે. જો તમે સુંદર બગીચામાં બેસીને સ્વાદિષ્ટ સી ફૂડ ખાઇને રજાઓ પસાર કરવા માંગે છે તો ગોવાની આ હોટલથી વધુ સારી જગ્યા નહીં જોવા મળે.
બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો
આઇટીસી ગ્રાન્ડ ભારત- દેશની સૌથી શાનદાર લકઝરી રિસોર્ટમાંની એક
હરિયાળીની ચાદરમાં શાનદાર રીતે લપેટાયેલી આઇટીસી ગ્રાન્ડ ભારત લકઝરી રિસોર્ટ છે. આ રિસોર્ટ માનેસરની વચ્ચે સ્થિત છે જે દિલ્હીથી થોડાક અંતરે છે. ભારતના સૌથી ભવ્ય રિસોર્ટમાંનો એક આ રિસોર્ટ સુંદર રહેવા અને ખાવાનો પર્યાય છે. રિસોર્ટ મોટો હોવાની સાથે સાથે સુંદર પણ છે. આરામદાયક અને શાહી મહેમાનનવાજીની અનુભૂતિ કેવી રીતે થાય છે તેના માટે તમારે આ રિસોર્ટમાં જરુર આવવું જોઇએ.
ક્યાં: હસનપુર, તૌરુ જિલ્લા, મેવાત, હરિયાણા
ફોન: 91-1267-285500
બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો