એ 10 જગ્યા જ્યાં ₹200થી ઓછામાં મળે છે ભરપેટ સ્વાદિષ્ટ ભોજન

Tripoto
Photo of એ 10 જગ્યા જ્યાં ₹200થી ઓછામાં મળે છે ભરપેટ સ્વાદિષ્ટ ભોજન 1/1 by Paurav Joshi

જ્યારે કોઇ એવું કહે કે છેવટે દિલ્હીમાં છેવટે છે શું? તો મને તેમની નાદાની પર હસુ આવે છે. એમ કહો કે દિલ્હીમાં શું નથી? તમે કોર્પોરેટની દુનિયામાંથી બહાર નીકળો તો ખબર પડશે કે દિલ્હી એક રંગીન જગ્યા છે. દરેક શહેરની એક પોતાની ઓળખ હોય છે અને સૌથી મોટી ઓળખ હોય છે તેના સ્વાદથી. દિલ્હી આમ પણ તેના સ્વાદ માટે ઓળખાય છે પરંતુ તેના માટે તમારે દિલ્હીની ગલીઓ તરફ પાછા ફરવું પડશે, જ્યાં પરાઠાથી લઇને છોલે-ભટૂરેનો સ્વાદ છે તો જુની દિલ્હી મટન-કબાબ તરફ લઇ જાય છે. આ ગલીઓમાં ફરતા પોતાની પસંદગીના ખાવાનું બનતા જુઓ છો તો મન લલચાયા વગર રહેતું નથી. અહીં સ્વાદ પણ સુંદર હશે અને તમારા બજેટ પર ભાર પણ નહીં આવે.

આવી જ કેટલીક સારી અને સસ્તી જગ્યાઓ અંગે જાણી લો ત્યાં જઇને તમે વાંરવાર જવાનું બહાનું શોધશો.

1. ઇન્ડિયન કૉફી હાઉસ

આજ કાલના લોકોની પ્રથમ પસંદ છે બર્ગર કિંગ અને સબવે. પરંતુ આ પહેલા બધાની પહેલી પસંદવાળી જગ્યા હતી ઇન્ડિયન કૉફી હાઉસ. ઇન્ડિયન કૉફી હાઉસ દરેક મોટા શહેરમાં છે અને દિલ્હીમાં પણ. અહીં જમવાની વ્યવસ્થા રાજ્ય સરકાર કરે છે. માનો કે ન માનો, અહીં સ્વાદિષ્ટ બિરયાનીની પ્લેટ અને એક મિલ્કશેક ₹200 રુપિયાથી ઓછામાં મળે છે.

સરનામુંઃ મોહનસિંહ પ્લેસ, કનૉટ પ્લેસ

જરુર ચાખોઃ કોલ્ડ કૉફી, કટલેટ, ઇડલી-સાંભર, બિરયાની

2. આમા રેસ્ટૉરન્ટ

ખિસ્સા વધારે ખાલી પણ ન થાય અને ખાવામાં મજા પણ આવે તો તેના માટે એક શાનદાર જગ્યા છે, મજનૂ કા ટીલાની વળાંકદાર ગલીઓ. અહીંનો સ્વાદ એવો છે કે તમારુ મન લલચાવવા લાગશે અને તમે તમારી જાતને રોકી નહીં શકો. અહીં બર્ગર, પિઝાથી લઇને તિબેટિયન ફૂડનો સ્વાદ માણી શકો છો. આમાં રેસ્ટોરન્ટ યોગ્ય કિંમતે તિબેટીયન ફૂડ આપે છે, જેને ખાઇને તમે ‘વાહ’ જરુર કહેશો. જો તમે નૉન વેજીટેરિયન છો તો ફ્રાઇડ રાઇસની સાથે બફ કે પોર્ક કરીની એક પ્લેટ લઇ શકો છો. આ ગલીઓનો સ્વાદિષ્ટ સ્વાદ લેવા માટે ₹200નું બજેટ બનાવીને જાઓ.

સરનામુંઃ ન્યૂ તિબેટિયન કેમ્પ, મજનૂ કા ટીલા

જરુર ચાખોઃ ડેવિલ મોમોજ, હૉટ ગાર્લિક સૉસ બફ, પોર્ક ચિલી, થુકપા

3. ચાચે દી હટ્ટી

જો તમને લાગે છે કે ચહેરા પર ખુશી એક પ્લેટ પર પરોસાવેલા ખાવાથી નથી આવી શકતી તો તમારે કમલા નગરના ચાચે દી હટ્ટી પર જવું જોઇએ. અહીં તમે આખી દિલ્હીના સૌથી સારા છોલે ભટૂરે ખાઇ શકો છો. છોલે-ભટૂરેની સાથે સાથે એક ગ્લાસ લસ્સી લેશો તો એ વાતની ગેરંટી છે કે તમે આખો દિવસ તાજા રહેશો.

સરનામુંઃ કમલા નગર માર્કેટ

જરુર ચાખોઃ છોલે ભટૂરે

4. વેંગર્સ ડેલી

Wenger's

દિલ્હીમાં છોલે ભટૂરે, ચાટ ખાનારા લોકો છે તો તે જ લોકો પિઝા, બર્ગર ખાતા પણ અનેક લોકો જોવા મળશે. કનૉટ પ્લેસમાં એક એવી જગ્યા છે જ્યાં પિઝા માટે એકવાર જરુર જવું જોઇએ. અનેક પ્રકારના ભ્રમ છતાં વેંગર્સ ડેલી જાઓ અને યોગ્ય કિંમતમાં પિઝાનો સ્વાદ ચાખો. અહીં ₹200થી ઓછામાં જોરદાર પિઝા અને સ્વાદિષ્ટ મિલ્ક શેક મળી જાય છે.

સરનામુંઃ રેડિયલ રોડ, કનૉટ પ્લેસ

જરુર ચાખોઃ મટન બર્ગર, ચિકન સલાડ, માર્ગેરિટા પિઝા, મેંગો મિલ્કશેક

5. આંધ્ર પ્રદેશ ભવન કેન્ટિન

Andhra Pradesh Bhavan Canteen

ક્યારેક ક્યારેક મન કરે છે કે એક થાળીમાં મનપસંદ પકવાન હોય અને આપણે આરામથી તેનો આનંદ લેતા હોઇએ. આવી જ ઇચ્છા રાખનારા માટે સૌથી સારી જગ્યા છે આંધ્ર ભવન કેન્ટીન. અહીં તમને ખાવામાં ઘણી મજા આવશે. આ જગ્યા કેટલાક લોકો માટે તીર્થ સમાન છે. એક થાળીમાં અનેક પ્રકારના પકવાન અને તે થાળી માટે તમારે ખિસ્સામાંથી આપવા પડે છે ફક્ત ₹120. અહીં ખાવાનું બનાવનારા શેફની કુશળતા છે કે આટલુ સારુ ખાવાનું ઘણી ઓછી કિંમતે મળી જાય છે.

સરનામુંઃ અશોક રોડ, ઇન્ડિયા ગેટની પાસે

જરુર ચાખોઃ શાકાહારી થાળી, હૈદરાબાદી ચિકન બિરિયાની, મટન ફ્રાઇ

6. જાવેદની નિહારી

બધા એવું જ વિચારે છે કે દિલ્હીમાં માંસાહારી ભોજન ફક્ત દિલ્હી 6માં જ મળે છે. પરંતુ મોટાભાગના લોકોને એ ખબર નથી કે જામિયા નગરની ગલીઓ પણ સારુ નોન-વેજ ભોજન પીરસે છે. જામિયા મીલિયા ઇસ્લામિયાની આસપાસનો આખો વિસ્તાર આ સુંદર નોન-વેજ ડિશિઝથી સજાયેલો રહે છે અને તેમાં સૌથી વધુ ફેમસ છે જાવેદ ફેમસ નિહારી. અહીં ₹100થી પણ ઓછામાં નિહારી અને રોટલીની એક થાળી મળી જાય છે.

સરનામુંઃ જાકિર નગર, ઓખલા

જરુર ચાખોઃ નિહારી, ચિકન બિરિયાની

7. જૈન ચોખાવાળા

કોઇપણ સાચ્ચા દિલ્હીવાળાને પૂછો કે તેમની પસંદગીનું ભોજન શું છે? દસમાંથી નવ વખત એક જ જવાબ આવશે, ‘રાજમા ચાવલ’. ભીડ અને વ્યસ્તતાથી ભરેલુ રહેતા કનૉટ પ્લેસમાં જૈન ચોખાવાળી એ જગ્યા છે, જ્યાં તમે આખી દિલ્હીના સૌથી સારા રાજમા ચાવલની એક પ્લેટ ખાઇ શકો છો. રાજમા ચાવલ ખાવા અહીં લોકો દૂર-દૂરથી આવે છે. રાજમા ચાવલ ઉપરાંત અહીં સ્વાદિષ્ટ કઢી-રાઇસ, છોલે ભટૂરે અને તંદૂરી પરાઠે પણ મળે છે.

સરનામુંઃ કનૉટ સર્કસ, કનૉટ પ્લેસ

જરુર ચાખોઃ રાજમા ચાવલ, કઢી ચાવલ, સબ્જી થાળી, છોલે ભટૂરે

8. હૉટ પૉટ

જ્યારે જુગાડની વાત આવે છે તો આખી દુનિયામાં આપણે અવ્વલ છીએ. આખા દેશમાં દેશી ચાઇનીઝ ફૂડને ઘણાં હોંશથી ખવાય છે. દિલ્હી તેને એક પગલુ વધુ આગળ લઇ જાય છે. શહેરમાં કેટલાક સૌથી ફેમસ ફૂડ વાન છે જે ટેંગી ચિંજાબી વ્યંજન પરોસે છે. હૉટ પૉટ, ગ્રેટર કૈલાશમાં એનડીટીવીની ઓફિસની બરોબર બહાર એક આવી જ જુની વાન છે જયાં તમે ₹150થી ઓછામાં અનેક પ્રકારનું ખાવાનું ખાઇ શકો છો.

સરનામુંઃ અર્ચના શૉપિંગ કોમ્પ્લેક્સની પાસે, ગ્રેટર કૈલાશ1

જરુર ચાખોઃ ચિલી પોટેટો, ચિકન ગાર્લિક ચાઉમીન, વેજ સ્પ્રિંગ રોલ, ચિકન મોમોઝ

9. સંજય ચુર-ચુર નામ

Sanjay Chur Chur Naan

ભલે તમે સાઉથ દિલ્હીમાં કોઇ ક્લબમાં પાર્ટી કરી રહ્યા હોવ, કોઇ નાઇટ આઉટ ત્યાં સુધી પૂર્ણ નથી થતું જ્યાં સુધી મુળચંદ મેટ્રો સ્ટેશનથી સંજય ચુર-ચુરનો સ્વાદ ના લીધો હોય. વર્ષોથી લોકો સંજય ચુર ચુર નાન, તેની સ્વાદિષ્ટ કઢી અને ખાટુ દહીંના કોમ્બિનેશનનો સ્વાદ લઇ રહ્યા છે. આ ઉપરાંત, અહીં મીઠી લસ્સી એક ગ્લાસ લો જે સ્વાદને વધારે ટેસ્ટી બનાવી દેશે.

સરનામુંઃ મુળચંદ મેટ્રો સ્ટેશન, લાજપત નગર 4

જરુર ચાખોઃ આલુ નાન, પનીર અને ડુંગળી નાન, નાના ચાવલ, મીઠી લસ્સી

10. કેરલા હોટલ

દિલ્હીના જાણીતા ખાવાના અડ્ડામાં ગુમનામ એવી કેરલા હોટલ સ્વાદના મામલે કયાંય પાછળ નથી. જેમને કેરળનો સ્વાદ લેવો છે, તેમને આઇએનએ માર્કેટમાં બનેલા આ નાનકડા ભોજનાલયમાં જવું જોઇએ. અહીં બધુ જ છે જે એક ટિફિનના ડબ્બા જેવું છે, જેના ખુલવા પર ખુશી આવી જાય છે. જો હું તમને જણાવવા લાગુ કે અહીં શું-શું છે તો ગણતા ગણતા થાકી જવાશે. તો પછી જતા રહો અને કેરળ શૈલીની એક પ્લેટ લઇ લો. હું ગેરંટી આપું છું, આ અત્યાર સુધીનો સૌથી અલગ અને શાનદાર અનુભવ હશે.

સરનામુંઃ આઇએનએ માર્કેટ, આઇએનએ

જરુર ચાખોઃ ચિકન બિરિયાની, ઝંગા કરી, ઘી રોસ્ટ ડોસા

આવી જ સારી જગ્યાઓ અને સ્વાદિષ્ટ વ્યંજનો અંગે અમારી પાસે એક આખુ લિસ્ટ છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads