ફરવાનું કોને ન ગમે...આપણે જ્યારે તક મળે ત્યારે ફરવા નીકળી પડીએ છીએ. ફરતી વખતે જોવાલાયક સ્થળો તો આપણી પ્રાયોરિટીમાં હોય જ છે સાથે જ મનપસંદ અને સ્વાદિષ્ટ ભોજન આરોગવાનું પણ જરૂરી બની જાય છે. પ્રવાસમાં નીકળેલા મોટાભાગના લોકોને હાઇવે પરના ઢાબા વધારે આકર્ષિત કરે છે. તો ચાલો ઉત્તર ભારતના આવા 10 ઢાબા વિશે વાત કરીએ.
1) પહેલવાન કા ઢાબા:
નેશનલ હાઇવે-1, મુથરલમાં આવેલું પહેલવાન કા ઢાબા તેના સ્વાદિષ્ટ પરાઠા માટે તે વિસ્તારની સૌથી પ્રખ્યાત જગ્યા છે. સાવ સામાન્ય દેખાતા આ ઢાબાના ખાવાના સ્વાદની તુલના ના થઇ શકે. અઠવાડિયામાં 7 દિવસ અને દિવસના 24 કલાક ચાલુ રહેતા આ ઢાબા પર આલુ, ગોબી, પનીર-પરાઠા ની સાથે ચા કે લસ્સીનો આનંદ માણી શકો છો.
સરનામું: 47, માઈલસ્ટોન, ગ્રાન્ડ ટ્રંક રોડ, મુર્થલ, હરિયાણા-131૦27.
2. ચિતલ ગ્રૈંડ:
જો તમે દિલ્હીથી દેહરાદૂન જવાના રસ્તા પરથી પસાર થઇ રહ્યા હોવ તો, રસ્તામાં આવતા ખતૌલી નામના વિસ્તારની પાસે “ચિતલ ગ્રૈંડ” ઢાબા પર રોકાવા મજબુર થઇ જશો. એનું કારણ એ છે કે, આ ઢાબામાં બનતી સ્વાદિષ્ટ રસોઈની સુગંધ તમને ત્યાં ખેંચી જશે. ચિતલ ગ્રૈંડ ઢાબાની વિશેષતા એ છે કે, અહી ઉતર ભારતીય ભોજન જ નહિ પરંતુ દક્ષિણ ભારતીય ભોજન પણ મળે છે.
સરનામું: ખતૌલી બાયપાસ, ને.હા.-5૮, જીલ્લો. ખતૌલી, ઉત્તરપ્રદેશ-2512૦1.
3. ઓલ્ડ રાવ ઢાબા:
જો તમે જયપુર હાઇવેથી પસાર થતા હોવ અને ખુબજ ભૂખ લાગે તો જયપુર ને.હા.1 પર જ આવેલો ઓલ્ડ રાવ ઢાબા એ તમારી ભૂખ સંતોષવા માટે સરસ જગ્યા છે. ઉતર ભારતીય ભોજન માટે પ્રખ્યાત આ ઢાબાના ભોજનના વખાણ દરેક લોકો કરે છે. ખાસ વાત એ છે કે, અહીં ભોજનની સાથે સલાડ અને ઘી અન-લિમિટેડ મળે છે. જો ક્યારેય અહીંથી પસાર થવાનું થાય તો ભરેલી નાન, દાલ ફ્રાય ,દાલ મખની અને ચણા મસાલા ખાવાનું ના ભૂલતા.
સરનામું : ને.હા.૮, દિલ્હી-જયપુર એક્સપ્રેસ વે, બીએમએલ નજીક, મુંજાલ યુનિવર્સિટી, સીધ્રાવાલી, હરિયાણા 123413.
4. ગ્રાન્ડ લસ્સી શોપ:
સ્વાદિષ્ટ ભોજન તો તમને બીજા ઢાબાઓમાં પણ મળશે,પરંતુ ભોજનની સાથે ક્રીમી લસ્સીનો પણ આનંદ ઉઠાવવો હોય તો એક વાર નેશનલ હાઇવે નં-1 પર આવેલા જીરકપુર-પટિયાલા રોડ વિસ્તારમાં “ગ્રાન્ડ લસ્સી શોપ”માં જરૂરથી જવું જોઈએ. સ્વાદિષ્ટ પંજાબી ભોજનની સાથે મલાઈદાર લસ્સીના શોખીન લોકો અવારનવાર ગ્રાન્ડ લસ્સી શોપની મુલાકાત લેતા હોય છે.
સરનામું: ગ્રાન્ડ લસ્સી શોપ, ઝીરક્પુર-પટીયાલા રોડ,ને.હા.1.
5. અમરિક સુખદેવ ઢાબા :
મુર્થલમાં ને.હા.1 પર આવેલો ‘અમરિક સુખદેવ ઢાબા’એ ઢાબા કરતા ફાઈવ સ્ટાર હોટલ વધારે લાગે છે. ચંદીગઢમાં રેહનારા લોકો અને ચંદીગઢથી પસાર થતા લોકો માટે સુખદેવ ઢાબા એ સ્વાદિષ્ટ ભોજન માણવાની ખાસ જગ્યા છે. ગ્રાહકોની સેવામાં 24/7 તેમના દરવાજા ખુલ્લા રાખનારા સુખદેવ કા ઢાબા દિલ્હી – એનસીઆર યુવાનોમાં ખુબજ પ્રખ્યાત છે. વિકેન્ડમાં તો આલુ, ગોભી,પનીર અને મિક્ષ પરાઠાની સાથે ચા કે લસ્સીની મજા માણવા માટે અહીં દરેક ઉમરના લોકોની ભીડ જામે છે.
સરનામું: નંબર-52, 25૦ કિ.મી. સ્ટોન, ગ્રાન્ડ ટ્રંક રોડ, મુર્થલ, હરિયાણા 131૦39.
૬. મોડર્ન ઢાબા:
કાલકા-શિમલા હાઇવે પર આવેલો આ ઢાબા અહી આવતા પ્રવાસીઓમાં ઘણો પ્રખ્યાત છે. મોડર્ન ઢાબાની બે વાત આ ઢાબાને બધા કરતા ખાસ બનાવે છે. એક તો અહી મળતું શુદ્ધ શાકાહારી ભોજન અને બીજું અહી આ બધું ઓછા ભાવમાં મળે છે. તમને જણાવી દઈએ કે જો તમે રાજમા ચાવલના શોખીન છો, તો તમારે મોડર્ન ઢાબા પર આવીને એક વખત તો રાજમા ચાવલ ખાવા જ જોઈએ.
સરનામું: કોટી, સોલાન, ને.હા.22, ધરમપુર, હિમાચલ પ્રદેશ.1732૦4.
7) ભજન તડકા ઢાબા:
ગ્રાહકોની સેવામાં તેમની પેટ પૂજા કરવા માટે સપ્તાહના સાત દિવસ અને દિવસના 24 કલાક ખુલ્લુ રહેતા ભજન તડકા ઢાબા ગજરૌલાની પાસે NH-24 પર સ્થિત છે. પોતાના પનીર બટર મસાલા, ચણા મસાલા, કઢી-પકોડા અને ગાર્લિક તેમજ લચ્છા પરોઠા માટે પ્રસિદ્ધ આ ઢાબાની ખાસિયત એ છે કે અહીં તમને ફક્ત શુદ્ધ શાકાહારી ભોજન જ મળશે. ફક્ત સ્વાદિષ્ટ ખાવાનું જ નહીં તો ગ્રાહકોના કમ્ફર્ટ માટે ઢાબાની તરફથી અપાતી 5 સ્ટાર સુવિધા પણ લાજવાબ છે.
સરનામુઃ સલારપુર, ગજરૌલા, ઉત્તર પ્રદેશ 244235
8) સંજય ઢાબા:
શ્રીનગર-લેહ હાઇવે પર ગાડીને સાઇડમાં ઉભી રાખીને તમે સંજય ઢાબા પર પેટ પૂજા કરીને પોતાની અંદર ઉર્જાનો નવો સંચાર કરી શકો છો. આકારમાં નાના પરંતુ મહત્વપૂર્ણ સ્થાન પર રહેલા સંજય ઢાબા પર તમે બટાકા-કોબીઝના શાક સાથે ગરમાગરમ પરાઠાના ટેસ્ટની મજા ઉઠાવી શકો છો. ત્યારબાદ ચાની ચુસકી લેતા અહીં નજરે પડતા સૂર્યોદય તો તમારા રોમેરોમમાં રોમાંચથી ભરી દેશે.
સરનામુઃ લેહથી 50 કિ.મી. દૂર, શ્રીનગર-લેહ હાઇવે
9) પૂરનસિંહ દા ઢાબા:
અંબાલાથી થોડાક જ દૂર નેશનલ હાઇવે 1 પર આવેલા પૂરન સિંહ દા ઢાબાનો ખાવાનો સ્વાદ જે કોઇને એક વાર લાગી જાય છે, તે પછી વારંવાર અહીં આવવાથી પોતાની જાતને રોકી નથી શકતા. આ જ કારણ છે કે અહીં સ્થાનિકની સાથે-સાથે દૂર અંતરિયાળથી આવેલા લોકોની ભીડ જોવા મળે છે.
સરનામુઃ શોપ નંબર-10, ગ્રાન્ડ ટ્રંક રોડ, બસ સ્ટેન્ડ નજીક, શાસ્ત્રી માર્કેટ, દંડકારી કાલન, અંબાલા કેન્ટ, હરિયાણા 133001
10) જ્ઞાની દા ઢાબા:
સૌથી જાણીતા ઢાબાના યાદીમાં દસમાં નંબરે નામ આવે છે કાલકા-શિમલા હાઇવે પર સ્થિત મશહૂર જ્ઞાની દા ઢાબાનું. દિલ્હીથી 2 કલાકની ડ્રાઇવ જેટલું દૂર આવેલો આ ઢાબા શિમલા કે કસૌલી જનારા મોટાભાગના યાત્રીઓ માટે પેટ પૂજાનું એક નિયમિત સ્થાન છે. અહીંનું ખાવાનું એટલું સ્વાદિષ્ટ છે કે આ ઢાબામાં બનેલા બટર ચિકન અને લેમન ચિકન ખાધા બાદ લોકો કલાકો સુધી પોતાની આંગળી ચાટે છે. આમ તો અહીં મળનારી ઠંડી ખીર પણ લોકો ખાવાનું સમાપ્ત કર્યા બાદ ઘણાં હોંશથી ખાય છે.
સરનામુઃ જ્ઞાની દા ઢાબા, NH-22, કાલકા-શિમલા હાઇવે, ધરમપુર, હિમાચલ પ્રદેશ 173209
- રોશન સાસ્તિક
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો