શિયાળામાં લદ્દાખની મુલાકાત લેવાના મારા અગાઉના લેખમાંથી પ્રેરણા લઇને ઘણા પ્રવાસીઓએ ટૂંક સમયમાં લદ્દાખની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યારે કેટલાકે મને કહ્યું કે તેઓએ તેમની યોજનાઓને અંતિમ સ્વરૂપ આપ્યું છે અને તેના માટે કેટલીક ફ્લાઇટ્સ/હોટલ બુક કરાવી છે. તો કેટલાક લોકોએ શિયાળામાં અતિશય ઠંડીના કારણે ત્યાં જવામાં થોડો ડર અને આશંકા પણ વ્યક્ત કરી. પરંતુ શિયાળામાં જ્યાં પર્વતો સ્વર્ગ બની જાય છે, તેવા રાજસ્થાનમાં ફરવાની ખરી મજા શિયાળામાં જ આવે છે કારણ કે તો જ તમે રાજસ્થાનની કુદરતી 'વિવિધતામાં એકતા'નો અનુભવ કરી શકશો. શિયાળો એટલે દિવાળી પછીનો સમય માર્ચ સુધી. તો આજે અમે તે 10 કારણો વિશે વાત કરીશું જેને વાંચીને તમે વિચારશો કે "આપણે અત્યાર સુધી શિયાળામાં અહીં કેમ નથી ગયા?"
1. રાજસ્થાનમાં શિયાળામાં અલગ-અલગ સમયે ઘણા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય તહેવારોનું આયોજન કરવામાં આવે છે, જે સ્થાનિક સંસ્કૃતિ, ઇતિહાસ અને કલા સાથે સંબંધિત હોય છે.જો આપણે કેટલાક પ્રખ્યાત તહેવારોની વાત કરીએ તો જેસલમેર ફેસ્ટિવલ, પુષ્કર કેમલ ફેર, કાઈટ ફેસ્ટિવલ, કુંભલગઢ ફેસ્ટિવલ, વગેરે. ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ વગેરેનું આયોજન ફક્ત શિયાળા દરમિયાન જ થાય છે. દરેક તહેવાર પોતાનામાં એક નવો અનુભવ આપે છે અને ઘણું શીખવે છે, સાથે સાથે પરિવારના વડીલોથી લઇને બાળકો માટે આવા ફેસ્ટિવલમાં ઘણું મનોરંજન ઉપલબ્ધ છે.
3. સવારના નાસ્તા સિવાય હવે જો મુખ્ય ખોરાકની વાત કરીએ તો શિયાળામાં દાલ બાટી ખાવાની વાત જ કંઈક અલગ છે.પરંતુ દાલ બાટી હવે રાજસ્થાનની બહાર પણ ઘણા શહેરોમાં ઉપલબ્ધ છે. તેથી જ તમે અહીં 'ગટ્ટે કી સબ્ઝી-બાટી', 'સેવ કી સબ્ઝી-બાટી', 'સુરન કી સબ્ઝી-બાટી', 'આલૂ કી બાટી', 'માવા બાટી', 'ગવરફલી-બાટી', 'કઢી- બાટી' જો તમને આમાંથી કંઇપણ મળે, તો તેને અજમાવી જુઓ. સામાન્ય દાળ બાટીમાં પણ અનેક પ્રકારની બાટીઓ ઉપલબ્ધ છે, જેમ કે ઘીમાં તળેલી, ગાયના કંદ પર બનેલી, બાફલા બાટી વગેરે. તમે આમાંથી કંઇક નવું ટ્રાય કરી શકો છો. જોધપુરમાં તમે ગુલાબજાંબુના શાકનો પણ સ્વાદ લઈ શકો છો.
3. સવારના નાસ્તા સિવાય હવે જો મુખ્ય ખોરાકની વાત કરીએ તો શિયાળામાં દાલ બાટી ખાવાની વાત જ કંઈક અલગ છે.પરંતુ દાલ બાટી હવે રાજસ્થાનની બહાર પણ ઘણા શહેરોમાં ઉપલબ્ધ છે. તેથી જ તમે અહીં 'ગટ્ટે કી સબ્ઝી-બાટી', 'સેવ કી સબ્ઝી-બાટી', 'સુરન કી સબ્ઝી-બાટી', 'આલૂ કી બાટી', 'માવા બાટી', 'ગવરફલી-બાટી', 'કઢી- બાટી' જો તમને આમાંથી કંઇપણ મળે, તો તેને અજમાવી જુઓ. સામાન્ય દાળ બાટીમાં પણ અનેક પ્રકારની બાટીઓ ઉપલબ્ધ છે, જેમ કે ઘીમાં તળેલી, ગાયના કંદ પર બનેલી, બાફલા બાટી વગેરે. તમે આમાંથી કંઇક નવું ટ્રાય કરી શકો છો. જોધપુરમાં તમે ગુલાબજાંબુના શાકનો પણ સ્વાદ લઈ શકો છો.
4. સૌથી સારી વાત એ છે કે રાજસ્થાનમાં મુસાફરી કરવી ઘણી સસ્તી છે. તમે અહીં આપમેળે ખૂબ જ સુરક્ષિત રીતે ફરી શકો છો. અહીં રૂમ સસ્તામાં ઉપલબ્ધ છે. ખાવા-પીવા માટે તો તમને અહીં અનેક વેરાયટી શોધ્યા વગર જ મળી જશે. જો ફરવાનો પ્લાન સારી રીતે કર્યો હશે તો તમે આખા પરિવાર સાથે ઓછા બજેટમાં પણ રાજાશાહી રીતે આરામથી મુસાફરી કરી શકો છો.
5.રાજસ્થાનમાં જો તમારે બરફની સાથે ફોટો જોઇએ કે ટાપુઓની સાથે અથવા રેતાળ કિનારા સાથે. એટલું જ નહીં, ઊંચા ધોધ, તળાવો અથવા નદીઓ. અહીં બધું જ જોવા મળશે, કુદરતી 'વિવિધતામાં એકતા' જોવા મળશે. તમને જણાવી દઈએ કે બાંસવાડા 'સો ટાપુઓનું શહેર' છે, જેસલમેર-બાડમેરમાં રેતાળ કિનારા છે, ઉદયપુરમાં ઘણા તળાવો છે, તો કોટામાં નદીઓ છે. શિયાળામાં આજકાલ કરા એટલા પડવા લાગ્યા છે કે રણમાં સિમલા દેખાય છે. Google પર ટાઇપ કરો RAJASTHAN IN SNOWFALL, પછી ફોટા જુઓ, સમાચાર વાંચો. કરા પડવા કે ન પડવા એ તો નસીબની વાત છે. તેથી જ બરફના ફોટા લેવા માટે 'કિશનગઢના ડંપયાર્ડ' પર પહોંચી જાઓ, ફોટા જોઈને લોકો વિચારશે કે તમે હિમાલયમાં ફરવા તો નથી જતા રહ્યાં ને.
6. જો તમે ચાના શોખીન છો તો રણમાં રેતાળ કિનારે બેસીને ઠંડીમાં સૂર્યોદય જોતા ચા પીવો. ચાનો સ્વાદ દસગણો તો લાગશે જ સાથે સાથે જેમને લાગે છે કે રાજસ્થાન ગરમ પ્રદેશ છે, ઠંડી નહીં પડતી હોય તેમના વિચારો બદલાઇ જશે.
7. જો તમે ડરામણી અથવા રહસ્યમય જગ્યાઓ પર જવા માંગતા હોવ તો ભાનગઢ કિલ્લો, કુલધરા ગામની મુલાકાત લો. સેંકડો ઉંદરો સાથેનું 'કરણી માતા મંદિર', ભારતની સરહદની રક્ષા કરતું 'તનોટ માતા મંદિર', બુલેટ બાબા મંદિર તમારા બકેટ લિસ્ટમાં ઉમેરી શકાય છે. એકમાત્ર બ્રહ્મા મંદિર જોવા પુષ્કરની મુલાકાત લો, વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ જોવી હોય તો કુંભલગઢ, બુર્જ ખલીફા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે આધ્યાત્મિક અનુભવ માટે દુનિયાની સૌથી ઉંચી શિવ મૂર્તિના દર્શન કરો 'નાથદ્વારા' માં એક રાત રોકાઇને. પશ્ચિમી રાજસ્થાનમાં 'ભારતના છેલ્લા ગામ' લોંગેવાલા પણ ફરો.
8. મીઠાઈની વાત કરીએ તો, ભીલવાડાની મુરકે અને અકબરી, જોધપુરની રબડી વાલી ફીની, મગ દાળ-બદામનો હલવો જેવી કેટલીક વસ્તુઓ છે જેનો સ્વાદ ફક્ત શિયાળામાં જ સારો લાગે અને બને પણ શિયાળામાં જ છે. જો કે, મગની દાળનો હલવો હવે દરેક સિઝનમાં ઉપલબ્ધ છે. માઉન્ટ આબુ બાજુ સીતાફળ તો ઘણા લોકો 100 રૂપિયામાં 7 થી 8 કિલો આપશે.
9. લગ્નની સીઝન પણ શિયાળામાં શરૂ થાય છે. તમે કોઈ પરિચિતના રાજસ્થાની લગ્નમાં જરૂર હાજરી આપો. તમને વિવિધ પ્રકારના ભોજન મળશે, સાથે જ તમે રાજસ્થાની રીતભાતનો અનુભવ કરી શકશો.
10. જો તમે એડવેન્ચર કરવા માંગો છો, તો તમે શિયાળામાં ડેઝર્ટ જીપ સફારી, પેરાસેલિંગ, હોટ એર બલૂન, કેમ્પિંગ, ટ્રેકિંગ, હેરિટેજ વોક, કેમ્પિંગ, બોટિંગ, ઝિપ લાઇનિંગ વગેરેનો આનંદ માણી શકશો. અન્ય સીઝનમાં, અહીં ગરમી અને ભારે વરસાદને કારણે આ પ્રવૃત્તિઓ કરવી શક્ય નથી બનતી. દેશનું સૌથી ઊંચું 'ટાવર બંજી જમ્પિંગ' પણ નાથદ્વારામાં શરૂ થવાનું છે.અહીંના કિલ્લા, હવેલીઓ, મ્યુઝિયમ, શોપિંગ મોલ તો અનોખા છે જ.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો