
હિમાચલ ફરવા માટે ઇ-પાસ કે કોવિડ-19 નેગેટિવ રિપોર્ટની જરુર નથી તો તમારામાંથી ઘણાં પોતાની બેગ પેક કરી રહ્યા હશે. જો તમે હિમાચલમાં રહેવા માટે ઇંટરનેટ પર કોઇ જગ્યાની શોધ કરી રહ્યા છો તો તમારા માટે અમે લાવ્યા છીએ 10 એવી જગ્યા જ્યાં તમને મળશે શાનદાર વ્યૂ અને સોશિયલ ડિસ્ટન્સિંગ. આ એવા સુંદર સ્ટે છે જે નદી કિનારાનું આહ્લાદક દ્રશ્ય રજુ કરે છે. કેટલાક નદી કે વહેતા ઝરણાંના કિનારે છે. પોતાના પહાડી પ્રવાસને પસાર કરવાની આનાથી વધુ સારી રીત બીજી શું હોઇ શકે કે જેમાં પૃષ્ઠભૂમિમાં સતત પાણીનો કલબલાટ ગૂંજતો રહે?
ગોન ફિશિંગ કોટેજીસ, તિર્થન



જંગલમાં નદી કિનારે ચાલતા પક્ષીઓના મધુર અવાજ સાંભળવા મળે તેવી જગ્યાએ કોને ન જવું ગમે. ગોન ફિશિંગ કોટેજીસ કલવારી ઝરણાંના કિનારે આવેલું છે, આ પ્રવાહ લગભગ 500 મીટર નીચે તિર્થન નદીમાં મળે છે. ગ્રેટ હિમાલયન નેસનલ પાર્કના ઇકો ઝોનમાં હોવાના કારણે એક તરફ બગીચાઓ અને બીજી બાજુ દેવદારના ઉંચા વૃક્ષોથી ઘેરાયેલું જગંલ, ખરેખર કોટેજ પ્રકૃતિની ગોદમાં વસ્યું છે.
બુકિંગની માહિતી
અહીં એક રાતનું ભાડું રુ.5800થી શરુ થાય છે. અહીંથી તમે બુકિગ કરી શકો છો.
તમે તેમનું ઇન્સ્ટાગ્રામ પેજ અહીં જોઈ શકો છો
ઓફબીટ એડોબ્સ, તિર્થન
તિર્થન ખીણમાંથી પાર્વતી પર્વત અને ગાઢ જંગલનું સુંદર દ્રશ્ય જોઇ શકાય છે. આ પ્રોપર્ટીમા તમને સુંદરતાના સાનિધ્યમાં રોમાંસ અને હળવાશનો અનુભવ થાય છે. નદી કિનારે લોન્જના બગીચામાં બેસીને ફેવરીટ પુસ્તક વાંચતા વાંચતા કોફીનો આનંદ માણી શકો છો. કોમન એરિયામાં મોટા સ્ક્રિન પર ફિલ્મ જોઇ શકાય છે તેમજ નજીકના ગામડા, ખેતર કે મધમાખી ફાર્મની મુલાકાત લઇ શકો છો. નજીકમાં ચોઇ વોટર ફોલ પણ છે.



બુકિંગની માહિતી
અહીં એક રાતનું ભાડું 5800 રુપિયાથી શરુ થાય છે. જેના માટે તમે મનીષના મોબાઇલ નંબર 9805350967 પર સંપર્ક કરી શકો છો.
વધારે માહિતી માટે તમે તેમનું ઇન્સ્ટાગ્રામ પેજ અહીં જોઈ શકો છો
સનશાઇન હિમાલયન કોટેજ, તિર્થન
તિર્થન નદીના કિનારે રોકાવાનું મન થાય તેવો આ કોટેજ છે. અહીં સવારની શરુઆત યોગ અને ધ્યાનથી કરી શકાય છે. વહેતા ઝરણા અને પક્ષીઓના કલરવ વચ્ચેની સવારની અનુભૂતિ જ કંઇક અનોખી છે. નજીકમાં ઘણાં વોટરફોલ પણ છે. મધૂર સંગીતના આનંદ વચ્ચે દિવસ ક્યાંય પસાર થઇ જશે ખબર જ નહીં પડે.



બુકિંગની માહિતી
અહીં એક રાત રહેવાના રુ.6500થી શરુઆત થાય છે. બુકિંગ માટે અહીં ક્લિક કરો.
વધારે માહિતી માટે તમે તેમનું ઇન્સ્ટાગ્રામ પેજ અહીં જોઈ શકો છો
દેવત ફાર્મ કોટેજીસ, તિર્થન
આ કોટેજ તિર્થન ખીણમાં છામી ગામમાં આવેલો છે. સફરજનના બગીચા, દેવદારના વૃક્ષો, મિનરલ વોટર જેવું હિમાલયનું ચોખ્ખું પાણી, રિવર ક્રોસિંગ, પક્ષીઓના કલરવ અને ખીણની સૌથી ઊંચી જગ્યા, પ્રવાસીઓ માટે અહીં ઘણું બધુ છે.



હનીમુન માણવા આવતા કપલ, એડવેન્ચરના શોખીનો માટે આ જગ્યા બેસ્ટ છે. અહીં 6 આધુનિક રુમ છે જે નદી બાજુએ છે. અહીં મોટી ફ્રેન્ચ વિન્ડો છે જે જંગલનું અદ્ભુત દ્રશ્ય રજુ કરે છે.
બુકિંગની માહિતી
રુમના ભાડાં પ્રતિ રાત રુ.2600થી શરુ થાય છે. બુકિંગ માટે અહીં ક્લિક કરો.
ધ ફોરેસ્ટ એજ, તિર્થન
આ સુંદર કોટેજ ક્વેન્ટ સેરોપા ગામમાં આવેલો છે. અહીંથી તમને તિર્થન ખીણ દેખાય છે. અહીં આખો દિવસ પક્ષીઓના મધુર અવાજો સાંભળવા મળે છે. ગઝેબોમાં બેસીને પર્વતો અને નદીઓને નિરખવાનું મન થાય છે. કેટલાક લોકપ્રિય પુસ્તકો પર આધારિત પાંચ રુમમાં જંગલમા ખુલતા અલગ અલગ સ્થાન છે. જ્યાં બર્ડસોંગ તમારી ઇન-હાઉસ લાયબ્રેરીમાં વાંચવામાં વિતાવેલા દિવસોની સૌથી સારી પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે. રાતે ખુલ્લા આકાશમાં તારાના દર્શન અનોખો અનુભવ પ્રદાન કરે છે.



બુકિંગની માહિતી
એક રાતનું ભાડું રુ.4,200થી શરુ થાય છે. અહીં બુક કરો.
મડ હાઉસ બાય ધ રિવર, જિભી
અહીં ડોર્મેટરી અને પ્રાઇવેટ રુમની સુવિધા છે. ખાસ કરીને સોલો ટ્રાવેલર, ક્રિએટર્સ અને આર્ટના શોખીનો માટે આ એક ફેવરિટ જગ્યા છે. આ જગ્યાનો મુળ હેતુ તમારા મુળ તરફ પાછા વળોનો છે. જ્યાં સુધી તમે અહીં રહેશો ત્યાં સુધી તમે એક સામાન્ય પહાડી જીવન જીવવાનો આનંદ માણી શકો છો.



બુકિંગની માહિતી
તમને જાણીને આશ્ચર્ય થશે પણ અહીં એક રાતનું ભાડું ફક્ત 750 રુપિયાથી શરુ થાય છે. મડ હાઉસનું બુકિંગ કરવા અહીં ક્લિક કરો.
વધારે માહિતી માટે તમે તેમનું ઇન્સ્ટાગ્રામ પેજ અહીં જોઈ શકો છો
મેપલ હાઉટહોમ્સ, જિભી
આ એક એવી જગ્યા છે જ્યાં તમે રુમની બાલ્કનીમાંથી જંગલોથી ઘેરાયલી ફક્ત 10 ફૂટ દૂર વહેતી નદીને જોઇ શકો છો અને તમને અહીંથી પાછા ફરવાનું મન નહીં થાય.



મેપલ આઉટહોમ્સમાં તમને નીરવ શાંતિનો અહેસાસ થાય છે. આ ઇકો સેન્સિટિવ ઝોન છે. ચારે બાજુ લાકડાનું કામ જોઇ શકાય છે. દરેક કોટેજમાંથી નદી અને જંગલના દર્શન થાય છે. સોલો ટ્રાવેલર સિવાય કપલ માટે આ એક રોમાંટિક જગ્યા છે.
બુકિંગની માહિતી
3100 રુપિયામાં એક રાત માટે રુમ મળી જશે. તમે અહીંથી બુક કરી શકો છો.
વધારે માહિતી માટે તમે તેમનું ઇન્સ્ટાગ્રામ પેજ અહીં જોઈ શકો છો
એ કોટેજ ઇન ધ વુડ્સ, અપર જિભી
અપર જિભીમાં આવેલું આ સ્ટોન કોટેજ 4 લોકો કે નાના ગ્રુપ માટે પરફેક્ટ જગ્યા છે. કોટેજમાંથી નદી અને જંગલ જોઇ શકાય છે. અહીં વાઇફાઇની સુવિધા પણ મળી રહેશે.



બુકિંગની માહિતી
રુમની શરુઆત રુ.4500થી થાય છે, તમે અહીં ક્લિક કરીને બુક કરી શકો છો.
રિવરસાઇડ કોટેજ, જિભી
કલ્પના કરો કે તમે કોઇ કોટેજની બાલ્કનીમાં ઉભા છો અને આજબાજુમાં ભાગ્યેજ કોઇ ઘર છે અને નદીને નિહાળી રહ્યા છો. દૂર જંગલ દેખાઇ રહ્યા છે. તમારુ આ સપનું જિભીમાં પૂર્ણ થઇ શકે છે. આ રિવરસાઇડ મડ હાઉસમાં ઉપરના માળે બે બેડરુમ છે, શિયાળામાં રુમમાં સીધો તડકો તમને ગરમાવો આપે છે. નજીકની નદીમાં પગ ઠંડા કરી શકો છો. કોઇ લેખક અહીં લાંબો સમય બેસીને લેખ લખી શકે છે. પર્વતારોહક પર્વત પર ટ્રેકિંગ કરતા પહેલા અહીં હળવા થઇ શકે છે.



બુકિંગની માહિતી
એક રાતનું ભાડું રુ.2999થી શરુ થાય છે. આ ફાર્મસ્ટે કોટેજને બુક કરવા માટે અહીં ક્લિક કરો.
H2O હાઉસ, ચંબા
જો તમે એક પરંપરાગત હોમ સ્ટે શોધી રહ્યા છો તો H2O હાઉસ તમને યુનિક ફીલ કરાવશે. અહીં 5 કોટેજ છે. જેમાં તમામ ઇંટરનેટ સાથે તમામ પાયાની સુવિધાઓ છે. અહીંના ખેતરમાં તમને લોકલ ઓર્ગેનિક ફૂડનો ટેસ્ટ કરવા મળશે. એટલું જ નહીં, પથ્થર ફેંકો એટલે દૂર રવિ નદી છે. તમે જંગલ સફારી, ટ્રેકિંગ પણ કરી શકો છો.



બુકિંગની માહિતી
એર રાતનું ભાડું 2500 રુપિયાથી શરુ થાય છે. અહીંથી બુક કરી શકાય છે.
પાર્વતી રિવર કોટેજ, જારી
કલ્પના કરો કે તમે સવારે રુમની બહાર નીકળો અને પગ સીધો જ પાર્વતી નદીના ઠંડા પાણીમાં પડે. ચારે બાજુ દેવદાર ઝાડ અને સફરજનના બગીચા ધરાવતા બાલાધી ગામમાં આ રિસોર્ટ આવેલો છે. લાકડાના ઘરો, ગાર્ડન, નદી, છત પર કેફે બધુ જ અહીં હાજર છે. અહીં 2 કોટેજ છે જેમાં એકમાં 4 રુમ અને બીજામાં 7 રુમ છે. પ્રકૃતિ પ્રેમી, આર્ટીસ્ટ, પેઇન્ટર, ફોટોગ્રાફર્સને આ જગ્યા ખુબ ગમે તેવી છે.



બુકિંગની માહિતી
રુમની શરુઆત પ્રતિ રાત 800 રુપિયાથી થાય છે. અહીંથી બુક કરી શકો છો.
વધારે માહિતી માટે તમે તેમનું ઇન્સ્ટાગ્રામ પેજ અહીં જોઈ શકો છો