શિયાળામાં ટ્રેકિંગની અલગ જ મજા છે. હિમાલયના હરિયાળા મેદાનોમાં એવી ઘણાં શાનદાર ટ્રેકિંગ સ્પોટ છે જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. જો ઠંડીની ઋતુમાં તમે પણ કોઇ એવી જગ્યાને એક્સપ્લોર કરવા માંગો છો તો નવેમ્બરમાં રજાઓમાં પ્લાનિંગ કરી શકો છો. શિયાળામાં ટ્રેકિંગ ફિલ્ડ એકદમ બદલાઇ જાય છે. તમને ચારેબાજુ બરફથી ઢંકાયેલા પહાડો અને ગ્લેશિયર જ નજરે પડે છે.
દાયરા બુગ્યાલ
દાયરા બુગ્યાલ ટ્રેક તો ઘણાં ઓછા લોકોએ જોયો હશે. આ ટ્રેક ઉત્તરાખંડના રૈથલમાં આવેલો છે. જે ગંગોત્રીની નજીક છે. દાયરા બુગ્યાલનો નજારો જોઇને તમારા ધબકારા વધી જશે. અહીં ટ્રેકિંગ કરવું વધારે મુશ્કેલીભર્યું નથી એટલે પરિવારની સાથે આની મજા માણી શકો છો.
દેવરિયા તાલ-ચંદ્રશિલા
ગાઢ જંગલો અને પ્રકૃતિની વચ્ચે રહેનારાને દેવરિયા તાલ-ચંદ્રશિલા ટ્રેક પણ ઘણો પસંદ આવે છે. જો તમે પહેલા ક્યારેય ટ્રેકિંગ નથી કર્યું અને હિમાલયમાં ટ્રેકિંગનો અનુભવ કરવા માંગો છો તો આનાથી યોગ્ય જગ્યા નહીં મળે. જો કે, આ જગ્યા હિમાલયની પર્વત શ્રેણીમાં નથી આવતી. દેવરિયા તાલ-ચંદ્રશિલા ઉત્તરાખંડમાં આવે છે.
કુઆરી પાસ ટ્રેક
ભારતના સૌથી ઊંચા પર્વતોમાંની એક નંદા દેવી માઉન્ટેનને સંપૂર્ણ જોવાનો અવસર તમને દરેક ટ્રેકથી નહીં જોવા મળે. પરંતુ કુઆરી પાસ ટ્રેક તમને આ તક આપે છે. અહીંથી તમે દ્રોણાગિરી પર્વત અને હાથી પર્વતનો શાનદાર નજારો પણ જોઇ શકો છો. કુઆરી પાસ ટ્રેક ઉત્તરાખંડના જોશીમઠમાં આવેલો છે.
કેદારકંઠા
કેદારકંઠા ભારતનો સૌથી પ્રસિદ્ધ ટ્રેક છે જ્યાં શિયાળામાં ઘણાં લોકો આવે છે. શિયાળાની ઋતુમાં આ રસ્તે બરફની પૂરી ચાદર ઢંકાઇ જાય છે. જો કે, ડિસેમ્બરના સમયે ઠંડીમાં અહીં ભીડ ઘણી વધી જાય છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર-નવેમ્બર અહીં ટ્રેકિંગ કરવા માટે બેસ્ટ ટાઇમ છે. આ ટ્રેક ઉત્તરકાશીમાં આવેલો છે.
હરકી દૂન
ઉત્તરાખંડના કોટેગામ સ્થિત દર કી દૂન ટ્રેકને અત્યાર સુધી ઘણાં ઓછા લોકોએ એક્સપ્લોર કર્યો છે. આ વિસ્તારમાં તમને ફક્ત પક્ષી, પ્રાણીઓ જ જોવા મળશે. તમે અહીં વાંદરાની એક વિશેષ પ્રજાતિ પણ જોઇ શકો છો અને કાળુ હરણ મળવાની સંભાવના પણ રહે છે. આ ઉપરાંત, તમે અહીં રીંછ અને બારહસિંઘા જેવા પ્રાણીઓને પણ જોઇ શકો છો. સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે ટ્રેકિંગ માટે આ જગ્યા બેસ્ટ છે.
સંદકપૂ ટ્રેક
સંદકફૂ ટ્રેક પશ્ચિમ બંગાળના જૌભારીમાં આવેલો છે. અહીંથી તમે દુનિયાના ચાર ઊંચા પર્વતો (માઉન્ટ એવરેસ્ટ, મકાલૂ, માઉન્ટ કંચનજંગા અને માઉન્ટ લ્હોત્સે) નો નજારો જોઇ શકો છો. અહીં ટ્રેકિંગ દરમિયાન તમે સિંગાલિલા નેશનલ પાર્કના જંગલોનો પણ આનંદ લઇ શકો છો.
ગૌમુખ તપોવન-
આ લાજવાબ ટ્રેક તમને ગંગા નદીના સ્ત્રોત ગ્લેશિયર સુધી લઇને જાય છે. એટલું જ નહીં, આ ટ્રેક તમને માઉન્ટ શિવલિંગના સૌથી નજીકના ક્ષેત્ર સુધી પહોંચાડે છે. જ્યાં તમે પર્વતને આધારથી શિખર સુધી જોઇ શકો છો. તપોવનથી તમે માઉન્ટ મેરુનો પણ સુંદર નજારો જોઇ શકો છો. આ જગ્યા ઉત્તરાખંડના ગંગોત્રીમાં આવેલી છે.
ગિદારા બુગ્યાલ
ગિદારા બુગ્યાલ પણ એક શાનદાર ટ્રેકિંગ સર્કલ છે. આ સર્કલમાં ઉંચાઇ પર સૌથી મોટા ઘાસના મેદાનો જોવા મળશે. આના મેદાન દાયરા બુગ્યાલથી પણ મોટા છે. આ જગ્યાના ટ્રેકિંગ અંગે પણ ઘણાં ઓછા લોકોને ખબર છે. તમે અહીં ટ્રેકિંગની સાથે સાથે કેમ્પિંગની મજા પણ લઇ શકો છો. આ ટ્રેક ઉત્તરાખંડના ભંગેલીમાં આવેલો છે.
બુરાન ખીણ
મોટાભાગના ટ્રાવેલર્સ બર્ફીલી ઋતુ સમાપ્ત થયા પછી બુરાન ખીણ જતા હોય છે. પરંતુ આના ટ્રેકિંગ પોઇન્ટ્સ પર લોકો ઓગસ્ટનો મહિનો શરુ થયા પછી પણ જાય છે. આ દરમિયાન તેનું ગાઢ જંગલ ઓરેન્જ રંગમાં ઢંકાઇ જાય છે. અહીંની સુંદરતા એટલી વધી જાય છે કે આના જંગલ છોડીને જવાનું મન નથી થતું. આ ટ્રેક હિમાચલ પ્રદેશમાં આવેલો છે.
ગોએચલા- સિક્કિમમાં યુકસોમ ક્ષેત્રમાં સ્થિત ગોએચલા ઘણા મોટા પર્વતોનો નજારો જોઇ શકાય છે. તમે અહીંથી ફક્ત કંચનજંગા પર્વત જ નહીં પરંતુ 14 ઊંચા શિખરોની ટોચને પણ જોઇ શકશો. આ નેપાળના સૌથી મોટા માઉન્ટેન ટ્રેકની બિલકુલ નજીક છે.