ભલે તમે ભારતમાં રહો અથવા હમણાં જ કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસેથી પાછા ફર્યા છો, તમને લખનઉ જેવો સ્વાદ બીજે ક્યાંય નહીં મળે. જો તમે લખનઉમાં રહો છો, તો તમે ત્યાંની તમામ ટોપ ક્લાસ જગ્યાઓથી સારી રીતે વાકેફ હશો, પરંતુ જો તમે પહેલીવાર લખનઉની મુલાકાત લઈ રહ્યા છો, તો નીચે જણાવેલી સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટમાં ભોજનનો અનુભવ કરવાનું ભૂલશો નહીં.
1. એલ-14
લખનઉની શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ્સમાંની એક, આ રેસ્ટોરન્ટ હોટેલ રેનેસાંના 14મા માળે આવેલી છે. હોટેલ રેનેસાં ફૂડના સંદર્ભમાં એક ખાસ ઓળખ ધરાવે છે, જે લખનઉની અન્ય તમામ રેસ્ટોરન્ટ્સથી અલગ છે. જો તમે નોન-વેજ ખાવાના શોખીન છો તો આ જગ્યા તમારા માટે સ્વર્ગથી કમ નથી.
શું ખાશો: ભારતીય, કોન્ટિનેંટલ, ચાઈનીઝ, એશિયન, થાઈ
કિંમત: રૂ 2000 (બે લોકો માટે)
ક્યાં: વિપિન ખંડ, ગોમતી નગર, 14મો માળ, હોટેલ રેનેસાં, લખનઉ
2. સ્પાઇસ કેવ્સ
જો તમે મસાલેદાર અને સ્વાદિષ્ટ ભોજનના શોખીન છો તો લખનઉમાં વિકલ્પોની કોઈ કમી નથી. સ્પાઇસ કેવ્સ લખનઉમાં સ્થિત એક એવી રેસ્ટોરન્ટ છે જે તેના સ્વાદિષ્ટ ભોજન અને અલગ પ્રકારની સજાવટ માટે જાણીતી છે. રેસ્ટોરન્ટની અંદર વિવિધ પ્રકારની નાની-મોટી ગુફાઓ બનાવવામાં આવી છે, જે અહીંનું મુખ્ય આકર્ષણ છે.
શું ખાશો: ચિકન મલાઈ ટિક્કા, દહી કબાબ, બ્રાઉની, પાસ્તા
કિંમત: રૂ 1000 (બે વ્યક્તિ માટે)
ક્યાં: સેમસંગ ટીવી શોરૂમ પાસે, પત્રકાર પુરામ, ગોમતી નગર, લખનઉ
3. ફલકનુમા રૂફટોપ રેસ્ટોરન્ટ
જો તમે પરંપરાગત અવધી ભોજન ખાવા માંગતા હોવ તો તમારે અહીં આવવું જ જોઈએ. રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ ભોજનની સાથે તમને લાઈવ ગઝલો પણ સાંભળવા મળે છે જે તમારા જમવાના અનુભવને સુંદર બનાવે છે. આ એક રૂફટોપ રેસ્ટોરન્ટ હોવાથી અહીંથી લખનઉ શહેરનો સુંદર નજારો દેખાય છે, જે તમારા મનને ખુશ કરી દેશે.
શું ખાશો: ઉત્તર ભારતીય ખોરાક, અવધી ખોરાક
કિંમત: રૂ. 1600 (બે વ્યક્તિ માટે)
ક્યાં: હોટેલ ક્લાર્કસ અવધ, 8 એમજી માર્ગ, હઝરતગંજ, લખનઉ
4. રોયલ સ્કાય
લખનઉમાં ખાવા માટે જગ્યાઓની કોઈ કમી નથી. પરંતુ જો તમે પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવેલ મુગલાઈ અને અવધી ફૂડનો સ્વાદ લેવા માંગતા હોવ તો તમને રોયલ સ્કાયથી વધુ સારી જગ્યા નહીં મળે. રોયલ સ્કાય લખનઉની એક રેસ્ટોરન્ટ છે જે પરંપરાગત ભોજનને સંપૂર્ણ નવા સ્તરે લઈ જાય છે. જો તમે લખનઉની શ્રેષ્ઠ વેજ રેસ્ટોરન્ટમાં ખાવાની મજા લેવા માંગતા હો, તો તમારે વિલંબ કર્યા વિના રોયલ સ્કાય પર પહોંચી જવું જોઈએ.
શું ખાશો: કોન્ટિનેંટલ, ભારતીય, ચાઈનીઝ, મુગલાઈ
કિંમત: રૂ 1100 (બે વ્યક્તિ માટે)
ક્યાં: પહેલો માળ, હલવાસિયા બજારની સામે, હઝરતગંજ, લખનઉ
5. સખાવત રેસ્ટોરન્ટ
જો તમે બજેટ ટ્રાવેલર છો અને લખનઉમાં પરવડે તેવા ભાવે ઉત્તમ ભોજન ખાવાની જગ્યા શોધી રહ્યા છો, તો સખાવત રેસ્ટોરન્ટ તમારી પ્રથમ પસંદગી હોવી જોઈએ. આ સ્થાન પર, તમે ઓછા ખર્ચે અદ્ભુત ખોરાકનો સ્વાદ માણી શકો છો. રેસ્ટોરન્ટમાં પરંપરાગત અવધી ખોરાકની વિવિધતા પણ છે. બજેટ ટ્રાવેલર માટે આ સ્થળ ખાવાના મક્કા જેવું છે.
શું ખાશો: અવધી ખોરાક
કિંમત: રૂ 600 (બે વ્યક્તિ માટે)
ક્યાં: કેસર બાગ એવન્યુ, જીમખાના ક્લબ પાસે, લખનઉ
6. મુબીન
આ સરસ રેસ્ટોરન્ટ મુગલાઈ ફૂડનો પર્યાય છે. રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા ફૂડનો અસલી મુગલાઈ સ્વાદ તમને ખુશ કરી દેશે. આ લખનઉની કેટલીક એવી રેસ્ટોરન્ટ્સમાંની એક છે જ્યાં રસોઈ બનાવવાની વર્ષો જૂની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જૂના લખનઉનું ગૌરવ, આ રેસ્ટોરન્ટ તેના ખાસ નિહારી કુલચા, પસંદા, બિરયાની અને ખીર માટે પ્રખ્યાત છે. રેસ્ટોરન્ટમાં ભોજન સિરામિક વાસણોમાં પીરસવામાં આવે છે, જે ખાવાના આનંદમાં વધારો કરે છે.
શું ખાશો: નિહારી કુલચા, મટન બિરયાની, ચિકન ટિક્કા, મટન નિહારી
કિંમત: રૂ. 300 (બે વ્યક્તિ માટે)
ક્યાં: એક મિનાર મસ્જિદની સામે, અકબરી ગેટ, ચોક, લખનઉ
7. મોતી મહેલ રેસ્ટોરન્ટ
લખનઉનો મોતી મહેલ ભારતીય અને કોન્ટિનેન્ટલ ફૂડને અલગ ઓળખ આપે છે. રેસ્ટોરન્ટ વિવિધ પ્રકારની વાનગીઓ પ્રદાન કરે છે જે તમારી ભૂખને સંતોષવા માટે યોગ્ય છે. લખનઉની સૌથી પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ્સમાંની એક, આ જગ્યા ઉત્તમ ભોજનની સાથે તમારા ખિસ્સાનું પણ ધ્યાન રાખે છે. રેસ્ટોરન્ટમાં ફૂડ ખાવા માટે તમારે વધારે પૈસા ચૂકવવા પડતા નથી, તેથી ઓછા બજેટવાળા લોકો માટે પણ આ જગ્યા શ્રેષ્ઠ વિકલ્પ છે.
ભોજન: ઉત્તર ભારતીય, દક્ષિણ ભારતીય, કોન્ટિનેંટલ, ચાઈનીઝ
કિંમત: રૂ 600 (બે વ્યક્તિ માટે)
ક્યાં: નંબર 75, મહાત્મા ગાંધી માર્ગ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાસે, હઝરતગંજ, લખનઉ
8. રોયલ કાફે
જો તમે લખનઉ વિશે થોડું પણ જાણો છો, તો તમે આ જગ્યા વિશે જરૂર સાંભળ્યું જ હશે. હઝરતગંજના મધ્યમાં આવેલું, આ કેફે શરૂ થયું ત્યારથી જ ખાણીપીણીના શોખીનોનું ઘર રહ્યું છે. કેફેમાં પગ મૂકતાં જ ભોજનની સુગંધ તમારું મન મોહી લેશે. આ કાફે મુખ્યત્વે તેના ઉત્તમ બાસ્કેટ ચાટ માટે પ્રખ્યાત છે.
શું ખાશો: ઉત્તર ભારતીય, મુગલાઈ, ચાઈનીઝ, ફાસ્ટ ફૂડ
કિંમત: રૂ 800 (બે વ્યક્તિ માટે)
ક્યાં: 51, શાહુ સિનેમાની સામે, એમજી માર્ગ, હઝરતગંજ, લખનઉ
9. આઉદ્યાના
ગોમતી નગર સ્થિત આ રેસ્ટોરન્ટના વખાણ કરીએ તેટલા ઓછા હશે. જો લખનઉની શ્રેષ્ઠ અને લક્ઝુરિયસ રેસ્ટોરાંની યાદી તૈયાર કરવી હોય, તો આ સ્થાન તેમાં ચોક્કસ આવે છે. જો તમારે શાહી મિજબાનીનો અનુભવ કરવો હોય તો તમને આઉદ્યાનાથી વધુ સારી જગ્યા બીજી નહીં મળે.
શું ખાશો: મુગલાઈ અને અવધી
કિંમત: રૂ 2500 (બે વ્યકિતઓ માટે)
ક્યાં: તાજ વિવાંતા, ગોમતી નગર, લખનઉ
10. ગ્રીન રેસ્ટોરન્ટ
જો તમે ડાઇ-હાર્ડ વોન્ડરર છો, તો તમે નવા શહેરમાં સ્થાનિક ખોરાક અજમાવવાનું મહત્વ સમજી શકશો. લખનઉમાં ગ્રીન રેસ્ટોરન્ટ તમને લખનઉના ફૂડના ઊંડાણમાં લઈ જાય છે. રેસ્ટોરન્ટમાં બ્રાઉન અને ગોલ્ડન કલરમાં એક ઉત્કૃષ્ટ સજાવટ છે જે જમવા માટે એક આકર્ષક વાતાવરણ બનાવે છે.
શું ખાશો: ભારતીય, ચાઇનીઝ, દક્ષિણ ભારતીય, ફાસ્ટ ફૂડ
કિંમત: રૂ 600 (બે વ્યક્તિઓ માટે)
ક્યાં: વિવેક ખંડ, નીલકંઠ સ્વીટ્સ પાસે, ગોમતી નગર, લખનઉ
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો