પ્રકૃતિને પ્રેમ કરો છો તો આ બનાવી લો આ રાજ્યોમાં ઇકો ટૂરિઝમની મજા લેવાનો પ્લાન

Tripoto
Photo of પ્રકૃતિને પ્રેમ કરો છો તો આ બનાવી લો આ રાજ્યોમાં ઇકો ટૂરિઝમની મજા લેવાનો પ્લાન by Paurav Joshi

ભારતમાં હજુ ઇકો ટૂરિઝમ એટલું ફેમસ નથી પરંતુ તમે તેમાં તમારો ફાળો આપીને પર્યાવરણની રક્ષા કરી શકો છો. તમે ઓછી જાણીતી જગ્યાઓ પર જવાનો પ્લાન બનાવો અને તે જગ્યા અને ત્યાંની સંસ્કૃતિને દુનિયા સમક્ષ લાવો. દેશમાં કેટલાક રાજ્યો એવા છે જ્યાં ઇકો ટૂરિઝમ પર ઘણું ધ્યાન આપવામાં આવે છે. આવો એવા રાજ્યો પર એક નજર કરીએ..

1. લદ્દાખ

દરેક રખડુ એકવાર લદ્દાખ જવાની ઇચ્છા જરૂર રાખે છે. હવે લદ્દાખ જવાનું પહેલા કરતાં સહેલું થઇ ગયું છે. કેટલીક સંસ્થાઓ છે જે લદ્દાખમાં ઇકો ટૂરિઝમને પ્રોત્સાહન આપે છે. જો તમે જવાબદારીની સાથે ફરવાનો આનંદ લેવા માંગો છો તો તમે હેમિસ નેશનલ પાર્ક, ટ્સો મોરિરી વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ અને તમામ મઠ જોઇ શકો છો. રહેવા માટે તમે હોમસ્ટેમાં બુકિંગ કરાવી શકો છો.

2. હિમાચલ પ્રદેશ

દેશના ફરવાલાયક રાજ્યોની યાદી બનાવીએ તો હિમાચલ પ્રદેશનું સ્થાન પહેલા બેમાં જરૂર આવે. આ એટલું સુંદર છે કે દરેક જીવનમાં એકવાર અહીં આવવા જરૂર ઇચ્છે છે. હિમાચલની ઇકોટૂરિઝમ સોસાયટી છેલ્લા કેટલાક વર્ષોથી પર્યાવરણની છટા જાળવી રાખવા કામ કરી રહી છે. કેટલીક અન્ય સંસ્થાઓ સ્પીતિ જેવા બંજર વિસ્તારમાં પર્યાવરણના સંરક્ષણ પર ધ્યાન આપી રહી છે. જેમાં સૌથી ખાસ નામ છે સ્પીતિ ઇકૉસ્ફીયરનું. જો તમે હિમાચલમાં ઇકો ટૂરિઝમ સાથે જોડાયેલી જગ્યા જોવા માંગો છો તો તમે ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક, પિન વેલી નેશનલ પાર્ક, ચંદ્રતાલ લેક જેવી પ્રાકૃતિક જગ્યાઓ પર જવું જોઇએ.

3. નવી દિલ્હી

દેશની રાજધાની દિલ્હીમાં કેટલીક સંસ્થાઓ ટકાઉ અને સુરક્ષિત પર્યાવરણને પ્રોત્સાહન આપવામાં મદદ કરી છે. જેમાં ઇકો ટૂરિઝમ સોસાયટી ઓફ ઇન્ડિયા એક છે. આ સોસાયટીએ એકલા દિલ્હીમાં કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવામાં મદદ કરી છે. દિલ્હીમાં નજફગઢ ડ્રેનની પાસે છાવલા કંગનહેરી નામે ઇકો ટૂરિઝમ પાર્ક છે. જેને બોટિંગ અને કેમ્પિંગ કરનારાઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. જો તમારે ઇકો ટૂરિઝમનો અનુભવ કરવો હોય તો તમારે એએનયૂ કેવ્સ, યમુના બાયોડાયવર્સિટી પાર્ક અને રિજ જેવી જગ્યાઓ પર જવું જોઇએ.

4. ઉત્તરાખંડ

ઉત્તરાખંડ ટૂરિઝમ બોર્ડ, ગઢવાલ કુમાઉ વિકાસ મંડળ અને રાજ્યના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સંયુક્ત પ્રયાસોથી ઇકો ટૂરિઝમને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો થઇ રહ્યાં છે. હવે તો અહીંના ગામડામાં પણ હોમ સ્ટે ખુલવા લાગ્યા છે. જે અહીંના કુમાઉ કલ્ચરની ઝલક દર્શાવે છે. જો તમારે ઉત્તરાખંડમાં ઇકો ટૂરિઝમ સાથે જોડાયેલી જગ્યાઓ પર જવું હોય તો પવલગઢ કન્ઝર્વેશન રિઝર્વ, નંદા દેવી બાયોસ્ફીયર રિઝર્વ અને ફૂલોની ખીણ ટ્રેક પર જવું જોઇએ.

5. અરૂણાચલ પ્રદેશ

ફ્યૂચર જનરેશન અરૂણાચલ અને ગ્રીન પશ્ચર જેવી સંસ્થાઓએ મળીને અરૂણાચલમાં ઇકો ટૂરિઝમને ખુબ પ્રોત્સાહન આપ્યું છે. અરૂણાચલના અલગ-અલગ ભાગમાં હોમસ્ટે છે જે પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવાયા છે. ઇકો ટૂરિઝમ અરૂણાચલના સ્થાનિક કલ્ચર અને આદિવાસી ક્ષેત્રોની જાળવણી માટે પણ ઘણી સંસ્થા કામ કરી રહી છે. તમે અહીં નમદાફા નેશનલ પાર્ક, ત્સંગા કોમ્યુનિટી જેવી જગ્યાઓ પર જવું જોઇએ.

6. મેઘાલય

લિવિંગ રૂટ્સ ઇકો ટૂરિઝમ સોસાયટીએ મેઘાલયના જાણીતા લિવિંગ રૂટ બ્રિજની દેખરેખની જવાબદારી લીધી છે. ઇસ્ટ ખાસી હિલ્સના નોંગબ્લાઇ ગામમાં એવા 16 બ્રિજ છે જેની દેખરેખ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. મેઘાલયમાં ઇકો ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે વિલેજ ટૂર પણ કરાવાય છે. તમે મેઘાલયમાં માલિનોંગ ગામ, ઇસ્ટ ખાસી હિલ્સ, અને જક્રેમ હૉટ સ્પ્રિંગ જોઇ શકો છો.

7. આસામ

આસામની આદિવાસી સંસ્કૃતિની ઝલક તમને ઇકો ટૂરિઝમમાં જોવા મળે છે. ઇકો ટૂરિઝમના મહત્વને સમજીને ઇકો ટૂરિઝમ સોસાયટી ઓફ ઇન્ડિયાએ આસામ ટૂરિઝમની સાથે મળીને ઘણું કામ કર્યું છે. તેમની આ પહેલ હેઠળ આસામમાં ઇકો ટૂરિઝમને લગતા કેમ્પ લગાવાય છે. લોકોને આ અંગે સમજાવવામાં આવે છે. આ કેમ્પ્સમાં મોટાભાગે ટૂરિસ્ટો અને વિદેશી પર્યટકોની ભાગીદારી રહે છે. જો તમારે આસામમાં ઇકો ટૂરિઝમ સાથે જોડાયેલી જગ્યા જોવી છે તો તમે કાઝીરંગા નેશનલ પાર્ક, માનસ પાર્ક અને પોબિતોરા વાઇલ્ડલાઇફ સેન્ક્ચુરી ફરી શકો છો.

8. સિક્કિમ

હિમાલયના ખોળામાં વસેલું સિક્કીમ દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. હવે તો હનીમૂન માટે પણ લોકો સિક્કીમ જાય છે. સિક્કિમના ફોરેસ્ટ વિભાગે પર્યાવરણના મહત્વને સમજીને અહીંની સુંદરતાને જાળવી રાખવા ઘણાં પ્રયાસો કર્યા છે. સિક્કિમમાં ગોઇંગ વાઇલ્ડ એક એવી સંસ્થા છે જે વાઇલ્ડલાઇફ સંરક્ષણ માટે સતત પ્રયાસો પર કામ કરી રહી છે. તેમના આ કામમાં લોકો બર્ડ વોચિંગ સાથે જોડાયેલી તમામ ટૂર્સનું આયોજન કરે છે. જો તમે સિક્કીમમાં ઇકો ટૂરિઝમ સાથે જોડાયેલી જગ્યા જોવા માંગો છો તો મેનમ વાઇલ્ડલાઇફ સેંક્ચુરી જરૂર જવું જોઇએ.

9. કર્ણાટક

જંગલોમાં ટ્રેકિંગ, કેમ્પિંગ વગેર કર્ણાટકમાં લોકપ્રિય છે. કર્ણાટકની હેરિટેજ સાઇટ, જંગલ લોજ અને રિસોર્ટ્સ આ રાજ્યને ઇકો ટૂરિઝમ માટે યોગ્ય જગ્યા બનાવે છે. કર્ણાટક આવનારા પ્રવાસીઓને ઇકો ટૂરિઝમનો લાભ મળે તે હેતુથી કર્ણાટક ઇકો ટૂરિઝમ ડેવલપમેન્ટ બોર્ડ અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીએ મળીને તમામ પોલિસી અને પ્રોજેક્ટની શરૂઆત કરી છે. જો તમે કર્ણાટકમાં ઇકો ટૂરિઝમ સાથે જોડાયેલી જગ્યાઓ જોવા માંગો છો તો તમારે બિસલે જંગલ, નાગરહોલ, કબની બેકવોટર્સ, હસ્સન, ચિકમંગલૂર અને દેવબાગ જરૂર ફરવા જવું જોઇએ.

10. કેરળ

આ રાજયના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા પડે. કેરળ ભારતનું પહેલું રાજ્ય છે જેણે ઇકો ટૂરિઝમની શરૂઆત કરી હતી. ટૂરિસ્ટોની સુંદર આગતા સ્વાગતાથી લઇને સસ્ટેનેબલ ટ્રાવેલ સુધી દરેક વસ્તુમાં કેરળ હંમેશાથી સૌથી આગળ રહ્યું છે. હિલ સ્ટેશન, પ્લાન્ટેશન અને શાનદાર બેકવોટર્સવાળા આ પ્રદેશમાં ફ્રેન્ડલી ટ્રાવેલની ઉપર પણ ઘણું ધ્યાન આપવામાં આવે છે. કેરળમાં મોટામોટા ગાર્ડન અને ચાના બગીચા છે જ્યાં તમે પ્રકૃતિને અનુભવીને ફરી શકો છો. થેનમાલા ઇકો ટૂરિઝમ પ્રોજેક્ટે દક્ષિણ ભારતમાં પર્યાવરણના સંરક્ષણ અને વિકાસ માટે ઘણું કામ કર્યું છે. કેરળમાં તમામ ઇન્સ્ટીટ્યૂટ પણ ઇકો ટૂરિઝમ અને સસ્ટેનેબલ ટ્રાવેલ સાથે જોડાયેલા વર્કશોપ્સનું આયોજન કરે છે. જો તમે કેરળમાં ઇકો ટૂરિઝમ સાથે જોડાયેલી જગ્યા જોવા માંગો છો તો તમારે થેનમાલા, અરલામ, સાઇલન્ટ વેલી નેશનલ પાર્ક અને પેરિયાર ટાઇગર રિઝર્વ જોવા જરૂર જવું જોઇએ.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads