Day 1
દુનિયાભરમાં એવી ઘણી ગુફાઓ છે, જે પોતાના અદ્ભુત રહસ્ય અને અનોખી ખાસિયત માટે જાણીતી છે. રોમાંચના શોખીન લોકોને પણ અલગ-અલગ ગુફાઓ જોવાની મજા આવે છે. આવામાં આજે અમે તમને ભારતની કેટલીક રહસ્યમયી અને રોમાંચિત ગુફાઓ અંગે જણાવી રહ્યા છીએ. પ્રાકૃતિક સુંદરતા અને ઘણાં રહસ્યોથી ભરપુર આ ગુફાઓને જોઇને તમે પણ આશ્ચર્યચક્તિ થઇ જશો. દરવર્ષે હજારો પ્રવાસીઓ અહીં ફરવા આવે છે, ભારતની આ વિશાળ ગુફાઓમાં અનેક પ્રકારની કળા અને મૂર્તિકળા છે જે લોકોને ઘણીબધી રીતે આકર્ષિત કરે છે. તો ચાલો જાણીએ ભારતની રોમાંચિત ગુફાઓ અને તેમાં છુપાયેલા કેટલાક રહસ્યો અંગે
બાદામી ગુફાઓ:
બાદામી ગુફાઓ કર્ણાટકમાં સ્થિત છે અને આ ગુફામાં આવેલુ બાદામી મંદિર જગપ્રસિદ્ધ છે. આ ગુફાઓને પહાડોને કાપીને બનાવાઇ છે. અહીંની પ્રાચીન ગુફાઓ ઘણી જ રોમાંચક છે, બાદામી ગુફાઓ કુલ ચાર છે, જેમાં ત્રણ બ્રાહ્મણવાદી મંદિર અને ચોથી એક જૈન મંદિર છે. ખાસ વાત એ છે કે આ ગુફાઓ અતિ સુંદર મૂર્તિઓથી સજેલી છે અને તેમાં હિંદુ દેવતાઓ, મહાવીર અને અન્ય જૈન તીર્થકારોના ચિત્ર છે. જો તમે ઇતિહાસને જાણવામાં રસ ધરાવો છો તો આ ગુફાઓને એક્સપ્લોર કરવી તમારા માટે બેસ્ટ રહેશે. તો જ્યારે પણ તમે કર્ણાટક જાઓ તો આ શ્રેષ્ઠ ગુફાઓનો આનંદ જરુર લો.
ઉદયગિરીની ગુફાઓ:
ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરની પાસે રહેલી ઉદયગિરીની ગુફાઓ પ્રાચીન સમયથી બનેલી છે. 33 પહાડોને કાપીને બનાવેલી આ ગુફાઓને જોઇને લાગે છે કે તેને કોઇ ધાર્મિક કારણોથી બનાવાઇ છે. કેટલાક લોકોનું માનવું છે કે વનવાસના સમયે પાંડવોએ અહીં સમય ગાળ્યો હતો. તો જ્યારે પણ ભુવનેશ્વર જાઓ તો અહીં જરુર જાઓ.
મહાબલીપુરમ વરાહ ગુફાઓ:
વરાહ ગુફા મંદિર કાંચીપુરમ જિલ્લા અંતર્ગત તામિલનાડુની અદભુત રૉક-કટ ગુફા મંદિર છે. આ એક પહાડી ગામનો હિસ્સો છે જે મહાબલીપુરમના મુખ્ય સ્થળ રાઠ અને કાંઠાના મંદિરથી લગભગ 4 કિમીના અંતરે સ્થિત છે. આ ગુફા મંદિરનો સંબંધ 7મી શતાબ્દી સાથે છે જે તે સમયની રૉક-કટ સ્થાપત્ય કળાનું એક જીવતુ જાગતુ ઉદાહરણ પ્રસ્તુત કરે છે. આ ઉપરાંત, આ મંદિર પ્રાચીન વિશ્વકર્મા સ્થાપત્યને પણ યોગ્ય રીતે ચિત્રિત કરે છે. આવા ઘણાં ગુફા મંદિરોને મંડપ પણ કહેવામાં આવતા હતા. મહાબલીપુરમની વરાહ ગુફાઓ પ્રાચીન હોવાની સાથે-સાથે રોમાંચક અને સુંદર પણ હોય છે. આ ગુફાઓને જોવા માટે લોકો દેશ-વિદેશથી આવે છે. ખડકોને કાપીને બનાવેલી આ ગુફાઓની નક્કાશી આની સુંદરતાને વધારે છે. આ મંદિરના ઐતિહાસિક પરિદ્શ્ય અને સુંદરતાને જોતા તેને 1984માં યૂનેસ્કો દ્ધારા વિશ્વ વારસા સ્થળ પણ જાહેર કરવામાં આવી ચુકી છે. તો જ્યારે પણ તમે અહીં આવો આ ગુફાઓના દર્શન જરુર કરો.
માવસઇ ગુફાઓ:
માવસઇ ગુફાઓ પૂર્વોત્તર ભારતની સૌથી સુંદર ગુફાઓમાંની એક છે. મેઘાલયમાં આવનારા પર્યટક મોટાભાગે આ ગુફાઓની યાત્રા કરવા માટે એક બિંદુ બનાવે છે. ગુફાઓમાં પ્રાકૃતિક ચૂનો પથ્થરની સંરચનાઓ છે જે વર્ષો પહેલા બનેલી છે. એ જાણવું રસપ્રદ છે કે ગુફાઓ સંપૂર્ણ રીતે રોશન છે અને તેમાં અનેક પ્રભાવશાળી માર્ગ અને કક્ષ છે. અહીં સ્ટેલેક્ટાઇટ અને સ્ટેલેગ્માઇટ ફોર્મેશન જોવાનું ઘણું જ પસંદ કરવામાં આવે છે. તો જ્યારે પણ મેઘાલય આવો આ અદ્ભુત ગુફાઓને જોવા માટે જરુર જાઓ.
ઉંડવલ્લી ગુફાઓ:
આંધ્ર પ્રદેશના વિજયવાડાથી લગભગ 8 કિ.મી દૂર કૃષ્ણા નદીના તટ પર સ્થિત છે ઉંડવલ્લી ગુફાઓ. ભારતની જાણીતી ગુફાઓમાંની એક છે ઉંડવલ્લી ગુફાઓ, કારણ કે ઉત્કૃષ્ટ રૉક-કટ વાસ્તુકળાનું એક સુંદર ઉદાહરણ છે. આ ગુફાઓને નક્કર બલુઆ પથ્થરથી કોતરીને વિષ્ણુકુંડિન રાજાઓને સમર્પિત કરવામાં આવી છે. અહીંની એક ગુફામાં ભગવાન વિષ્ણુની એક વિશાળ મૂર્તિ છે જે એક વૈરાગ્ય મુદ્રામાં છે. અહીંની એક જગ્યા તમને ઘણી મંત્રમુગ્ધ કરી દે છે અને તે છે ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સમર્પિત મંદિર. જો તમે ફરવાનું પસંદ કરો છો અને થોડોક સમય શાંતિથી પસાર કરવા માંગો છો તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે.
બોર્રા ગુફાઓ:
બોર્રા ગુફાઓ આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમના ઉત્તરમાં લગભગ 90 કિ.મી. દૂર સ્થિત છે. આ ગુફાઓ એક પ્રાકૃતિક આશ્ચર્ય છે જે લગભગ હજારો વર્ષ જુની છે. આની શોધ 1807માં બ્રિટિશ ભૂવિજ્ઞાની વિલિયમ કિંગે કરી હતી. બોર્રા ગુફાઓમાં એક પ્રાકૃતિક રુપથી નિર્મિત શિવલિંગ છે. અને આ કારણે ગુફાઓની આસપાસ ગામોમાં નિવાસ કરનારા આદિવાસી લોકો દ્ધારા અત્યાધિક શ્રદ્ધેય છે. તો અહીં ઘણી એવી ચીજો જે ટૂરિસ્ટોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. જો તમે પ્રાકૃતિક ચીજો પ્રત્યે લગાવ રાખો છો તો આ જગ્યાને એક્સપ્લોર કરી શકો છો.
એલીફન્ટાની ગુફાઓ:
એલીફન્ટાની ગુફાઓ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થિત છે અને આ મુંબઇ શહેરથી લગભગ 11 કિલોમીટર દૂર ધારપુરી ટાપુ પર સ્થિત છે. એલીફન્ટાની ગુફાઓને યૂનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં વર્ષ 1987માં સામેલ કરવામાં આવી ચુકી છે. એલીફન્ટા કેવ્સને પહાડને કાપીને બનાવાઇ છે. અહીં લગભગ 7 ગુફાઓ છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ છે મહેશ મૂર્તિ ગુફા. એલીફન્ટાને ધારાપુરીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ આકર્ષિત અને દર્શનીય એલીફન્ટા ગુફાઓ મધ્યયુગીન કાળથી રૉક-કટ કળા અને વાસ્તુકળાનો એક શાનદાર નમુનો છે.
ભીમબેટકા ગુફાઓ:
ભીમબેટકા ગુફાઓ મધ્ય પ્રદેશના રાયસણ જિલ્લામાં રતાપાની વાઇલ્ડ લાઇફ સેંક્ચ્યુરીની અંદર બની છે. ગુફાની દિવાલો પર કોતરવામાં આવેલી માણસ અને પ્રાણીઓના ચિત્રો પ્રાચીન સભ્યતાની નિશાનીઓનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે આ ગુફાઓ 30 હજાર વર્ષ જુની છે. જો તમે જાણવા માંગો છો કે આપણા પૂર્વજ કેવી રીતે રહેતા હતા તો તમે આ ચિત્રોને જોઇને જાણી શકો છો.
અજંટા-ઇલોરાની ગુફાઓ:
આ સ્થાન મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં સ્થિત છે. તેમાં અજંટામાં 29 બૌદ્ધ ગુફાઓ અને અનેક હિંદુ મંદિર આવેલા છે. આ ગુફાઓ પોતાની ચિત્રકારી અને અદ્ભુત મંદિરો માટે પ્રસિદ્ધ છે. અજંટા-ઇલોરાની ગુફાઓની યાત્રા એક શાનદાર અનુભવ છે. જો તમે કલાપ્રેમી છો અને પુરાતનકાળની ઐતિહાસિક ધરોહરો તેમજ કલાકૃતિઓના પ્રશંસક છો તો અજંટા-ઇલોરા તમારા માટે એક ઘણું સારુ પર્યટન સ્થળ છે.
બરાબર ગુફાઓ:
એવું કહેવાય છે કે બિહારની આ ગુફાઓ ઘણી જ પ્રાચીન છે અને તેને મોર્યકાળમાં બનાવાઇ હતી. ગ્રેનાઇટ ખડકોને કાપીને બનેલી આ ગુફાઓની અંદર બોલવાની આવાજ ગુંજે છે. વરસાદ કે સર્દિઓમાં આ ગુફાઓમાં ફરવાની મજા બેગણી થઇ જાય છે. જો તમે પુરાતનકાળની ઐતિહાસિક ધરોહરો તેમજ કલાકૃતિઓના પ્રશંસક છો તો બરાબર ગુફાઓ તમારા માટે એક ઘણું જ સારુ પર્યટન સ્થળ છે.