બ્રાઇટ રંગબેરંગી પોશાકો, અનેકવિધ દાગીનાઓ, મજાનો મેકઅપ, બેન્ડ-બાજા-બારાત, ડાન્સ, મસ્તી, ગ્લેમર અને ધમાલ. આ બધું વાંચતા જ તમને તમે માણેલા શ્રેષ્ઠ લગ્ન યાદ આવી ગયાને? લગ્ન એ કોઈ પણ વ્યક્તિના જીવનકાળમાં બનતી સૌથી મહત્વની ઘટનાઓમાંની એક ઘટના છે. આ પ્રસંગને સર્વશ્રેષ્ઠ રીતે પૂરો પડવો તે દરેક બ્રાઈડ-ટૂ-બી અથવા ગ્રુમ-ટૂ-બીનું સ્વપ્ન હોય છે. પણ એક રીતે જોઈએ તો મહેમાનો જ્યાં ભરપૂર જલસા કરતા હોય છે એવા લગ્ન એ યજમાનો માટે ખુબ જ ટેંશન અને જવાબદારીનો બોજ લઈને ફરતા હોય છે. નાના-મોટા પ્રસંગો અને જાણ્યા-અજાણ્યા મહેમાનોને ફેક સ્માઈલ આપી આપીને વર-કન્યા થાકી જ જાય, સ્વાભાવિક છે.
પ્રિ-વેડિંગ ફોટોશૂટ કોન્સેપ્ટ આવ્યો તે પાછળ કદાચ આ વાસ્તવિકતાએ બહુ મોટી ભૂમિકા ભજવી હશે. ગુજરાતમાં ઘણી જગ્યાઓ આવા પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટેના હોટ-ફેવરિટ ડેસ્ટિનેશન્સ બની ચુકી છે. પણ કોઈ ચાર્જિસ આપ્યા વિના ફોટોશૂટ કરાવવું હોય તો આ યાદી તમારા માટે ઘણી જ મદદરૂપ સાબિત થશે:
1. મોઢેરા સુર્યમંદિર
ભારતીય પોશાકોમાં કોઈ પણ વ્યક્તિનો બેસ્ટ લૂક આવે છે. તેમાં પણ આપણા ગુજરાતમાં અનોખી રચના ધરાવતું ભવ્ય સુર્યમંદિર હોય તો તેનો લાભ લેવો જ જોઈએ ને! કલરફૂલ ટ્રેડિશનલ કપડાં અને બેકગ્રાઉન્ડમાં વિશાળ ઓફવ્હાઇટ સુર્યમંદિર! અલબત્ત, ખૂબ જ યાદગાર ફોટોઝ બની રહેશે.
ચોમેર ઊડાઊડ કરતાં પક્ષીઓ પ્રિ-વેડિંગ ટીઝર માટે કઈક અનેરા જ લાગવાના. નળ સરોવરમાં ઘણા કપલ્સ બોટિંગ શોટ્સ લેવાનું પણ પસંદ કરતાં હોય છે જે ઘણું જ આકર્ષક લાગે છે. વળી, જંગલની હરિયાળી એક રમણીય બેકગ્રાઉન્ડ બની રહેશે.
અમદાવાદ આસપાસ વસતા કે અમદાવાદની મુલાકાતે આવતા કોઈ પણ કપલ અડાલજની વાવ ખાતે આવેલી આકર્ષક કોતરણી ધરાવતી બારીમાં બેસીને ફોટોઝ પડાવે જ, આમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ પ્રોફેશનલ ફોટોગ્રાફરને સાથે લાવીને તમે અહીં ખૂબ જ સુંદર ફોટોઝ પડાવી શકો છો.
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના સૌથી ચોખ્ખા બીચ તરીકે શિવરાજપુર બીચ ઘણી જ પ્રસિધ્ધિ પામી રહ્યો છે. આ બીચ પર પાડવામાં આવેલા રેન્ડમ ફોટોઝ પણ બહુ જ સારા આવે છે તો ખાસ હેતુથી ખાસ તૈયાર થઈને ખાસ કેમેરામાં ફોટોઝ એકદમ મસ્ત આવવાનાં! ઓફ કોર્સ, ખાસ વ્યક્તિ સાથે હોય એટલે જ સ્તો.

આ બીચ પણ પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે ઘણા કપલ્સની આગવી પસંદ છે. તેનું મુખ્ય કારણ એ કે કચ્છ જિલ્લામાં અન્ય પણ અલગ અલગ લોકેશન્સ પર ખૂબ જ સુંદર ફોટોશૂટ કરી શકાય છે. અને માંડવીનો બીચ સુંદર તો છે જ, તેમાં બેમત નથી.
કચ્છ રણોત્સવ ભલે એક ધનિકો માટેનું પિકનિક સ્પોટ બની ગયું હોય, ત્યાંનું અફાટ સફેદ રણ દરેક માટે છે. સ્વચ્છ ભૂરું આકાશ અને નીચે સફેદ રણ, અહીં કોઈ પણ કપલ્સને ફોટોઝ પડાવવા તે એક અનેરો અનુભવ બની રહેશે.
7. વિજય વિલાસ પેલેસ, માંડવી
પ્રિવેડિંગ ફોટોશૂટ કરવી જ રહ્યા હોવ તો પછી રોયલ લૂક પણ બાકાત ન જ રહેવો જોઈએ! માંડવી, કચ્છમાં આવેલો રાજમહેલ રાજવી ફોટોશૂટ કરવા માટે આદર્શ સ્થળ છે. અહીં 50 રૂ જેટલો મામૂલી કેમેરા ચાર્જ આપીને તમે એક ભવ્ય પેલેસ આગળ રોયલ ફોટોશૂટ કરવી શકો છો. આમ પણ, લગ્ન કરવા જઈ રહેલા વર-કન્યા કોઈ રાજકુમાર અને રાજકુમારી જેટલા જ ખાસ છે.
પ્રાચીન ખંડેરો, કુદરતી હરિયાળી અને સુંદર મોસમ. કોઈ પણ કલ્પી શકે કે આવી જગ્યા હોય તો ખૂબ જ આકર્ષક ફોટોગ્રાફ્સ પાડી શકાય છે. પોલો ફોરેસ્ટ કરવા માટે પણ ઘણું જ રમણીય છે જ, ત્યાં કપલ્સને પિકનિક પ્લસ ફોટોગ્રાફીની ડબલ મજા મળશે.

ખૂબ જ રમણીય વિસ્તાર, હરિયાળા ડુંગરો, અને આકર્ષણ પુરાણો કિલ્લો. રજાના દિવસોમાં આ જગ્યાએ પુષ્કળ લોકો વન-ડે પિકનિક કરવા આવે છે. એટલે બેસ્ટ ફોટોઝ લેવા માટે વર્કિંગ ડેઝમાં વહેલી સવારે કોઈ કપલ તેના ફોટોગ્રાફર સાથે પહોંચી જાય તો અહીં ઘણા જ યાદગાર ફોટોઝ લઈ શકાશે.
સૌરાષ્ટ્રના લોકો માટે જુનાગઢ એ સૌથી સરળતાથી પહોંચી શકાય તેવી જગ્યા છે. આ પ્રાચીન નગરમાં આવેલો ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ફરવાનું સ્થળ તો હતો જ, પણ અમુક વર્ષોથી એ પ્રિવેડિંગ ફોટો માટે જાણીતો બન્યો છે. અહીં પણ રાજવી લૂકના ઘણા સારા ફોટોઝ આવે છે.
ઉપરોક્ત બધી જ જગ્યાઓ પબ્લિક પ્લેસ છે એટલે જે સમયે મુલાકાતીઓની ભીડ ન હોય તેવો સમય પસંદ કરવો હિતાવહ છે. આ જગ્યાઓ માટે તમારે કોઈ પણ લોકેશન ચાર્જ આપવાની જરુર નહિ પડે. ટ્રેડિશનલ વેરમાં, વેસ્ટર્ન લુકમાં, પ્રોફેશનલ ડ્રેસિંગ કે પછી ટ્વીનિંગ કપલ ટી-શર્ટ્સમાં અનેરા ફોટોઝ પડાવવાની કોઈ પણ કપલને ખૂબ મજા આવવાની!
ગુજરાતના ઘણા કપલ્સ રાજસ્થાન ફોટોશૂટ કરાવવા જતાં હોય છે. આ એક ઘણો જ સારો વિચાર છે પણ દરેકને આટલો ખર્ચો ન પણ પરવડે. તેથી જો ગુજરાતમાં જ, કોઈ લોકેશન ચાર્જિસ આપ્યા વિના તમે આજીવન વાગોળી શકો એટલા સુંદર ફોટોગ્રાફ્સ લઈ શકતા હોવ તો પછી ખિસ્સાને નાહકનું જોર શું કામ આપવું?
ગુજરાતનાં અન્ય કોઈ સ્થળો જો તમારા ધ્યાનમાં હોય તો કમેન્ટ્સમાં જરુર જણાવો.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
2. નળ સરોવર
3. અડાલજની વાવ
4. શિવરાજપુર બીચ
5. માંડવી બીચ
6. કચ્છનું રણ
8. પોલો ફોરેસ્ટ, હિંમતનગર
9. ચાંપાનેર
10. ઉપરકોટ કિલ્લો, જુનાગઢ