દુનિયાનું સૌથી મોટું રેતાળ રણ સાઉદીમાં છે. દુનિયાની બે સૌથી મોટી મસ્જિદો મક્કા અને મદિના સાઉદીમાં છે એ તો તમે જાણતા જ હશો. એટલું જ નહીં, જો તમારે દુનિયાનો સૌથી ઊંચો ફુવારો જોવો છે તો આના માટે પણ તમારે સાઉદી આવવું પડશે. દુનિયાની આવી જ કેટલીક દુર્લભ અને સુંદર જગ્યાઓના કારણે સાઉદીએ છેલ્લા કેટલાક વર્ષોમાં પર્યટકોને ખુબ આકર્ષિત કર્યા છે. આજે અમે વાત કરી રહ્યા છીએ સાઉદીની એવી જગ્યાઓ અંગે જ્યાં ફરીને તમારો અનુભવ પણ યાદગાર થઇ જશે. તો આવો જઇએ આવી જ એક સફર પર:
1. પ્લાન કરો ‘એજ ઑફ ધ વર્લ્ડ’ની એક ટૂર
કુદરતી બનેલી દિવાલ, જે દુનિયાની સૌથી દુર્લભ ખડકોમાંની એક છે. આ દિવાલ એટલી ઊંચી છે કે ધરતીની ક્ષિતિજને તમે સ્પષ્ટ રીતે બનતી જોઇ શકો છો. એજ ઑફ ધ વર્લ્ડ સાઉદીની સૌથી ખાસ અને પ્રસિદ્ધ જગ્યાઓમાં સામેલ છે. સાઉદીની ટ્રિપ પ્લાન કરતી વખતે અહીં ફરવા જરુર જાઓ.
2. કિંગડમ સેન્ટર, સાઉદીની સૌથી ઊંચી બિલ્ડિંગ
કોઇ ડ્રોનથી જ્યારે તમે સાઉદીના પાટનગર રિયાધના ચક્કર લગાવો છો તો એક મોટી ઇમારત સ્વાભાવિક રીતે જ તમારુ ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આ ઇમારત સાઉદીની સૌથી ઊંચી બિલ્ડિંગ છે, જેની ઊંચાઇ અંદાજે 1000 ફૂટ છે. એક લક્ઝરી બિલ્ડિંગ કેવી દેખાય છે, તેનો અંદાજો તમને અહીં ફરીને આવી જાય છે. સાઉદીના પોતાના અનુભવને યાદગાર બનાવવામાં આ જગ્યા તમને ખુબ અનુકૂળ આવશે.
3. ફરસાન આઇલેન્ડ પર ખુબ મસ્તી કરો
જો તમે સાઉદીમાં વોટર સ્પોર્ટ્સનો આનંદ ન લીધો તો શું કર્યું? સાઉદીનો એક મોટો હિસ્સો સમુદ્રથી ઘેરાયેલો છે. વોટર સ્પોર્ટ્સના મોટા હબ સાઉદીની પાસે 4 એવી આકર્ષક જગ્યાઓ છે જ્યાં ઘણીબધી રમતોનો આનંદ લઇ શકાય છે.
સાઉદીની સુંદરતામાં ચાર ચાંદ લગાવતો ફરસાન આઇલેન્ડ પ્રાઇવેટ બીચ અને રેતથી કંઇક વધુ છે. લાલ સાગરથી 50 કિમી દૂર અહીં કુલ 176 આઇલેન્ડ છે. મેંગ્રોવ, બીચ અને સમુદ્રની અંદરની દુનિયાથી રુબરુ થવા માટે તમને સાઉદીમાં આનાથી સારી જગ્યા કદાચ જ કોઇ મળે.
સાઉદીના અબૂ તૈરમાં એક ડુબેલુ જહાજ છે, જ્યાં ડાઇવિંગ કરવું પર્યટનના હિસાબે એક ખાસ અનુભવ હોઇ શકે છે. અહીં એક્સપ્લોર કરવા માટે પણ ઘણું બધું છે.
અબૂ ફારામિશમાં તમે બે કલાકની કાર ડ્રાઇવ કરીને પહોંચી શકો છો. અહીં તમે શાર્કની સાથે રોમાંચક અનુભવ લો અને પાણીમાં અંદર સુધી ડાઇવિંગ કરી ઝિંદગી ન મિલેગી દોબારાની પળો જીવવાનો આનંદ લો.
4. વાહબા ક્રેટર
તૈફ શહેરથી લગભગ 150 કિ.મી. દૂર અલ વાહબા ક્રેટર પર્યટન માટે ઘણી જ સારી જગ્યા છે. જો તમે કોઇ અદ્ભુત જગ્યાની શોધમાં છો તો તે તમારા માટે કોઇ સપનાથી કમ નહીં હોય. કેમ્પ આઉટ અનુભવ માટે તમારે અહીં જરુર આવવું જોઇએ.
5. વિશાળ રેગિસ્તાન રબ અલ ખલીની લગાવો ટૂર
રબ અલ ખલી રેગિસ્તાન દુનિયાનું સૌથી મોટુ રણ છે. સાઉદીનું આ રણ 3,50,000 ચોરસ કિ.મીમાં ફેલાયેલું છે. ઉંટની સવારી કરવા ઉપરાંત, ગાડીમાં ફરવા માટે પણ આ જગ્યા ઘણી સારી રહેશે. સાઉદીમાં ફરવા માટે ઘણી એવી સારી જગ્યાઓ છે જ્યાં તમે એકલા ફરી શકો છો, પરંતુ અહીં તમારે કોઇ ગાઇડની સાથે ફરવું પડશે. તમારા જીવનમાં ઘણી ઓછી એવી તક હોય છે, જ્યારે તમે કોઇ એવી વેરાન જગ્યાએ ફરવાનો આનંદ મેળવી શકો છો.
6. માસ્માક કિલ્લો
આજના સમયમાં જો સાઉદીના ઇતિહાસને જાણવો હોય તો, આ કિલ્લો તમને ખુબ ઉપયોગી થશે. 1865માં બનેલા માટીના આ કિલ્લાએ સાઉદી અરેબિયાની એકતા અને રિયાધની લડાઇમાં મોટી ભૂમિકા નિભાવી હતી. આ જગ્યા આજે પણ સાઉદીના ઇતિહાસનો જીવંત દસ્તાવેજ છે. આજે તેના કેટલાક હિસ્સાને મ્યુઝિયમમાં ફેરવી નાંખવામાં આવ્યો છે, જેમાં સાઉદીના વારસાને સંગ્રહીને રાખવામાં આવ્યો છે. સાઉદીને જાણવા માટે તમારે અહીં જરુર જવુ જોઇએ.
7. રૉક આર્ટ માઉન્ટેન્સ
સાઉદીમાં કેટલીક એવી જગ્યાઓ છે જે તમને સાઉદી સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે. આમાંથી જ એક આવી જગ્યા છે રૉક આર્ટ માઉન્ટેન. તાબુક સ્થિત આ પહાડો પર જુની અરબી ભાષામાં હાથેથી લખેલા કેટલાક શિલ્પ છે, જેમાં આ વિસ્તારની સભ્યતા અને સંસ્કૃતિ અંગે વિસ્તારથી લખવામાં આવ્યું છે. સાઉદીના પ્રસિદ્ધ ફોટોગ્રાફર આ જગ્યા અંગે જણાવે છે કે આ જગ્યા ફોટોગ્રાફરો માટે કોઇ આશ્ચર્યથી કમ નથી, પરંતુ પુરાતત્વિક અને ઐતિહાસિક રીતે પણ કમાલની છે. અહીં આવીને હજારો વર્ષ જુની તે સંસ્કૃતિની ઝલક મળે છે, જે અંગે ક્યારેક આપણે પુસ્તકોમાં વાંચતા હતા.
8. ઇકો-ટૂરિઝમનો ઉઠાવો આનંદ
સાઉદીની અર્થવ્યવસ્થા ઓઇલ પર નિર્ભર રહી છે, પરંતુ એ પણ સત્ય છે કે સાઉદીનો આવનારો સમય પર્યાવરણને બચાવવા માટે ઇકો-ટૂરિઝમ સાથે જોડાયેલો છે. આવનારા વિઝન 2030 હેઠળ સાઉદીમાં તમને ઘણી એવી જગ્યા મળવાની છે જ્યાં ઇકો-ટૂરિઝમનો ઘણો પ્રભાવ જોવા મળશે. તેમાં ધ રેડ સી પ્રોજેક્ટ, નીઓમ, ગ્રીન રિયાધ કેટલાક મહત્વના પ્રોજેક્ટ્સ છે.
9. ક્રૂઝથી મારો સાઉદીની લટાર
સાઉદી ફરવા માટે ક્રૂઝ એક નવો અને શાનદાર અનુભવ હોઇ શકે છે. ત્રણથી ચાર દિવસના પેકેજ પર કોઇ લક્ઝરી ક્રૂઝનું બુકિંગ કરી શકો છો, જ્યાં સ્વાદિષ્ટ ભોજન અને ઘણીબધી મોજમસ્તીની સાથે એવી જગ્યાએ ફરવાની તક મળશે, જે ઘણી નવી છે અને ઘણી ખાસ પણ. ક્રૂઝમાં આની સાથે પણ ઘણીબધી ચીજો હોય છે, જેના કારણે આ ટ્રિપ ઘણી જ ખાસ થઇ જાય છે. મોટા ઑડિટોરિયમ, થિયેટર, દુનિયાભરના કલાકારોને મળવાનો અનુભવ તમારા માટે આ ટ્રિપને ઘણી યાદગાર બનાવી દે છે.
10. અલ રહમ મસ્જિદ, પાણી પર તરતું ધાર્મિક સ્થળ
અલ રહમ દુનિયાની પહેલી મસ્જિદ છે જે પાણી પર બનાવવામાં આવી છે. ઇસ્લામના સૌથી મોટા ધાર્મિક સ્થળ મક્કા અને મદિનાની નજીક જેદ્દાહમાં આ મસ્જિદ આવેલી છે, જ્યાં લોકો પોતાની હજ યાત્રા દરમિયાન ફરવા જાય છે. આ મસ્જિદને જોવા માટે બધા ધર્મના લોકોનું સ્વાગત કરવામાં આવે છે. તમે તમારી યાત્રા દરમિયાન આ જગ્યાએ ફરવાનો પ્લાન જરુર બનાવો.
પોતાની ખાસ જગ્યાના કારણે સાઉદી દુનિયાના સૌથી મોટા પર્યટક સ્થળો તરીકે પોતાનું નામ નોંધાવી ચૂક્યું છે. પોતાના ખાસ અનુભવ અને જગ્યાને જોતા તમે પણ સાઉદી ફરવાનો પ્લાન બનાવી શકો છો.
સૌજન્યઃ સાઉદી ટૂરિઝમ ઑથોરિટી
બધી તસવીરો સાઉદી ટુરિઝમ ઓથૉરિટી દ્ધારા અધિકૃત છે.