ભારત ના એમેઝોન તરીકે જાણીતું આ સ્થાન ખુલી રહ્યુ છે 1 ઓક્ટોબરથી

Tripoto

ઓરિસ્સા, હરિયાળીથી ભરેલો ભારતનો એ પ્રદેશ, જેની તરફ લોકો વધારે ધ્યાન આપતા નથી. ન તો ટૂરિઝમ કે અન્ય કોઇ બાબતમાં ઓડિશાએ ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. તેનું કામ ગુપ્ત રીતે કરવાથી, આ રાજ્યમાં એટલી બધી ફરવાની જગ્યાઓ બાકી છે કે જેથી આખું જીવન ઓછુ પડે. આમાંથી એક પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાન ભીતરકનિકા આવતી 1 ઓક્ટોબરથી તમારી સેવામાં ખુલી જશે.

ભીતરકનિકા વન્યજીવ અભયારણ્ય શા માટે આટલું વિશેષ છે?

આ વન્યપ્રાણી અભયારણ્યને ભારતનું મીની એમેઝોન પણ કહેવામાં આવે છે. બંગાળની ખાડીને અડીને આવેલા આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સદાબહાર ઝાડની સંખ્યા સુંદરવન પછી બીજા ક્રમે છે. તેની લીલોતરી, અન્ય દેશોમાંથી આવતા પક્ષીઓ, ઓલિવ કાચબા, દિલકશ વાતાવરણ તેને પર્યટનની દ્રષ્ટિએ વધુ સુંદર બનાવે છે. આ વિસ્તારમાં સૌથી વધુ ખારા પાણીના મગરો છે, લગભગ 1,600. પરંતુ માત્ર મગર જ નહીં, અહીં તમને હરણ, જંગલી ડુક્કર અને તેજસ્વી રંગોવાળા પક્ષીઓ પણ ખૂબ જ સરળતાથી મળશે.

અહીંના સેંકડો વૃક્ષો પર બગલાની દસથી વધુ જાતિઓ જોવા મળે છે. અન્ય પક્ષીઓમાં, એશિયન ઓપનબિલ, બ્લેક આઇબીસ, કોર્મોરેન્ટ, ડાર્ટર વગેરે પણ મોટી સંખ્યામાં આ ઘરો મા રહે છે. અન્ય પ્રાણીઓમાં હોક્સબિલ, લેધરબેક ટર્ટલ, કિંગ કોબ્રા, સંબર, ચિતલ, ફિશિંગ બિલાડીઓ, ચિત્તો, કરચલા વગેરે શામેલ છે. એકંદરે, આ સ્થાન તમામ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જોવાનું સ્વર્ગ છે.

Photo of ભારત ના એમેઝોન તરીકે જાણીતું આ સ્થાન ખુલી રહ્યુ છે 1 ઓક્ટોબરથી 3/6 by Romance_with_India
Credit : Subhajit Deb

બંગાળની ખાડીને અડીને હોવાથી, તમે પાણીની જીવો પણ ખૂબ જ સરળતાથી જોઈ શકો છો. બોટલ-નાક ડોલ્ફિન્સ, ઇરાવડ્ડી ડોલ્ફિન્સ, પાંખ વગરના પોર્પોઇઝ ડોલ્ફિન્સ ભીતરકનિકા અભયારણ્ય મા સામાન્ય રીતે  જોવા મળે છે. ખાડીની અડીને હોવાનો એક ફાયદો એ છે કે તમે કદાચ પહેલીવાર ડેલ્ટા બનતા જોશો. અહીંનું ભાડુ 40 રૂપિયા છે. 

Photo of ભારત ના એમેઝોન તરીકે જાણીતું આ સ્થાન ખુલી રહ્યુ છે 1 ઓક્ટોબરથી 4/6 by Romance_with_India
Credit : Avinash Roy

તમે વર્ષના કોઈપણ મહિનામાં અહીં આવો, દર વખતે તમને જુદું દૃશ્ય મળશે. પછી ભલે તમે પ્રકૃતિવાદી હોય અથવા વન્યપ્રાણી જીવ ના પ્રશંસક. જ્યારે પણ તમે અહીં આવો, ત્યારે તમારી સાથે કેમેરો લાવવાનું ભૂલશો નહીં. કારણ કે સ્થળ છોડ્યા પછી એ દરેક ક્ષણને યાદ રાખવામા કેમેરો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

એકોમોડેશન

દંગામલ નેચર કેમ્પ, બાલિખાટી, ગુપ્તી નેચર કેમ્પ; આ બધી ભિતરકનિકાની કેટલીક લક્ઝરી જગ્યાઓ છે જ્યાં તમે રહી શકો છો. તમારા માટે ઓરિસ્સાના મનપસંદ ભોજન અને રહેવાની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. હબાલીખાટી નેચર કેમ્પમાં કુલ 9 ઓરડાઓ છે જ્યાંથી તમને સમુદ્રનો નજારો મળે છે. તમે ખૂબ ઓછી કિંમતે અહીં રહી શકો છો. હબાલીખાટી એક વિશેષ, અસ્પૃશ્ય અને ભવ્ય બીચ છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.

Photo of ભારત ના એમેઝોન તરીકે જાણીતું આ સ્થાન ખુલી રહ્યુ છે 1 ઓક્ટોબરથી 5/6 by Romance_with_India
Credit : Avinash Roy

આ બીચ મધ્યરાત્રિએ પણ ઝળકે છે. ગુપ્તી નેચર કેમ્પ એ 6 રૂમનો લક્ઝરી સ્યુટ છે, જે જંગલની મધ્યમાં, પતાસલા નદીની પાસે સ્થિત છે. તમે અહીંથી ભીતરકાનિકા વન્યપ્રાણી અભયારણ્યમાં પ્રવેશ કરો છો. જો તમે અહીં આવી રહ્યા છો, તો તમે સીફૂડનો એવો સ્વાદ માણશો જેનો કોઈ જવાબ નથી. આંગળી ચાટતા રહી જશો. તમે રોકાવાની સાથે બોટિંગની મજા પણ લઇ શકો છો, પરંતુ આ માટે તમારે અહીંના હેડક્વાર્ટરથી લાઇસન્સ લેવું પડશે.

એક વિશેષ જાણકારી

Photo of ભારત ના એમેઝોન તરીકે જાણીતું આ સ્થાન ખુલી રહ્યુ છે 1 ઓક્ટોબરથી 6/6 by Romance_with_India
Credit : Ashesh Rathor

આ જંગલોની મુલાકાત લેવાનો એક જ રસ્તો છે, જે આ હોટેલોમાંથી પસાર થાય છે. તમે આમાંથી કોઈ હોટેલ બુક કર્યા વિના આ વન્યપ્રાણી અભયારણ્યમાં આવી શકતા નથી. તમે આ લિંક ની મુલાકાત લઈને અહીં હોટેલ બુક કરી શકો છો.

કેવી રીતે પહોંચવું

માર્ગ દ્વારા: તમે અહીં રાજનગર અને ચાંદબલી માર્ગથી સરળતાથી પહોંચી શકો છો.

રેલ માર્ગ: કટક જંકશન રેલ્વે સ્ટેશન અહીંથી 117 કિમી દૂર છે અને ભુવનેશ્વર રેલ્વે સ્ટેશન 169 કિમી દૂર છે. ભદ્રક રેલ્વે સ્ટેશન કુલ 55 કિ.મી. દૂર છે, જ્યાંથી તમે સરળતાથી ભીતરકાનિકા પહોંચી શકો છો.

હવાઈ ​​માર્ગે: બીજુ પટનાઈક આંતરરાષ્ટ્રીય વિમાનમથક ભીતરકાનિકાની સૌથી નજીક છે. તમે અહીં કેબ દ્વારા પહોંચી શકો છો.

તમને આ લેખ કેવી લાગ્યો, અમને કમેન્ટ બોક્સમાં કહો.

વોટ્સએપ પર દૈનિક મુસાફરી માટે, 9319591229 પર HI મોકલો અથવા અહીં ક્લિક કરો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads