1વર્ષ, 26 રાજ્ય: નોકરી હોવા છતા, આવી રીતે પુરુ કર્યુ ફરવાનુ સપનુ..!!

Tripoto
Photo of 1વર્ષ, 26 રાજ્ય: નોકરી હોવા છતા, આવી રીતે પુરુ કર્યુ ફરવાનુ સપનુ..!! 1/1 by Romance_with_India

હું જે પ્રકારનો મુસાફર છું, મને હંમેશા થી ખબર જ હતી કે જ્યારે હું મારું MBA પૂરું કરી કોલેજમાંથી નીકળીશ ત્યારે મન ભરીને ફરીશ. પરંતુ મારા આ સપનાને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે મારી નોકરી છત્તીસગઢમાં લાગી, એ જગ્યા જ્યાંથી સતત સાર્વજનિક પરિવહન મળવું મુશ્કેલ હતું, અને અઠવાડિયાના છ દિવસ તો ઓફિસ હતી. વીકેન્ડ પર ફરવાનું જાણે સંભવ જ ન હતું. પછી તો શું, મેં એ નોકરીમાંથી રાજીનામું આપી દીધું. અને તમે માનો કે ના માનો મેં કારણ પણ એ જ આપ્યું કે મને ફરવા માટે સમય જોઈએ છે. હું ખાનાબદોશ તો ન થયો, પરંતુ પોતે જ એક ટ્રાવેલ કંપની માં ભળી ગયો, અને તેના માટે માર્કેટિંગ કરવા લાગ્યો. અને હવે હું પૂરી આઝાદીથી ફરી રહ્યો છું.

મારું લક્ષ્ય: 2018માં દર બીજા વીકએન્ડ પર મુસાફરી કરવી

શું લક્ષ્ય પૂરું થયું: ના, પરંતુ આ કમીને પૂરી કરવા માટે મેં સપ્ટેમ્બર અને ડિસેમ્બર ના મહિનામાં દરેક વીકેન્ડમાં મુસાફરી કરી.

બજેટ: હું મુસાફરી દરમિયાન મારી સ્ટુડન્ટ લોન ચૂકવી રહ્યો હતો. તેથી કપડાં અને નશા પાણી પર ખર્ચો બંધ કરીને બધી જ રકમ મુસાફરીમાં જ વાપરી.

રજાઓ: મેં મારી બીમારી અને ફાલતું રજાઓ ઓછામાં ઓછી લીધી. જેથી હું ફરવા માટે રજા લઈ શકું.

અને કંઈક આવી રીતે મે 2018માં 26 રાજ્યોની મુલાકાત લીધી.

જાન્યુઆરી

1. ગુજરાત (ગણતંત્ર દિવસ પર, રજા: ૨)

મે છત્તીસગઢના ચંપા થી અમદાવાદ સુધી 33 કલાકની લાંબી ટ્રેન યાત્રા કરી. આ તમને હેરાન કરી શકે છે પરંતુ જો મેં ફ્લાઇટ લીધી હોત તો લાંબી થઈ હોત. તક હતી કોલેજના મિત્રો ને મળવાની પરંતુ એનો અર્થ એવો ન હતો કે હું તેનાથી આગળ ન જાવ.

ફેબ્રુઆરી-માર્ચ (રજા: 7)

ફેબ્રુઆરીમાં મે વીકેન્ડમાં છત્તીસગઢના અમુક ભાગમાં મુસાફરી કરી, અને એક લાંબી રજા લીધી. મેં વિકેન્ડ અને હોળી ની સાથે મારી રજાઓ મેળવી, જેથી દક્ષિણ ભારતમાં 11 દિવસની યાત્રા કરી શક્યો. હું કોચીમાં ઉતર્યો અને રોડ અને ટ્રેન દ્વારા એલેપ્પી, વરકલા, કન્યાકુમારી, ત્રિચી, પોંડિચેરી, મહાબલીપુરમ, અને ચેન્નઈ ની મુસાફરી કરી.

2. છત્તીસગઢ

3. કેરલ

4. તમિલનાડુ

5. પોંડિચેરી

એપ્રિલમાં મેં મારી નોકરી છોડ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં એક અઠવાડિયાની લાંબી મુસાફરી કરી. મેં દિલ્હી થી જમ્મુ ની ટ્રેન લીધી અને પછી રોડ અને રેલવે દ્વારા કાશ્મીર ઘાટી ની યાત્રા કરી.

એપ્રિલ

6.જમ્મુ અને કાશ્મીર (નોકરી ની વચ્ચે, રજા: 0)

મેં (વીકેન્ડમાં મુસાફરી કરી, રજા: 0)

જ્યારે મેં, મે મહિનામાં એક નોકરી જોઈન કરી, દિલ્હી એનસીઆર ની બહાર કોઈ યાત્રા કરી જ નહીં. પણ દિલ્હી-એનસીઆરમાં જ એટલું છે કે ફરવાની કસર પૂરી થઈ ગઈ.

7. દિલ્હી

8. હરિયાણા

જૂન (લાંબા વીકેન્ડ પર યાત્રા કરી, રજા: 0)

જૂનમાં લાંબા વીકેન્ડ પર યાત્રા કરીને મે મહિના ફરવા નોહતો જઈ શક્યો તેની ભરપાઈ કરી લીધી. મેં ઉત્તરાખંડની બે યાત્રા કરી, એક લૈંસડાઉન ની, અને બીજી લાંબા વીકેન્ડ પર નૈનીતાલ, અલમોડા અને રાણીખેત ની.

9. ઉત્તરાખંડ

જુલાઈ (રજા: 3)

જુલાઈ મહિનામાં મેં મારા માતા-પિતાને મળવા માટે બિહારની યાત્રા કરી, જેઓ ત્યાં ભણાવી રહ્યા છે. અમે આજુબાજુના વિસ્તારની યાત્રા કરી અને ઝારખંડ અને બિહારના કેટલાક પવિત્ર સ્થળોએ ગયા.

10. બિહાર

11. ઝારખંડ

ઓગસ્ટ (વીકેન્ડ પર યાત્રા કરી, રજા: 0)

જુલાઇના અંત અને ઓગસ્ટની શરૂઆતમાં મેં એક વીકેન્ડમાં ઓરછા અને ખજુરાહોની યાત્રા કરી.

12. મધ્ય પ્રદેશ

સપ્ટેમ્બર (રજા: 5)

સપ્ટેમ્બર ભૂતાન નીઆંતરરાષ્ટ્રીય યાત્રા માટે હતો. ભૂતાન યાત્રામાં એક ભારતીય પડાવ પણ શામેલ હતો. જેમાં મેં કુરસેઓંગ અને દાર્જીલિંગની યાત્રા કરી. આ યાત્રા પછી મારી અંદર નો મુસાફર તરફડિયા મારવા લાગ્યો અને પાછા આવ્યા પછી મેં આગરા, ફતેહપુર સીકરી, અમૃતસર અને ચંદીગઢ જવા માટે મહિનામાં દરેક વીકેન્ડમાં યાત્રા કરી.

13. પશ્ચિમ બંગાળ

ભૂતાન

14. ઉત્તર પ્રદેશ

15. પંજાબ

16. ચંડીગઢ

ઓક્ટોબર (દશેરા અને વીકેન્ડ પર, રજા: 1)

ઓક્ટોબર અને દશેરા આવ્યા અને હું મારા મિત્રોને મળવા માટે મુંબઈ ચાલ્યો ગયો. જેની સાથે મેં દાદરા અને નગર હવેલી (સેલવાસા) અને દમણ તથા દીવના નાના કેન્દ્રશાસિત પ્રદેશોની યાત્રાનો પ્લાન બનાવ્યો.

17. દાદરા અને નગર હવેલી

18. દમણ અને દીવ

19. મહારાષ્ટ્ર

નવેમ્બર (દિવાળી પર યાત્રા, રજા: 2)

મેં મારા માતા-પિતા અને ભાઈ સાથે દિવાળી મનાવવા માટે બેંગ્લોરની યાત્રા કરી. યાત્રીઓના રૂપમાં અમે ચિકમગલૂર માં કોફી એસ્ટેટની યાત્રા ની યોજના બનાવી હતી. પછીના મહિનામાં મેં વીકેન્ડમાં ઊંટ મેળા દરમિયાન પુષ્કરની યાત્રા કરી.

20. કર્ણાટક

21. રાજસ્થાન

ડિસેમ્બર (વિકેન્ડ, ક્રિસમસ અને ન્યૂ યર પર યાત્રા, રજા: 5)

મેં ડિસેમ્બરમાં મારી બચાવેલી રજાનો ઉપયોગ મહિનાના અંતમાં ઉત્તર-પૂર્વ ની 11 દિવસની બેક પેકિંગ મુસાફરી માટે કર્યો. પરંતુ તેના પહેલા મેં હિમાચલ પ્રદેશના રોહડુ, રાજસ્થાનના બિકાનેર, અને ઉત્તરાખંડના ઢોલાની મા ત્રણ વિકેન્ડ વિતાવ્યા.

22. હિમાચલ પ્રદેશ

23. અરુણાચલ પ્રદેશ

24. આસ્સામ

25. ત્રિપુરા

26. મિઝોરમ

ચાર લાંબી યાત્રાઓ માટે લેવામાં આવેલી રજાઓને બાદ કરતાં બાકી બધી જ મુસાફરીઓ વીકેન્ડમાં હતી. અને આ યાત્રા પર (પરિવહન, ભોજન અને રહેવાની વ્યવસ્થા સહિત) લગભગ મે 3000 જેટલો ખર્ચો કર્યો. મેં રાજ્ય પરિવહનની બસનો ઉપયોગ કર્યો અને હોસ્ટેલ અને બજેટ હોટેલમાં રોકાણ કર્યુ. અને ડિસ્કાઉન્ટ માટે કેટલી બધી એપ્લીકેશન્સ નો પણ ઉપયોગ કર્યો. મારી લાંબી યાત્રાઓ પર રહેવાનો ખર્ચ બચાવવા માટે મેં રાત્રે ટ્રાવેલ કર્યું અને માત્ર ઓનલાઇન બુકિંગ પર ભરોસો કર્યો, જે હંમેશા ઓનલાઇન વિકલ્પોની તુલનામાં સસ્તી હોય છે (જો તમે ઓફ સીઝન યાત્રા કરી રહ્યા છો તો).

જો ઉદ્દેશ માત્ર ફરવાનો છે, નહીં કે સોશિયલ મીડિયા ઉપર તેના ઘમંડ નો, તો મુસાફરી મોંઘી નથી. દેશભરમાં સુંદર અને દિલચશ્પ જગ્યાઓ છે. અને સાંજ વિતાવવા માટે તમારી મનપસંદ જગ્યા કદાચ કોઈ ટ્રાવેલ લિસ્ટમાં શામિલ ન પણ હોય. પરંતુ દુનિયાની ભીડથી નીકળવાનો એક જરિયો છે. મુસાફરી કરો અને આવી કઈ કેટલીય જગ્યાઓ શોધો. આખરે રખડવાનો ઉદ્દેશ જ એવું ઠેકાણું શોધવાનો છે જ્યાં તમે હલચલથી દૂર શાંતિની કંઈક ક્ષણ વિતાવી શકો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Further Reads