તમારી નેક્સટ શ્રીલંકન ટ્રીપમાં કરવા જેવી 13 ખાસ પ્રવૃતિઓ

Tripoto

સુંદર સંસ્કૃતિ, ઇતિહાસ અને સુંદર સ્થળોના કારણે શ્રીલંકા વિશ્વભરના પ્રવાસીઓ માટે ચુંબકનું કામ કરે છે. આ નાનકડો દ્વીપ દેશ દુનિયાભરના લોકોને આવકારે છે.

અમે તમારી સમક્ષ રજુ કરીએ છીએ શ્રીલંકામાં કરવા જેવી 13 ખાસ પ્રવૃતિઓ

કોલોમ્બો - ગલીઓમાં રખડપટ્ટી

Credit: Adam Jones

Photo of Colombo, Sri Lanka by Jhelum Kaushal

કોલોમ્બોની ગલીઓમાં રખડપટ્ટી કરો. તમને અહીંયા કપડાઓ અને અન્ય ઘણી જ વસ્તુઓ આરામથી મળી રહેશે. બેરફુટ, લાક્ષાલ અને ઓડેલ જેવી જગ્યાઓએ ખાસ જાઓ. અહીંયાના દરેક સ્થળોએ શ્રેષ્ઠ વસ્તુઓ મળે છે.

મિલેનિયમ એલીફન્ટ ફાઉન્ડેશન - કેન્ડી એલીફન્ટ સેન્ચ્યુરીમાં હાથીઓ સાથે ગમ્મત

Credit: Amila Tennakoon

Photo of તમારી નેક્સટ શ્રીલંકન ટ્રીપમાં કરવા જેવી 13 ખાસ પ્રવૃતિઓ by Jhelum Kaushal

મિલેનિયમ એલીફન્ટ ફાઉન્ડેશન અને પીનનેવાલા એલીફન્ટ ઓરફનેજમાં તમે હાથીઓ સાથે સ્નાન અને અન્ય ગમ્મત કરી શકો છો! તેમની સાથે રમવું, એમને ખવડાવવું, નવરાવવું વગેરે પ્રવૃતિઓ સાથે જંગલ જીવન અંગે જાગૃકતા મેળવવાનું કામ કરી શકો છો.

અરુગમ બે - બીચ અને વૉટરફોલ્સ

Photo of Arugam Bay, Sri Lanka by Jhelum Kaushal

શ્રી લંકામાં આ સ્થળે સર્ફિંગ બેસ્ટ થાય છે. અહીંના બીચ એકદમ ચોખ્ખા અને ભીડ વગરના જોવા મળે છે. અરુગમ બે પર દરેક પ્રકારના પ્રવાસી માટે સુવિધાઓ ઉપલબ્ધ છે.

હિક્કાદુવા બીચ - વિતાવો સમય નાનકડા કાચબાઓ જોડે

Photo of Hikkaduwa Beach, Sri Lanka by Jhelum Kaushal

ધ ટર્ટલ હેચરી ના માલિકનો પૂરો પરિવાર ત્સુનામીમાં તણાઈ ગયેલો. એ વ્યક્તિ આ જગ્યાનો માલિક છે. એમની સંસ્થા દાન પર ચાલે છે અને નાનકડા કાચબાઓની પ્રજાતિને બચાવવા અને જાગૃતતા ફેલાવવા માટે કામ કરે છે. અહીંયા તમારે પ્રકૃતિ પ્રેમ ના નાતે જરૂરથી જવું જોઈએ.

બેન્ટોતા બીચ - બીચ પર આરામ

Photo of Bentota Beach, Sri Lanka by Jhelum Kaushal

ઘણા સ્થળો ફર્યા પછી તમે બેન્ટોતા બીચ પર આરામ કરી શકો છો. ઉપરાંત સાયકલિંગ, કાયાકિંગ, સફારી રાઇડ્સ જેવી પ્રવૃતિઓ પણ અહીંયા થાય છે.

કોણેશ્વરમ મંદિર - આશીર્વાદ લો એક હજાર સ્તંભોના મંદિરે

Photo of Koneswaram Temple, Trincomalee, Sri Lanka by Jhelum Kaushal

આ મંદિર તમિલ હિંદુઓ માટે એક મહત્વનું સ્થળ છે. મંદિરને ઘણું જ વ્યવસ્થિત જાળવવામાં આવ્યું છે અને ઘણા સ્તંભો તથા મૂર્તિઓ સમુદ્રની અંદર પણ છે. અહીંથી હિન્દ મહાસાગર અને વિશ્વનું 5 મુ સૌથી મોટું કુદરતી બંદર જોઈ શકાય છે.

સિગિરિયા - મુલાકાત લો લાયન રોક મંદિરની

Photo of તમારી નેક્સટ શ્રીલંકન ટ્રીપમાં કરવા જેવી 13 ખાસ પ્રવૃતિઓ by Jhelum Kaushal

આ મંદિરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરવામાં આવી છે. એક રાજા દ્વારા બનાવાયેલ આ મંદિરને પાછળથી બુદ્ધ મોનેસ્ટ્રીમાં ફેરવી નાખવામાં આવેલું છે. તમને એની ટોચ પરથી ઘણો જ સુંદર વ્યૂ જોવા મળશે.

દંબુલ્લાં કેવ મંદિર - જાણો શ્રીલંકાનો ઇતિહાસ

Photo of Dambulla Cave Temple, Kandy - Jaffna Highway, Dambulla, Sri Lanka by Jhelum Kaushal

આ મંદિરને ગોલડન કેવ મંદિર પણ કહે છે. અહીંની મુલાકાતથી તમને શ્રીલંકાના ઇતિહાસ પર નજર કરવાની તક મળશે. અહીંયા બુદ્ધનું અતિવિશાળ સ્ટેચ્યુ છે.

પેડલર્સ ઈન - પોર્ટુગીઝ બિલિડિંગમાં ભોજન

Photo of તમારી નેક્સટ શ્રીલંકન ટ્રીપમાં કરવા જેવી 13 ખાસ પ્રવૃતિઓ by Jhelum Kaushal

સૂર્યાસ્ત પછી ગાલે ફોર્ટ અતિ સુંદર દીસે છે. અહીંયા ઘણા સુંદર કાફે અને દુકાનો છે. પહેલાની બ્રિટિશ પોસ્ટ ઓફિસની અંદર બનાવાયેલ પેડલર્સ ઈન એ કાફે કામ જેમસ્ટોન દુકાન છે જેનો સ્ટાફ પણ અત્યંત સરળ અને મદદરૂપ છે.

સિલોન ટી મ્યુઝીયમ - ચાખો શ્રેષ્ઠ ચા

Photo of Ceylon Tea Museum, Hantana Road, Sri Lanka by Jhelum Kaushal

આ ટી મ્યઝીયમમાં શ્રીલંકાની ચા નો ઇતિહાસ જાણવા મળે છે. તમને ખ્યાલ છે કે વિશ્વની ઘણી ચાની કંપની ચા પત્તી શ્રીલંકાથી મગાવે છે? તમે અહીંયા જરૂરથી શ્રેષ્ઠ ચાનો આનંદ માણી શકો છો. આ મ્યુઝીયમ સોમવારથી શનિવાર સવારે 8 : 30 થી બપોરે 3 : 45 સુધી અને રવિવારે સવારે 8 : 30 થી બપોરે 3 સુધી ખુલ્લું હોય છે.

ગાલે ફોર્ટ - પોર્ટુગીઝ આર્કિટેક્ચર

Photo of તમારી નેક્સટ શ્રીલંકન ટ્રીપમાં કરવા જેવી 13 ખાસ પ્રવૃતિઓ by Jhelum Kaushal

ગાલેનું ઓલ્ડ ટાઉન એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ છે. પ્રવેશતા જ દીવાદાંડી અને આગળ જતા પીળા, ભૂરા અને સફેદ રંગના મકાનો એક અલગ જ અનુભવ આપે છે. અહીંયાના સ્ટન્ટમેનથી ચેતીને રહેવું હિતાવજ છે.

કેન્ડી - જેમ મ્યુઝીયમ

Photo of Galle Fort, Galle, Sri Lanka by Jhelum Kaushal

કેન્ડીમાં જેમ મ્યુઝીયમની મુલાકાત એ એક અચૂક કરવા જેવી પ્રવૃત્તિ છે. અહીંયા લગભગ એક હજારથી પણ વધુ પ્રકારના જેમ સ્ટોનનું કલેક્શન છે. અને આ કિંમતી સ્ટોન કઈ રીતે કાઢવામાં આવે છે એ પણ અહીંયા સમજાવવામાં આવે છે.

એડમ્સ પીક - એડમ્સ પીકની ચડાઈ

Photo of તમારી નેક્સટ શ્રીલંકન ટ્રીપમાં કરવા જેવી 13 ખાસ પ્રવૃતિઓ by Jhelum Kaushal

એડમ્સ પીકને પવિત્ર સ્થળ માનવામાં આવે છે. આ સ્થળ શ્રીલંકાની સૌથી ઉંચાઈ ધરાવતી સ્થળ છે અને અહીંથી ખુબ જ સુંદર દ્રશ્યો પણ જોવા મળે છે. અહીં ચડવા માટે થોડા કલાકોનું ટ્રેકિંગ કરવું પડે છે અને ટ્રેકિંગ માટે ઘણા રસ્તા અને રૂટ છે. તમે તમારી ફિટનેસ મુજબ કોઈ પણ રસ્તો પકડી શકો છો.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads