ફરીવાર જ્યારે તમે દક્ષિણ આફ્રિકામાં હોવ તો સિંહોની વચ્ચે રહો. આ જીવનભરનો અનુભવ હશે જે તમને દુનિયામાં ક્યાંય નહીં મળે અને લાયન હાઉસ તમને આ અનુભવ આપે છે.
તમે AirBnB દ્વારા પહાડો, સરોવરો, નદીના કિનારે, ટેકરીઓ પર, જંગલોમાં અને બીજી અનેક શાનદાર જગ્યાઓમાં રહ્યા હશો. પરંતુ શું તમે કોઇ એવા ઘરમાં રહ્યા છો જ્યાં તમે સિંહોને ગર્જના કરતાં અને તમારી સામે એકબીજા સાથે વાત કરતા જોઇ શકો? તો આ 5 સ્ટાર રેટિંગ ધરાવતું કોટેજ એક એવો અનુભવ પ્રદાન કરાવશે જેને તમે ઝિંદગીભર નહીં ભુલી શકો. આ કોટેજમાં રહેનારા મહેમાનો બહારની દુનિયાને ભુલી જાય છે અને શાંતિની અનુભૂતિ પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, આફ્રિકાના વન્યજીવનમાં ખોવાઇ જાય છે.
Harrismith
જીજી સંરક્ષણ રિઝર્વ અને સિંહ અભયારણ્ય:
ગ્લેન ગારિફ લાયન્સ એનપીસી એક નોન-પ્રોફિટ સંસ્થા છે અને તમારુ સંપૂર્ણ બુકિંગ સીધું જ અહીંના જીજી લાયન્સને લાભ પહોંચાડે છે.
Airbnb ની વેબસાઇટ અનુસાર, લાયન હાઉસમાં તમે ક્યારેય સિંહથી 5 મીટરથી વધુ દૂર નથી હોતા. સિંહ જોવાનો સંપૂર્ણ અનુભવ જે તમને અહીં મળે છે તે બીજે ક્યાંય નહીં મળે કારણ કે સિંહ બરોબર તમારા દરવાજાની સામે જોવા મળશે.
કોટેજ કેવું છે
લાયન હાઉસ એક 4 બેડરુમનું ઘર છે જે એક સ્વ-નિહિત (સેલ્ફ કન્ટેન્ડ) પ્રોપર્ટી છે. આ કોઇ સામાન્ય કોટેજ નથી જ્યાં તમને કોઇ ખાવા-પીવાનું પીરસે. અહીં એક ઘરમાં હોય છે તેવી તમામ સુવિધાઓ છે. તમારે રસોડામાં જઇને તમારુ ભોજન બનાવવાનું હોય છે.
વિશેષતા:
એક સ્વતંત્ર બંગલોમાં રહેવાની સાથે તમે આ અભયારણ્યમાં ટૂર બુક કરી શકો છો જેમાં તમને ઝેબ્રા, દુર્લભ કાળા જંગળી જાનવર, બોનટેબૉક, વૉટરબક્સ, એલેન્ડસ, ઇંપલાસ,રેડ હાર્ટબીસ્ટ, ઑરેક્સ અને જંગલી બિલાડીઓને 70થી વધુ સંખ્યામાં જોઇ શકો છો. આ સ્થળે ફ્રી વાઇફાઇ, શિયાળા માટે એક ઇનડોર ફાયરપ્લેસ અને એક ગરમ પાણીની સુવિધા પણ મળશે. અહીં મુખ્યત્વે જીજી સંરક્ષણ કેન્દ્ર સિંહોને વસવાટ અને ગેરકાયદે શિકારથી બચાવવામાં મદદ કરે છે.
ભોજન:
કોટેજની બહાર એક બારબેક્યુ ક્ષેત્રમાં તમારુ ભોજન રાંધો અને સિંહો તમને રાંધતા જોઇ પણ શકશે.
રુમ:
આ કોટેજને માત્ર 6 લોકોના એક કુટુંબ કે મિત્રો માટે જ બુક કરી શકાય છે કારણ કે તેમાં માત્ર 3 બેડરુમ છે.
સુરક્ષાઃ
આ પ્રોપર્ટી સંપૂર્ણ સુરક્ષિત છે, પછી ભલે તમારા ઘરની બહાર સિંહ કેમ ન ફરતા હોય. અભયારણ્ય ગાઇડ તમને સુરક્ષિત રીતે કોટેજની અંદર અને બહાર ડ્રોપ કરશે.
નજીકના આકર્ષણ:
પ્લેટબર્ગ
હેરીસ્મિથ બોટનિકલ ગાર્ડન્સ
પ્લેટબર્ગ ઇકો પાર્ક
ડેબોરા રીટીફ પાર્ક
કેવી રીતે પહોંચશો:
આ જગ્યા નજીકના શહેર હેરિસ્મિથથી 7 કિમી દૂર સ્થિત છે. હેરિસ્મિથ જોહાનિસબર્ગથી 270 કિમી અને ડરબનથી 300 કિમી દૂર સ્થિત છે. નવી દિલ્હી અને મુંબઈથી ડરબન સુધીની ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે.
ઇમેજ સોર્સ: Airbnb