જરા સંભાળીને! દિલ્લીની આ ખૂની નદીમાં છુપાયેલા છે ઘણા રાઝ!

Tripoto

શું તમે ક્યારેય બર્મ્યુડા ટ્રાઇંગલ જેવી કોઈ નદી વિષે સાંભળ્યું છે? દિલ્લીના એક અંધાર ખૂણામાં આવો જ એક રાઝ છુપાયેલો છે જે વિષે તમને ખ્યાલ નથી. રોહિણી પાસે એક એવું સરોવર છે જેને ભારતના સૌથી "ભૂતિયા" સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ખૂની નદી - દિલ્લીની માયાવી નગરીમાં આ નામ જ પૂરતું છે ડરાવવા માટે! વિચારીને જ ડર લાગતો હોય તો ત્યાં જવાથી તો જાણે શું શું થશે!

ખૂની નદીની વાર્તા

Photo of Rohini, New Delhi, Delhi, India by Jhelum Kaushal

રોહિણી જિલ્લામાં ખૂની નદીની એક નાનકડી ધારા છે જેની ચારે તરફ વૃક્ષો જ છે. સ્થાનિક લોકોના મતે અહીંયા ઘણા જ અજીબ બનાવો બની ચુક્યા છે જેના કારણે આ નદીને ભૂતિયા માનવામાં આવે છે.

સ્થાનિકોના મત મુજબ આ નદી જે એની નજીક જાય એને પોતાની તરફ ખેંચતી હોવાનું માનવામાં આવે છે. ઘણા લોકો અહીં મૃત્યુ પામ્યા છે અને ઘણા એ આત્મહત્યા પણ કરી છે. અજીબ વાત એ છે કે આ નદી બહુ ઊંડી પણ નથી, એટલે જ જોઈને એવું નથી લાગતું કે અહીંયા કોઈ પ્રોબ્લેમ હોઈ શકે! અને જે લોકો અહીંયા ડૂબ્યા છે એમના શબ આજ સુધી નથી મળ્યા એ સાંભળીને તો મારી હાલત જ ખરાબ થઇ ગઈ.

સ્થાનિકોને અહીંયા કોઈના રોવાના અવાજો પણ સંભળાય છે. તમે એકલા ઉભા હો ત્યારે જાને કોઈ ઘુરી રહ્યું છે એવું પણ લાગે છે. આ કાલા જાદુની અસર છે જેણે આ નદીને શ્રાપિત કરી દીધી છે.

અહીંયા કેવી રીતે પહોંચવું?

Photo of જરા સંભાળીને! દિલ્લીની આ ખૂની નદીમાં છુપાયેલા છે ઘણા રાઝ! by Jhelum Kaushal

દિલ્લી હોવાથી મેટ્રોનો સૌથી સારો વિકલ્પ તો છે જ પરંતુ તમે તમારી ગાડી લઈને પણ આવી શકો છો. રોહિણી મેટ્રો સ્ટેશન ઉતારીને તમે કોઈને પણ રસ્તો પૂછી શકો છો.

અસાધારણ અને ભૂતિયા વાતો ઘણા લોકોને પસંદ હોય છે, તમારા માંથી ઘણા લોકો આ પહેલીને ઉકેલવા પણ માગતા હશે પરંતુ અમારી સલાહ છે કે આ જગ્યાએ અંધારામાં એકલા ન જાઓ.

શું આ માત્ર વાર્તા છે કે કશું વધારે? કે પછી માત્ર આપણા મનનો ડર? તમને શું લાગે છે?

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads