લગ્ન બાદ પણ ફરીથી એકબીજાના પ્રેમમાં પડવાની તક મળે તો? આવી તક અચૂક ઝડપી લેવી જોઈએ. તે માટે બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન નક્કી કરવું જરૂરી છે. આ રહી તે માટેની યાદી:
Kakslauttanen Arctic Resort | Saariselka, Finland
આ એક એવી જગ્યા છે જ્યાં તમે બર્ફીલા મેદાનો વચ્ચે રહેશો. અહીં અદભૂત નૉર્થન લાઇટ્સનો નજારો માણવા મળે છે અને આકાશ-દર્શન કરી શકાય તેવા ગ્લાસ-ઇગલું પ્રકારનાં સ્ટેમાં રોકાવાની તક મળે છે. નજીકમાં જ સંતાના ઘરની મુલાકાત પણ લઈ શકાય છે અને આઈસ-સ્વિમિંગ પણ કરી શકાય છે.



Montana Magica Lodge | Huilo Huilo, Chile
આ રિસોર્ટ દક્ષિણ ચીલીમાં UNESCOના આરક્ષિત જંગલ-ક્ષેત્રમાં બનાવવામાં આવેલો છે જ્યાં દોરડાંના પુલ પર ચાલતા ચાલતા જ પહોંચી શકાય છે. અહીથી ગજબના નજારાઓ જોઈ શકાય છે.


જો તમારા નસીબ સારા હોય તો તમને વિશ્વના સૌથી નાના હરણોની પ્રજાતિ પણ અહીં જોવા મળી શકે છે.

Taj Lake Palace | Udaipur, India
૧૫૦ વર્ષ જૂની ગણગોર બોટમાં બેસીને ગુલાબી સનસેટની મજા માણો. બેકગ્રાઉન્ડમાં અરવલ્લીના પહાડો અને સિટી પેલેસ આ અનુભવને વધુ આકર્ષક બનાવશે. વળી, આ માટે વધુ દૂર જવાની પણ જરુર નથી.



Huvafen Fushi | Maldives
દરિયાનો સાથ જ માહોલને રોમેન્ટિક બનાવી દે છે. આ રિસોર્ટમાં સમુદ્ર વચ્ચે ખૂબ જ મોડર્ન રૂમ્સ બનાવવામાં આવ્યા છે જ્યાં અત્યાધુનિક સવલતો ઉપલબ્ધ છે. બીચ પર પ્રાઇવેટ ડાઈનિંગ, ભવ્ય ક્રૂઝ, ધ લાઈમ સ્પા ખાતે અન્ડર-વોટર ટ્રીટમેન્ટ.. આ બધું જ માલદીવ સિવાય કયાય મળી ન શકે.


Grand Hotel Kronenhof | Pontresina, Switzerland
આલ્પ્સના પહાડો વચ્ચે બનાવવામાં આવેલું આ ભવ્ય બાંધકામમાંથી ગ્લેશિયર્સ તેમજ પાઇન ફોરેસ્ટનાં ઉત્કૃષ્ટ વ્યુઝ જોવા મળે છે.


ક્રેડિટ્સ: બઝાર બ્રાઈડ
.