ભારત પરંપરા અને સંસ્કૃતિનો દેશ છે. અને વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બેનમૂન છે. આપણા દેશમાં કેટલાય સ્થળોએ કુદરતનો કરિશ્મા અચરજ પમાડી દે તેવો છે. આજે આપણે આવા જ કેટલાક કુદરતી જળસ્ત્રોત વિષે વાત કરવાના છીએ જ્યાંનું પાણી એટલું બધું ચમત્કારિક છે કે લોકોની બીમારીઓ મટાડી દેવા સક્ષમ છે.
ગુરુડોગમાર લેક
ક્યાં: સિક્કિમ
વિશેષતા: ભારતમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલા સરોવરોમાંનું એક એવા ગુરુડોગમાર લેક હિન્દુઓ, શીખો, તેમજ બૌધ્ધ લોકો સમાન શ્રધ્ધા સાથે પૂજે છે. કહેવાય છે કે ગુરુ નાનકજીએ એક વાર આ તળાવની મુલાકાત લીધી હતી. તળાવના જે ભાગને તેમણે સ્પર્શ કર્યો તો ત્યાં જ થીજી ગયો. ત્યારથી અહીં એવું માનવામાં આવે છે કે આ તળાવનું પવિત્ર પાણી પીવાથી માનવીને શક્તિ મળે છે.
સહસ્ત્રધારા:
ક્યાં: દહેરાદૂન, ઉત્તરાખંડ
વિશેષતા: ઉત્તરાખંડની રાજધાની તેમજ જાણીતા ટુરિસ્ટ ડેસ્ટિનેશન દહેરાદૂનથી માત્ર 20 કિમી દૂર સહસ્ત્રધારા આવેલ છે. આ એક અનોખી જગ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે આ પાણીમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોવાથી અહીં માત્ર એક ડૂબકી મારવાથી ઘણી શારીરિક બિમારીઓમાં સુધાર થાય જ છે, સાથોસાથ માનસિક તંદુરસ્તી પણ વધે છે.
ભીમકુંડ
ક્યાં: છતરપુર, મધ્ય પ્રદેશ
વિશેષતા: કોઈ સાધારણ ગુફામાં કુદરતી રીતે બનેલા ભીમકુંડની પોતાની આગવી વિશેષતા છે. ભારતનાં સૌથી રહસ્યમય કુંડમાં ભીમકુંડ ઘણો જાણીતો છે. કહેવાય છે કે મહાભારતના સમયથી આ કુંડ અસ્તિત્વ ધરાવે છે અને હજુ સુધી કોઈ આ કુંડની ઊંડાઈ માપી શક્યું નથી. ડિસ્કવરી ચેનલમાંથી આવેલા સંશોધકો પણ આ કામમાં અસફળ રહ્યા. કોઈ કુદરતી આપત્તિ આવવાની હોય ત્યારે આપોઆપ આ કુંડનું પાણીનું સ્તર ઊંચું આવી જાય છે. સ્થાનિકોનું માનવું છે કે ભીમકુંડમાં લગાવેલી એક ડૂબકી, ખાસ તો મકરસંક્રાંતિના દિવસે, શરીરને ઘણું સ્વસ્થ રખે છે અને પાપ પણ ધોવાય છે.
ક્યાં: મણિમહેશ રેન્જ, હિમાચલ પ્રદેશ
વિશેષતા: કૈલાસ પર્વતની તળેટીમાં આવેલું મણિમહેશ લેક એક અનેરું તળાવ છે અને તે તેની જાદુઇ શક્તિઓ માટે પ્રખ્યાત છે. સ્થાનિકોનું માનવું છે કે અહીંનું પાણી માંસપેશીઓને મજબૂત કરે છે અને શારીરિક તકલીફો દૂર કરે છે. દર વર્ષે હજારો શ્રધ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. પાણીમાં ડૂબકી લગાવીને તેની પ્રદક્ષિણા કરે છે.
ગંગનાની
ક્યાં: ગંગોત્રી, ઉત્તરાખંડ
વિશેષતા: આ નાનકડું ગામ પ્રસિધ્ધ ગંગોત્રી જવાના રસ્તામાં આવે છે. ગંગોત્રીના પ્રવાસે જતાં ઘણા યાત્રાળુઓ અહીં ડૂબકી લગાવીને યાત્રા કરવા માટે તરોતાજા થઈ જાય છે. લોકોનું માનવું છે કે અહીંનું પાણી શારીરિક વિકાર પણ દૂર કરે છે.
ક્યાં: બકરેશ્વર, પશ્ચિમ બંગાળ
વિશેષતા: આ વિષે લોકો ખાસ જાણતા નથી પણ પશ્ચિમ બંગાળના આ ગામમાં નાના-મોટા 10 પાણીના ઝરા છે જે શારીરિક રોગ મટાડવા સક્ષમ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અહીંની જમીનમાં ભરપૂર માત્રામાં ખનીજ હોવાથી આવું થાય છે.
પુષ્કર સરોવર
ક્યાં: પુષ્કર, રાજસ્થાન
વિશેષતા: હિન્દુ ધર્મના પાંચ પવિત્ર ધામમાંના એક એવા પુષ્કરનો ઉલ્લેખ રામાયણ તેમજ મહાભારત જેવા પુરાણોમાં પણ જોવા મળ્યો છે. હજારો વર્ષોથી લોકો એવું માનતા આવ્યા છે કે અહીં ડૂબકી લગાવવાથી રોગ તેમજ પાપ બંને દૂર થાય છે. અમુક કિસ્સાઓમાં તો કેન્સર જેવા રોગનો નાશ થયો હોય તેમ પણ બન્યું છે.
આ યાદીમાં ઉમેરી શકાય તેવી અન્ય જગ્યાઓ વિષે તમે જાણો છો?
.