હિંદુઓ માટે સૌથી પવિત્ર તીર્થસ્થળ પુરીને જગન્નાથ પુરી (બ્રહ્માંડના ભગવાન) તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓરિસ્સાને ભગવાન જગન્નાથના મંદિર માટે આખા ભારતમાં ઓળખવામાં આવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર પુરી ભગવાન વિષ્ણુનું વિશ્રામ સ્થળ છે.
પુરીમાં ભારતીય, ખાસ કરીને ઓરિસ્સાની કળા અને વાસ્તુનો ભંડાર છે. કોર્ણાક, ભુવનેશ્વર અને પુરી મળીને ઓરિસ્સાનો ગોલ્ડન ત્રિકોણ બનાવે છે. આ ત્રણ જગ્યાની ઐતિહાસિક વિરાસત અને તીર્થ સ્થળ ઘણું પ્રશંસનીય છે અને આ બધાની વચ્ચે પુરીમાં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે.
જગન્નાથ યાત્રા માટે સલાહ
- પોતાના સમાનની સંભાળ રાખો
- રાતે 8 વાગ્યા પછી દરિયાકિનારે ન જાઓ
- સમુદ્રના કિનારે ખાવાના સ્ટોલ પર કંઇપણ ખાવાથી બચો
- કોઇપણ મંદિરના પંડા/ પંડિતોથી દૂર રહો
- કોઇપણ જીવિત મંદિરના અંતરતમ ગર્ભગૃહમાં પ્રવેશ ના કરો
- વાંદરાથી દૂર રહો તેમજ તેમને ભોજન અને અન્ય સામાનની લાલચ ન આપો
જગન્નાથ પુરીનો ઇતિહાસ
પુરીના આશ્ચર્યજનક ઇતિહાસમાં પૌરાણિક વાર્તાઓ અને તથ્યોનો જબરજસ્ત મેળ જોવા મળે છે. જગન્નાથ પુરી જુના સમયમાં પુર્વી અને દક્ષિણી ભારતને જોડવાનુ મહત્વપૂર્ણ સ્થળ હતું.
પુરીમાં ગોવર્ધન મઠ છે જે આદિ શંકરાચાર્ય દ્ધારા સ્થાપિત થયેલા ચાર મઠોમાંનું એક છે. બાકી ચાર શ્રુંગેરી, દ્ધારકા અને જ્યોર્તિમઠ કે જોશીમઠમાં છે. હુઆન ત્સાંગ અનુસાર પુરીને પહેલા ચારિત્રના નામથી ઓળખવામાં આવતું હતું. જો કે આ તથ્ય અંગે કોઇ નક્કર જાણકારી ઉપલબ્ધ નથી. ઇતિહાસકારોનું માનવું છે કે આ જગ્યાને પુરષોત્તમ મંદિર (જેને આજે જગન્નાથ મંદિર પણ કહેવાય છે) હોવાના કારણે પુરષોત્તમ ક્ષેત્ર પણ કહેવામાં આવતું હતું. આ મંદિર ચોગન્ના દેવના શાસન કાળમાં બનાવાયું હતું.
ઇસ.1135માં જ્યારે જગન્નાથ પુરી મંદિરની સ્થાપના થઇ, ત્યાર પછીથી 12મી શતાબ્દી દરમિયાન પુરીને એક ધાર્મિક કેન્દ્રનો દરજ્જો મળ્યો. કહેવાય છે કે ઇસ.1107થી 1117 સુધી પ્રસિદ્ધ સંત રામાનુજ અહીં રહેતા હતા. બધા શાસનોમાંથી ગંગા વંશનું શાસન અહીં સૌથી વધુ પ્રભાવશાળી રહ્યું છે.
15મી શતાબ્દીમાં મુગલોએ પણ આ જગ્યા પર પોતાનું રાજ જાહેર કરી દીધું હતું. પુરીના ઇતિહાસમાં અફગાનોનો પણ ઉલ્લેખ આવે છે જેણે જગન્નાથ મંદિરને તોડીને ખંડેર બનાવી દીધું હતું. બ્રિટિશ રાજના હાથમાં જતા પહેલા અહીં મરાઠા સામ્રાજ્યનું શાસન રહ્યું જેમણે ફરીથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. બ્રિટિશ રાજ દરમિયાન મંદિરની જાળવણી પુરીના રાજા કરતા હતા.
ઇસ. 1948માં પુરીને ઓરિસ્સાનો ભાગ જાહેર કરી દેવામાં આવ્યો.
પુરીની સંસ્કૃતિ
પુરીને ઓરિસ્સાની સાંસ્કૃતિક રાજધાની પણ કહેવાય છે. પુરીમાં જુના હિન્દુસ્તાન અને પારંપરિક હિંદુ ધર્મની સંસ્કૃતિનો વારસો જોવા મળે છે. અહીંના ઐતિહાસિક મંદિર અને પવિત્ર અનુષ્ઠાન ધાર્મિક શ્રદ્ધાળુઓને જીંદગીભર યાદ રાખવા લાયક અનુભવ માટે પુરી આકર્ષિત કરે છે.
જગન્નાથ પુરીની યાત્રામાં ક્યાં રોકાશો?
પુરીમાં દુનિયાભરથી શ્રદ્ધાળુ આવે છે એટલા માટે પહેલેથી જ અહીં રુમ બુક કરી લેવો જોઇએ. ગરમીઓમાં પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે. આમ જોઇએ તો આખુ વર્ષ અહીં આવી શકાય છે.
હનીમૂન મનાવવા આવતા કપલથી માંડીને વિદ્યાર્થીઓ સુધી બધા પ્રકારના પર્યટકોને પુરીમાં રોકાવા માટે હોટલોના સારા પેકેજ મળી જાય છે. ₹1000થી 1500માં તમને બે લોકો માટે રુમ મળી જશે. જગન્નાથ મંદિરની પાસે સ્થિત હોટલ વધારે ભાડુ વસુલે છે. ગરમીમાં ACની જરુર પડે છે.
જગન્નાથ મંદિર
સવારે ખબર પડી કે હોટલવાળાઓએ એક પંડા (જગન્નાથ મંદિરના પંડિત)ની પહેલેથી વ્યવસ્થા કરી રાખી છે. તે અમને જગન્નાથ મંદિર અને માર્કન્ડેશ્વર મંદિર તરફ લઇ ગયા. આ મંદિરની શાંતિની તુલના ન કરી શકાય. સવારની આરતી પછી અમે રોડના કિનારે ખરીદારી કરવા નીકળી ગયા. રાતના ભોજનમાં અમે જગન્નાથ પ્રભુનો મહાપ્રસાદ ગ્રહણ કર્યો અને પછી હોટલમાં આરામ કરવા જતા રહ્યા.
ભુવનેશ્વર એરપોર્ટ/ ભુવનેશ્વર રેલવે સ્ટેશન / પુરી રેલવે સ્ટેશન પર પહોંચ્યા પછી અમને પુરીના સમુદ્રકિનારે મેફેયર બીચ રિસોર્ટમાં લઇ જવામાં આવ્યા. ભુવનેશ્વરથી પુરીનું અંતર ફક્ત 60 કિ.મી. છે.
નાસ્તા પછી અમારા પાછા ફરવા માટે પુરી રેલવે સ્ટેશન આવવાનું હતું. હોટલથી ચેક આઉટ કર્યા પછી અમે સાતપાડામાં ચિલ્કા સરોવર (ખારા પાણીનું સૌથી મોટું સરોવર) પર પહોંચી ગયા. ત્યાંથી બોટમાં બેસીને ઇરાવાડી ડૉલ્ફિન અને રાજહંસ ટાપુ તરફ નીકળી પડો. સી માઉથ, પક્ષી અભયારણ્ય અને ડોલ્ફિન પાર્કની નાવ દ્ધારા યાત્રા લગભગ 5 કલાકનો સમય લે છે. જેવી અમે અહીંની યાત્રા પુરી કરી પાછા ફરવા માટે નીકળી ગયા.