જગન્નાથ પુરીઃ એક એવી જગ્યા જ્યાં ભગવાનનો વાસ છે

Tripoto
Photo of જગન્નાથ પુરીઃ એક એવી જગ્યા જ્યાં ભગવાનનો વાસ છે by Vasishth Jani
Photo of જગન્નાથ પુરીઃ એક એવી જગ્યા જ્યાં ભગવાનનો વાસ છે by Vasishth Jani

હિંદુઓ માટે સૌથી પવિત્ર તીર્થ સ્થળ, પુરીને જગન્નાથ પુરી (બ્રહ્માંડના ભગવાન) તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓડિશા ભગવાન જગન્નાથના મંદિર માટે સમગ્ર ભારતમાં જાણીતું છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર પુરી ભગવાન વિષ્ણુનું વિશ્રામ સ્થાન છે.

પુરી ભારતીય કલા અને સ્થાપત્યમાં સમૃદ્ધ છે, ખાસ કરીને ઓડિશાથી. કોણાર્ક, ભુવનેશ્વર અને પુરી મળીને ઓડિશાનો સુવર્ણ ત્રિકોણ બનાવે છે. આ ત્રણેય સ્થળોની ઐતિહાસિક ધરોહર અને તીર્થસ્થળો ખૂબ જ પ્રશંસનીય છે અને આ બધા પૈકી પુરીમાં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે.

જગન્નાથ યાત્રા માટે સલાહ

- તમારા પોતાના સામાનનું ધ્યાન રાખો.

- રાત્રે 8 વાગ્યા પછી બીચ પર ન જવું.

- બીચ પરના ફૂડ સ્ટોલ પર કંઈપણ ખાવાનું ટાળો.

- કોઈપણ મંદિરના પૂજારી/પંડિતોથી દૂર રહો.

- કોઈપણ જીવંત મંદિરના સૌથી અંદરના ગર્ભગૃહમાં પ્રવેશ ન કરો.

- વાંદરાઓથી દૂર રહો અને તેમને ખોરાક અને અન્ય વસ્તુઓની લાલચ ન આપો.

જગન્નાથ પુરીનો ઇતિહાસ

Photo of જગન્નાથ પુરીઃ એક એવી જગ્યા જ્યાં ભગવાનનો વાસ છે by Vasishth Jani

પુરીના અદ્ભુત ઇતિહાસમાં પૌરાણિક કથાઓ અને તથ્યોનો અદ્ભુત સમન્વય છે. જગન્નાથ પુરી પ્રાચીન સમયમાં પૂર્વ અને દક્ષિણ ભારતને જોડતું મહત્વનું સ્થાન હતું.

પુરીમાં ગોવર્ધન મઠ છે, જે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠમાંથી એક છે. બાકીના ચાર શૃંગેરી, દ્વારકા અને જ્યોતિર્મથ અથવા જોશીમઠમાં છે. હુઆન ત્સાંગ અનુસાર, પુરી પહેલા ચારિત્ર તરીકે જાણીતી હતી. જો કે, આ હકીકત વિશે કંઇ નક્કર કહી શકાય નહીં. ઈતિહાસકારો એવું પણ માને છે કે પુરુષોત્તમ મંદિર (જેને આજે જગન્નાથ મંદિર પણ કહેવામાં આવે છે)ના કારણે આ સ્થાનને પુરુષોત્તમ ક્ષેત્ર પણ કહેવામાં આવતું હતું. આ મંદિર ચોગંગા દેવના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું.

પુરીએ 12મી સદી દરમિયાન ધાર્મિક કેન્દ્રનો દરજ્જો મેળવ્યો હતો, જ્યારે 1135માં જગન્નાથ પુરી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે પ્રખ્યાત સંત રામાનુજ અહીં 1107 થી 1117 સુધી રહ્યા હતા. તમામ સાશનોમાં, ગંગા વંશનું શાશન અહીં સૌથી વધુ પ્રભાવશાળી રહ્યું છે.

15મી સદીમાં મુઘલોએ પણ આ સ્થાન પર પોતાનું શાસન જાહેર કર્યું હતું. પુરીના ઈતિહાસમાં એવા અફઘાનોનો પણ ઉલ્લેખ છે કે જેમણે જગન્નાથ મંદિરને નષ્ટ કરીને તેને ખંડેરમાં ફેરવી દીધું હતું. બ્રિટિશ રાજના હાથમાં શાસન આવે તે પહેલાં, મરાઠા સામ્રાજ્યનું શાસન હતું જેણે ફરીથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું. બ્રિટિશ રાજ દરમિયાન, મંદિરની દેખરેખ પુરીના રાજા દ્વારા કરવામાં આવી હતી.

1948માં પુરીને ઓડિશાનો ભાગ જાહેર કરવામાં આવ્યો હતો.

પુરીની સંસ્કૃતિ

પુરીને ઓડિશાની સાંસ્કૃતિક રાજધાની પણ કહેવામાં આવે છે. પુરીમાં જૂના ભારતનો સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત હિંદુ ધર્મ જોવા મળે છે. અહીંના ઐતિહાસિક મંદિરો અને પવિત્ર ધાર્મિક વિધિઓ જીવનભર યાદ રાખવા યોગ્ય અનુભવ માટે ધાર્મિક પ્રવાસીઓને પુરી તરફ આકર્ષિત કરે છે.

જગન્નાથ પુરીની યાત્રામાં ક્યાં રોકાવું?

વિશ્વભરમાંથી ભક્તો પુરીમાં આવે છે, તેથી અહીં અગાઉથી રૂમ બુક કરાવવો જોઈએ. ઉનાળામાં અહીં પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે. હકીકતમાં, પુરી આખા વર્ષ દરમિયાન મુલાકાત લઈ શકાય છે.

હનીમૂન કપલ્સથી લઈને વિદ્યાર્થીઓ સુધી, તમામ પ્રકારના પ્રવાસીઓ પુરીમાં રહેવા માટે શ્રેષ્ઠ હોટેલ પેકેજ શોધી શકે છે. તમને ₹1000 થી 1500માં બે લોકો માટે રૂમ મળશે. જગન્નાથ મંદિરની નજીક આવેલી હોટલો વધુ ભાડું વસૂલે છે. ઉનાળામાં ACની જરૂર પડે છે.

Photo of Puri, Central Division by Vasishth Jani

ભુવનેશ્વર એરપોર્ટ / ભુવનેશ્વર રેલ્વે સ્ટેશન / પુરી રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા પછી, અમને પુરીના દરિયા કિનારે સ્થિત મેફેર બીચ રિસોર્ટ પર લઈ જવામાં આવ્યા. ભુવનેશ્વરથી પુરીનું અંતર માત્ર 60 કિમી છે.

Photo of જગન્નાથ પુરીઃ એક એવી જગ્યા જ્યાં ભગવાનનો વાસ છે by Vasishth Jani

જ્યારે સવાર પડી ત્યારે અમને ખબર પડી કે હોટલના માલિકોએ પહેલેથી જ પાંડે (જગન્નાથ મંદિરના પંડિત)ની વ્યવસ્થા કરી દીધી છે. તે અમને જગન્નાથ મંદિર અને માર્કંડેશ્વર મંદિર તરફ લઈ ગયો. આ મંદિરોની શાંતિની સરખામણી કરી શકાતી નથી. સવારની આરતી પછી અમે રસ્તાના કિનારે ખરીદી કરવા નીકળ્યા. અમે રાત્રિભોજનમાં જગન્નાથ પ્રભુનો મહાપ્રસાદ લીધો અને પછી હોટેલમાં આરામ કરવા ગયા.

Photo of Chilika Lake, Odisha by Vasishth Jani

નાસ્તો કર્યા પછી અમારે પુરી રેલ્વે સ્ટેશન પર પાછા આવવાનું હતું. હોટેલમાંથી ચેકઆઉટ કર્યા પછી, અમે સાતપારામાં ચિલ્કા તળાવ (ખારા પાણીનું સૌથી મોટું તળાવ) પહોંચ્યા. ત્યાંથી અમે બોટમાં બેસીને ઇરાવાડી ડોલ્ફિન અને ફ્લેમિંગો ટાપુઓ તરફ પ્રયાણ કર્યું. સી માઉથ, બર્ડ સેન્ચ્યુરી અને ડોલ્ફિન પાર્કની બોટ દ્વારા મુસાફરી લગભગ 5 કલાક લે છે. અમે અહી અમારી યાત્રા પૂર્ણ કરતા જ અમે પાછા ફર્યા.

તમે પણ તમારા પ્રવાસના અનુભવને અમારી સાથે શેર કરી શકો છો. તેના માટે અહીં ક્લિક કરો.

Further Reads