દિલ્હી માં હવે 154 મીટર ના બ્રિજ નું નિર્માણ થયું છે .,ગ્લાસ ડેક થી શહેર નું ખુબજ મનોહર દૃશ્યો જોવા મળશે. જે સંપૂર્ણ બનવામાં લગભગ 14-વર્ષ લાગ્યા.આ દિલ્હી વાળાઓ માટે એક નવીન ફરવા અને જોવા લાયક પોઈન્ટ્સ માં સામેલ છે. એક મિશ્રણ છે એફિલ ટાવર અને લંડન આઈ બંનેનું . આગામી આ સિગ્નેચર બ્રિજ, ભારતની રાજધાની દિલ્હી થી ગાઝિયાબાદ કનેક્ટ થાય છે. અને 100 વર્ષ જુના વજીરાબાદ બ્રિજનો ભાર શેર કરે છે, જે 154 મીટરની height થી ગ્લાસ બોક્સ ના રૂપમાં જોવા મળે છે.
આ બ્રિજને દેશમાં પ્રથમ કેબલ સ્ટાઇલ બ્રિજ તરીકે જાણવામાં આવ્યું છે. સિગ્નેચર બ્રિજ 675 મીટર લાંબો અને 32.2 મીટર પહોળો છે. મુલાકાતીઓને તેના ધનુષ આકારના તોરણની ટોચ પર જવાની મંજૂરી આપવામાં આવશે, જ્યાં એક ગ્લાસ બોક્સ રાખેલ છે. સામાન્ય રીતે 50 વ્યક્તિઓને પહોંચાડવાની એકંદર મર્યાદા છે. સાથે ચાર લિફ્ટમાં એક્સ્ટેંશનના ઉચ્ચતમ પોઇન્ટ પર લઈ જવામાં આવશે.
આ બ્રિજ મુસાફરો માટે ઓછામાં ઓછા 30 મિનિટનો સમય બચવા માં લાભદાયી છે . બ્રિજ મુસાફરો માટે યમુના વિહાર થી ,ખજુરી ખાસ, વાજિરાબાદ તિમરપુર, મુખર્જી નગર અને બુરારી થઈને મુસાફરો માટે ઓછા માં ઓછા સમય લે છે . જોકે આ પુલ 2004 માં દરખાસ્તમાં લેવામા આવ્યો હતો. અને તેની 2010 માં બાંધકામની અંતિમ તારીખ ચૂકી ગઈ હતી, પરંતુ હવે તે 5 નવેમ્બર 2018 થી જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે.
આ બ્રિજ કુતુબમિનાર થી બમણા size નો છે . લગભગ 1518.37 કરોડના ખર્ચે દિલ્હી ટૂરિઝમ એન્ડ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ડીટીટીડીસી) દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. 250 મીમી જાડા સ્ટીલની પ્લેટ બનાવટ સાથે, આ પુલ શહેરનો એક ખૂબ જ આધુનિક બ્રિજ છે. બ્રિજ પર ગ્રાફિક્સ છે. જે આધુનિક અને પ્રગતિશીલ ભારતનું પ્રતિનિધિત્વ કરાવે છે. તેના વિકાસના બીજા તબક્કામાં પર્યટક સ્થળ તરીકે હાજી વિકસિત કરવામાં આવશે.
આંતરિક શહેર વચ્ચે આવનારા માટે 45 મિનિટ થી ઘટાડીને 10 મિનિટ કરે છે, અને આના કારણે પ્રદૂષણ પર નિયંત્રણ થયો છે. અને પેટ્રોલ માં પણ બચત થાય છે. લોકો પુલની ઉપરથી શહેર નુ મનોહર દૃશ્યનો આનંદ માણે છે. બ્રિજ નો shape ભારતીય સંસકૃતી "નમસ્તે " હાથના હાવભાવ દાર્શવે છે.
આ પ્રોજેક્ટનું ઉદઘાટન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે સંયુક્ત રીતે કરાયું હતું.
દિલ્હીના ડેપ્યુટી સીએમ એ સુનિશ્ચિત કર્યું છે કે બાંધકામ રુપે દરેક વસ્તુ વ્યવસ્થિત છે., અને લંડન બ્રિજની તર્જ પર બાંધવામાં આવેલ છે. ટોપ ક્લાસ ગુણવત્તા સાથે આ બ્રિજ નું બાંધકામ થયું છે. અને આ પુલ પણ પર્યટકનું આકર્ષણ બની રહેશે., તે 2010 ના કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે પૂર્ણ થવાનું હતું, પરંતુ અંતિમ તારીખ ચૂકી ગઈ.
ઉલ્લેખનીય છે કે, સિગ્નેચર બ્રિજ એ દિલ્હી સરકારનો સૌથી મોંઘો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો પ્રારંભિક રૂ. 400 કરોડ હતો જે પૂર્ણ થતાં સુધીમાં આંકડો રૂ. 1,500 કરોડ સુધી વધ્યો છે.
Youtube વિડિઓ જોવા અહીં ક્લિક કરો.
છેલ્લા દાયકા દરમિયાન ગ્લોબલ સ્તરે ટ્રાફિકની ભીડમાં વધારો થયો છે. જે ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે .ભારત માં દિલ્હી નંબર ૪ પર આવે છે સૌથી વધુ ટ્રાફિક અને પ્રદૂષિત શહેરો માં શામેલ છે .
ટોમટોમ ના વાઇસ પ્રેસિડેન્ટ રાલ્ફ-પીટર શ્ફેફરએ જણાવ્યું કે , ગ્લોબલ સ્તરે ટ્રાફિકની ભીડ વધી રહી છે. તે સારા અને ખરાબ બંને સમાચાર છે. "તે સારું છે કારણ કે તે એક મજબૂત ગ્લોબલ અર્થતંત્ર સૂચવે છે, પરંતુ બીજી બાજુ ડ્રાઇવરો ટ્રાફિકમાં બેઠા બેઠા સમયનો વ્યર્થ કરે છે જયારે મુસાફિરો નો લમ્બો સમય ટ્રાફિક માં જાય છે. પર્યાવરણ પર પણ આનો પ્રભાવ ખુબજ પડે છે વાતાવરણ ને પ્રદુષિત કરે છે.
નવીન બ્રિજ જે લોકજીવન અને પર્યાવરણ બને માટે આશિર્વદ રૂપ છે "SIGNATURE BRIDGE " . જે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ થી ૨૩ KM છે. જે લગભગ ૪૦ મિનિટ નો રસ્તો છે.
મુસાફરીની શુભેચ્છા !!
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
Tripoto ગુજરાતી ને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.