ભારતમાં એવું ઘણી સંસ્થાઓ છે જે મજબુર લોકોને પોતાની સાથે લાવીને એમના ઉદ્ધાર માટે કામ કરે છે. ચાલો તમને જણાવીએ એવા કાફે અને રેસ્ટોરન્ટ વિષે જે માણસાઈની સુગંધથી મઘમઘે છે.
1) એકોઝ, દિલ્લી
સ્મિત સાથે અહીંનો સ્ટાફ તમારું સ્વાગત કરશે અને તમારે નોટપેડ પર લખીને અથવા બોર્ડ ઉંચુ કરીને અથવા સીટ પર લાગેલું બટન દબાઈને ઓર્ડર આપવાનો રહે છે કારણકે અહીંનો સ્ટાફ એવા લોકોનો છે જેમને સાંભળવામાં અને બોલવામાં મુશ્કેલી પડે છે! પરંતુ એમની આ નબળાઈ તેમના ભોજનને ઔર સ્વાદિષ્ટ બનાવી દે છે.
એડ્રેસ: પહેલો માલ, 17 , સત્યનિકેતન માર્ગ, સાઉથ મોતીબાગ, ન્યુ દિલ્લી - ૧૧૦૦૨૧
2) શિરોઝ હેન્ગઆઉટ, આગ્રા
આ કાફે બધી જ એસિડ એટેક સર્વાઇવર મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. પરિવાર અથવા સમાજના હાથે શોષણનો ભોગ બની ચુકેલી આ મહિલાઓ અહીંયા પોતાનો ભૂતકાળ ભૂલીને મન લગાવીને કામ કરે છે. આ કાફેનું સ્લોગન છે "માય સ્માઈલ માય બ્યુટી". આગ્રા આવતી વખતે અહીંના સુંદર લોકોના હાથે બનેલું સુંદર ભોજન લેવાનું ચુકતા નહિ.
એડ્રેસ: ફતેહાબાદ રોડ, ગેટવે હોટેલ, તાજ ગંજ સામે , તાજ વ્યુ ચોક, આગ્રા
3) મિર્ચી એન્ડ માઇમ, મુંબઈ
મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા આ કાફેમાં બોલવા સાંભળવામાં મુશ્કેલી અનુભવતા લોકો સ્ટાફ તરીકે કામ કરે છે. મેનુના દરેક આઈટમ સામે એને લગતા હાથના ઈશારા બનાવવામાં આવેલા છે જે ઈશારા કરીને તમારે ઓર્ડર આપવાનો હોય છે! આ એક મજેદાર અનુભવ હોય છે કારણકે ગ્રાહકને એમની મુશ્કેલીઓ સાથે જોડે છે.
એડ્રેસ: ટ્રાન્સ ઓશિયં હાઉસ, હીરાનંદાની ગાર્ડન્સ, મહદ કોલોની, 19 પવઈ
4) ડાઈલોગ ઈન ધ ડાર્ક, હૈદરાબાદ
અંધારામાં કોઈ પણ મેનુ વગર કોઈ વખત જમ્યા છો? હૈદરાબાદના ડાઈલોગ ઈન ધ ડાર્ક રેસ્ટોરન્ટમાં તમારી આંખો પર પેટ્ટી બાંધીને એક એક્ઝિબિશનમાં ફેરવવામાં આવે છે જેમાં તાપમાન દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ, બોટિંગ, માર્કેટ, જંગલ વગેરે જેવો અનુભવ કરાવવામાં આવે છે. પછી અહીંયા ગાઢ અંધારામાં કોઈ અંધ વેઈટર તમને સરપ્રાઈઝ 4 કોર્સ મીલ પીરસે છે. આ પ્રયોગનો ઉપયપગ નેત્રહીન લોકોના પ્રશ્નોને સમજાવવાનો છે. આ અનુભવ તમને એમની મહેનતની પ્રશંસા કરતા શીખવશે.
એડ્રેસ: લેવલ 5 , ઈન ઓર્બીટ મોલ, વિઠ્ઠલ રાવ રોડ, માધાપુક, હૈદરાબાદ
5) કાફે કોફી ડે
આ કાફેમાં તમને ઘણા બધા સ્થળોએ સાંભળવા અથવા બોલવાની ઓછી ક્ષમતા ધરાવતા લોકો કોફી બનાવતા જોવા મળશે. આ સાઇલેન્ટ બૃ માસ્ટર્સની સુગંધ અને સ્વાદની આવડત એમને ખાસ બનાવે છે. ઘણા આઉટલેટ્સમાં એ મેનેજર્સની જવાબદારી પણ નિભાવે છે.
6) કાફે અર્પણ, જુહુ
અહીંયા સિમ્પલ પરંતુ સ્વાદિષ્ટ ભોજન મળે છે. મુંબઈના પોષ વિસ્તારમાં આવેલ આ કાફેમાં ઓટિઝમ, ડાઉનસિન્ડ્રોમ અથવા અન્ય માનસિક રોગોથી પીડાતા લોકો કામ કરે છે. એમની આ બીમારીઓ એમના જહુસસ અને કુશળતામાં બાધારૂપ નથી બનતી. આ જગ્યાની ચોક્કસ મુલાકાત લો.
એડ્રેસ: દુકાન 20 , જુહુ ઋતુરાજ, મહિલા વિશ્વવિદ્યાલય સામે, જુહુ રોડ, મુંબઈ
7) નુક્કડ ટિફે, રાયપુર
મૂક બધિર લોકો દ્વારા ચલાવવામાં આવતા આ ટી કેફે - ટિફેમાં તમને ચોકલેટ, બાસુંદી, ગુલાબ જેવા ફ્લેવર્સમાં ચા સાથે સ્મિત અને હૃદયમાં માનની ભાવના પીરસવામાં આવે છે. અહીંયા કવિ સંમેલન અને લાયબ્રેરી પણ થાય છે.
એડ્રેસ: શ્રી રામ કોમ્પ્લેક્સ, ૮, સમતા કોલોની મૈન રોડ, બેંક ઓફ બરોડા સામે, રાયપુર
8) ધ થર્ડ આઈ કાફે
મુંબઈમાં વાશી વિસ્તારમાં આવેલ આ કાફે કિન્નરો સાથે સમાજ દ્વારા કરવામાં આવતા અન્યાય સામે પ્રતીક રૂપ છે. આ કાફે ટ્રાન્સજેન્ડર લોકોને એમની કુશળતા ના આધારે નોકરી આપે છે અહીં કે એમના લિંગ ના આધારે.
એડ્રેસ: શોપ 20 , પામ બીચ ગેલેરીયા મોલ, ફેઝ ૨, સેક્ટર 19 , ડી વાશી, નવી મુંબઈ
9) રાઈટર્સ કાફે, ચેન્નાઇ
આ બેકારીમાં કેક સાથે પુસ્તકો પીરસવામાં આવે છે. અહીંયાનો સ્ટાફ આગ લાગવાના બનાવોનો કોઈના કોઈ કારણે ભોગ બનેલા છે. પરંતુ હવે હિમ્મતપૂર્વક આ મહિલાઓ સ્વિસ બેકિંગ અને ઓરિએન્ટલ કૂકિંગ શીખી રહી છે. અહીંના કેક ની મીઠાસ તમારા હૃદય સુધી પહોંચે છે.
એડ્રેસ: 127 , પીટર્સ રોડ, ગોપાલાપુરમ, ચેન્નાઇ
10) કોસ્ટા કોફી, દિલ્લી
કોસ્ટા કોફી પોતાના કર્મચારીઓમાં 15 % દિવ્યાંગ કર્મચારીઓને રાખે છે. અહીંયાના મૂક બધિર કે દિવ્યાંગ લોકો કિચન થી લઈને સર્વિંગ, બિલ્લીન્ગ અને મેનેજર પદ પર કામ કરે છે.
એડ્રેસ: SPH ૨૭, ગ્રીન પાર્ક ઍક્સટેંશન, ગ્રીન પાર્ક, ન્યુ દિલ્લી, ૧૧૦૦૧૬
આ જગ્યાઓએ આપણને એવા અનુભવો થશે જે આપણા વિચારોને અને આપણી માનસિકતાને બદલી નાખશે અને જીવન જીવવાની નવી રીત શીખવશે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.