ભાંગ છોડો, નેપાળમાં મળે છે નશીલું મધ! શું તમે જાણો છો?

Tripoto
Photo of Nepal by Jhelum Kaushal

મરાઠીમાં એક લોકપ્રિય કહેવત છે: દૂરથી ડુંગર રળિયામણા, મતલબ દૂરથી પર્વતો સારા લાગે પણ નજીક જાઓ તો ખ્યાલ આવે કે કેટલાં ખતરનાક છે.

Photo of ભાંગ છોડો, નેપાળમાં મળે છે નશીલું મધ! શું તમે જાણો છો? by Jhelum Kaushal

આપણામાંથી મોટાભાગના આ કહેવત પાર ધ્યાન નથી આપતા કેમકે આપણને પહાડો સાથે પ્રેમ છે. પરંતુ આપણને ખ્યાલ નથી હોતો કે પર્વતો-પહાડોમાં કેવા કેવા રહસ્યો છુપાયેલા હોય છે. માણસને એની અજ્ઞાનતા દેખાડવા માટેનો આ પ્રકૃતિનો રસ્તો છે. માણસ તો જન્મથી જ જિજ્ઞાસુ હોય છે. એવા જ એક જિજ્ઞાસુ આઇગોર ક્રીંતોવએ મધમાખીની એક એવી પ્રજાતિ વિષે ખોજ કરી છે કે જેનું મધ નશીલું હોય છે.

Photo of ભાંગ છોડો, નેપાળમાં મળે છે નશીલું મધ! શું તમે જાણો છો? by Jhelum Kaushal

જી હા, નાનપણમાં તમારા મમ્મીએ જે મધ તમને ખવડાવ્યું છે એ જ મધ અત્યારે એક નવા અવતારમાં આપણી સામે આવ્યું છે. અને એ તમને માત્ર નેપાળમાં જ મળશે.

ક્યાં મળશે?

આ મધ નેપાળમાં અન્નપૂર્ણા પર્વતની તળેટીમાં આવેલ હિમાલયી ધર્મસ્થળ તાલો ચીપલામાં મળે છે અને એપિસઃ દોરસાતા લેબરિયોસ નામની મધમાખી એને બનાવે છે.

ઔષધીય ગુનો ઉપરાંત અહીંના સ્થાનિક લોકો ગુરુંગ એનો નશો કરવા માટે ઉપયોગ કરે છે અને પોતાનો જીવ જોખમમાં મૂકે છે.

પરંતુ આ લોકો આ કામ પરંપરા અને પૂર્વજો માટે કરે છે.

આ મધ મેળવવા માટે આ ગૂરંગ લોકો પર્વતો પણ ચડી જાય છે. અહીંના હાઈડ્રો ઇલેક્ટ્રિક બંધ પર એમની માટે ઘણું જ કામ છે પરંતુ છતાં પણ પોતાની પરંપરાથી તે આ રીતે જોડાયેલા રહ્યા છે.

આ નશીલા મધ પાછળનું વિજ્ઞાન શું છે?

બુરાંસ નેપાળનું રાષ્ટ્રીય ફૂલ છે. આ ફૂલના તાંતણાઓ આ મધમાખીઓ ઉપયોગમાં લે છે. આ ફૂલમાં નશીલો અનુભવ કરાવે એવો ગ્રાયનોટોક્સિન નામનો પદાર્થ હોય છે.

Photo of ભાંગ છોડો, નેપાળમાં મળે છે નશીલું મધ! શું તમે જાણો છો? by Jhelum Kaushal

આ પદાર્થ મધમાં મળી જાય છે અને મધને નશીલું બનાવી દે છે.

આમ તો અહીંના લોકો આ મધનો ઉપયોગ ઘૂંટણના દર્દમાંથી આરામ મેળવવા માટે કરે છે પરંતુ જાપાન, ચાઇના, સાઉથ કોરિયા, નોર્થ કોરિયા જેવા દેશોમાં પણ આની ખુબ જ માંગ છે.

Photo of ભાંગ છોડો, નેપાળમાં મળે છે નશીલું મધ! શું તમે જાણો છો? by Jhelum Kaushal

ચાખ્યા પછી કેવું લાગે છે?

આ હિમાલયી મધ આપણા સામાન્ય મધ કરતા ઘટ્ટ અને ડાર્ક રંગનું હોય છે. આ મધની માત્ર ૨ ચમચી ખાધા પછી તમને ગાંજા જેવી નશાની અનુભૂતિ થશે. આ મધ વધારે પડતું ખાવાથી આખો દિવસ નશો રહે છે અને બીજા દિવસે ઉલ્ટી ઝાડાનો પ્રોબેલ્મ પણ થઇ શકે છે.

આઇગોરના મતે યુનાની સૈનિકો આ મધનો ઉપયોગ "બ્લેક સી" પાસેથી નીકળતી વખતે નશો કરવા માટે કરતા હતા.

Photo of ભાંગ છોડો, નેપાળમાં મળે છે નશીલું મધ! શું તમે જાણો છો? by Jhelum Kaushal

નેપાળમાં આઇગોરની આ સાહસિક ખોજે ઘણી જ સંભાવનાઓ ખોલી દીધી છે. માને વિશ્વાસ છે કે પૃથ્વી પર એવા ઘણા રહસ્યો છે જેના કિસ્સાઓ આપણી ઊંઘ ઉડાડી દે.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ