પોખરા - પહાડોની સુંદરતાથી ઘેરાયેલું નેપાળનું એક નાનકડું શહેર

Tripoto
Photo of Nepal by Jhelum Kaushal

આપણો પાડોશી દેશ એવો નેપાળ અઢળક સુંદરતાથી ભરેલો છે પણ જયારે ત્યાં ફરવા જવાની વાત આવે ત્યારે મોટાભાગે માત્ર કાઠમંડુની વાત જ થતી હોય છે. આવું જ નેપાળનું નાનકડું શહેર પોખરા પણ ખુબ જ સુંદર છે. અહીંના ફેવા સરોવરના કિનારે બેસવું એ એક અપ્રતિમ અનુભવ છે.

Photo of Pokhara, Nepal by Jhelum Kaushal

નેપાળની રાજધાની કાઠમંડુથી હું પોખરા ફ્લાઇટમાં જઈ રહ્યો હતો પરંતુ આટલા સુંદર દેશોમાં સડકમાર્ગે જે કુદરતી દ્રશ્યો જોવા મળે છે એ વિમાનમાર્ગે તો નથી જ મળતા હોતા. મારી પાસે સમયની કમી હોવાથી હું વિમાનમાર્ગે ગયો પરંતુ અહીંનું નાનકડું એરપોર્ટ પણ ખુબ જ સુંદર છે. પોઉખર પહોંચીને અહીંના ફેમસ સરોવર નજીકજ બેઠા આકારની બનેલી એક હોટેલ મેં શોધી. અહીંયા ઘણા પ્રવાસીઓ આવતા હોવા છતાં ગંદકીનું નામોનિશાન નથી જોવા મળતું.

નેપાળમાં હિન્દી

આ શહેરમાં તમે નેપાળની પ્રાચીન કળા, હોટેલ, મોલ્સ, બજાર વગેરે બધું જ જોઈ શકો છો. અહીંયા આધુનિકતાની ભરમાર સાથે સાથે હિન્દી બોલતા લોકો પણ મળી રહે છે!

ફેવા તાલ

બજાર, હોટેલ્સ, વગેરે જોઈને હું પહોંચ્યો એ જગ્યાએ જેના માટે પોખરા સૌથી વધુ જાણીતું છે. ફેવા સરોવર પહાડોની વચ્ચે અને ખુબ દૂર સુધી ફેલાયેલું અત્યંત સુંદર સરોવર છે. અહીં આવીને જાણે એમ લાગે છે કે આપણને સંપૂર્ણ શાંતિ મળી ગઈ હોય. મેં આટલું સુંદર અને સાફ તળાવ/સરોવર ક્યાંય નથી જોયા. હું ત્યાંથી પાછો ફરી રહ્યો હતો અને મને બજારમાં એક કલાકૃતિનો ફોટો લેવાનું મન થયું તો યાદ આવ્યું કે કેમેરાની બેગ તો હું ભૂલી ગયો ફેયા સરોવરના કિનારે! પણ હું પાછો ત્યાં પહોંચ્યો તો મારી બેગ એમને એમ પડી હતી! અને હું ફેવાને નેપાળીમાં "ફરી મળીશું" કહીને નીકળ્યો!

ક્યારે અને કેવી રીતે જવું

પોખરામાં ફેવા સરોવર સિવાય જોવા માટે ઘણું છે. અહીંયા આવવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી નવેમ્બર છે. ભારતથી અહીંયા પહોંચવા માટે વાહનમાર્ગ અને વિમાનમાર્ગ બંને છે. ભારતથી કાઠમંડુ અને કાઠમંડુ થી પોખરા વિમાનમાર્ગે અથવા કાઠમંડુથી ટેક્ષી કરીને પણ અહીંયા પહોંચી શકો છો. ભારતના ગોરખપુર અને વારાણસી જેવા શહેરોથી કાઠમંડુ માટે બસ ચાલે છે અને દિલ્લીથી પણ એક બસ મળે છે. હા નેપાળમાં હજુ સુધી રેલવેની સુવિધા નથી આવેલી.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads