રોમેન્ટિક ટ્રિપ માટે નાગાલેન્ડનું આ અનોખુ શહેર તમારુ સ્વાગત કરે છે

Tripoto
Photo of રોમેન્ટિક ટ્રિપ માટે નાગાલેન્ડનું આ અનોખુ શહેર તમારુ સ્વાગત કરે છે 1/1 by Paurav Joshi
ક્રેડિડઃ થેજા એન્ગમ

હોટલ મેટ્સબેન

વધુ એક થ્રી સ્ટાર પ્રોપર્ટી, હોટલ મેટ્સબેન ઓછા ભાડામાં આરામદાયક આવાસ પ્રદાન કરે છે. આ જગ્યા એક પહાડ પર સ્થિત છે જે ટાઉન સ્ક્વેઅરથી ફક્ત પાંચ મિનિટ દૂર છે. આ હોટલમાં આવેલી રેસ્ટોરન્ટમાં ભારતીય, ચાઇનીઝ અને નાગા વ્યંજનોનો ટેસ્ટ કરી શકાય છે.

ઉત્તર-પૂર્વી રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર ગણાતું મોકોકચુંગ કોહિમા અને દીમાપુર પછી નાગાલેન્ડમાં સૌથી મહત્વનું શહેરી કેન્દ્ર છે. 4,430 ફૂટની ઊંચાઇ પર સ્થિત, આ જગ્યા એઓ નાગા જનજાતિના સૌથી મોટા સમૂહનું ઘર છે જ્યાં તમે પ્રાચીન પરંપરાઓ અને નવા-જુના રીતિ રિવાજોને એક સાથે જોઇ શકો છો.

મોકોકચુંગની યાત્રા કેમ કરશો?

ઝડપથી થઇ રહેલા શહેરીકરણ અને ઉત્તર-પૂર્વ ભારતની વધતી લોકપ્રિયતા છતાં, મોકોકચુંગ હજુ પણ એક અપેક્ષાકૃત ઓછી જાણીતી જગ્યા છે. ચારેબાજુથી ઘેરાયેલા પર્વતો, શાંત અને સ્વચ્છ વાતાવરણ, ચમકતા રંગની ઇમારતો અને કેટલાક ખુબ મહેમાનગતિવાળા લોકો એક શાનદાર પરિદ્રશ્ય પુરુ પાડે છે. આ જગ્યા એવા લોકો જે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી રજા લઇને થોડોક સમય હળવા થવા માંગે છે પરંતુ અંતરિયાળ વિસ્તારમાં જવા નથી માંગતા તેમના માટે આદર્શ સ્થળ છે. મોકોકચુંગ તમને એક નેસર્ગિક સ્થળે તમારા પ્રિયજન સાથે ફરીથી જોડવાનો વિકલ્પ આપે છે.

ક્રેડિટઃ અબિનાશ દત્તા

Photo of રોમેન્ટિક ટ્રિપ માટે નાગાલેન્ડનું આ અનોખુ શહેર તમારુ સ્વાગત કરે છે by Paurav Joshi

શું કરશો અહીં?

જિલ્લા સંગ્રહાલયમાં ક્ષેત્રના ઇતિહાસને જાણોઃ કળા અને સાંસ્કૃતિક પરિસરની અંદર સ્થિત, આ મ્યુઝિયમ કલાકૃતિઓ, હથિયારો અને પારંપરિક વેશભૂષાના માધ્યમથી એઓ જનજાતિના ઇતિહાસને પ્રદર્શિત કરે છે.

ટાઉન પાર્કમાં પિકનિક માટે જાઓઃ સ્થાનિક લોકો અને પર્યટકો એમ બન્ને માટે આ એક લોકપ્રિય જગ્યા છે. ટાઉન પાર્ક શહેરનું સુંદર પરિદ્શ્ય પ્રસ્તુત કરે છે. વસંત ઋતુમાં જ્યારે ઑર્કિડ અને રોડોડેંડ્રોન જેવા ફૂલ પૂર્ણપણે ખીલે છે ત્યારે આનંદની અનૂભુતી થાય છે. તો પિકનિક માટે તૈયાર થઇ જાઓ અને પોતાના પાર્ટનર સાથે તડકામાં દિવસ પસાર કરો.

મધર ચર્ચમાં સન્ડે માસ (રવિવારની પ્રાર્થના)માં ભાગ લો: એઓ બેપટિસ્ટ ચર્ચ, જેને સ્થાનિક ભાષામાં મધર ચર્ચ કે મોકોકચુંગ ચર્ચ તરીકે ઓળખવામાં આવે છે, નાગાલેન્ડના સૌથી મોટા બેપટિસ્ટ ચર્ચોમાંનું એક છે. સમૂહ પ્રાર્થના માટે સેંકડો ભક્તો અહીં ભેગા થાય છે અને તહેવારો દરમિયાન તેઓ અસાધારણ રીતે જીવંત અને હર્ષોલ્લાસથી ભરેલા હોય છે. ચર્ચ બોડી દ્ધારા એક સ્કૂલ, એક કૉલેજ, એક યુવા વિભાગ અને અનેક સામાજીક સેવા કાર્યક્રમ પણ ચલાવવામાં આવે છે.

ક્રેડિટઃ મેરેન પોન્જેન

Photo of રોમેન્ટિક ટ્રિપ માટે નાગાલેન્ડનું આ અનોખુ શહેર તમારુ સ્વાગત કરે છે by Paurav Joshi

લૉંગખુમમાં રોડોડેંડ્રોન અને ચેરી બ્લૉસમ જુઓ: એક જુની નાગા કહેવત છે કે , "લૉંગખુમની માત્ર એક વખતની મુલાકાત પર્યાપ્ત નથી, કારણ કે તમારી આત્મા પહેલીવાર પાછળ રહે છે અને તેને પુનઃ પ્રાપ્ત કરવા માટે તમારે ફરી એકવાર પાછા ફરવું પડે છે." અને એક વાર જ્યારે તમે વસંત ઋતુમાં લૉંગખુમના સાક્ષી બનો છો તો તમને આ કહેવતની પાછળનું કારણ ખબર પડી જશે. રોડોડેંડ્રોન પર્વતોને શણગારે છે અને ચેરીના ફૂલો રસ્તાઓને ઘેરી વળીને એક એવું દ્રશ્ય પ્રદાન કરે છે જેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. આનાથી વધુ રોમાંટિક શું હોઇ શકે. મોકોકચુંગથી લગભગ 17 કિ.મી. દૂર સ્થિત આ ગામ તેના હાથવણાંટ અને હસ્તશિલ્પની બનાવટો માટે જાણીતું છે. લિમાપુર નામનો એક જીવંત ધર્મ, જ્યાં લોકો સ્થાનિક ભગવાનની પૂજા કરે છે જેને લોંગલાન્પા શુંગ્રેમ કહેવાય છે, હજુ પણ અસ્તિત્વ ધરાવે છે.

ઊન્ગમામાં એઓ સંસ્કૃતિ અને તેના ઇતિહાસના સાક્ષી બનો: આ ગામ બધા એઓ ગામોમાં સૌથી જુનું અને સૌથી મોટું ગામ છે અને નાગાલેન્ડનું બીજુ સૌથી મોટું ગામ છે. મોકોકચુંગ શહેરથી લગભગ 3 કિ.મી.ના અંતરે આવેલી આ એ જગ્યા છે જ્યાં સંપૂર્ણ એઓ જનજાતિ અગાઉ ચુંગ્લિયાટીમાં પોતાના પૈતૃક ઘરથી પલાયન થઇ ગયા પછી વસી ગઇ હતી, જે હવે સંગમ નગરી ક્ષેત્રમાં આવે છે. આ સ્થાનને એઓ જનજાતિની પરંપરાઓનું એક જીવિત સંગ્રહાલય પણ માનવામાં આવે છે. અહીંના લોકો તેમની મહેમાનગતિ માટે જાણીતા છે અને તમને પારંપરિક એઓ ઘરમાં બપોરના ભોજન માટે આમંત્રિત કરી શકાય છે.

ચુચુઇમલેંગમાં જીવનની તેની ભવ્યતા સાથે ઉજવણી કરોઃ ચુચુઇમલેંગને નાગાઓ દ્ધારા ઉજવાતા તહેવારોનું ગામ કહેવાય છે. આ બધી જ સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને ઉત્સવોનું કેન્દ્ર છે. પોતાની યાત્રાનું આયોજન એ રીતે કરો કે જેથી તમે મેના પહેલા સપ્તાહમાં મોત્સુ ઉત્સવ, ઓગસ્ટ કે ક્રિસમસના પહેલા સપ્તાહમાં સુંગ્રેમોંગ ઉત્સવનો આનંદ માણી શકો. જો કે તહેવારો વિના પણ આખુ વર્ષ અહીંનો માહોલ ઉત્સાહ અને ઉમંગથી ભરપુર હોય છે.

ક્રેડિટઃ યુ કિચુ

Photo of રોમેન્ટિક ટ્રિપ માટે નાગાલેન્ડનું આ અનોખુ શહેર તમારુ સ્વાગત કરે છે by Paurav Joshi

શહેરના બજારમાં ખરીદારી માટે જાઓ: સ્થાનિક લોકો મોકોકચુંગને નાગાલેન્ડની ફેશન રાજધાની તરીકે ઓળખાવા પર ગર્વ મહેસુસ કરે છે. અહીંના માર્કેટમાં વાજબી કિંમતે આધુનિક ફેશનના કપડા મળી રહે છે. મ્યાનમારથી ઘણી વસ્તુઓની આયાત કરવામાં આવે છે. તમે જોશો કે અહીંના કપડા જાપાની અને કોરિયાઇ પૉપ સંસ્કૃતિથી પ્રેરિત છે. જો તમે પણ આજ ઇચ્છો છો તો નિશ્ચિત રીતે સ્થાનિક કપડાની દુકાનોની તપાસ કરો અને પોતાના અને પોતાના પાર્ટનર માટે કંઇક સામાન ખરીદો.

જમવાનું કેવું મળે?

સ્થાનિક નાગા વ્યંજન અહીંની વિશેષતા છે. સ્ટ્રીટ ફૂડમાં મોટાભાગે માંસાહારી વ્યંજન જોવા મળે છે જેમાં માંસ અને ડુક્કરના માંસથી લઇને જંતુ અને ગરોળી સુધી બધુ જ સામેલ છે. જો કે, પ્રવાસીઓની સંખ્યા વધવાના કારણે હવે ભારતીય, ચાઇનીઝ અને ઉપમહાદ્વિપના વ્યંજનો પિરસનારા રેસ્ટોરન્ટ પણ ખુલ્યા છે. તેમ છતાં શાકાહારીઓ માટેના વિકલ્પ કેટલાક અંશે મર્યાદિત છે. છોડની વાનગીઓમાં મોટે ભાગે સ્ક્વોશ, કોળું, વિવિધ કઠોળ, વાંસનાં અંકુર અને સૂકા રસાળનાં પાનનો સમાવેશ થાય છે.

સોર્સ

Photo of રોમેન્ટિક ટ્રિપ માટે નાગાલેન્ડનું આ અનોખુ શહેર તમારુ સ્વાગત કરે છે by Paurav Joshi

મોટાભાગના વ્યંજનોમાં મુખ્ય અનાજ તરીકે ચોખાનો સમાવેશ થાય છે, કારણ કે નાગાલેન્ડ મુખ્યત્વે ચોખા ખાનારુ રાજ્ય છે. અહીંની મોટાભાગની વસતી મરચા ખાવાની શોખીન છે, આજ કારણ છે કે અહીં લગભગ દરેક ખાદ્ય પદાર્થમાં છુટાહાથે તેનો ઉપયોગ થાય છે.

એક ડ્રાય સ્ટેટ હોવાથી અહીં આલ્કોહોલ (શરાબ) મળવો મુશ્કેલ છે. જો કે, તમે કેટલીક જગ્યાએથી સ્થાનિક ચોખામાંથી બનતો ઝુથો નામનો બીઅર ખરીદી શકો છો.

લોકપ્રિય રેસ્ટોરન્ટ્સ: હંગર હેવન એન્ડ કેફે લિલ સ્ટાર આ વિસ્તારના યુવાનો માટે લોકપ્રિય હેંગઆઉટ સ્થળ છે. અન્ય લોકપ્રિય મલ્ટી ક્યુઝીન રેસ્ટોરન્ટમાં બ્લેક એન્ડ વ્હાઇટ, ઇટ એન્ડ ફીટ અને મેરીગોલ્ડ રેસ્ટોરન્ટ સામેલ છે.

મોકોકચુંગ કેવી રીતે જશો

વિમાન માર્ગે: મોકોકચુંગથી નજીકનું એરપોર્ટ દિમાપુર છે જે લગભગ 195 કિ.મી. દૂર છે. દેશના જુદા જુદા મુખ્ય શહેરોમાંથી દિમાપુરને જોડતી ફ્લાઇટ મળી જશે પરંતુ સીધી ફ્લાઇટ ફક્ત ગુવાહાટી અને કોલકાતાથી જ મળે છે. દિમાપુરથી મોકોકચુંગ આવવા માટે ટેક્સી અને બસ સરળતાથી મળી જશે.

ટ્રેન દ્ધારા: મોકોકચુંગથી નજીકનું રેલવે સ્ટેશન 85 કિલોમીટર દૂર આસામનું મારીઆની છે. જો કે, અહીંથી મોકોકચુંગ આવવા માટે તમને કોઇ ટ્રાન્સપોર્ટના સાધનો નહીં મળે. સારો વિકલ્પ એ છે કે તમે ટ્રેનમાં આસામના ગુવાહાટી ઉતરી જાઓ અને ત્યાંથી બસ દ્ધારા આ શહેર સુધી પહોંચો.

રોડ દ્ધારા: મોકોકચુંગ એ એનએચ -51 ની નજીક આવેલું છે, જે નાગાલેન્ડના કોહિમાથી આસામના આમગુરી સુધી જાય છે. તમે સરળતાથી આ રૂટ પર નાગાલેન્ડ રાજ્ય પરિવહન બસો અને શેરિંગ ટેક્સીઓ શોધી શકો છો. કોહિમાથી મોકોકચુંગ સુધીની દૈનિક બસ સર્વિસ ઉપલબ્ધ છે, જે લગભગ 162 કિ.મી.નું અંતર કાપે છે.

ક્રેડિટઃ ઇમ્કોંગ્રેલા લોંગચર

Photo of રોમેન્ટિક ટ્રિપ માટે નાગાલેન્ડનું આ અનોખુ શહેર તમારુ સ્વાગત કરે છે by Paurav Joshi

રહેવાની સુવિધા (એકોમોડેશન)

મોકોકચુંગમાં રહેવાના વિકલ્પો મર્યાદિત છે તેથી જો તમે અહીં આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એડવાન્સમાં બુકિંગ કરાવવું પડશે.

એન એડોબ ઇન ધ માઉન્ટેન્સ

શહેરની મધ્યમાં આવેલો આ એક સુંદર હોમ સ્ટે છે. આ જગ્યા તમને સ્થાનિક સંસ્કૃતિ અને રીતિ-રિવાજોને નજીકની જોવાની તક પુરી પાડે છે. તમે તેને અહીંથી બુક કરી શકો છો.

હોટલ વ્હીસપરિંગ વિન્ડ્સ (Hotel Whispering Winds)

મોકોકચુંગની સૌથી ઉંચી જગ્યાએ સ્થિત હોટલ વ્હીસપરિંગ વિન્ડ્સ શહેરમાં રહેવાની જાણીતી જગ્યાઓમાંની એક છે. સ્વચ્છ અને વિશાળ રૂમો ધરાવતી આ એક થ્રી-સ્ટાર હોટલ છે જ્યાંથી તમે નગરનું મનોરમ દ્રશ્ય જોઇ શકો છો. વધુ માહિતી અહીંથી મળશે.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads