ગોવા દેશનું એક એવું રાજ્ય છે જ્યાં પ્રવાસીઓ એક રાજ્યમાંથી નહીં, પરંતુ દરેક રાજ્યમાંથી આવતા રહે છે. ગોવા તેના સુંદર બીચ અને નાઇટલાઇફ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશના અન્ય ભાગો ઉપરાંત મુંબઈથી પણ લોકો ગોવાની મુલાકાત લેવા આવતા રહે છે. મુંબઈના ઘણા લોકો પોતાની કાર દ્વારા ગોવા ફરવા માટે નીકળે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આગામી દિવસોમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે મુંબઈકર હવે માત્ર 6 કલાકમાં ગોવા પહોંચી શકશે.
મહારાષ્ટ્ર સરકાર દાયકાઓથી કેટલીક એજન્સીઓ સાથે મળીને મુંબઈ-ગોવા હાઈવેના વિસ્તરણ પર કામ કરી રહી છે. હવે એવી માહિતી સામે આવી રહી છે કે જે પ્રોજેક્ટની બધા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે અંતિમ તબક્કામાં છે અને આવતા મહિને ગણેશ ચતુર્થી પહેલા પૂર્ણ થઈ જશે. આ હાઈવેના વિસ્તરણ બાદ મુંબઈ અને ગોવા વચ્ચેનો મુસાફરીનો સમય 10 કલાકથી ઘટીને 5-6 કલાક થઈ જશે. PWD મંત્રી રવિન્દ્ર ચવ્હાણે એક બેઠક દરમિયાન આ માહિતી આપી હતી.
આ આર્ટિકલમાં, અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે મુંબઈથી ગોવા રોડ ટ્રીપમાં તમે કઈ કઈ વસ્તુઓનો આનંદ લઈ શકો છો અને તમે કેટલા સમયમાં પહોંચી શકો છો.
માત્ર 6 કલાકમાં મુંબઈથી ગોવા પહોંચો
હા, બહુ જલ્દી તમે મુંબઈથી ગોવા માત્ર 6 કલાકમાં પહોંચી શકશો. સમાચાર અનુસાર, મુંબઈ-ગોવા હાઈવેનું ઉદ્ઘાટન ખૂબ જ જલ્દી કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે ગણેશ ઉત્સવ પહેલા આ હાઈવેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. એક સમાચાર અનુસાર મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે વહેલી તકે હાઇવે શરૂ કરવાની વાત કરી છે.
અહેવાલો અનુસાર, જ્યારે ચાર લેન સાથેનો 1,608 કિલોમીટર લાંબો NH-66 હાઇવે શરૂ થશે, ત્યારે તે ભારતના ઘણા રાજ્યોને જોડશે. તે મુંબઈમાં પનવેલને કન્યાકુમારીના કેપ કોમોરિન સાથે પણ જોડશે અને ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી પસાર થશે. દરમિયાન આ હાઇવે દ્વારા મહારાષ્ટ્રના અન્ય ઘણા શહેરો જોડાશે.
મુંબઈ-ગોવા હાઈવે રોડ ટ્રીપ પર આ સ્થાનોને એક્સપ્લોર કરો
મુંબઈ-ગોવા હાઈવે રોડ ટ્રીપમાં એવા ઘણા શ્રેષ્ઠ સ્થળો છે જેને તમે સરળતાથી એક્સપ્લોર કરીને ગોવા અને મુંબઈ પહોંચી શકો છો. આ સ્થળોએ ફરવાની એક અલગ જ મજા છે. ચાલો જાણીએ આ જગ્યાઓ વિશે.
પનવેલ
પનવેલ એ મહારાષ્ટ્રનું ખૂબ જ લોકપ્રિય હિલ સ્ટેશન છે અને તેના સુંદર અને રોમેન્ટિક હવામાનને કારણે, કપલ્સ ચોક્કસપણે તેમના હનીમૂનને ઉજવવા અહીં આવે છે. ઉનાળામાં પણ અહીંનું વાતાવરણ ઠંડું અને રળિયામણું રહે છે, જેના કારણે અહીં આવનાર દરેક પ્રવાસી મંત્રમુગ્ધ થઈ જાય છે. પનવેલ મુંબઈથી માત્ર 35 કિમીના અંતરે આવેલું છે. તમે મુંબઇથી ડ્રાઇવ કરીને અહીંની સુંદરતાનો આનંદ માણી શકો છો. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જ્યારે તમે મુંબઈથી ગોવા માટે નીકળો છો ત્યારે સૌથી પહેલા પનવેલ આવે છે. પનવેલ મહારાષ્ટ્રનું ખૂબ જ સુંદર પર્યટન સ્થળ છે. અહીં થોડો સમય રોકાયા પછી, તમે કરનાલા પક્ષી અભયારણ્ય, કરનાલા કિલ્લો અને બલ્લાલેશ્વર મંદિર જેવા શ્રેષ્ઠ સ્થળોને એક્સપ્લોર કરી શકો છો.
ભીડવાળા શહેરોથી બચવા માટે શ્રેષ્ઠ સ્થળો પૈકી એક એવો અદાઈ વોટરફોલ પનવેલમાં મુલાકાત લેવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનો એક છે. ઝરણા, લીલીછમ હરિયાળી અને પક્ષીઓના અવાજથી ઘેરાયેલો આ વોટરફોલ દિવસ પસાર કરવા માટે એક અદ્ભુત સ્થળ છે. ધોધના તળિયે એક પ્લન્જ પૂલ છે, જ્યાં તમે હાઇકિંગ પછી ડૂબકી લગાવી શકો છો. ચારેબાજુ હરિયાળી હોવાને કારણે અહીંનું તાપમાન બાકીના શહેરની સરખામણીમાં ઓછું રહે છે.
400 થી વધુ વર્ષો પહેલા બાંધવામાં આવેલ બલ્લાલેશ્વર મંદિર હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. ભગવાન ગણેશને સમર્પિત દેશનું આ એકમાત્ર મંદિર છે, જેનું નામ તેમના ભક્ત બલ્લાલેશ્વરના નામ પર રાખવામાં આવ્યું છે અને તેમાં તેમની પ્રતિમા પણ સ્થાપિત છે. મંદિરનું સ્થાપત્ય અને ડિઝાઇન ખૂબ જ અનોખુ છે અને અહીં દરરોજ સૂર્યના કિરણો મુખ્ય મૂર્તિ પર સીધા પડે છે. મંદિરની અંદર બે ગર્ભગૃહ છે, આઠ સ્તંભો છે જે આઠ દિશાઓનું પ્રતિનિધિત્વ કરે છે, મંદિરની અંદર ભગવાન બલ્લાલેશ્વર અને રિદ્ધિ અને સિદ્ધિની પર્વત આકારની મૂર્તિ છે. મંદિરથી ચાલીને જઇ શકાય એટલા અંતરે સુંદર તળાવો છે. હોળી, શ્રાવણ, માગક્ષર અને ભાદ્રપદના તહેવારો દરમિયાન મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે.
મહાડ
મહાડ અરબી સમુદ્રના કિનારેથી થોડે દૂર સ્થિત એક ખૂબ જ સુંદર અને શાંતિપૂર્ણ સ્થળ છે. મુંબઈ-ગોવા પ્રવાસ દરમિયાન તમે આ સ્થાન પર રહીને સુંદર ક્ષણો વિતાવી શકો છો.
રત્નાગીરી
મહારાષ્ટ્રના રત્નાગીરી શહેર વિશે તમે જાણતા જ હશો. તમને જણાવી દઈએ કે આ સુંદર શહેર મુંબઈ-ગોવા હાઈવેની મુસાફરીની વચ્ચે આવવા જઈ રહ્યું છે. તમે રત્નાગીરીના શ્રેષ્ઠ સ્થળો જેમ કે જયગઢ કિલ્લો, લાઇટ હાઉસ, માંડવી બીચ અને થિબા પેલેસને એક્સપ્લોર કરી શકો છો. રત્નાગીરીથી આગળ વધીને, તમે રાજાપુર શહેરને પણ એક્સપ્લોર કરી શકો છો.
કુડાલ
કુડાલ શહેર, જે મુંબઈ-ગોવા હાઈવે પર આવે છે, તે પણ એક સુંદર અને મનમોહક ટ્રાવેલ પોઇન્ટ છે. અરબી સમુદ્રના કિનારે આવેલું હોવાથી અહીં પ્રવાસીઓ ફરવા આવતા રહે છે. અમે તમને જણાવી દઈએ કે તમે કુડાલથી સીધા જ પણજીમાં એન્ટર કરી શકો છો.
મુંબઈ-ગોવા હાઈવે રોડ ટ્રીપ પર આ સ્થળોએ ભોજનનો આનંદ ઉઠાવો
એવું નથી કે મુંબઈ-ગોવા હાઈવેની મુસાફરીની આસપાસ ફરવા માટેના જ સ્થળો છે. આ હાઈવેની સાઈડમાં એવી ઘણી હોટલો અને રેસ્ટોરાં છે જ્યાં તમે સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ પણ લઈ શકો છો.
તમે પનવેલમાં એકથી એક ચઢિયાતા ફૂડનો આનંદ માણી શકો છો. સ્વાદિષ્ટ ભોજન માટે એશિયન કિચન, ભગત તારાચંદ્ર અને ધ ફૂડ સ્ટુડિયો હાઇવેથી થોડે દૂર છે.
પનવેલ ઉપરાંત, તમે રત્નાગિરીમાં શ્રેષ્ઠ ભોજનનો આનંદ માણતા પ્રવાસનો આનંદ પણ લઈ શકો છો. અહીં તમે વડા પાવ, પાવ ભાજી, બોમ્બે ભેલ, મહારાષ્ટ્રીયન કઢી, પુરણ પોળી અને થાલીપીઠ જેવા ખોરાકનો સ્વાદ માણી શકો છો. આ માટે હાઈવેથી થોડે દૂર આવેલી હોટેલ કોકણી આંગન, હોટેલ મત્સ્યમ અથવા હોટેલ આમંત્રણમાં પહોંચી શકાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો