દિલ્હી જાઓ તો પ્રધાનમંત્રી સંગ્રહાલય જવાનું ન ભૂલતાં, જાણો ટિકિટ પ્રાઇસ અને મહત્વની વાતો

Tripoto
Photo of દિલ્હી જાઓ તો પ્રધાનમંત્રી સંગ્રહાલય જવાનું ન ભૂલતાં, જાણો ટિકિટ પ્રાઇસ અને મહત્વની વાતો by Paurav Joshi

જો તમે દેશની રાજધાની દિલ્હી ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમારે એકવાર પ્રધાનમંત્રી મ્યુઝિયમની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. દેશ-વિદેશના લોકો અહીં ફરવા આવે છે. આમાં તમને દેશના તમામ વડાપ્રધાનો સાથે જોડાયેલી માહિતી અને વસ્તુઓ મળશે, જે તમને ક્યાંય નહીં મળે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું.

દિલ્હીમાં તીન મૂર્તિ માર્ગ પર 15,600 ચોરસ મીટરમાં 306 કરોડના ખર્ચે બનેલું વડાપ્રધાનનું મ્યુઝિયમ દેશના વડાપ્રધાનોના નામ પર રાખવામાં આવ્યું છે અને તે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (NMML)નો એક ભાગ છે. જો તમારે અહીં ભારતના દરેક પીએમ વિશે જાણવું છે, તો એક દિવસ પણ ઓછો પડશે.

22 એપ્રિલ 2022 ના રોજ ઉદ્ઘાટન થયું

Photo of દિલ્હી જાઓ તો પ્રધાનમંત્રી સંગ્રહાલય જવાનું ન ભૂલતાં, જાણો ટિકિટ પ્રાઇસ અને મહત્વની વાતો by Paurav Joshi

PM મોદીએ 22 એપ્રિલે ઉદ્ઘાટન બાદ જ પહેલી ટિકિટ ખરીદી હતી. આ મ્યુઝિયમમાં દેશની આઝાદી બાદ ભારતીય વડાપ્રધાનોએ આપેલા યોગદાન વિશે જાણી શકાય છે.

પીએમ વિશે બધું જાણો

Photo of દિલ્હી જાઓ તો પ્રધાનમંત્રી સંગ્રહાલય જવાનું ન ભૂલતાં, જાણો ટિકિટ પ્રાઇસ અને મહત્વની વાતો by Paurav Joshi

આ મ્યુઝિયમ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત (આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર) દેશને સોંપવામાં આવ્યું હતું.

પહેલા તે નેહરુ મ્યુઝિયમ તરીકે ઓળખાતું હતું. જેનું નામ બદલીને પ્રધાનમંત્રી સંગ્રહાલય કરવામાં આવ્યું હતું. તેનું નિર્માણ 15,600 ચોરસ મીટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. મ્યુઝિયમમાં તમે દેશના અત્યાર સુધીના 15 વડાપ્રધાનો વિશે જાણી શકશો.

આ રીતે ટિકિટ બુક કરો

જો તમે પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લેવા માંગતા હો, તો તમે મ્યુઝિયમની સત્તાવાર વેબસાઇટ https://www.pmsangrahalaya.gov.in/ પર જઈ શકો છો અને Book Now ના વિકલ્પ પર ક્લિક કરી શકો છો. આ પેજ પર તમને ગેલેરી, લાઇટ એન્ડ સાઉન્ડ શો, પ્લેનેટેરિયમ વગેરે માટે ટિકિટના વિકલ્પો મળશે.

અહીંની ટિકિટ 90 રૂપિયા છે. લાઈટ એન્ડ સાઉન્ડ શોની ટિકિટ 50 રૂપિયા છે. મ્યુઝિયમ ખુલવાનો સમય સવારે 10 વાગ્યાનો છે. સાંજે 5 વાગ્યા પછી ટિકિટ બુકિંગ બંધ થઈ જશે. અહીં છેલ્લી એન્ટ્રી પણ સાંજે 4.30 વાગ્યા સુધી છે. મ્યુઝિયમ બંધ થવાનો સમય સાંજે 6 વાગ્યાનો છે. મ્યુઝિયમ સોમવારે બંધ રહે છે.

તમામ 43 ગેલેરીઓ જ્ઞાનનો ભંડાર છે

Photo of દિલ્હી જાઓ તો પ્રધાનમંત્રી સંગ્રહાલય જવાનું ન ભૂલતાં, જાણો ટિકિટ પ્રાઇસ અને મહત્વની વાતો by Paurav Joshi

સંગ્રહાલયમાં કુલ 43 ગેલેરીઓ છે, જે જ્ઞાનનો ભંડાર છે. અહીં તમને સ્વતંત્રતા સંગ્રામથી લઈને બંધારણના નિર્માણ સુધીની ગાથા બતાવવામાં આવી છે. અહીંની મુલાકાત લઈને, તમે જોઈ શકશો કે આપણા વડાપ્રધાનોએ વિવિધ પડકારો છતાં દેશને કેવી રીતે નવો માર્ગ ચીંધ્યો છે અને દેશના સર્વાંગી વિકાસમાં યોગદાન આપ્યું છે. ખાસ વાત એ છે કે આ મ્યુઝિયમ સામાન્ય મ્યુઝિયમ જેવું નથી, જ્યાં શિલ્પો, કલાકૃતિઓ અથવા દસ્તાવેજો રાખવામાં આવ્યા છે અને તમે ગેલેરીમાં આગળ વધતા જ તેની ઝલક જોઈ શકો છો. વાસ્તવમાં અહીં મલ્ટીમીડિયા ઈન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હોલોગ્રામ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી, મલ્ટી-ટચ, મલ્ટીમીડિયા, ઇન્ટરેક્ટિવ કિઓસ્ક, કોમ્પ્યુટરાઇઝ્ડ કાઇનેટિક સ્કલ્પચર્સ, સ્માર્ટફોન એપ્લિકેશન્સ, ઇન્ટરેક્ટિવ સ્ક્રીન્સ, એક્સપિરિએન્શિયલ ઇન્સ્ટોલેશન વગેરેનો અહીં આવનારા મુલાકાતીઓને અનોખો અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Photo of દિલ્હી જાઓ તો પ્રધાનમંત્રી સંગ્રહાલય જવાનું ન ભૂલતાં, જાણો ટિકિટ પ્રાઇસ અને મહત્વની વાતો by Paurav Joshi

પ્રસાર ભારતી, દૂરદર્શન, ફિલ્મ્સ વિભાગ, સંસદ ટીવી, સંરક્ષણ મંત્રાલય, મીડિયા ગૃહો (ભારતીય અને વિદેશી), વિદેશી સમાચાર એજન્સીઓ વગેરે જેવી સંસ્થાઓના સંસાધનો/સંગ્રહકર્તાઓ દ્વારા અહીં સમાયેલ દરેક માહિતી સંપૂર્ણપણે અધિકૃત છે. મ્યુઝિયમમાં પ્રદર્શિત વસ્તુઓને રજૂ કરવા માટે આર્કાઈવ્સની પણ મદદ લેવામાં આવી છે. અહીં તમે વડા પ્રધાનોની સાહિત્યિક અને અન્ય એકત્રિત કૃતિઓ, મહત્વપૂર્ણ પત્રવ્યવહાર વગેરે જોઈ શકો છો. આ ઉપરાંત દેશના વડાપ્રધાનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી અંગત વસ્તુઓ, ભેટો અને યાદગાર વસ્તુઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે.

બિલ્ડિંગ-1

સ્વતંત્રતા સમયે ભારત: બ્રિટિશ વારસો (India at Independence: British Legacy)

બ્રિટિશ રાજ દરમિયાન ભારતીય અર્થતંત્ર અને કૃષિના પતન વિશે રૂમ પ્રોજેક્શન મેપિંગ તકનીક દ્વારા જાણી શકશો.

ભારતીય બંધારણના નિર્માતાઓ

આ રૂમ ભારતની બંધારણ સભા અને ભારતના બંધારણના નિર્માણની કહાનીને સમર્પિત છે.

બંધારણનું નિર્માણ

બંધારણનો મુસદ્દો કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો અને બંધારણ સભા વચ્ચે થયેલી રસપ્રદ ચર્ચાઓ વિશે જાણો.

જ્યારે ભારત આઝાદ થયું

અહીં તમે ભારતના બંધારણની મૂળ નકલ જોઈ શકશો.

Photo of દિલ્હી જાઓ તો પ્રધાનમંત્રી સંગ્રહાલય જવાનું ન ભૂલતાં, જાણો ટિકિટ પ્રાઇસ અને મહત્વની વાતો by Paurav Joshi

લોકશાહી ભારત

આનાથી તમે ભારતની સંસદની કામગીરી વિશે જાણી શકશો. સાથે જ તમને રાજકીય લોકશાહીના પાયાને સમજવામાં મદદ મળશે.

બંધારણીય સુધારો

અહીં તમે જાણી શકશો કે દાયકાઓમાં ભારતનું બંધારણ કેવી રીતે વિકસિત થયું.

1946 સુધી પ્રારંભિક જીવન અને રાજકીય સફર

અહીં તમે ભારતના પ્રથમ વડાપ્રધાન નેહરુના જીવન અને કાર્યો વિશે જાણી શકશો.

Photo of દિલ્હી જાઓ તો પ્રધાનમંત્રી સંગ્રહાલય જવાનું ન ભૂલતાં, જાણો ટિકિટ પ્રાઇસ અને મહત્વની વાતો by Paurav Joshi

પાર્ટીશન

અહીં તમે વીડિયો દ્વારા ભારતના ભાગલા વિશે જાણી શકશો.

બેડરૂમ

અહીં તમે પંડિત નેહરુના સૂવાના રૂમને જોઈ શકશો.

Photo of દિલ્હી જાઓ તો પ્રધાનમંત્રી સંગ્રહાલય જવાનું ન ભૂલતાં, જાણો ટિકિટ પ્રાઇસ અને મહત્વની વાતો by Paurav Joshi

બેઠક ખંડ

અહીં તમે પંડિત નેહરુનો બેઠક ખંડ જોઈ શકશો.

અભ્યાસ

અહીં તમે પંડિત નેહરુનો અભ્યાસ ખંડ જોઈ શકો છો.

નેહરુ ગેલેરી

નેહરુ ગેલેરી નવા સ્વતંત્ર ભારતમાં અને યુદ્ધ પછીના રાજકીય વિકાસનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ રજૂ કરે છે. તે રાજ્યોના પુનર્ગઠન, 1947-48ના કાશ્મીર યુદ્ધ, પંડિત નેહરુએ આધુનિક ભારતનું મંદિર ગણાવેલા પ્રોજેક્ટ વિશે વાત કરે છે. આ સાથે તમે પ્રથમ ચૂંટણી વિશે પણ જાણી શકશો.

ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની (Tryst with Destiny)

પંડિત નેહરુનું પ્રખ્યાત 'ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની' ભાષણ જે તેમના પોતાના હાથે લખાયેલું હતું.

Photo of દિલ્હી જાઓ તો પ્રધાનમંત્રી સંગ્રહાલય જવાનું ન ભૂલતાં, જાણો ટિકિટ પ્રાઇસ અને મહત્વની વાતો by Paurav Joshi

ભારત ચીન યુદ્ધ

અહીં 1962ના યુદ્ધ દરમિયાન બનેલી ઘટનાઓનું વર્ણન છે. સરહદ પર ચીનની અચાનક આક્રમકતાથી લઈને ભારતીય સંરક્ષણ દળો દ્વારા જોરદાર મુકાબલો કર્યા બાદ એક તરફ યુદ્ધવિરામની ઘોષણા સુધી.

તોષખાના ઝોન

વિશ્વભરના પ્રખ્યાત લોકો દ્વારા વડા પ્રધાનોને ભેટમાં આપવામાં આવેલી કલાકૃતિઓ અને ભેટો.

મકાન-2

પરિચય

પરિચયમાં તમે ભારતીય વડાપ્રધાનોની કારકિર્દી વિશે જાણી શકશો.

સ્વતંત્રતા અને એકતા

આ રૂમ મહાત્મા ગાંધી, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને ભારતીય રાષ્ટ્રીય સેનાના નેતૃત્વ હેઠળના સ્વતંત્રતા સંગ્રામ અને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા હાંસલ કરેલા રાજ્યોના એકીકરણની વાર્તા કહે છે.

Photo of દિલ્હી જાઓ તો પ્રધાનમંત્રી સંગ્રહાલય જવાનું ન ભૂલતાં, જાણો ટિકિટ પ્રાઇસ અને મહત્વની વાતો by Paurav Joshi

ટાઇમ મશીન

અહીં તમે ભારતનું ચિત્ર વર્ચ્યુઅલ રીતે બદલાતા જોઈ શકો છો. અહીં તમને ભારતનો ભૂતકાળ જાણવા મળશે.

અનુભૂતિ

અહીં ઘણા ફાયદા છે. એન્ગેજમેન્ટ ઝોનમાં સેલ્ફી વિથ પીએમ, વોક વિથ પીએમ, હેન્ડરાઈટીંગ રોબોટ, સ્કેચ એપ, મેમરી વોલ, વર્ચ્યુઅલ હેલિકોપ્ટર રાઈડ સહિતના ઘણા આકર્ષણો છે.

લાલ કિલ્લાની અટારીએથી

લાલ કિલ્લા પરથી વડાપ્રધાનોના ભાષણો સાંભળી અને જોઈ શકશો

ભવિષ્યની ઝલક (ભવિષ્ય કી ઝલકિયાં)

અહીં તમે હેલિકોપ્ટર રાઈડ દ્વારા ભારતનું ભવિષ્ય વર્ચ્યુઅલ રીતે જોઈ શકો છો.

વડાપ્રધાનોની ગેલેરીઓ

ત્યારબાદ, દેશના તમામ વડાપ્રધાનોની ગેલેરી છે, જ્યાં તેમના સંઘર્ષ, સિદ્ધિઓ, તેમના જીવન વિશે જાણી શકાય છે.

Photo of દિલ્હી જાઓ તો પ્રધાનમંત્રી સંગ્રહાલય જવાનું ન ભૂલતાં, જાણો ટિકિટ પ્રાઇસ અને મહત્વની વાતો by Paurav Joshi

તમામ તસવીરો - પીએમ મ્યુઝિયમના ફેસબુક પેજ પરથી લેવામાં આવી છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads