ભારતના પાંચ સૌથી ઉંચા ઝરણા

Tripoto
Photo of ભારતના પાંચ સૌથી ઉંચા ઝરણા by Paurav Joshi

આજે આપણે જઇએ પ્રકૃતિના અદ્ભુત નજારાને માણવા એટલે કે કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી દેશના પાંચ સૌથી ઉંચા ઝરણાની મુલાકાતે-

1. કુંચિકલ ઝરણું :

કુંચિકલ ઝરણાને ભારતનું સૌથી ઝરણું માનવામાં આવે છે. આ ઝરણું કર્ણાટકના નિડાગોડુ ગામમાં આવેલું છે જે શિમોગા જિલ્લામાં સ્થિત છે. આ ઝરણામાંથી વારાહી નદી નીકળે છે જે કર્ણાટકની જળ વિદ્યુત પરિયોજનામાં સહાયક રોલ નિભાવે છે. તેની સુંદરતાના કારણે આખુ વર્ષ અહીં પ્રવાસીઓનો જમાવડો રહે છે. આ પ્રતિબંધિત ક્ષેત્ર હોવાના કારણે અહીં જવા માટે પાસની જરુર પડે છે જે અહીંથી અંદાજે 15 કિ.મી. દૂર સ્થિત હોસાંદી ગામમાં મળે છે. તેની ઉંચાઇ 455 મીટર માપવામાં આવી છે. દેશના સૌથી ઉંચા ઝરણાની સાથે સાથે તે વિશ્વના સૌથી ઉંચા ઝરણામાં 116માં નંબરે આવે છે. એશિયામાં તેનું બીજુ સ્થાન છે.

pic source: samanygyan.in

Photo of ભારતના પાંચ સૌથી ઉંચા ઝરણા by Paurav Joshi

2. બરેહીપાણી ઝરણું :

ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લામાં આવેલું 399 મીટરની ઉંચાઇએથી નીચે પડતું ઝરણું ભારતનું બીજું સૌથી ઉંચુ ઝરણું છે. આ ઝરણું સિમલિપાલ રાષ્ટ્રીય ઉદ્યાનના લીલાછમ વન્ય ક્ષેત્રમાં પડે છે. એટલે તેની સુંદરતા અને આસપાસનું શાંત વાતાવરણ પ્રવાસીઓને પ્રકૃતિ સાથે જોડી દે છે. આ ઝરણું અસલમાં બે ભાગમાં વહેંચાઇને પડે છે. આ બુધબલંગ નદીના પ્રવાહ માર્ગ પર વહે છે જે મેઘાસુની પર્વતની ઉપર થઇને વહે છે.

pic source:wikipedia.com

Photo of ભારતના પાંચ સૌથી ઉંચા ઝરણા by Paurav Joshi

3. નોહકાલીકાઇ ઝરણું:

મેઘાલયના ચેરાપૂંજીની પાસે નોકાલીકાઇ ઝરણું ભારતનું ત્રીજું સૌથી મોટું ઝરણું છે. કારણ કે વરસાદના પાણીથી બનતા આ ઝરણાંનું નામકરણ એક મહિલા 'કા લીકાઇ'ની દુઃખદ કહાની પર આધારિત છે. ચેરાપૂંજીથી લગભગ સાત કિ.મી. દૂર આવેલા આ ઝરણાં સુધીનો સાત કિલોમીટર સુધો રસ્તો પોતાની રીતે એક અલગ જ છે. 340 મીટરની ઉંચાઇ માટે આ ઝરણાંનું પાણી એક વિશાળ સ્ત્રોત (પૂલ)માં પડે છે જે દૂરથી પાક્કા લીલા રંગનું દેખાય છે. આ ઝરણાંથી દૂર દૂર સુધી ગાઢ જંગલ અને પહાડો જ નજરે પડે છે. તેને જોવા માટે એક વ્યૂ પૉઇન્ટ બનાવાયો છે જ્યાંથી તેનું ભવ્ય રૂપ જોઇ શકાય છે.

pic source:holidayrider.com

Photo of ભારતના પાંચ સૌથી ઉંચા ઝરણા by Paurav Joshi

4. નોહશંગથિયાંગ ફૉલ્સ:

આ ઝરણાંને મુખ્યત્વે Seven Sisters Waterfalls કે Mawsmai Fallsના નામથી પણ ઓળખવામાં આવે છે. મેઘાલયના પૂર્વોર્તર ખાસી હિલ્સ જિલ્લાના મોસમી ગામથી 1 કિ.મી. દક્ષિણમાં સ્થિત તેમજ 315 મીટરની ઉંચાઇએ આ ભારતનું ચોથું સૌથી ઉંચુ ઝરણું છે. નોહશંગથિયાંગ ફૉલ્સ કે સેવન સિસ્ટર ફૉલ્સથી નીકળતી પાણીની સાત ધારાઓ, ઉત્તર પૂર્વી ભારતના સેવન સિસ્ટર રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને મેઘાલયનું પ્રતીક છે. ચોમાસામાં આ ઝરણાને જોવા લોકો દૂર દૂરથી આવે છે. શિલૉંગથી તેનું અંતર અંદાજે 100 કિ.મી. છે, જ્યારે ગુવાહાટીથી આ 190 કિ.મી.ના અંતરે આવેલું છે.

pic source:holidayrider.com

Photo of ભારતના પાંચ સૌથી ઉંચા ઝરણા by Paurav Joshi

5. દૂધસાગર ફૉલ્સ:

દૂધસાગર ફોલ્સનું નામ સાંભળતા જ તમને ગોવાનું એ વિશાળ ઝરણું યાદ આવશે જેની સામેથી ટ્રેન પસાર થાય છે, જેને ચેન્નઇ એક્સપ્રેસ ફિલ્મમાં પણ બતાવાયું હતું. 310 મીટરની ઉંચાઇના આ દૂધ જેવા સફેદ ઝરણાં સુધી પહોંચવા માટે પર્યટક અંદાજે 5 કલાકનું પગપાળા ટ્રેકિંગ કરીને જાય છે. દૂધસાગર ફોલ્સ ભગવાન મહાવીર અભયારણ્ય અને મૉલેમ નેશનલ પાર્કની પાસે જ છે. આ સુંદર ઝરણું ભારતનું પાંચમું સૌથી ઉંચુ ઝરણું માનવામાં આવે છે.

pic source:junpath.com

Photo of ભારતના પાંચ સૌથી ઉંચા ઝરણા by Paurav Joshi

Day 1

Meghalaya

Goa

Odisha

Karnataka

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads