બીજા લોકડાઉન પછી આપણે બધા જ ક્યાંક જવા માંગીએ છીએ પરંતુ હજુ સુધી બધા જ ટ્રાવેલ ડેસ્ટિનેશન ખુલ્યા ન હોવાથી નિરાશ થઈને બેસી જઈએ છીએ. પણ વિચારો તમે વ્હાઇટ સેન્ડ બીચ પર આરામ ફરમાવી રહ્યા છો અને ભૂરા ચોખ્ખા સમુદ્રના પાણીને નિહાળતા નિહાળતા તમારી ફેવરિટ રમ પી રહ્યા છો! તમારું આ સપનું હવે થશે સાચું.
મોરેશિયસ
ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ મોરેશિયસનો પેરેડાઇઝ ઈસલૅન્ડ 15 જુલાઈ, 2021 થી ફરીથી પર્યટકો માટે ખુલવા જઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ 2 ફેઝમાં ખુલશે:
15 જુલાઈ થી 30 સપ્ટેમ્બર સુધી પ્રથમ ફેઝમાં ફૂલી વેક્સીનેટેડ પર્યટકો રિસોર્ટની બાઉન્ડરી અંદર મજા કરી શકે છે. 14 દિવસથી વધુ સમય રહેતા પર્યટકો જો RT PCR નેગેટિવ નીકળે તો બહાર પણ ફરી શકે છે પરંતુ 14 દિવસથી ઓછો સમય રહેનાર લોકો માટે આ સુવિધા ઉપલબ્ધ નથી.
1 ઓક્ટોબર થી 31 ડિસેમ્બરના બીજા ફેઝમાં ફૂલી વેક્સીનેટેડ અથવા 72 કલાક પહેલાના નેગેટિવ રિપોર્ટ સાથેના પર્યટકોને અનુમતિ આપવામાં આવશે.
કોણ અહીંયા ટ્રાવેલ કરી શકે છે?
5 થી 7 દિવસ પહેલાના નેગેટિવ રિપોર્ટ ધરાવનાર અને ફૂલી વેક્સીનેટેડ 18 વર્ષથી મોટી ઉંમરના લોકો અહીંયા આવી શકે છે. એરપોર્ટ પર, આવ્યાના 7 માં અને 14 માં દિવસે પણ ટેસ્ટ કરાવવો જરૂરી છે.
ક્યાં રહેવું?
કોવિદ 19 સેફ રિસોર્ટનું લિસ્ટ 20 જુન સુધીમાં બહાર પાડવામાં આવશે. તમારે આ લિસ્ટમાંથી કોઈ રિસોર્ટ સિલેક્ટ કરવાનો રહેશે.
માટે જો તમે હજુ પણ વેકિસન ના લીધી હોય તો મોરેશિયસના સપના જોઈને વેકિસન લેવા માટેના કારણોમાં વધુ એક કારણ આજે જ ઉમેરો અને ગેટ વેક્સીનેટેડ!
.