કચ્છનાં સફેદ રણનો પ્રવાસ નક્કી કરતાં પહેલા મેં અનેક ટ્રાવેલ એજન્ટ્સ સાથે વાટાઘાટો કરી હતી. સામાન્ય રીતે બધી જ ટુર ધોરડોમાં રોકાય છે અને એક દિવસ ધોરડોથી માંડવી લઈ જવામાં આવે છે જે ત્યાંથી ઘણું જ નજીકમાં આવેલું છે.
પરંતુ ઈન્ટરનેટ પર થોડી ઊંડાણપૂર્વક તપાસ કરતાં મને માંડવીના સેરેના બીચ રિસોર્ટ વિષે જાણવા મળ્યું. ઈન્ટરનેટ પર જોતાની સાથે જ આ રિસોર્ટ મને ખૂબ જ ગમી ગયો. મને એવું લાગ્યું કે આ સ્થળ બહુ જ જોરદાર હશે અને ખરેખર એવું જ સાબિત થયું. કચ્છના રણની મુલાકાત લેતા દરેકને હું આ રિસોર્ટમાં રહેવા ચોક્કસ અનુરોધ કરીશ.
આ આલીશાન જગ્યામાં શું શું છે? ચાલો, એક નજર કરીએ.
સ્વાદિષ્ટ ભોજન:
અહીંની રેસ્ટોરાંમાં આપ અંદર કે બહાર ક્યાંય પણ બેસી શકો છો. શિયાળાના સમયમાં ઠંડીના કારણે લોકો અંદર બેસવાનું પસંદ કરે છે પણ બહાર બેસીને જમવાનો કઈક જુદો જ લ્હાવો છે. માત્ર શુદ્ધ શાકાહારી ભોજન અહીં મળે છે પણ જમવાનું એટલું બધુ સ્વાદિષ્ટ હોય છે કે ભલભલા લોકો નોનવેજ ભૂલી જાય છે. જીવનમાં ક્યારેક જ અવિસ્મરણીય સ્વાદિષ્ટ ભોજન આરોગવાનો મોકો મળતો હોય છે, આ રિસોર્ટની રેસ્ટોરાં આ તક આપે છે.

સુંદર અને આલીશાન કોટેજિસ
અમે જે કોટેજમાં રોકાયા હતા તે ઘણો જ વિશાળ હતો. ફ્રીઝની સાથોસાથ ચા-કોફી બનાવવાનું મશીન પણ આપવામાં આવ્યું હતું. રૂમમાં કિંગસાઇઝ બેડ પણ ઘણો જ આરામદાયક હતો. કોટેજની બહાર પુષ્કળ હરિયાળી હતી. જે રાત્રિના સમયે લાઇટ્સને કારણે ઔર જગમગી ઉઠતી હતી.

પ્રાઇવેટ બીચ
રિસોર્ટને અડીને જ એક પ્રાઇવેટ બીચ આવેલો છે. અહીંનાં મુલાકાતીઓ માટે આ સૌથી વધુ આકર્ષણનું સ્થળ છે. રિસોર્ટમાં રોકાયેલા લોકો માટે આ બીચ મોડી રાત સુધી ખુલ્લો રહે છે અને અહીં આરામખુરશીઓ પણ મૂકવામાં આવી છે જ્યાં બેસીને દરિયાકિનારની ઠંડી હવાનો લ્હાવો માણી શકાય છે.

વિશાળ સ્વિમિંગ પૂલ અને અદભૂત નજારો
અહી એક ખૂબ મોટો સ્વિમિંગ પૂલ પણ છે. હવે આપણને એમ થાય કે પાડોશમાં જ આટલો વિશાળ દરિયો હોય તો સ્વિમિંગ પૂલની શું જરૂર? પણ આ સ્વિમિંગ પૂલ એટલો ચોખ્ખો અને સુંદર છે કે આપોઆપ તેમાં ન્હાવાનું મન થઈ જાય છે. શિયાળાની ઠંડીમાં પણ કેટલાય લોકો આ પૂલમાં કૂદી પડે તેવું જોવા મળે છે. પૂલ ઉપરાંત અહીં બાળકો માટે એક્ટિવિટી સેન્ટર અને ગેમ રૂમ્સ પણ ઉપલબ્ધ છે.


યુગલો તેમજ પરિવાર માટે આદર્શ જગ્યા
આ રિસોર્ટ રોમેન્ટિક હોલિડેઝ માટે તો પરફેક્ટ છે જ, પણ પારિવારિક પ્રવાસ માણવા માટે જ પણ ઘણો જ સારો વિકલ્પ છે. અહીં બધા જ લોકો માટે પૂરતી સુવિધાઓ છે. ચાલવા માટે વોકિંગ ટ્રેક છે, મિનિ ગોલ્ફ કોર્સ છે, ગેમ સેન્ટર છે અને આ બધાની હાજરી આ રિસોર્ટની શોભા વધારી દે છે.
આ રિસોર્ટમાં એક દિવસનું રોકાણ ઘણું જ ટૂંકું જણાય છે, એટલી સુંદર જગ્યા છે આ! બહાર ગીચ વસ્તીથી દૂર આ રિસોર્ટ તમને અદભૂત શાંતિ અને યાદગાર મહેમાનગતિનો અનુભવ કરાવશે. માંડવી આવનાર લોકોના રોકાણ માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે એવું કહી શકાય.




મુલાકાતનો શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે રણ ઉત્સવ દરમિયાન
અંતર: ધોરડો ગામથી ૧૨૦ કિમી
૨ વ્યક્તિઓ માટે કિંમત: રુ ૪૦૦૦ (નાસ્તા વગર)