Maldives (માલદીવ) એક એવી જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો ફરવા જવાનું સપનું જુએ છે. પરંતુ ત્યાં પહોંચવાનો ખર્ચ વધારે છે. ઘણાં Bollywood Celebs (બૉલીવુડ સેલેબ્સ) પણ Maldives (માલદીવ) જાય છે. અને ત્યાંથી પોતાની યાત્રાના વીડિયો શેર કરે છે, જે આપણને પણ લલચાવે છે. પરંતુ વધારે ખર્ચના કારણે આપણે આપણા સપનાને મારી નાંખવા પડે છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. ભારતમાં એક જગ્યા એવી પણ છે જ્યાં Mini Maldives (મિની માલદીવ) સ્થિત છે.
આ જગ્યા Tehri Uttarakhand (ટિહરી ઉત્તરાખંડ)માંમા મમાં છે. અહીં તમે માલદીવની જેટલી મજા લઇ શકો છો. આ ઉપરાંત ટ્રિપ પણ તમારા બજેટમાં હશે. ટિહરી બંધ પર ઉત્તરાખંડનું મિની માલદીવ સ્થિત છે. આ ગંગા અને ભાગીરથી નદી પર બનેલું છે. આ જગ્યાને ફ્લોટિંગ હટ્સ અને ઇકો રૂમ્સ પણ કહેવામાં આવે છે.
અહીંથી તમે પહાડો અને સુંદર ખીણો જોઇ શકો છો. ખાસ વાત એ છે કે તમે Floating House (ફ્લોટિંગ હાઉસ)માં રહેવા ઉપરાંત બીજી પણ ઘણી ચીજોનો આનંદ ઉઠાવી શકો છો. તમે નદીમાં ઘણી રસપ્રદ એક્ટિવિટીઝ કરી શકો છો. તમે નદીમાં બોટિંગ, બનાના રાઇડ્સ અને પેરાસિલિંગનો પણ આનંદ લઇ શકો છો.
આ ઉપરાંત, તમે કાયાકિંગ, બોટિંગ, બનાના વૉટર રાઇડ, બેંડવાગન વૉટર રાઇડ, હૉટડૉગ રાઇડ, પેરાગ્લાઇડિંગ અને જેટ સ્કીઇંગ જેવી અન્ય વોટર ફન એક્ટિવિટીનો આનંદ લઇ શકો છો. તમને જણાવી દઇએ કે ગરમીની સીઝનમાં અહીં પર્યટકોની સંખ્યા વધારે હોય છે. અહીં દૂર દૂરથી લોકો ફરવા આવે છે.
આ સુંદર જગ્યાએ તમે તમારા ખાસ દિવસ માટે બર્થ ડે કે પ્રી-વેડિંગ ફોટોશૂટ પણ કરાવી શકો છો. આ ઉપરાંત તમે તમારા પરિવાર, દોસ્તો કે પાર્ટનરની સાથે ફરવા ગયા છો તો અહીં ફોટોશૂટ પણ કરાવી શકો છો. અહીં તરતી હટ અને પાણીથી જોવા મળતી સુંદર ખીણો તમારા ફોટોમાં ચાર ચાંદ લગાવી દેશે. એક્ટિવિટીઝ ઉપરાંત તમે નોર્થ કોન્ટિનેન્ટલ અને ચાઇનીઝ ખાવાનો ટેસ્ટ કરી શકો છો. આ ઉપરાંત અહીં બુફે સિસ્ટમની પણ સુવિધા છે.
કેવી રીતે કરશો ફ્લોટિંગ હટનું બુકિંગ
Floating House (ફ્લોટિંગ હાઉસ) માટે બુકિંગ કરવાનું ઘણું જ સરળ છે. જેના માટે તમે ઓનલાઇન બુકિંગ કરાવી શકો છો. એવી અનેક વેબસાઇટ કે એપ છે જેના દ્વારા તમે રૂમ બુક કરી શકો છો. તમે રૂબરૂ જઇને પણ રૂમ બુક કરી શકો છો. રૂમ બુક કરાવતી વખતે તમારા બજેટનું ધ્યાન રાખો. જો જરૂરી ન હોય તો બહુ મોંઘો રૂમ ન લો. જરૂર કરતાં વધારે ખર્ચ ન કરો. જેથી યાત્રા દરમિયાન તમે અન્ય ચીજો જોઇ શકો. એવું કહેવાય છે કે એક રાત રોકવા માટે તમારે લગભગ 6 થી 8 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. સારું એ રહેશે કે તમે ઓનલાઇન જ ફ્લોટિંગ હટનું બુકિંગ કરો, શું ખબર તમને કંઇક ડિસ્કાઉન્ટ કે સારો ઓપ્શન મળી જાય.
કેવી રીતે જશો ટિહરી
ટિહરીમાં ફ્લોટિંગ હટ્સ દિલ્હી, દેહરાદૂન કે હરિદ્વારથી સરળતાથી પહોંચી શકાય છે. તમે દિલ્હીથી બસ કે કેબ લઇ શકો છો. જે લગભગ 8 થી 10 કલાકમાં તમને અહીં પહોંચાડી દેશે. મસૂરીથી આ ફ્લોટિંગ હાઉસ 81.6 કિલોમીટર દૂર છે, જ્યારે ઋષિકેશથી 83.8 કિ.મી. દૂર છે. અહીં પહોંચવા માટે તમે ફ્લાઇટ લઇ શકો છો. દેહરાદૂન એરપોર્ટ અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ છે, જે હોટલથી 82.3 કિ.મી. દૂર છે. ઋષિકેશથી તમે અહીં પહોંચવા માટે બસ પકડી શકો છો. અહીં ફરવાનો સૌથી સારો સમય એપ્રિલથી જૂનની ગરમીઓ દરમિયાનનો હોય છે.
નજીકમાં જોવાલાયક સ્થળો
મસૂરી
મસૂરી તેની સુંદરતા માટે જાણીતું છે. તેને પર્વતોની રાણી પણ કહેવાય છે. આ હિલ સ્ટેશન ફરવા માટે બહુજ સરસ જગ્યા છે અને અહીં તમે તમારા પાર્ટનર, પરિવાર કે મિત્ર સાથે આવી શકો છો. મસૂરી દેહરાદૂનથી માત્ર ૩૫ કિલોમીટર દુર આવેલું છે અને શાંતિથી સમય પસાર કરવા માટે પણ આ સ્થળ ખુબ જ ખાસ છે.
ટિહરીથી મસૂરી પણ નજીક છે. આ જગ્યા ટ્રેકિંગ કરવા અને વોટર ફોલ જોવા માટે ઘણી જ ફેમસ છે. અહીં કેમ્પ્ટી ફૉલ, ગન હિલ પોઇન્ટ, મોલરોડ, ધનોલ્ટી અને કનાતલ જેવી જગ્યા પર ફરી શકો છો. મસૂરીમાં આરામથી 600 રુપિયામાં હોટલ મળી જશે. ત્રણ દિવસના રહેવાનો ખર્ચ 2000 રુપિયાની આસપાસ થશે. જમવાનો અને નાસ્તા-પાણીનો 3 દિવસનો ખર્ચ 1200થી 1500 રુપિયા જેટલો થાય. સરવાળે 6 હજારથી વધુ ખર્ચ નહીં થાય.
મસૂરી દિલ્હીથી લગભગ 279 કિલોમીટર દૂર છે. તમે અમદાવાદથી દિલ્હી અને ત્યાંથી દહેરાદૂન ટ્રેનથી જઇ શકો છો અને ત્યાર બાદ ત્યાંથી બસમાં મસૂરી પહોંચી શકાય છે. આ ઉપરાંત, અમદાવાદથી દિલ્હી કે સીધી હરિદ્વારની ટ્રેન જાય છે. હરિદ્વારથી મસૂરી બસમાં જઇ શકાય છે.
ઋષિકેશ
એડવેન્ચર એક્ટિવિટી કરવા માટે આ બેસ્ટ ટૂરિસ્ટ પ્લેસ છે. દિલ્હીથી 229 કિ.મી. દૂર છે. અગાઉ જણાવ્યું તેમ અમદાવાદથી હરિદ્ધારની સીધી ટ્રેન છે. જવા-આવવાના 1100 રુપિયા થાય. હરિદ્ધારથી ઋષિકેશ 28 કિ.મી. દૂર છે. અહીં ઘણાં આશ્રમો છે જ્યાં તમે દિવસના 150 રુપિયાથી ઓછામાં પણ રોકાઇ શકો છો. હોસ્ટેલ અને હોમસ્ટે પણ મળી જશે.
ઋષિકેશ ગંગા અને ચંદ્રભાગા નદીઓના સંગમ સ્થળ પર વસેલું છે. અહીં મંદિરો અને આશ્રમો બહુ મોટી સંખ્યામાં આવેલા છે. ગંગા, યમુના, સરસ્વતી આ ત્રણ નદીઓના સંગમ સ્થળ ત્રિવેણી ઘાટ પર, શ્રધ્ધાળુઓ સ્નાન કરી અહીં પૂજા અર્ચના કરે છે. નજીકમાં સ્વામી શિવાનંદજીનો આશ્રમ આવેલો છે. આ ઉપરાંત અહીં ગંગા નદીની ઉપર ૧૯૩૯માં લોખંડના દોરડાથી બનાવેલો લક્ષ્મણ ઝુલાનામનો ઝુલતો પુલ છે. પુલની લંબાઈ લગભગ ૪પ૦ ફૂટ જેટલી છે. અહીંથી ગંગા નદીનો વ્યૂ તથા તેની આજુબાજુના સુંદર દ્રશ્યોનું તમે અવલોકન કરી શકો છો. મુખ્ય બજાર પુરૂ થતા જ આવતો સુંદર ત્રિવેણીઘાટ છે. લક્ષ્મણ ઝુલાથી નજીકમાં ગીતાભવન આવેલું છે. જેની શિલ્પકલા અને કારીગરી પર્યટકોને ગમી જાય તેવી છે. સુંદર અને શાંત હોવાથી તેને '' સ્વર્ગાશ્રમ ''થી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અહીં ભારતમાતાનું મંદિર જોવાલાયક છે. શિવાનંદ આશ્રમ અને સ્વર્ગાશ્રમની વચ્ચે લક્ષ્મણ ઝૂલા જેવો જ શિવાનંદ ઝૂલાનો પુલ આવેલો છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો