બેચલર પાર્ટી, બર્થડે સેલિબ્રેશન, ફેમિલી ટૂર કે પછી ખાલી કોઈ વિકેન્ડ ટૂર, દરેક મુંબઈકર માટે ગોવાનું કંઈક વિશેષ સ્થાન છે. કોઈ પણ પ્રસંગ હોય, મુંબઈના લોકો ગોવા જવા હંમેશા થનગનતા હોય છે. પણ, વાસ્તવિકતાને અવગણી ન શકાય. કોઈએ પણ સ્વીકારવું જ પડે કે ગોવા ઓવરરેટેડ, ઓવર-ક્રાઉડેડ અને અફકોર્સ, મોંઘુ છે.
ગોવાનો કોઈ શાંત વિકલ્પ શોધવા માટે મેં મહારાષ્ટ્રના ખૂબસુરત દરિયાઈ વિસ્તારની ટ્રીપનો એક ધમાકેદાર પ્લાન બનાવ્યો. ૪ દિવસમાં ૫૦૦ કિમીની કોસ્ટલ ટ્રીપ પછી હવે જો કોઈ મને ગોવા જવા અંગે પુછે તો હું પ્રેમથી ના પાડીશ, "સોરી, બટ નોટ સોરી."
ધ રૂટ:
રોડટ્રિપની શરૂઆત થાય છે દેશની આર્થિક રાજધાની મુંબઈથી. પહેલા દિવસે કાશીદ, એક ઓછું જાણીતું પણ વિકેન્ડ માટેનું મસ્ત સ્થળ. કાશીદના સુંદર બીચની મજા માણ્યા બાદ રત્નાગીરી જિલ્લાના અંજારલે નગર તરફ, બીજા દિવસે દક્ષિણ બાજુ માલગુંડ, દરિયાકિનારે વસેલું એક અનોખું ગામ જે સિમેન્ટ કોન્ક્રીટના જંગલોથી જોજનો દૂર છે. એન્ડ લાસ્ટ બેટ નોટ ધ લિસ્ટ, પછીના દિવસે તરકાર્લી, સફેદ રેતી અને ચોખ્ખા પાણી માટે જાણીતું ગામ.
મહારાષ્ટ્રના દરિયાકિનારાના છૂપારત્નોની સફર કરવા આ રસ્તો ફોલો કરી શકાય:
મુંબઈ- કાશીદ- અંજારલે- માલગુંડ- તારકાર્લી
પ્રવાસની વિગતો:
આ એક ૪ દિવસ લાંબો પ્રવાસ હતો.
રોડ ટ્રીપનો આરંભ મુંબઈથી NH66 પર થાય છે, જ્યાં કાશીદ નગર પાસે બહુ જ સુંદર બીચ છે. જ્યાં કાશીદ નગર પાસે બહુ જ સુંદર બીચ છે. મહારાષ્ટ્રના ઉત્તર કોંકણ પ્રદેશમાં આવતા કાશીદનો શાંત બીચ મુંબઈથી જતા લોકોને અપાર શાંતિનો અનુભવ કરાવે છે. રજાના દિવસોમાં મુંબઈથી વિવિધ જગ્યાએ ફરવા જતા ઘણા લોકો હવે કાશીદ જવા લાગ્યા છે, તેમ છતાં હજુ સુધી 'ઓફબીટ' જગ્યાની યાદીમાં ચોક્કસપણે મૂકી શકાય છે. મૂળ તો કાશીદ એ નાનું પરંપરાગત મહારાષ્ટ્રીયન નગર છે જેની પાસે કાશીદ બીચ જેવો શાંત અને સુંદર ખજાનો છે. એક વખત આ સ્વચ્છ સફેદ રેતીવાળા બીચની મુલાકાત લેનાર તેના કાયમી 'ફેન' બની જાય છે.
અંતર: ૧૪૫ કિમી
વાહનમાર્ગે સમય: ૫ કલાક
અનોખો અનુભવ: ફંસાદ વાઇલ્ડલાઇફ સેન્ક્ચુરી ખાતે જંગલ સફારી દ્વારા જંગલની મુલાકાત લઇ, ઐતિહાસિક પોર્ટુગીઝ કિલ્લો જોઈ, ભારતના સૌથી મોટા મેરિન જંગલોમાંના એક એવા જંગલને માણી શકાય છે. મુરુદ જંજીરા ફોર્ટ જોઈને કાશીદ ખાતે સ્કીઇંગ પણ કરી શકાય છે.
રોકાણ: રિવરસાઇડ ફાર્મ્સ કાશીદ અને આનંદી વિલા. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો.
બીજા દિવસે રેવડાડા- મુરુદ રોડ પર મહારાષ્ટ્રની આકર્ષક કોસ્ટલલાઈન પર આગળ વધીએ તો અંજારલે પહોંચાય છે. એક નાનું બંદર જે ખુબ ચોખ્ખા બીચને સાચવીને બેઠું છે. કાશીદથી અંજારલેની સફર દરમિયાન સાવિત્રી નદીમાં ફેરી એ આખી રોડટ્રિપમાં સોનામાં સુગંધ ભેળવનારી બની રહે છે. અંજારલે હજુ પ્રવાસનક્ષેત્રે વધુ પ્રખ્યાત ન હોવાથી હરિયાળા જંગલો વચ્ચે ત્યાં માનવ-મેદનીથી દૂર સફેદ રેતીવાળા બીચ એ સંપૂર્ણ એકાંતનો આનંદ માણવા માટેનો આદર્શ મુકામ છે.
અંતર: ૧૧૦ કિમી
વાહનમાર્ગે સમય: ૪ કલાક ૩૦ મિનિટ
અનોખો અનુભવ: કડ્યવાર્ચા ગણપતિ મંદિર ખાતે પ્રાર્થના એ અદભુત અલૌકિક અનુભવ છે, ઐતિહાસિક સુવર્ણદુર્ગ કિલ્લાનો ઇતિહાસ જાણવો એ અનેરો લ્હાવો છે, અને અંજારલે બીચ ખાતે સનસેટ તો ખરો જ.
રોકાણ: એક્ઝોટિકા સુવર્ણ સમુદ્ર અને કન્ટ્રી બ્રાન્ડ ચૈતરબાન રિસોર્ટ. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો.
મહારાષ્ટ્ર સ્ટેટ હાઇવે નં.૪ પરથી માલગુંડ પહોંચી શકાય છે, માલગુંડ એક વિખ્યાત મરાઠી કવિ કેશવસૂતનું વતન છે. સાહિત્યના રસિકોને આ ગામ ઘણું જ આકર્ષે છે કેમકે તેઓ આ કવિના ઘર અને મેમોરિયલની મુલાકાતે આવે છે. અલબત્ત, ઘણા ઓછા લોકો જાણે છે કે માલગુંડ એ આનંદદાયક બીચ ટ્રીપ માટેનું પણ એક સારું ઠેકાણું સાબિત થઇ શકે તેમ છે. પ્રસિદ્ધ ગણપતિપુલ બીચ અહીંથી માત્ર ૫ કિમીના અંતરે આવેલો છે. બંનેની સરખામણી કરતા એક સ્પષ્ટ તફાવત નોંધી શકાય કે માલગુંડ commercialization થી જોજનો દૂર છે, અહીં કુદરતને સંપૂર્ણપણે માણી શકાય છે.
અંતર: ૧૧૫ કિમી
વાહનમાર્ગે સમય: ૪ કલાક
અનોખો અનુભવ: તિલક અલી મ્યુઝિયમ ખાતે લોકપ્રિય સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય તિલક અને તેમના જીવનકાળ વિષે માહિતગાર થવું, રત્નાગીરીની સુપ્રસિદ્ધ હાફુસ કેરીની જિયાફત માણવી, ૧૩ એકરમાં ફેલાયેલો ૧૬મી સદીનો વિજયી એવો અદભુત જયગઢ કિલ્લાનો અનુભવ, જયગઢની દીવાદાંડી પરથી ખુબ રમણીય ફોટોગ્રાફ્સ પાડી શકાય છે.
રોકાણ: માહિતી માટે અહીં ક્લીક કરો.
તારકાર્લી એટલે મહારાષ્ટ્રમાં વોટર એક્ટિવિટીઝ માટે છૂપા રટણ જેવી જગ્યા જે NH66 ના રસ્તે માલગુંડથી ૪ કલાકની ડ્રાઈવે બાદ પહોંચી શકાય છે. હિન્દ મહાસાગરના કિનારે વસેલા આ નગરમાં આવેલો બીચ એ મહારાષ્ટ્રના છેલ્લા દરિયાકિનારાઓમાંનો એક છે. અહીંથી ગણતરીના કિમીના અંતરે ગોવા રાજ્ય શરુ થઇ જાય છે. આ બીચને પ્રેમ કરવાનું આ પણ સૌથી મોટું કારણ છે.
અંતર: ૨૦૦ કિમી
વાહનમાર્ગે સમય: ૫ કલાક
અનોખો અનુભવ: દાજીપુરમાં બાઇસન નેશનલ પાર્કની મુલાકાત, સ્નોર્કલિંગ અને સ્કૂબા ડાઇવિંગનો રોમાંચ, ટ્રેડિશનલ હાઉસબોટમાં એક રાત્રિરોકાણ.
રોકાણ: માહિતી માટે અહીં ક્લીક કરો.
શું તમે પણ બીચ-પ્રેમી છો? શું તમને પણ રોડટ્રિપ્સ કરવી ગમે છે? તમારો રોમાંચક અનુભવ અહીં શેર કરો.
Tripoto travel community દ્વારા તમારા જેવા લાખો ટ્રાવેલર્સ સાથે તમારા ફોટોઝ અને ટ્રાવેલ સ્ટોરીઝ શેર કરો.
ફ્રીમાં ટ્રાવેલ કરવા તૈયાર છો? મેળવો ક્રેડિટ્સ અને તેને Tripotoની વિવિધ ઓફર્સ, હોટેલ બુકિંગ અને વેકેશન પેકેજીઝ સાથે રિડીમ કરો!