IRCTC પેકેજ દ્વારા શ્રાવણમાં કરો મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરના દર્શન, જાણો પેકેજની કિંમત

Tripoto
Photo of IRCTC પેકેજ દ્વારા શ્રાવણમાં કરો મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરના દર્શન, જાણો પેકેજની કિંમત by Paurav Joshi

દોસ્તો, જો તમે પણ શ્રાવણ મહિનામાં ભગવાન શિવના મુખ્ય સ્થળો જેવા કે મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગો પર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આઇઆરસીટીસી (IRCTC) તમારા માટે એક ટૂર પેકેજ લઇને આવ્યું છે. જે હેઠળ તમને મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર જ્યોર્તિલિંગોના દર્શન કરાવાશે. સાથે જ આ પેકેજ હેઠળ તમને ઇન્દોર અને ઉજ્જૈનમાં અલગ-અલગ જગ્યાઓ પર પણ ફેરવવામાં આવશે. તો આવો વધારે વિલંબ કર્યા વગર જાણો આ પેકેજની કિંમત, કેટલા દિવસોની રહેશે ટૂર, શું-શું સુવિધાઓ તેમાં હશે સામેલ?

પેકેજની ડિટેલ્સ-

દોસ્તો, આ ટૂર પેકેજ કુલ 6 દિવસ અને 5 રાતનું છે. આ પેકેજ માટે ભાડું 27,150 રૂપિયા પ્રતિ વ્યક્તિથી શરૂ થાય છે. પેકેજમાં યાત્રીના આવવા-જવાથી લઇને રોકાવા અને ખાવા-પીવા સુધીની વ્યવસ્થા સામેલ છે. આ પેકેજની શરૂઆત લખનઉથી થશે. આ પેકેજ માટે યાત્રા 5 ઓગસ્ટ, 2022થી શરૂ થશે.

Photo of IRCTC પેકેજ દ્વારા શ્રાવણમાં કરો મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરના દર્શન, જાણો પેકેજની કિંમત by Paurav Joshi

1. પેકેજનું નામ- (Glimpses of Madhya Pradesh- Ujjain & Indore) ગ્લિમ્પસિસ ઑફ મધ્ય પ્રદેશ – ઉજ્જૈન એન્ડ ઇન્દોર

2. પેકેજનો સમયગાળો- 5 રાત અને 6 દિવસ

3. ટ્રાવેલ મોડ- ફ્લાઇટ

4. ડેસ્ટિનેશન- ઇન્દોર, મહાકાલેશ્વર, માહેશ્વર, માંડૂ, ઓંકારેશ્વર

5. ટ્રિપની શરૂઆત- 5 ઓગસ્ટ 2022થી

6. બોર્ડિંગ પોઇન્ટ- લખનઉ એરપોર્ટ

શું હશે ટૂર પેકેજની કિંમત?

દોસ્તો, આ ટૂર પેકેજની કિંમતની વાત કરું તો કંમ્ફર્ટ ક્લાસમાં ટ્રિપલ ઑક્યુપેંસી પર તમને પ્રતિ વ્યક્તિ ખર્ચ 27,150 રૂપિયા થશે. જ્યારે ડબલ ઑક્યૂપન્સી પર તમને 28,850 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ કરવા પડશે. સાથે જ સિંગલ ઑક્યુપન્સી માટે તમારે પ્રતિ વ્યક્તિ ખર્ચ 36,500 રૂપિયા કરવો પડશે. 5 થી 11 વર્ષના બાળક માટે 23,750 રૂપિયા ચાર્જ છે.

આ જગ્યાઓ પર મળશે ફરવાની તક

આ પેકેજમાં તમને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, હરસિદ્ધિ મંદિર, કાળ ભૈરવ મંદિર, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, મહેશ્વર અહિલ્યા કિલ્લો, અહિલ્યા માતા, રાજગાદી દર્શન, રાજેશ્વરી મંદિર નર્મદા નદી, માંડૂમાં રાણી રૂપમતી પેવેલિયન, જહાજ મહેલ, હિંડોળા મહેલ, ઇકો પોઇન્ટ અને નીલકંઠ મંદિર ફરવાની તક મળશે.

મળશે આ સુવિધાઓ

1. જો તમે આ પેકેજ લો છો તો તમારે 3 સ્ટાર ડિલક્સ હોટલમાં 5 રાત રોકાવાની તક મળશે.

2. પેકેજમાં તમને બ્રેકફાસ્ટ અને ડિનર બન્ને આપવામાં આવશે

3. સાથે જ દર્શનીય સ્થળો પર ફરવા માટે તમને એસી વ્હીલ પણ આપવામાં આવશે

4. આ પેકેજમાં તમને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવશે

કેવી રીતે કરી શકો છો પેકેજનું બુકિંગ?

દોસ્તો, આ ટૂર પેકેજ માટે બુકિંગ માટે તમારે IRCTCની ઑફિશિયલ વેબસાઇટ www.irctctourism.com પર વિઝિટ કરવી પડશે. IRCTCની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને તમે પેકેજની બધી ડિટેલ્સ ચેક કરી શકો છો અને પોતાની સુવિધા અનુસાર પેકેજ પણ બુક કરી શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads