સાંભળવા અને સમજવા બન્નેમાં ઘણું અટપટુ લાગે છે, કે દુનિયાના બધા 5 દેશ જ્યાં એરપોર્ટ નથી, યૂરોપમાં છે! બિલકુલ બરોબર વાંચ્યુ તમે, આનું કારણ છે આ નાના દેશોમાં જગ્યાની કોઇ કમી કે પૂર્ણ રીતે પર્વતીય ક્ષેત્રમાં સ્થિત હોવું છે. તો આવો જાણીએ આ દેશો અંગે અને સાથે જ શોધ કરીએ કે શું છે રખડુઓ માટે અહીં ફરવાયક..
1. એન્ડોરા
UN નું મેમ્બર અને યૂરોપનો છઠ્ઠો સૌથી નાનો દેશ છે જે પાઇરેનીસ પર્વત પર આવેલો છે. ફ્રાન્સ અને સ્પેન આના પડોશી દેશ છે. તેનું પાટનગર અંડોરા લા વેલા યૂરોપની સૌથી ઉંચી (1,023 મીટર) રાજધાની છે. આ દુનિયાનો 16મો સૌથી નાનો દેશ છે. જે આકારમાં એટલો નાનો છે કે તેના જેવા 6500 દેશ મળીને એક ભારત બને. તેની ઓફિસિયલ ભાષા કેટલોન છે. અહીં સ્પેનિશ, પોર્ટુગીશ અને ફ્રેન્ચ ભાષાઓ બોલાય છે. તેની મુદ્રા યૂરો છે. યુરોપિયન યૂનિયનનું સભ્ય ન હોવા છતાં તેને યુરોપિયન દેશો પાસેથી વિશેષ દરજ્જો પ્રાપ્ત છે.
આ એક ટેક્સ હેવન દેશ છે. દર વર્ષે અહીં અંદાજે 1 કરોડથી વધુ ટૂરિસ્ટ રજાઓ મનાવવા આવે છે. અહીંની ઇકોનોમીના 80% GDP એકલા ટૂરિઝમથી આવે છે. આ મુખ્યત્વે પોતાના 175 કિ.મી. લાંબા સ્કીઇંગ ગ્રાઉન્ડ અને વિશ્વના સૌથી સુંદર સ્કી રિસોર્ટ્સ માટે જાણીતું અને ટ્રાવેલ કરવામાં આવતું સ્થળ છે. અહીંથી નજીકનું એરપોર્ટ 12 કિ.મી. દૂર છે જ્યાંથી ટૂરિસ્ટ આને એક્સેસ કરી શકે છે. રોડ અને રેલવે સારી રીતે કનેક્ટેડ છે.
2. લિકટેંસ્ટાઇન
પશ્ચિમ યૂરોપનું બધી બાજુ જમીનથી ઘેરાયેલું, સ્વિટ્ઝરલેન્ડ અને ઑસ્ટ્રિયાનો પડોશી આ દેશ આકારમાં એટલો નાનો છે કે આના જેવા 62500 દેશ મળીને એક ભારત બનશે. આ યૂરોપનો ચોથો સૌથી નાનો દેશ છે. ઉઝબેકિસ્તાન ઉપરાંત આ દુનિયાનો બીજો ડબલી લેન્ડલૉક્ડ દેશ પણ છે. તેની સૌથી નજીક જૂરિક એરપોર્ટ છે જે અંદાજે 130 કિ.મી. દૂર છે. રેલવે અને રોડ સાથે સારીરીતે કનેક્ટેડ છે.
જર્મન ભાષા બોલનારા દેશોમાંથી આ એકમાત્ર સંપૂર્ણ રીતે આલ્પ્સ પર્વત પર વસેલું છે. અને આ જ કારણે આ વિન્ટર સ્પોર્ટ્સ માટે ઘણું જ પ્રસિદ્ધ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અહીં નાગરિકોથી વધુ કંપનીઓ રજિસ્ટર છે. ટૂરિઝમ અહીંની અર્થવ્યવસ્થાનો એક મોટો હિસ્સો છે.
3. મોનાકો
માત્ર 2 ચોરસ કિ.મી. આકારવાળો આ દેશ વેટિકન સિટી બાદ દુનિયાનો સૌથી નાનો દેશ છે. સમુદ્ર કિનારાવાળા દેશોમાં તેની દરિયાઇ સીમા પણ દુનિયામાં સૌથી નાની એટલે કે 3.83 કિ.મી. છે. પશ્ચિમી યૂરોપમાં ત્રણ અને ફ્રાંસથી ઘેરાયેલુ અને બીજી તરફ દક્ષિણ ભૂમધ્ય સાગરથી ઘેરાયેલો આ દેશ દુનિયાની સૌથી મોંઘી અને અમીર જગ્યાઓમાંનો એક છે. અહીં ફ્રેન્ચ આધિકારિક ભાષા પર ઇંગ્લિશ અને ઇટાલિયન ભાષા પણ સારીએવી સંખ્યામાં લોકો દ્વારા બોલવામાં આવે છે.
આટલું બધુ જાણ્યા બાદ અંદાજો લગાવવો કઠીન નથી કે અહીંની અર્થવ્યવસ્થાનો એક મોટો હિસ્સો ટૂરિઝમથી આવે છે જે અહીંના ખુશનુમા ક્લાઇમેટ, કેસીનો અને ઘણી મોટી ગેમ્બલિંગ ઇન્ડસ્ટ્રીઝને કારણે છે. અહીં કોઇ વ્યક્તિ પાસેથી આવકવેરો નથી લેવામાં આવતો. એટલે આને એક ટેક્સ હેવન પણ માનવામાં આવે છે. દર વર્ષે થનારા મોનાકો ગ્રાં પ્રી આખી દુનિયામાં સૌથી મોટી રેસ માનવામાં આવે છે. જેને જોવા માટે દર વર્ષે લાખો લોકો આવે છે. આ દેશને પણ પોતાનું કોઇ એરપોર્ટ નથી. સૌથી નજીકનું એરપોર્ટ ફ્રાંસના નીસ શહેરમાં છે. રોડ અને રેલવેની સુવિધાઓ સારી કનેક્ટિવિટી ધરાવે છે. અહીં વિશ્વની પ્રસિદ્ધ મોન્ટે કાર્લો હાર્બર કસીનો અને ગ્રાં પ્રી ફોર્મૂલા વન રેસિંગ માટે જાણીતું છે.
4. સાન મરીનો
દક્ષિણી યૂરોપમાં ચારે બાજુ ઇટાલીથી ઘેરાયેલો આ દેશ માત્ર 61 ચોરસ કિ.મી. ક્ષેત્રમાં એપિનેન પર્વતના ઉત્તર-પૂર્વી કિનારે વસેલો છે. ઇટાલિયન અહીંની મુખ્ય ભાષા છે.
દર વર્ષે 20 લાખ ટૂરિસ્ટ્સ અહીં ફરવા માટે આવે છે, જેનું કારણ આ દેશનું ઇટાલીથી નજીક હોવું છે. ઇટાલીથી અત્યંત નજીક તેમજ ફુટબૉલ ગેમ્સ અને વિશ્વ પ્રસિદ્ધ સાન મરીનો ગ્રાં પી ફોર્મૂલા વન કાર રેસ છે. ટૂરિઝમ અહીંની ઇકોનોમીનો 22 % હિસ્સો છે. અહીં ફરવા આવો તો ફેરારી મ્યૂઝિયમ જરૂર જુઓ.
5. વેટિકન સિટી
દદુદુનિયાનો સૌથી નાનો દેશ ચારે બાજુ ઇટાલીથી ઘેરાયેલો છે, એને તેનું પણ પોતાનું કોઇ એરપોર્ટ નથી. રોમનું લિયોનાર્ડો દા વિંચી ફેમિસિનો એરપોર્ટ વેટિકન સિટીથી લગભગ 30 કિ.મી. દૂર છે. રોડથી બાકી જગ્યાએ જઇ શકાય છે. અહીં મુખ્યત્વે ક્રિશ્ચિયન ધાર્મિક ટૂરિઝમ અને સિટી ટૂર જ કરવામાં આવે છે.
આની નજીક તમે આ દેશોને જરૂર એક્સપ્લોર કરો..
Italy
ઇટાલી તેના અનેક વર્લ્ડ હેટિટેજ સાઇટ્સ, ફેશન અને ખાવા માટે જાણીતો છે આ દેશ
France
યૂરોપથી સૌથી વિકસિત ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાંનું એક ફ્રાન્સ તેના કલ્ચર, આર્ટ, ફેશન, ભોજન અને સુંદર શહેરો માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો