દરેકના જીવનમાં અઢળક કિસ્સાઓ હોય જ છે, પણ પ્રવાસ-પ્રેમીઓની વાત જ કઈક જુદી છે. કોઈ પણ માણસ બાળકમાંથી ઘરડો ભલે બની જાય પણ તેને પોતાના જીવનકાળમાં થયેલા પ્રવાસ જરુર યાદ હશે. મમ્મી પપ્પા સાથે વૈષ્ણોદેવીના દર્શને જવું, મિત્રો સાથે ગોવા જવું કે જીવનસાથી સાથે શિમલાની ઠંડી માણવી.. પ્રવાસ ખાસ હોય છે કેમકે આપણા વ્યસ્ત જીવનમાં સૌથી વધુ મજા આવા દિવસોમાં થતી હોય છે.
તમારે પણ આવો જ કઈક મોજીલો અનુભવ માણવો હોય તો પહોંચી જાઓ મહારાષ્ટ્રના લોનવલામાં આવેલા આ આલીશાન રિસોર્ટમાં..
રિસોર્ટ વિષે..
આ રિસોર્ટ મુંબઈથી માત્ર બે કલાકના અંતરે આવેલો છે. જો તમારે આરામદાયક લક્ઝુરિયસ રજાઓ વિતાવવી હોય તો આ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. કુદરતના સાનિધ્યમાં બનેલા આ રિસોર્ટમાં બધી જ જરૂરીયાતો ઉપલબ્ધ છે.
રૂમ્સ વિષે..
અહીં છ પ્રકારના રૂમ્સ આવેલા છે.
1. ગાર્ડન વિલા રૂમ- 16,000 રૂ
ગાર્ડન વિલામાં તમારા રહેવા માટે 5000 ચોરસ ફૂટના વિસ્તારમાં બનેલા ત્રણ રૂમ અને એક હોલની વ્યવસ્થા છે. રૂમની અંદર ટેબલ ખુરશી જેવુ ફર્નિચર પણ ખૂબ જ સુંદર છે. રૂમની સામે જ સરસ સૂર્યપ્રકાશ આવે છે અને નજીકમાંજ માછલીઓનું નાનું તળાવ પણ છે. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં તમે આરામથી તમારો સમય વિતાવી શકો છો.
રૂમ તો મોટા છે જ, વળી અહીં એક મોટો કવીન સાઇઝ બેડ પણ મળી રહેશે. બહાર બાલ્કની જેવી જગ્યાએ ઉભા રહીને સહ્યાદ્રીના પર્વતો તેમજ પાવના ડેમના સુંદર દ્રશ્યો જોવા મળે છે.
2. ડિલક્સ વિલા રૂમ 17,000
આ રૂમ એમના માટે બનેલો છે જે લોકોને પ્રકૃતિની નજીક રહેવું પસંદ છે. દરેક રૂમ 400 સ્ક્વેરફૂટનો છે અને રૂમની બહાર પર્સનલ બેઠક વ્યવસ્થા પણ છે. દરેક ડિલક્સ વિલા રૂમમાં મિની બાર, ક્લાઇમેટ કન્ટ્રોલ, ટી-કોફી મશીન વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. આ રૂમમાં બે એડલ્ટ અને એક બાળક આરામથી રહી શકે છે.
3. કકુન રૂમ- 17,800
આ રૂમ વિશેષ રીતે બનાવવામાં આવ્યા છે જેમને રજાઓમાં સંપૂર્ણ આરામ પસંદ છે. બારીની બહાર હરિયાળા પર્વતો જોવાની ખૂબ મજા આવે છે. બે મોટા અને બે બાળકો માટે આ પરફેક્ટ રૂમ છે. અહીં પણ મિની બાર, ક્લાઇમેટ કન્ટ્રોલ, ટી-કોફી મશીન વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.
4. પ્રીમિયમ ડિલક્સ વિલા રૂમ- 18,200 રૂ
રિસોર્ટની શ્રેષ્ઠ જગ્યાએ આ રૂમ બનાવવા આવ્યા છે. આ રૂમમાંથી સહ્યાદ્રી પર્વત અને પાવના સરોવરના બેસ્ટ નજારાઓ જોવા મળશે. લક્ઝરિયસ રૂમ અને શાનદાર આંગણું કુદરતી સાનિધ્યનો અદભૂત અનુભવ કરાવશે. વહેલી સવારે કુમળા તડકામાં બેસીને સનબાથ લેવાની ખૂબ મજા આવે છે.
5. લકઝરી સ્યુટ- 45,000 રૂ
લકઝરી સ્યુટ એ આ રિસોર્ટનો સૌથી બેસ્ટ રૂમ છે. 1700 ફૂટના બે રૂમ તેમજ એક બેઠક રૂમ આ સ્યુટમાં સામેલ છે. વળી, સાથે એક સ્વિમિંગ પૂલ પણ છે જે આ સ્યુટને પરિવાર કે મિત્રો સાથે રોકાવાનું બેસ્ટ રોકાણ બનાવે છે. અહીં શાંતિ પણ મળશે અને સ્વજનો સાથે સોનેરી સમય વિતાવવાની તક પણ.
6. ગ્લાસ ટ્રી હાઉસ- 51,000 રૂ
આ એક વિશાળ અને આલીશાન સ્યુટ છે જે ભવ્યતાનો એક આગવો નમૂનો છે. અહીંથી દૂર દૂર સુધી સહ્યાદ્રીના પર્વતો અને પાવના સરોવરના મનોરમ્ય નજારાઓ જોવા મળશે. અહીં એક ખૂબ મોટો હૉલ છે અને આગશીમાં સ્વિમિંગ પૂલ પણ છે.
વિશેષ અનુભવ:
અહીં આવેલા સ્પામાં તમને ઘણો આરામદાયક અનુભવ મળશે.
લોનાવલાના પર્યટન સ્થળોમાં ફરવાની ખૂબ મજા આવશે.
જો તમને એડવેન્ચર પસંદ હોય તો કામશેટમાં પેરાગ્લાઈડિંગની મજા માણો.
આઉટડોર સ્વિમિંગ પૂલમાં ડૂબકી લગાવો.
અહીં તમે બાસ્કેટબોલ, વોલીબોલ અને બેડમિન્ટન પણ રમી શકો છો.
ખાસ:
અહીં આસપાસના સ્થળો ફરવા માટે સંપૂર્ણ સુરક્ષિત છે.
આ રિસોર્ટ પણ કોવિડ સેફ છે.
કેવી રીતે પહોંચવું:
મુંબઈથી અંતર: 83 કિમી
સમય: 2 કલાક
રુટ: નવી મુંબઈ- કામોઠે- મડપ- ખંડાલા- લોનાવલા
.