પોતાના રૂમની બાલ્કનીમાંથી હરિયાળી અને લીલાછમ સુંદર પહાડો, ખુલ્લું આકાશ અને સૂર્યોદયને જોવાથી વધારે સારુ બીજું શું હોઇ શકે. હવે તમે વિચારશો કે આ બધુ જોવા માટે આપણે ઉત્તરાખંડ કે હિમાચલ પ્રદેશ જવું પડે. પરંતુ એવું નથી. ગુજરાતની બાજુમાં જ આવેલા મહારાષ્ટ્રમાં તમે પ્રકૃતિની આ સુંદરતાનો અનુભવ કરી શકો છો અને પોતાની આંખો અને આત્માને સંતુષ્ટ કરી શકો છો. જી હાં, મહારાષ્ટ્રમાં એવા 5 પહાડી રિસોર્ટ છે જે વાસ્તવમાં તમને હિમાચલની યાદ ભુલાવી દેશે.
1. અપર ડેક રિસોર્ટ, લોનાવાલા (Upper Deck Resort, Lonavala)
લોનાવાલામાં આવેલો અપર ડેક રિસોર્ટ સમુદ્રની સપાટીએથી 25,00 ફૂટની ઉંચાઇ પર આવેલો છે. આ સ્થાન લોનાવાલાનું સૌથી ઉંચુ શિખર પણ છે. આ સુંદર પ્રોપર્ટી તમને સુંદર દ્રશ્ય આપે છે કારણ કે આ પ્રોપર્ટીમાંથી તમે રાજમાચી કિલ્લા અને વાલવણ જળાશયને જોઇ શકો છો. રિસોર્ટ તેના મહેમાનોને શાંતિનો અનુભવ કરાવે છે. તમે પહાડોને જોઇને પ્રકૃતિમાં ખોવાઇ જાઓ છો. મનને રિલેક્સ અને શરીરને આરામ આપવા માટે આ રિસોર્ટ બેસ્ટ છે.
રિસોર્ટમાં કુલ 58 ફર્નિશ્ડ રૂમ છે અને રિસોર્ટની ઊંચાઇને લીધે ચોમાસામાં જાણે કે વાદળો આ રિસોર્ટને અડતા હોય તેવું દ્રશ્ય ઉભુ થાય છે. જો તમે શહેરી ભીડભાડથી કંટાળી ગયા હોવ અને બહુ દૂર ના જવું હોય તો મહારાષ્ટ્રનો આ રિસોર્ટ તમારા માટે બેસ્ટ છે. તમને અહીં આઉટડોર સ્પેસમાં ટહેલવાની મજા આવશે. આ સાથે જ તમે પ્રકૃતિના ખોળામાં બેસીને પુસ્તક વાંચવાની પણ મજા આવશે. લોનાવાલામાં સારુ ભોજન મળતું હોય તેવી જગ્યામાં અહીંના ભોજનનો પણ સમાવેશ થાય છે.
મુંબઇથી 104 કિલોમીટર અને પૂનાથી 66 કિલોમીટર દૂર લોનાવાલામાં આ રિસોર્ટ આવેલો છે.
રિસોર્ટની નજીકમાં ઘણાં ઐતિહાસિક સ્થળો અને ટ્રેકિંગ પોઇન્ટ્સ આવેલા છે. જેમાં રાજમાચી કિલ્લો, વિસાપુર ફોર્ટ, લોગડ ફોર્ટ, વલવાણ ડેમ, ભૂશી ડેમ, પાવના ડેમ, તુંગરાલી ડેમ, કાર્લાની પ્રસિદ્ધ બૌદ્ધ ગુફાઓ, ભાજા અને બેડસા, રિવુડ પાર્ક, MTDC વોટર પાર્ક અને ભીમાશંકર મંદિર વગેરેનો સમાવેશ થાય છે. રિસોર્ટની આસપાસ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનો અખૂટ ખજાનો જોવા મળશે.
2. હિલ્ટન શિલિમ એસ્ટેટ, પુણે
હિલ્ટન શિલિમ એસ્ટેટ લોભામણી સહ્યાદ્રી પર્વતમાળામાં વસલી એક સુંદર હોટલ છે. આ એસ્ટેટના દરેક રૂમ કે વિલાથી જોવા મળતું દ્રશ્ય તમને પશ્ચિમીઘાટનો મનમોહક નજારો પ્રસ્તુત કરે છે. તેમની પાસે એક પુરસ્કાર વિજેતા સ્પા પણ છે જે દક્ષિણ એશિયાઇ પરંપરાઓને સમકાલીન ટેકનીકોની સાથે મિલાવે છે જે પોતાના મહેમાનો માટે એક વિશિષ્ટ આરામનો અનુભવ પ્રદાન કરે છે.
3. ધ મચાન, લોનાવાલા (The Machan, Lonavala)
લોનાવાલા મહારાષ્ટ્રનું એક લોકપ્રિય હિલ સ્ટેશન છે અને પર્યટકોની એક મોટી સંખ્યાને આકર્ષે છે. ખાસ કરીને વરસાદના સમય દરમિયાન તો આ હિલ સ્ટેશન પોતાને હરિયાળીથી જાણે કે ઢાંકી દે છે. મચાન એટલે ગુજરાતીમાં આપણે જેને માંચડો કહીએ તે લોનાવાલાના ગાઢ જંગલોની વચ્ચે વસેલું છે અને લાકડાના મચાન, વન મચાન, જંગલ મચાન, કેનોપી મચાન, સનસેટ મચાન, હેરિટેજ મચાન, સ્ટાર લાઇટ મચાન, કેબિન ગ્રાઉન્ડ મચાન વગેરે જેવા ભવ્ય વિકલ્પ પૂરા પાડે છે. આ એક જાતના ટ્રી હાઉસ છે જે જંગલમાં 30 થી 45 ફૂટ ઉંચા માંચડા પર બનાવેલા છે. માંચડામાં બેસીને તમે પ્રકૃતિની ભરપૂર મજા લઇ શકો છો. અહીં સ્પાની પણ સુવિધા છે. આ જગ્યા અટવાણ, લોનાવાલા રોડ પર આવેલી છે.
4. લે મેરીડિઅન, મહાબળેશ્વર
મહાબળેશ્વર મહારાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ અને સુંદર હિલ સ્ટેશનોમાંનું એક છે. લે મેરિડિયન લગભગ 1,430 મીટરની ઊંચાઇ પર સ્થિત છે અને પશ્ચિમી ઘાટના સદાબહાર જંગલોની વચ્ચે આવેલું છે. આ સ્થાન અત્યંત ભવ્ય અને અવિશ્વસનીય દ્રશ્ય પ્રસ્તુત કરે છે અને પ્રકૃતિ અને વિલાસિતાનું સૌથી ઉત્તમ સંયોજન છે. લે મેરિડિઅન પશ્ચિમી ઘાટમાં 27 એકર વિસ્તારમાં પ્રાચીન જંગલોની વચ્ચે આવેલી એક 5 સ્ટાર હોટલ છે. અહીં અન્ય હોટલોની સરખામણીમાં તમને લકઝરીની ફિલ વધારે આવશે. દરેક રૂમમાં એક પ્રાઇવેટ બાલ્કનીની સુવિધા છે. આઉટડોર પૂલમાં ન્હાતા-ન્હાતા સુંદર દ્રશ્યો નિહાળી શકાય છે. અહીંના બારમાં મિત્રો સાથે મસ્તી કરવાનો આનંદ માણો. અહીંના ફિટનેસ સેન્ટરમાં શરીરને હળવું કરો. હોટલની નજીક મહાબળેશ્રરના તમામ પ્રસિદ્ધ સ્થળો જેવાં કે કૃષ્ણબાઇ મંદિર, આર્થરની સીટ, મેપ્રો ગાર્ડન, ઝરણાં અને માર્કેટ આવેલાં છે. તમે બિઝનેસના કામ માટે કે ફેમિલી સાથે અહીં રોકાઇ શકો છો. હનીમૂન માણવા આવતા કપલ માટે આ જગ્યા બેસ્ટ છે.
5. ફાલ્કન હિલ, લોનાવાલા
પહાડના શિખર પર આવેલો ફાલ્કન લોનાવાલામાં એક વિશાળ અને શાનદાર વિલા છે. આ સ્થાન ભીડભાડવાળા પર્યટન સ્થળથી દૂર છે અને તમને શુદ્ધ એકાંતનો અનુભવ કરવામાં મદદ કરે છે. આ જગ્યાથી દેખાતા દ્રશ્યો ખરેખર સુંદર અને અવિશ્વસનીય છે અને પોતાની રાતે મંત્રમુગ્ધ કરી દેનારું છે. લોનાવાલામાં રહેવા માટે આ એક આદર્શ સ્થાન છે.
સેફ્રોનસ્ટેસ ફાલ્કન હિલ ફકત વજીટેરિયન માટે પ્રાઇવેટ પુલ ધરાવતો એમ્બેવેલીની નજીકનો રિસોર્ટ છે. મુંબઇ અને પૂનાથી વીકેન્ડમાં લોકો અહીં રહેવા આવતા હોય છે. 16 એકરના જંગલ વિસ્તારમાં ફેલાયેલો 6 બેડરૂમનો લકઝરી વિલા તમને લોનાવાલાની ખીણનું અદ્ભુત દ્રશ્ય પ્રદાન કરે છે. અહીં તમને સ્વાદિષ્ટ ભોજન મળશે. આ જગ્યા પ્રસિદ્ધ ટાઇગર વેલીથી થોડાક જ અંતરે છે. વિલામાં ગ્રાઉન્ડ ફ્લોર પર બે બેડરૂમ, પહેલા માળે ચાર બેડરૂમ અને એક બે માળનો લિવિંગ રૂમ છે. પહેલા માળે આવેલા છઠ્ઠા બેડરૂમમાં એક કાચનો દરવાજો છે. જે બાળકોને અત્યંત ગમશે. આ જગ્યા પાર્ટી કરવા માટે પણ જાણીતી છે. જેમાં 80 જેટલા ગેસ્ટનો સમાવેશ થઇ શકે છે. વિલાની નીચે 5 ભવ્ય ટેન્ટ છે જેમાં 33 જેટલા મહેમાનોનો સમાવેશ થઇ શકે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો