શહેરોની ભાગદોડ ભરી જિંદગી ક્યારેક-ક્યારેક માણસને એટલો થકવી દે છે કે પ્રકૃતિની ગોદમાં શ્વાસ લેવા જરૂરી બની જાય છે. બૉલીવુડ સેલિબ્રિટિઝની સાથે પણ કંઇક આવુ જ થાય છે. સેલેબ્સ આખુ વર્ષ સખત મહેનત કરે છે અને થોડાક સમય બાદ પહાડોની સુંદર ગલીઓમાં રિલેક્સ કરવા પહોંચી જાય છે. લેહથી ઉટી, કલિમ્પોંગથી શ્રીનગર સુધી, અહીં પહાડમાં કેટલાક એવા કેફે છે જે કલાકારોની પસંદ છે.
Alchi Kitchen, Leh
નારી શક્તિ પુરસ્કાર વિજેતા નિલજા વાંગમો દ્વારા સંચાલિત આ લદ્દાખી રેસ્ટોરન્ટ આ ક્ષેત્રના પારંપારિક ભોજન અને સામગ્રીને પ્રદર્શિત કરે છે. તેના ખુલ્યા બાદ છ વર્ષોમાં મહિલાઓ દ્વારા સંચાલિત કિચને એટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી છે કે લોકો અહીં ભોજન કરવા માટે લેહથી 66 કિ.મી.ની યાત્રા કરી શકે છે. કદાચ આ જ કારણ છે કે ટાઇગર શ્રોફ, કૃતિ સેનન, જેકી ભગનાની, રકુલ પ્રીત અને ગણપતની બાકી ક્રૂ હાલમાં જ એક દિવસનું શૂટિંગ કરીને અહીં પહોંચી. તિબેટિયન વ્યંજનોના આરામથી ભોજન કર્યા બાદ આખા દળે પણ કર્મચારીઓની સાથે સમય પસાર કર્યો અને તસવીરો પડાવી. બૉલીવુડના સમર્થન ઉપરાંત, કુકી-કટર મોમો-મેગીના વર્ચસ્વવાળા સ્થાન પર પ્રામાણિક લદ્દાખી વ્યંજનોને સંરક્ષિત અને પ્રોત્સાહન આપવા માટે રેસ્ટોરન્ટ પોતાના પ્રમોશનના હકદાર છે.
સરનામું – મોનેસ્ટ્રી રોડ, અલચી, લદ્દાખ 194106
Neena’s Kitchen, Kalimpong
કલિમ્પોંગમાં નીના પ્રધાન દ્વારા સંચાલિત આ નાની રેસ્ટોરન્ટ અને કિચનને કરીના કપૂર ખાન સ્વરૂપે એક નવો પ્રશંસક મળી ગયો છે. પ્રધાન આ ક્ષેત્રના શેફ અને હોસ્પિટાલિટી કન્સલ્ટન્ટ છે, જે ધ ગ્લેનબર્ન એસ્ટેટ સહિત ઘણી રેસ્ટોરન્ટ માટે મેનૂ તૈયાર કરે છે. કલિમ્પોંગ અને દાર્જિલિંગમાં સુજોય ઘોષના કીગો હિગાશિનોના ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ એક્સના સ્ક્રીન રૂપાંતરણનું ફિલ્માંકન કરી રહેલી અભિનેત્રી પણ પહાડી શહેરોમાં પોતાના ભોજનના રોમાંચનું વર્ણન કરી રહી છે. હાલમાં જ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેમણે લખ્યું "કલિમ્પોંગમાં સૌથી સારી તિરામિસુ શોધવા માટે માત્ર દુનિયાની યાત્રા કરી!" અને ત્યારથી આ નાની બેકરી મીઠાઇ માટે બધાનું ધ્યાન અને પૂછપરછ કરી રહી છે. એટલું જ નહીં મીઠાઇવાળાને હવે #kareenamisu નું નામ આપવામાં આવ્યું છે. કરીનાએ નીનાની રસોઇથી હાર્દિક ખાઉ સૂઇ સહિત અન્ય વ્યંજનોનો પણ ઑર્ડર આપ્યો, જેને તેમણે અત્યાર સુધીનું સૌથી સારુ ભોજન કહ્યું.
સરનામું -3GG6+PH4, ઋષિ રોડ, દેવલો, સિંધીબોંગ ખાસમહેલ, પશ્ચિમ બંગાળ 734316
Whipped and Whisked LBB Cafe, Ooty
પોતાની કેક, સેંડવિચ અને પિઝાની સાથે આ હસમુખ ઉટી કેફે ધ આર્ચીજ ટીમ માટે પસંદ કરેલા સ્થાન તરીકે યોગ્ય લાગે છે. પોતાના સ્ટાર કિડ્સ (શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, બોની કપૂર અને શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા સહિત) સાથે યુવા ટીમ ઉટીના પહાડોની વચ્ચે દક્ષિણમાં ફિલ્મ કરી રહ્યાં છે. અને સ્વાભાવિક રીતે ઘણાંબધા શાંત કેફેમાં એન્જોય કરી રહ્યાં છે. વ્હીપ્ડ એન્ડ વ્હીસ્કડ દ્વારા શેર કરવામાં આવેલી ઇન્સ્ટાગ્રામ પરની તાજેતરની એક તસવીરમાં સુહાના ખાન અને વેદાંગ રૈનાને કેફેમાં પ્રશંસકોની સાથે પોઝ આપતા જોવા મળ્યા છે. બન્ને કલાકાર જોયા અખ્તર દ્વારા બૉલીવુડ માટે તૈયાર કરવામાં આવી રહેલી બહુચર્ચિત કૉમિક બુક શ્રેણી વેરોનિકા લૉજ અને રેગી મેંટલના પાત્ર નિભાવશે. કેફે ઉટીના જુના કન્ફેક્શનરોમાંથી એક કિંગસ્ટાર ચોકલેટ દ્વારા ચલાવવામાં આવે છે. જે સ્વાદિષ્ટ ઘરની બનેલી ચોકલેટ છે.
સરનામું– હોસ્પિટલ રોડ, નગર કાર્યાલયની સામે, સમર હાઉસ કૉલોની, અપર બજાર, ઉટી, તામિલનાડુ-643001
14th Avenue Cafe & Grill, Srinagar
જેલમ નદીનો આ સુંદર કેફે કોફી, ચા, કેકની સાથે-સાથે કૉન્ટિનેન્ટલ ભોજન અને ભારતીય ભોજનનું એક મહત્વપૂર્ણ મેનુ રજૂ કરે છે. અને અહીં અભિનેતા સામંથા રુથ પ્રભુ પોતાની આગામી ફિલ્મ કુશી માટે કાશ્મીરમાં શૂટિંગ કરી રહી છે, જેમાં અર્જુન રેડ્ડી ફેમ વિજય દેવરકોંડા પણ છે. પ્રભુ જે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં તેના એવોર્ડ વિનિંગ પર્ફોર્મન્સ માટે ઓળખાય છે, પોતાની આગામી રોમાન્ટિક કૉમેડીના શૂટિંગ માટે શ્રીનગરમાં છે. ત્યાં રહીને તે ખીણની આશ્ચર્યજનક તસવીરો પોસ્ટ કરી રહી છે. અને એક 14મા એવન્યૂ કેફે એન્ડ ગ્રિલમાં મેનૂનું અવલોકન કરી રહી છે. તો હવે પછી જ્યારે તમે શ્રીનગરમાં પરંપરાગત કાશ્મીરી ભોજન માણવા માંગતા હોવ તો અહીં જઇ શકો છો.
સરનામું -3R97+FR8, ફુટ બ્રાઇડ સિલ્ક ફેક્ટરી રોડની પાસે, શ્રીનગર
તો હવે પછી જ્યારે તમે આ જગ્યાઓ પર જાઓ તો તમારા બૉલીવુડ સેલિબ્રિટીઝના પસંદગીના કેફે પર જવાનું ભૂલતા નહીં.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો