વ્યક્તિ હંમેશાં તેના જીવનમાં દૂરના સ્થળોનું અન્વેષણ કરવાનો પ્રયાસ કરે છે, બીજા દેશમાં ફરવા જવાના સ્વપ્ન જોતો હોય છે અને પોતાના બકેટ લિસ્ટમાં પણ દૂરના ફરવા લાયક સ્થળોની યાદી હોય છે. જે દેશ કે જે જગ્યા પર આપણે રહીંએ છીએ અથવા જન્મ થયો છે તેની આપણે અવગણના કરતા હોઇએ છીએ. મારી સાથે પણ કઇંક આવું જ છે મારી મુસાફરીની યાદી પણ દૂરના કે દેશ બહારના સ્થળોથી ભરેલી છે. જેમાં વિશ્વની અજાયબીઓ, ભાતભાતના સ્થળો અને સ્થળો કે જે પહેલાં ક્યારેય ન જોયા હોય. પરંતુ આ વખતે મેં મારા વતનની નજીક આવેલા ગુજરાતની સુંદરતા માણવાનું પસંદ કર્યું.
ગુજરાતનો દરેક ભાગ પોતાનામાં અનોખો છે અને અહીં ઘણી એવી વસ્તુઓ છે કે જે તમને આશ્ચર્યચકિત કરવા પુરતી છે. ઉપરાંત ગુજરાતમાં ભારતના શ્રેષ્ઠ રસ્તા છે અને તેથી જ તે ડ્રાઇવરનું સ્વર્ગ છે. તેથી મેં મુંબઇથી ગુજરાત સુધીની રોડ ટ્રીપ કરવાનું નક્કી કર્યું છે અને હું તમને કહી શકું છું કે આ મારા જીવનની અત્યાર સુધીની શ્રેષ્ઠ સફર હતી. મે નકશો કાઢીને મારો પ્રવાસ નક્કી કર્યો અને આ પ્રવાસને આવરી લેવામાં મને કુલ 7 દિવસનો સમય લાગ્યો હતો.
પ્રથમ અનુભવઃ ભારતના સૌથી મોટા મીઠાનું રણ 'રણ ઓફ ક્ચ્છ'
ગુજરાત પ્રવાસનો મારો પ્રથમ અનુભવ એ હતો કે ભારતના સૌથી મોટા સફેદ રણ અથવા ભારતના સૌથી મોટા મીઠાના મેદાન એટલે કે કચ્છનું રણ. સક્ષિતિજને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરતું સફેદ રણ અને તેની માથે સુંદર વાદળી આકાશ. દૂર નજર કરતા તમને લાગશે કે આગળ જતા જમીન અને આકાશ એકબીજામાં જાણે સમાઇ જતા હોય. હું અહીં જરૂરથી ટાંકવા માંગીશ કે મેં જ્યારે આ રણની મુલાકાત લીધી હતી ત્યારે મને Salar-De-Uyunની ઝલક અહીં જોવા મળી હતી. તમને ભારતના અન્ય કોઈ સ્થળે આવા સુંદર દૃશ્યો જોવા મળશે નહીં અને તમે અહીં તસવીર પાડતી વખતે તમારી રચનાત્મકતાનો ઉપયોગ પણ કરી શકો છો.
બીજો અનુભવઃ હોડકા ગામમાં 'ભુંગા'માં રહેવાનો
હોડકા ગામમાં સિમેન્ટનું એક પણ મકાન નથી, પ્રવાસીઓ માટે ત્યાં વિશિષ્ટ પ્રકારના ‘ભુંગા'(લીંપણવાળા ઘર) બનાવવામાં આવ્યાં છે. આ ઘરને પ્રાચીન અને પરંપરાગત વસ્તુઓથી શણગારવામાં આવ્યાં છે. અહીંયા રાત્રે ટ્રેડિશનલ લોકનૃત્ય અને સંગીતનો અનોખો દરબાર જામે છે. આ ગામ કચ્છના રણથી આશરે 20 કિમી દૂર આવેલું છે.
ત્રીજો અનુભવઃ કર્કવૃત પસાર કરવું
અન્ય વસ્તુઓમાંની એક કે જેનો ગુજરાતમાં તમે અનુભવ કરી શકો છો તે છે કે કર્કવૃત ઉપરથી પસાર થવું. ભારતના થોડાક જ સ્થળો છે કે જ્યાં તમે કર્કવૃત રેખાનો અનુભવ કરી શોકો છો તેમાનું એક એટલે ગુજરાત. અહીં તમે કર્કવૃતના સાઇન બોર્ડ સાથે તસવીર પડાવીની તમારી યાદગીરી માટે ફ્રેમ કરી શકો છો.
ચોથો અનુભવઃ ગુજરાતના સૌથી સમૃદ્ધ ગામ લખપત્તની મુલાકાત લેવી
ઇન્ટરનેટ ઉપર તમે ભલે ગમે તેટલું સર્ચ કરશો તેમ છતા તમે આ જગ્યાને શોધી નહીં શકો. મેં એક ચાના સ્ટોલ પર સ્ટોપ લીધું અને ત્યાંના માલિક સાથે વાતચીત કરી રહ્યો હતો. ત્યારે જ મને લખપત એટલે કે ભારતના સૌથી સમૃદ્ધ ગામ વિશે જાણ થઈ.
"લખપત" નામ જ સૂચવે છે કે તે બધા લખપતિઓ એટલે કે મિલિયોનેરનું ગામ હતું. પાછલા દિવસોમાં ગામનો દરેક વેપારી કરોડપતિ હતો. તે એક બંદર હતું જેના દ્વારા માલ (મુખ્યત્વે ચોખા) ની આરબ દેશોમાં નિકાસ કરવામાં આવતી હતી અને તે ગામલોકોની આવકનો મુખ્ય સ્રોત હતો. દિવાલો આ શ્રીમંત ગામને દરેક બાજુથી સુરક્ષિત રાખ્યું જે એક કિલ્લા જેવું લાગે છે.
જો કે 1818 માં આવેલા ભૂકંપ પછી બધુ બદલાઈ ગયું. સિંધુ નદીનો માર્ગ બદલાયો અને આ ગામ ઉજ્જડ ભૂમિમાં પરિવર્તિત થઇ ગયુ. એવું કહેવામાં આવે છે કે ભૂકંપને કારણે ઘણાં ગામલોકો મૃત્યુ પામ્યા હતા અને તેમના આત્માઓ હજી પણ ગામમાં ભટકતા હોય છે - આમ તે ગુજરાતના ભૂતિયા ગામોમાંનું એક છે.
પાંચમો અનુભવઃ વિજય વિલાસ પેલેસમાં રહેવાનો રોયલ અનુભવ
સમૃદ્ધ ગામથી રાજાના મહેલમાં. ભારતના સમૃદ્ધ રાજ્યમાં ગુજરાતની ગણતરી પહેલા પણ થતી હતી અને આજે પણ થાય છે. વિજય વિલાસ પેલેસ કચ્છના રાજા યુવરાજ વિજયરાજ સિંહ માટે બનાવવામાં આવ્યો હતો અને તેટલા માટે જ તેનું નામ વિજય વિલાસ પેલેસ છે. સૌથી ધ્યાનાકર્ષક બાબત જો કોઇ હોય તો તે છે રાજા દ્વારા શિકાર કરવામાં આવેલા પ્રાણીઓની ચામડીમાં અમુક પ્રકારના કેમિકલ ભરીને કાચની પેટીમાં સાચવી રાખેલા શરીરો. તમને એમ જ લાગે કે આ ખરેખરમાં જીંવત પ્રાણી છે અને સારું છે કે તે કાચની પેટ્ટીમાં બંધ છે.
આ પેલેસેનો ઉપયોગ ઘણીબધી બોલિવૂડ ફિલ્મમાં પણ કરવામાં આવ્યો છે. આ સીવાય રાજાના ઘણા સારા સંબંધો બોલિવૂડ સ્ટાર્સ સાથે હશે કારણ કે તમને અહીં ઘણા સ્ટાર્સના ફોટોસ્ પણ જોવા મળશે કે જેમણે આ પેલેસની મુલાકાત લીધી હોય. હવે તમે પણ આ પેલેસનો રોયલ અનુભવ કરવા માટે અહીં રૂમ બુક કરી શકો છો.
અન્ય અનુભવની વાત કરવામાં આવે તો તે છે ગુજરાતના રસ્તાઓ ઉપર ડ્રાઇવિંગ કરવું. અહીં તમને ભારતના સૌથી બેસ્ટ રસ્તાઓ જોવા મળશે. બોર્ડર ક્રોસ કર્યા પછી મને યાદ નથી આવતું કે મેં એક પણ બમ્પનો અનુભવ કર્યો હોય. જો તમને રોર્ડ ટ્રિપ કરવાનું પસંદ છે તો ગુજરાત એક આરામદાયી સફર બની શકે છે.
હું તમને વિનંતી કરીશ કે ગુજરાતને તમારી મુસાફરીની સૂચિમાં રાખો અને હું તમને ખાતરી આપી શકું છું કે તમે નિરાશ નહીં થાઓ. હું મારા ગુજરાતના કેટલાક વધુ અનુભવ શેર કરીશ.