કચ્છ એ એક મોટર સાઇકલ ડેસ્ટિનેશન ની જેમ જ સાઇકલ પ્રવાસ માટે પણ અનુકૂળ જગ્યા છે.
જો તમે એક ઉત્સાહી સાઇકલિસ્ટ છો તો આ જગ્યા તમારા માટે છે!
ભુજ
સાઈકલિંગ એ મારા જીવનનો એક મહત્વનો ભાગ રહ્યું છે. દિલ્લી, મસૂરી, ધર્મશાળા, દહેરાદુન, બિર બિલિંગ એમ કેટલીય જગ્યાએ મેં સાઈકલિંગ કર્યું છે પરંતુ મોટા ભાગે ટ્રાફિક અને સુરક્ષાના કારણોસર બહુ મજા નથી આવી. પરંતુ તમને કચ્છનું રણ આ બાબતમાં બિલકુલ નિરાશ નહીં કરે.
મારા ગમતા સાઇકલ રૂટ:
જદુરા ગામ: RTO સરકારલ-જદુરા-મુન્દ્રા રોડની 40 કિમીનો સાઈકલિંગ રૂટ
સારા રસ્તાઓ, ઓછો ટ્રાફિક, કુદરતી સુંદરતા અને અન્ય ઘણી જ સવલતો સાથે આ રૂટ બેસ્ટ છે. સાથે ખાણીપીણીની વસ્તુઓ રાખવી હિતાવહ છે.
8 કિમીના અંતરે ટપકેશ્વરી માતાનું મંદિર છે જ્યાં આજુબાજુમાં ઘણી જ કુદરતી ગુફાઓ છે. પરિવાર અને મિત્રો સાથે જય શકાય એવી જગ્યા પણ છે. નજીકમાં એક મહેલ જેવું જૂનું બાંધકામ છે જે હાલ ખંડેર છે. મંદિરના કેર ટેકર તરીકે એક વૃદ્ધ સ્ત્રી છે જેની સાથે મને વાતો કરવાની પણ માજા આવી હતી.
માંડવી: ભુજથી 64 કિમી દૂર પ્રાઇવેટ અને પબ્લિક બીચ ધરાવતું માંડવી એ કુદરતી રીતે ઘણું જ સુંદર છે. પહેલા 25 કિમી અહીંનો રસ્તો ઢોળાવોવાળો છે પરંતુ પછીનો રસ્તો સીધો અને પ્રમાણમાં ઓછા ટ્રાફિક વાળો છે.
શહેરથી લગભગ 15 કિમી દૂર પ્રવિણભાઈનો ઢાબા એ મારુ મનગમતું સ્થળ છે. વાળા પાવ, પોહ અને છાસ સાથે આ ઢાબા બાઇકર્સમાં પણ પ્રખ્યાત છે. 10 કિમી દૂર પ્રાઇડ રોક રિસોર્ટ છે જ્યાં સ્વિમિંગ પુલ અને અન્ય સારી સુવિધાઓ છે. જંગલમાંથી પસાર થતા ઘણા રસ્તાઓ સારા છે.
ગ્રેટ રણ ઓફ કચ્છ
સફેદ રણ એ શહેરથી લગભગ 100 કિમી દૂર છે. ટ્રાફિક ઓછો છે પરંતુ રસ્તો ઘણો જ સુમસામ છે. રસ્તામાં ઢાબા, ચાની દુકાનો એવું ભાગ્યે જ જોવા મળે છે.
રક્ષક વન, રુદ્રમાતા ડેમ જેવા ઘણા જોવા જેવા સ્થળો પણ રસ્તામાં આવે છે. લગભગ 60 કિમી અંતરે બીન્દ્રિયારા ગામ આવે છે જ્યાં પ્રખ્યાત માવાની મીઠાઈઓ તમે ખાઈ શકો છો. અહીં તમે ગાંધીનું ગામ તરીકે જાણીતું એક ત્રુષિત સ્પોટ તમે જઈ શકો છો.
નવેમ્બરથી ફેબ્રુઆરી રણોત્સવમાં તમે આ વિસ્તારમા ઘણા રેસ્ટોરંટ જોશો. સૈન્ય વાહનો સિવાય બાકી અહીંયા ઘણો જ સુમસામ રોડ જોવા મળે છે. લગભગ 5 કલાકે અને 3 વખત રોકાયા પછી હું અહીંયા પ્હોહી હતી. મોટાભાગે આ વિસ્તારમાં નોનવેજ ખોરાક મળતો નથી.
આ ઉપરાંત અહીંયા નલિયા, એરપોર્ટ, માતાનું મઢ, અને એવા ઘણા રૂટ છે. અને પહેલા કહ્યા મુજબ દરેક રસ્તો શ્રેષ્ઠ છે.
હવે આપણે વાત કરીએ અમુક ઑફ રોડ સ્થળોની:
રણ, પહાડી વિસ્તાર અને બંજર જમીન સાથે તમને અહીંયા ઓફ રોડ એડ્વેન્ચરનો પણ મોકો ચોક્કસ મળશે. તમારી પાસે સારું GPS હોવું એ એકમાત્ર જરુરીયાત છે. સાથે પંક્ચરથી બચવા માટે પ્રેશર રેઝિસ્ટન્ટ ટ્યુબ અને કીટ રાખવી.
તમે વધુ વિગત માટે મારી આ લિંક પર જઈ શકો છો.
મુશ્કેલીઓ:
અહીંયા સાઇકલ રેન્ટ પર મળતી નથી.
સાઇકલ માટે એકદમ સારું સર્વિસ સ્ટેશન પણ નથી.
સાઈકલિંગ ને ટુરિસ્ટ સપોર્ટ તરીકે ગણવામાં આવતું નથી. જો રણોત્સવ જેવી સીઝનમાં અહીંયા સાઇકલ ભાડે મળવા લાગે તો ખુબ જ મજા આવી શકે એમ છે. મેટ્રો ની જેમ અહીંયા બાઈકિંગ પણ એટલું બધું પ્રખ્યાત નથી.
સાઈકલિંગ માટે ભુજ શા માટે શ્રેષ્ઠ છે?
સૌથી પહેલી બાબત જે ભુજ ને સાઈકલિંગ માટે બેસ્ટ બનાવે છે એ છે અહીંનું વાતાવરણ. સામાન્ય રીતે જેવું મનાય છે એની સરખામણીએ મને ભુજનું વાતાવરણ સારું લાગ્યું છે. અહીંયા વર્ષના માત્ર 2 મહિના જ સહન ન થાય એવું તાપમાન હોય છે. બાકીનો સમય સાઈકલિંગ માટે આઇડલ સમય છે.
ભુજ એ વિમેન ફ્રેન્ડલી શહેર છે. અહીંયા મને મારી બધી જ રાઈડ દરમિયાન એકદમ સુશીલ લોકો મળ્યા છે. દરેક લોકોનો સ્વભાવ મળતાવડો અને મદદરૂપ છે. લોકોમાં આષ્ચર્ય જોવા મળે છે પરંતુ એ સારું હોય છે, ખરાબ રીતે નહીં.
માટે નીકળી પડો જો તમને સાઈકલિંગનો શોખ હોય તો, ભુજ!
.