
દુનિયાને એ લોકો બિલકુલ પસંદ નથી જેઓ ઘણા બધા કામ ઠીક ઠાક કરી લેતા હોય છે. એને તો આપણી જેવા લોકો પસંદ હોય છે, જે ભલે એક કામ કરી શકે છે પણ બેહિસાબ કરતા હોય છે. મને પણ એક જ કામ આવડે છે, રખડવાનુ.! દિલથી ફરવાનુ, મોજ મસ્તી કરવાનુ..! અને આમ જ મોજ મસ્તી કરતા હુ હિમાચલના જીભીમા આ સુંદર ટ્રી હાઉસને મળી.
તમે આ જગ્યા વિશે ઘણી બધી સાઈટ પર કે બીજા ઘણા પ્લેટફોર્મ પર ઘણૂ બધુ વાંચી શકો છો પણ મારી પાસે જે અનુભવ છે તે તમારુ મન જીતી લેશે. કે કેવી રીતે હું અહિ પહોંચી અને કેવી રીતે બે દિવસ ખુબ જ ઓછા પૈસામા અહિ રોકાણી. તો ચાલો મારી સાથે..
ગુશૈની
અમારી 4 દિવસની ટ્રીપ માટે અમે તિર્થન વેલી, ગુશૈની અને જીભી ફરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. તો ગુશૈની આવવા માટે અમારે ઔટ પહોંચવાનુ હતુ. એટલે અમે દિલ્હી વાળી બસને મજનુ ના ટીલા પર રોકી અને એમા જ અમારો ખર્ચ લગભગ વ્યક્તિ દિઠ 1200 રુપિયા થઈ ગયો. બસ સવારે 10:30 ના બદલે 12:30 એ પહોંચી. ઔટથી ગુશૈની પહોંચવા તમે ટેકસી પણ કરી શકો છો અને ચાહો તો હિમાચલ રોડવેઝની બસ પણ લઈ શકો છો. અમે આમ પણ લેટ થઈ ગયેલા એટલે અમે ટેક્સી પકડવાનો પ્લાન કર્યો. 30 કિમીનો રસ્તો 50 મિનિટમા કાપી અમે ગુશૈની પહોંચ્યા, જ્યા અમારા ખિસ્સામાથી બીજા 1200 ગયા. પણ આ ગામની ખુબસુરતીએ એ બધુ જ વસુલ કરાવી દીધુ. તિર્થન નદીની બાજુમા જ વસેલા આ ગામમા ઘણા બધા હોમ સ્ટે અને હોટેલ્સ ઉપલબ્ધ છે, જે ઓનલાઈન બુકીંગની તુલનામા ઘણા સસ્તા છે. અમે પણ 1200 રુપિયામા એક સુંદર હોમ સ્ટે કર્યો.
તમારી પાસે 3-4 દિવસનો સમય હોય તો ધ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક જાઓ અને જો એક જ દિવસ હોય તો ટ્રાઉટ માછલી પકડવાનો પ્લાન બનાવો. અહિ ટ્રાઉટ માછલી 500-700 રુપિયામા મળે છે અને તેને પકડવી પણ કાઈ ખાસ મુશ્કેલ કામ નથી. એક દિવસના ટ્રેક પર તમે છૂઈ ઝરણૂ જોવા પણ જઈ શકો છો.

બીજા જ દિવસે અમે આ સુંદર જગ્યાને બાય બાય કહ્યુ અને બંજાર બાજુ નિકળી પડ્યા કેમ કે અમારે જીભી પહોંચ્વાનુ હતુ. ગુશૈની અને જીભીનો રસ્તો બંજર થઈ નીકળે છે. પણ આમ તો જીભી અને ગુશૈની એકબીજાથી બિલકુલ વિપરિત દિશામા છે. બંજર પહોંચ્યા પછી પણ અમે ટેક્સી જ કરી કેમ કે અમારી બસ તો છુટી ગઈ હતી. ફરીથી અમે 7 કિમી જવાના 3000 રુપિયા આપ્યા.
જીભી પહેલી વાર જોઈયે ત્યારે સ્વર્ગની અનુભુતી કરાવે છે. બિલકુલ પહેલા પ્રેમ જેવો. અહિ પણ તમે ઓનલાઈન બુકિંગ વગર હોમ સ્ટે અને હોટેલ્સમા રોકાઈ શકો છો. જો કે અમે એરબીએનબી માથી બુકીંગ કર્યુ હતુ.
પણ જેવા અમે આ ટ્રી હાઉસ પહોંચ્યા, બાપ રે.. શું નજારો હતો. લીલાછમ વૃક્ષોથી ગુલઝાર આ ટ્રી હાઉસ, જેને તમે કલાકો સુધી જોઈ શકો છો. એ ઝલોડી નદીની ઠીક ઊપર છેએટલે મને તો આ લોકેશન પર વધુ પ્રેમ આવી રહ્યો હતો. અમને વિશ્વાસ જ નહોતો થતો કે અમે આટલી સુંદર જગ્યા પર છીએ.




અહિના રુમ ખુબ સાફ અને દિલકશ છે. અહિની બલ્કનીમાથી ઝલોડી નદીના જે સુંદર દ્રશ્યો દેખાય છે તે બેજોડ છે. મન તો થતુ હતુ કે અહિની જ થઈ જાવ. જીભી ઝરણૂ પણ અહિથી નજીક જ છે.




અમારા હોસ્ટ જસવંત ભાઈ અને બીના દીદીએ અમારુ ખુબ ધ્યાન રાખ્યુ. એમણે ખુબ ટુંકા સમયગાળામા અમારી માટે બાઈકની વ્યવસ્થા કરી. એમના આટલા સરસ આતિથ્ય પછી એમનો ભોજન બનાવવાનો અંદાજ અને જમવાનો સ્વાદ, આહાહા... આંગળીઓ ચાંટતા રહી જાઓ એકદમ. શુ રાજમા ચાવલ બનાવ્યા હતા એમણે, મજા આવી ગઈ. એમણે ટ્રાઉટ માછલીની કરી પણ બનાવેલી જે પણ ખુબ સ્વાદિષ્ટ હતી. અમે અહિ 2 રાત અને 3 દિવસ રોકાણા જેમા નાસ્તો પણ શામેલ હતો જેનો ખર્ચ પ્રતિ દિન 2500 રુપિયા થયો. તમે ડાઈરેક્ટ જસવંત ભાઈથી વાત કરી બૂક કરાવશો તો વધુ ફાયદો થશે.




બસ અહિ આવો અને તમારી રજાનો આનંદ માણો.









અહિ તમે હોટેલમા પણ રોકાઈ શકો છો પણ અસલી મજા તો બહાર ફરવામા છે. જીભી ઝરણૂ અહિથી 1 કિમી દુર છે. આ સિવાય હું ચાહિશ કે તમ્ને ચેન્ની કોઠી પણ જાઓ. બાય ધ વે, તે જંગલમા છે અને થોડી ઊંચાઈ પર છે તો તમારે લગભગ 500 મીટર ચઢવુ પડશે. અહિ 1905મા ભુકમ્પ આવ્યો હતો જેમા 10,000 લોકોનો જીવ ગયો હતો. અહિના ટાવરનુ આર્કિટેકચર અને તેની સુંદરતા જોવા બિલકુલ જાજો. ઝલોડી પાસ અને સેર્લોસ્કર ઝિલ પણ જોવાલાયક સ્થળૉ છે.




ચાલો હવે થોડી ઘણી પૈસાની વાત પણ કરી લઈયે
1. દિલ્હીથી ઔટ જવામા વ્યક્તિ દિઠ 1200 રુપિયા ખર્ચ થશે.
2. ઔટથી ગુશૈની જવા હિમાચલ રોડવેઝની બસ લગભગ 50-60 રુપિયા લે છે, એ જ ટેક્સી તમને 1200 રુપિયામા પડશે.
3. ગુશૈનીમા 1,100-1,800 રુપિયામા બે લોકો માટે આસાનીથી હોમ સ્ટે મળી રહેશે.
4. ગુશૈનીથી બંજર સુધી હિમાચલ રોડવેઝ બસ 20 રુપિયામા પહોંચાડી દેશે જ્યારે ટેક્સીમા એ જ રુટના 300-400 રુપિયા લાગશે.
5. બંજરથી હિમાચલ સુધી હિમાચલ રોડવેઝ બસ તમને 20 રુપિયામા પહોંચાડશે જ્યારે ટેક્સી તેના 300-400 રુપિયા લેશે.
6. તમે પણ જીભીના સુંદર ટ્રી હાઉસમા રહેવા માગો છો તો આ લિંક પર ક્લિક કરો.
7. જીભીમા લગભગ 1200 રુપિયામા રેંટ પર બાઈક ઉપલબ્ધ છે. કુલ મળીને અમારુ બજેટ 7500 રુપિયા થયુ જેમા અમારો બધો જ રહેવા ખાવાનો ખર્ચ પણ આવી ગયો.
આશા છે તમને મારો અનુભવ પસંદ આવ્યો હશે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.