હું એક સોલો બેકપેકર છું, જો તમે મારા જેવા બેકપેકર છો અને તમારા મનપસંદ ઓફ સીઝન ડેસ્ટિનેશનની ટ્રીપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ લેખ તમને પરફેક્ટ બજેટ ટ્રીપની યોજના બનાવવામાં મદદ કરશે.
સસ્તામાં લદ્દાખની મુલાકાત કેવી રીતે લેવી?
લદ્દાખથી દિલ્હી સૌથી નજીકની મેટ્રો છે તેથી હું દિલ્હીને ધ્યાનમાં રાખીને હેક્સ શેર કરી રહ્યો છું.
દિલ્હીથી લેહ સુધી HRTC બસ લો - ટિકિટની કિંમત 1400 રૂપિયા છે અને મુસાફરીમાં લગભગ 33 કલાકનો સમય લાગે છે. બસ કીલોંગ ખાતે એક રાત રોકાય છે અને પછી લેહ તરફ પ્રયાણ કરે છે. તમે કીલોંગમાં લગભગ INR 500 માં સરળતાથી બજેટ સ્ટે શોધી શકો છો.
કુલ મળીને, આ સફર માટે તમારે 2000 રૂપિયાનો ખર્ચ થશે, જેમાં ખોરાકનો સમાવેશ થતો નથી. HRTC બસ થોડા ઓછા ખર્ચે ઢાબા પર સ્ટોપ કરે છે, અને તમે રૂ. 150 કરતા પણ ઓછા ભાવે ભોજનની અપેક્ષા રાખી શકો છો. જો કે, આ પ્રવાસ માટે તમારે ચોક્કસપણે મજબૂત કરોડરજ્જુ અને મહાન પાચનની જરૂર પડે છે.
વૈકલ્પિક રીતે, થોડા સમય માટે મનાલીમાં રોકાઓ અને મનાલી અને લેહ વચ્ચે સીધી બસ લો - જેઓ કીલોંગને બદલે મનાલીમાં તેમની મુસાફરીને બ્રેક કરવા માંગતા હોય તેમના માટે આ એક સારો વિકલ્પ હોઈ શકે છે. ટિકિટની કિંમત 400 રૂપિયા છે. જો કે, છેલ્લી ઘડીના ધસારાને ટાળવા માટે, HRTCમાં પૂછી લો કે બસ ચાલુ છે કે નહીં.
તમે શ્રીનગરથી બસ દ્વારા લદ્દાખ પણ જઈ શકો છો. આ મુસાફરીમાં 12 કલાકનો સમય લાગે છે અને તેની કિંમત લગભગ 700 રૂપિયા છે.
લદ્દાખની અંદર કેવી રીતે ફરવું?
લદ્દાખ જતા પહેલા મેં ભારતના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાત્રા કરી હતી. મેં લદ્દાખની મારી મુસાફરી મુલતવી રાખવાનું કારણ એ હતું કે હું તેને બજેટ બેકપેકિંગ ડેસ્ટિનેશન તરીકે જોતો ન હતો. લદ્દાખમાં ટેક્સીઓ ખૂબ મોંઘી હોય છે, શેર કેબ મળવી મુશ્કેલ છે અને રેલ્વે અસ્તિત્વમાં નથી.
લદ્દાખ અને તેની આસપાસના લાંબા અંતરના સ્થળો માટે બસ સમયપત્રક:
અહીં લદ્દાખનો વિગતવાર નકશો છે જેથી તમે સમજી શકો કે બસો તમને ક્યાં લઈ જાય છે અને રસ્તામાં તમે ક્યાં રોકાઈ શકો છો.
વધુમાં, લદ્દાખના સૌથી લોકપ્રિય સ્થળોની તમારી સફરની યોજના માટે અહીં એક માર્ગદર્શિકા છે:
1. નુબ્રા વેલી: નુબ્રા વેલી માટેની બસો દરરોજ સવારે 7.30 વાગ્યે લેહ બસ સ્ટેન્ડથી ઉપડે છે. સીટ મેળવવા માટે પ્રવાસના એક દિવસ પહેલા ટિકિટ ખરીદો. ટિકિટની કિંમત 270 રૂપિયા છે. બસ આ રૂટ પર ચાલે છે: લેહ - ખારદુંગ લા - ખારદુંગ ગાંવ - ખાલસર - દિસ્કિત - હંદર - સ્કુરુ.
આ બસ સવારે 10.30 વાગ્યે ખુર્દુંગ ખાતે અને બપોરના 1 વાગ્યે બપોરના જમવા માટે દિસ્કિત ખાતે સ્ટોપ કરે છે. તે દિસ્કિત બસ સ્ટેન્ડ પર લગભગ 30 મિનિટ માટે અટકે છે. દિસ્કિત બસ સ્ટોપથી તમે પનામિક તરફ જતી બસ અને ટેક્સીઓ મેળવી શકો છો. તેમાંથી મોટાભાગના બપોરે 2-2.30 વાગ્યા સુધીમાં નીકળી જાય છે. તેમજ બપોરે 2.30 કલાકે એક બસ તુર્તુક માટે રવાના થાય છે. ટિકિટની કિંમત 150 રૂપિયા છે. દિસ્કિતથી તુર્તુક સુધીનું ટેક્સી ભાડું 4000 રૂપિયાની આસપાસ છે. હું લેખના અંતે નુબ્રામાં બજેટ રજાઓ વિશે વાત કરીશ.
2. પેંગોંગ ત્સો: પેંગોંગ ત્સોમાંથી કેટલીક બસો પસાર થાય છે અને કેટલીક બસો છે જે પેંગોંગ ત્સોમાં રાતવાસો કરે છે અને બીજા દિવસે સવારે લેહ પરત આવે છે. તમે પેંગોંગમાં કેટલો સમય રોકાવા માંગો છો તેના આધારે તમે તમારી બસ યાત્રાનું આયોજન કરી શકો છો. કોઈ પણ સંજોગોમાં, તમારે પેંગોંગની નજીક રાત પસાર કરવી પડશે. Spangmik માં સસ્તું એકોમોડેશન રૂ.500 થી શરૂ થાય છે. તળાવથી માત્ર 100 મીટરના અંતરે સ્થિત સ્પાંગમિકની ટિકિટની કિંમત 350 રૂપિયા છે.
JSKRTCની બસો ગુરુવાર અને રવિવારે સવારે 6.30 વાગ્યે સીધી પેંગોંગ ત્સો 0n સુધી ચાલે છે. તેઓ બપોરે 1.30 વાગ્યા સુધીમાં સ્પાંગમિક પહોંચી જાય છે. આ બસો સ્પંન્ગમિકમાં રાત્રિ રોકાણ કરે છે અને બીજા દિવસે સવારે 7.30 વાગ્યે લેહની મુસાફરી શરૂ કરે છે.
પેંગોંગમાં રોકાતી અન્ય બસો:
લેહથી ચુશુલ - રવિવારે સવારે 7 વાગ્યે પ્રસ્થાન.
લેહથી કોયુલઃ મંગળવારે સવારે 7 વાગે રવાના થશે.
લેહથી હનલે: શનિવારે સવારે 7 વાગ્યે નીકળે છે.
3. સો મો રી રી: દર મહિનાની 10મી, 20મી અને 30મીએ લેહથી સો મો રી રી માટે બસો છે. તે સવારે 8.30 વાગ્યે ઉપડે છે અને 4 વાગ્યા સુધીમાં પહોંચે છે. ટિકિટની કિંમત 600 રૂપિયા છે.
4. કારગિલ: લેહથી કારગિલ માટે રોજ બપોરે 2 વાગ્યે બસો છે. તે રાત્રે 9 વાગે કારગીલ પહોંચે છે. ટિકિટની કિંમત લગભગ 600 રૂપિયા છે.
5. શ્રીનગર: લેહથી શ્રીનગર માટે રોજ બપોરે 2 વાગ્યે બસ છે. જે બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધીમાં શ્રીનગર પહોંચી જાય છે. ટિકિટની કિંમત લગભગ 1200 રૂપિયા છે.
6. જંસ્કરઃ બસો લેહથી જંસ્કર માટે સોમવારે સવારે 5 વાગે ઉપડે છે. લાંબી મુસાફરીમાં 20 કલાકથી વધુ સમય લાગે છે. ટિકિટની કિંમત લગભગ 900 રૂપિયા છે.
લદ્દાખમાં ક્યાં રહેશો
લેહ
લેહમાં ઘણી બજેટ હોસ્ટેલ છે. જો તમે બસ દ્વારા લેહ પહોંચી રહ્યા હોવ તો હું તમને હેપ્પી ડ્રિફ્ટર્સ બુક કરવાની ભલામણ કરીશ કારણ કે તે બસ સ્ટેન્ડની સૌથી નજીક છે. જો તમે ફ્લાઇટમાંથી ઉતરી રહ્યા હોવ અથવા પાછા ફરી રહ્યા હોવ, તો તમે હિચહિકર્સ હોસ્ટેલ બુક કરી શકો છો કારણ કે તે એરપોર્ટની નજીક છે અને તમે ચાલીને જઇ શકો છો. એરપોર્ટથી તમારા રહેઠાંણ સુધીની ટેક્સીઓ 500 રૂપિયા લે છે, પછી ભલે તે માત્ર એક કિલોમીટર દૂર કેમ ન હોય. આમાંની મોટાભાગની હોસ્ટેલમાં 300 થી 500 રૂપિયામાં ડોર્મ બેડ છે.
જો તમારી સાથે થોડા વધુ પ્રવાસીઓ હોય, તો તમે હોમસ્ટે બુક કરી શકો છો અને શેરિંગ કરી શકો છો. મુખ્ય શહેરથી 15 કિમી દૂર ફ્યાંગમાં કેટલાક શાંતિપૂર્ણ હોમસ્ટે છે. લાંબા સમય સુધી રોકાણ માટે પ્રતિ દિવસનો ખર્ચ રૂ. 3oo જેટલો ઓછો હોઈ શકે છે. તમે લેહ મિની બસ સ્ટેન્ડથી સાંજે 4.30 વાગ્યે ફ્યાંગ જવા માટે રૂ. 4o માં બસ લઈ શકો છો.
નુબ્રા
હુંદરમાં જુદાજુદા પ્રકારની રહેવાની સુવિધા ઉપલબ્ધ છે. જો કે, હિમાલયન બંકર રૂ.500 જેટલા ઓછા ખર્ચે બજેટ બંકર બેડ ઓફર કરે છે. વધુમાં, તમે તમારા તંબુ લઈ જઇ શકો છો.
તુરતુક
તુર્તુકમાં ઘણા હોમસ્ટે ઉપલબ્ધ છે અને જે તમારી પાસેથી બ્રેકફાસ્ટ અને ડીનર સહિત બેડ માટે રૂ. 500 થી રૂ. 1000 ચાર્જ કરી શકે છે.
જ્યારે પનામિક તરફ જતો રસ્તો પ્રવાસન માટે ખુલ્લો છે, તેમ છતાં ત્યાં સારી હોટલ અને ભોજન મળવું મુશ્કેલ છે.
પેંગોંગ
તમામ પ્રકારના રહેઠાણ અને ભોજનના વિકલ્પો ઉપલબ્ધ છે. લક્ઝરી કેમ્પમાં ખુલ્લા બુફે પણ છે જ્યાં તમે 600 રૂપિયામાં ડીનર કરી શકો છો. બજેટ હોમસ્ટેઝ રૂ. 500 થી શરૂ થાય છે અને જો તમે તળાવની સુંદરતા જોવાનું પસંદ કરો છો, તો તમે એક રાત માટે રૂ. 10,000 જેટલો ખર્ચ પણ કરી શકો છો.
લદ્દાખના નાના ગામડાઓ માટે આ બસનું સમયપત્રક છે. ઉપરોક્ત નામો લેહની પૂર્વ બાજુના ગામોના છે. તમે આ ગામોમાં દિવસની મુસાફરી કરી શકો છો અને તે જ બસમાં પાછા આવી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો