ચાલો ફરવા જઇએ સંગેમરમરના શહેર જબલપુરમાં!

Tripoto
Photo of ચાલો ફરવા જઇએ સંગેમરમરના શહેર જબલપુરમાં! 1/1 by Paurav Joshi

જબલપુર અંગે શોધવા જઇએ તો પણ કેટલીક ખાસ વાતો જાણવા નહીં મળે. આ ભારત દેશના એવા શહેરોમાંથી છે જ્યાં લોકો રહેતા હતા અથવા તો છોડીને જવાની તૈયારીમાં હતા. નવી પેઢી પહેલા કેટલાક મોટા શહેરો, જેવા કે નાગપુર, દિલ્હી, ઇન્દોર કે ભોપાલ તરફ જાતે પલાયન કરે છે અને પછી તેમના મા-બાપને પણ સાથે લઇ જાય છે અને પછી પાછળ રહી જાય છે ફક્ત એકલું શહેર. ના નોકરી ના નોકરીની આશા. એકલદોકલ સિનેમાઘરોમાં જો કોઇ અંગ્રેજી ફિલ્મ ચાલી પણ જાય તો હિન્દી ડબિંગ આર્ટિસ્ટ મજા બગાડવા તૈયાર હોય છે. આ લા લા બેન્ડ ક્યારેક લા લા લેન્ડ ન બની શક્યું. આ છે સંક્ષેપમાં જબલપુરની કહાની.

છેલ્લા કેટલાક વર્ષોમાં જબલપુરમાં જો કોઇ વસ્તુ મોટી સંખ્યામાં જોવા મળી છે તો તે છે પલાયન. જબલપુરમાં રહેતા મારા એક અંકલે મને એકવાર કહ્યું હતું કે જબલપુર એક નાનકડુ શહેર નહીં પરંતુ એક મોટુ ગામ છે જે ભૂતકાળમાં ક્યાંક અટકીને રહી ગયું છે અને હું આ વાતથી સો ટકા સહમત છું.

સકારાત્મકતાથી વિચારમાં આવે તો હાં જબલપુર એક મોટુ ગામ જ છે અને આ વાત સાબિત કરે છે આ નાનકડા શહેરના વિશાળ દિલવાળા લોકો. વરસાદમાં પલળો તો આજે પણ તમને દુકાનમાં બેઠેલા કોઇ કાકા ચા પીવડાવી જ દેશે, હિંમત છે કે કોઇ ચાના રૂપિયા માંગે!

જબલપુર

Photo of Jabalpur, Madhya Pradesh, India by Paurav Joshi

પર્યટકો માટે જબલપુર ક્યારેય ખાસ આકર્ષણ રહ્યું નથી. આ શહેરમાં એવા જ લોકો આવે છે જે ક્યાં તો પેઢીઓથી અહીં વસ્યા છે અથવા તો કામકાજ અંગે અહીં આવતા જતા રહે છે. હાં, એટલું જરૂર છે કે બાંધવગઢ આવનારા પર્યટક મોટાભાગે અહીંથી પસાર થાય છે. બાંધવગઢ નેશનલ પાર્ક અહીંથી 169 કિ.મી. દૂર છે અને ત્યાં જવા માટે સૌથી નજીકનું એરપોર્ટ જબલપુરમાં જ છે.

તો જો આ શહેર કોઇપણ આકર્ષણથી માઇલો દૂર છે તો સવાલ એ ઉભો થાય છે કે હું આ કેમ લખી રહી છું અને તમે શું કામ વાંચી રહ્યા છો?

View this post on Instagram A post shared by Aha! khana yay!! (@ahakhanayay)

કંઇક શોધવાથી એક જવાબ મળ્યો છે અને તે છે ખોયા જલેબી! આ બ્રહ્માંડમાં શોધવા છતાં પણ જો તમને આવી જલેબી ક્યાંક મળી જાય તો કહેજો. તાજા ગળ્યા ખોયા, ખાસ્સી એવી ખાંડ, તેનાથી પણ વધુ ઘી અને તિખુરથી બનતી આ મીઠાઇ મૂળભૂત રીતે જબલપુરની છે. મનને લલચાવતી આ જલેબીની શોધ કરી હરપ્રસોદ બડકુલે. 1880માં પહેલીવાર નજીકના એક ગામથી જબલપુર આવ્યા હતા. બે બોરી તમાકુ વેચીને જે પૈસા મળ્યા તેમાંથી તેમણે એક મીઠાઇની દુકાનની શરૂઆત કરી. બડકુલ દંપત્તિએ આ પાક શૈલીના દમ પર જબલપુરમાં વર્ષો સુધી રાજ કર્યું. તેમનો પરિવાર આજે પણ આ વ્યવસાય ચલાવે છે પરંતુ ખોયા જલેબીની વિધિ આજે પણ ગોપનીય છે. હવે છોડો આ બધી વાતોને, ગરમાગરમ, ક્રિસ્પી, મીઠી જલેબીનો આનંદ માણો. કેરી ખાઓ ગોટલીઓ ન ગણો.

ભેડાઘાટ વૉટર ફૉલ

Photo of ચાલો ફરવા જઇએ સંગેમરમરના શહેર જબલપુરમાં! by Paurav Joshi

જબલપુરની બીજી ખાસિયત છે અહીં વહેતી નર્મદા નદી અને તેની સંખ્યાના ઘાટ. એ કહેવું ખોટુ નહીં હોય કે નર્મદા આ શહેરની નસોમાં લોહીની જેમ વહે છે. અગણિત કાંઠાને અડીને વહેતી આ નદીનો સૌથી સુંદર કાંઠો છે ભેડાઘાટ, જેના નામ પર આ ગામનું નામ પણ પડ્યું છે. ભેડાઘાટનું મુખ્ય આકર્ષણ છે અહીં સ્થિત ધુંઆધારનો જળધોધ. અહીં પાણીની તીવ્ર ગતિના કારણે નદીમાંથી ધુમાડો નીકળતો હોય તેવું લાગે છે આ જ કારણે આ ઝરણાનું નામ ધુંઆધાર રાખવામાં આવ્યું છે. નદીના કિનારે બધા કાંઠામાં સંગેમરમરની ખડકો છે જે આ દ્રશ્યને અપ્રતિમ બનાવી દે છે.

ધુંઆધાર ફૉલ્સથી થોડેક જ દૂર નર્મદાનો એક કિનારો છે જ્યાં તમે નૌકા વિહાર માટે જઇ શકો છો. દિવસના અજવાળામાં અહીં પહોંચીએ તો તમારો નૌકાવાળો જ તમારો ટૂર ગાઇડ પણ બની શકે છે. આ સ્થાનિક ગાઇડ મોટાભાગે આપને એવી વાતો બતાવશે જે એકલા આવો તો વિચારી પણ નહીં શકો. તમને મોટરકારના આકારનો ખડક બતાવાશે. આસપાસના મધુર દ્રશ્યમાં લીન થઇને જો તમે નદીના પાણીમાં હાથ નાંખી દીધા તો હોડીવાળો નિશ્ચિત રીતે તમને ટોકશે. આ નદીમાં મગર છે જે ખૂન ભરી માંગમાં રેખાને ખાઇ ગયો હતો. મોંહે જો દારોમાં ઋતિક રોશન આ જ નદીના મગરમચ્છની સાથે લડ્યા હતા. "અશોકા"માં કરીના કપૂર આ જ નદીના કિનારે નાચી હતી. કહેવાય છે કે પૂર્ણિમાની રાતે તમે આ નદીમાં નૌકા વિહાર કરવા નીકળ્યા તો શું ખબર તમને પણ આ નદી ચાંદની રાતે વાત કરતી નજરે પડ જાય. આવું એટલા માટે કહેવાય છે કારણ કે ચાંદીની રાતે નદી કિનારે સંગેમરમરના ખડકોનો આકાર જ અલગ હોય છે. આ ચમકદાર પથ્થર જાણે કે જીવતા હોય તેવો ભાસ થાય છે. જોવા નહીં ઇચ્છો આ ચમત્કાર?

Photo of ચાલો ફરવા જઇએ સંગેમરમરના શહેર જબલપુરમાં! by Paurav Joshi

પ્રકૃતિવાદની ઉંચાઇએથી નીચે ઉતરીએ જબલપુરની ગલીઓમાં. જ્યાં મળે છે સિમ્પ્લેક્સ મસાલા સોડા. કદાચ તમે નામ નહીં સાંભળ્યું હોય, આ જબલપુરની ખાસિયત છે. એક અલગથી ઝીરાનો સ્વાદ જે આને કોઇ પણ મસાલા સોડાથી અલગ કરે છે. થોડો મીઠો અને પાચનક્રિયા માટે એક દમ જબરજસ્ત, આ મસાલા સોડા એક સ્થાનિક કંપની દ્ધારા બનાવવામાં આવે છે અને સરળતાથી જબલપુરની કોઇ પણ કરિયાણાની દુકાનમાં મળે છે. જાણી લો કે શોધવાથી પણ આપને તે બીજે ક્યાંય નહીં મળે. આના સ્વાદ માટે જબલપુર આવવું જ પડશે.

બેલેન્સિંગ રૉક્સ

Photo of ચાલો ફરવા જઇએ સંગેમરમરના શહેર જબલપુરમાં! by Paurav Joshi

જલબપુરના લોકોને પુછવામાં આવે કે તેમના શહેરમાં ફરવાની જગ્યાઓ કઇ છે તો તમને બેલેન્સિંગ રૉક અંગે જરુર જણાવશે. 1997માં જબલપુરમાં એક તીવ્રગતિનો ભુકંપ આવ્યો, આ શહેર અનેક ખડકોથી ઘેરાયેલું છે એટલા ત્યારે બધા ખડકો આમતેમ થઇ ગયા પરંતુ એક પથ્થર જેમનો તેમ હતો. આ છે જબલપુરનો પ્રસિદ્ધ બેલેન્સિંગ રૉક જે વર્ષોથી બીજી શિલા (રૉક) પર સંતુલન બનાવીને ઉભો છે.

બરગી બાંધ

Photo of ચાલો ફરવા જઇએ સંગેમરમરના શહેર જબલપુરમાં! by Paurav Joshi

જો તમને ખડકોમાં રસ નથી તો એક બીજી જગ્યા છે જ્યાં તમે તમારો કિંમતી સમય પસાર કરી શકો છો અને તે છે બરગી ડેમ જળાશય. હાલમાં જ અહીં ફેરીની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. આ જળાશયનું ભુરુ પાણી બિલકુલ સમુદ્ર જેવું લાગે છે. જો તમે ઇચ્છો તો અહીંથી મંડળ માટે ફેરી લઇ શકો છો, જ્યાં ઉતરીને તમે કાન્હા કિસલી નેશનલ પાર્ક પણ જઇ શકો છો. હિન્દુસ્તાનના દિલમાં આવ્યા છો તો તેના ગાઢ જંગલોમાં ખોવાઇ જવું જરુરી છે.

ચોંસઠ યોગિની મંદિર

Photo of ચાલો ફરવા જઇએ સંગેમરમરના શહેર જબલપુરમાં! by Paurav Joshi

જબલપુર શહેરના અજુબા અહીં સમાપ્ત નથી થતા. તમારામાંથી જે લોકો વાસ્તુકળામાં ખાસ રુચિ ધરાવે છે અને ખજુરાહો જેવા મંદિરમાં જવાનું પસંદ કરે છે તેમના માટે જબલપુરમાં એક બીજુ આકર્ષણ છે અને તે છે ચોંસઠ યોગિની મંદિર. 10 ADમાં કુલ્ચુરી સામ્રાજ્યના રાજા દ્ધારા બનાવેલુ આ મંદિર વાસ્તુકળામાં ભારતની અનમોલ વિરાસતનો એક નમૂનો છે.

તો આ હતી જબલપુરની વિશેષતા અને આ લાંબા લિસ્ટ છતાં તમારામાંથી ઘણાં લોકો છે જે જબલપુર વગેરે જગ્યાએ આવ્યા વિના જ પોતાનું જીવન પસાર કરી દેશે. આ ભૂલ માટે તમને કોઇ દોષ પણ નહીં દે અને ના તો કોઇ પ્રશ્ન પૂછશે. પરંતુ ભૂલ્યા ભટક્યા તમે ક્યારેક જબલપુર પહોંચી જાઓ તો તમને ચોખ્ખા હ્રદયના નાના શહેરના લોકો મળશે જે પોતાના દિલના અને ઘરના દરવાજા તમારા માટે ખોલી નાંખશે. જે તમારા મોં સામે તાકીને તમારી સાથે કલાકો સુધી વાત કરશે ફક્ત તમારી અંગ્રેજી વાંચવા સાંભળવા માટે. જે આજે પણ શૉન પૉલના ટેમ્પરેચર પર દિલ ખોલીને નાચે છે. ચાલતી ગાડીથી જબલપુર જોતા જોતા મોટાભાગે લોકો તેમના પહોંચવાના સ્થળે આગળ વધી જાય છે પરંતુ ક્યારેક રોકાઓ તો જરુર ફરજો.

નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads